Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 9, 2017

ભાગવત રહસ્ય-૭૧ TO ૭૩ -પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા





પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય





  ભાગવત રહસ્ય-૭૧ TO ૭૩     



સ્કંધ પહેલો-૪૨ (ચાલુ)



પરીક્ષિત –કળિ ને કહે છે-કે- તને-શરણાગત ને હું મારતો નથી –પણ મારું રાજ્ય છોડી તું ચાલ્યો જા. મારા રાજ્ય માં રહીશ નહિ.



કળિ પ્રાર્થના કરે છે-પૃથ્વીના સાર્વભૌમ રાજા આપ છો(આખી પૃથ્વી પર તમારું રાજ્ય છે). તમારું રાજ્ય છોડીને હું ક્યાં જાઉં ?



હું આપને શરણે આવ્યો છું.મને રહેવા કોઈ સ્થાન આપો.



પરીક્ષિતે દયા કરી અને ચાર જગા એ કળિ ને રહેવાની જગ્યા આપી છે.



(૧)જુગાર-(૨)મદિરાપાન અને માંસ ભક્ષણ (૩)ધર્મ વિરુદ્ધ નો સ્ત્રી સંગ-વેશ્યા (૪)હિંસા.



આ ચાર સ્થાનો આપ્યાં –પણ – કળિ ને સંતોષ થયો નહિ. કળિ કહે છે-આ ચાર સ્થાનો ગંદા છે-કોઈ સારું સ્થાન રહેવા આપો.



તેથી પરીક્ષિતે તેને –સુવર્ણ ((સોનું) માં રહેવાનું સ્થાન આપ્યું.



સોના ને આમ તો પ્રભુ ની વિભૂતિ કહી છે. પણ અધર્મ થી-પાપ થી જે ધન ઘરમાં આવે તેમાં કળિ નો નિવાસ છે.



અનીતિ અને અન્યાય થી મેળવેલા ધન માં કળિ છે.(એમ કહેવાનો આશય છે). અનીતિ નું ધન--ધન કમાનાર ને –તો –દુઃખ



આપે છે જ-પણ જો તેને કોઈ વારસા માં મૂકી જાય તો –તે -વારસો પણ દુઃખ આપે છે.



જુઠ-ગુસ્સો-મદ-વેર-અને રજોગુણ –આ પાંચ જ્યાં ના હોય –ત્યાં આજે પણ સત-યુગ છે. જેના ઘરમાં નિત્ય- પ્રભુ નાં સેવા-સ્મરણ



થાય છે,જેના ઘરમાં આચાર-વિચાર પાળવામાં આવે છે-તેના ઘરમાં કળિ નો પ્રવેશ થતો નથી.



કળિ ને આમ રહેવાનાં સ્થાન ,મળ્યાં એટલે કળિ વિચારે છે કે-હવે હરકત નહિ-કોઈ વખત પરીક્ષિત ને ત્યાં પણ પેસી જઈશ.



બળદ ના ત્રણ કાપેલા પગો ને –પરીક્ષિતે જોડીને-ધર્મ નું સ્થાપન કર્યું છે.



તે પછી –એક દિવસ પરીક્ષિત ને જીજ્ઞાસા થઇ કે-ચાલ જોઉં-કે –મારા દાદા એ મારા માટે –ઘરમાં શું શું રાખ્યું છે.



એક પટારા માં તેને એક સોનાનો મુગટ જોયો અને વગર વિચાર્યે તે માથે રાખ્યો.



આ મુગટ જરાસંઘ નો હતો. જરાસંઘે-અન્યાય અને પાપથી બધું ભેગું કર્યું હતું. જરાસંઘ પર વિજય પછી તેનું સર્વ ધન –પાંડવોનું



ગણાય-પણ માત્ર રાજ મુગટ લઇ લેવા માં આવતો. જરાસંઘ ના પુત્રે વિનવણી કરેલી કે ‘મારા પિતાનો રાજમુગટ મને આપો.’



તે વખતે ધર્મરાજાએ તે મુગટ –ન લેવાની સલાહ આપેલી.



જરાસંઘ ના પુત્ર ની ઈચ્છા મુગટ આપવાની ન હતી-તેમ છતાં જબરજસ્તી થી તે મુગટ ભીમ –લઇ આવેલા. એટલે આ



અન્યાય-અનીતિ નું ધન થયું. ધર્મ રાજા –આ જાણે છે-એટલે તેમણે તેને(મુગુટ ને) માથે ના પહેરેલો અને



એક બંધ પટારામાં મૂકી રાખેલો.



આજ પરીક્ષિત ની દ્રષ્ટિએ તે મુગટ પડતાં –તેણે તે મુગટ પહેર્યો.



કળિ રાહ જોઈ બેઠો હતો. તેણે આ સોના ના મુગટ દ્વારા પરીક્ષિત ની બુદ્ધિ માં પ્રવેશ કર્યો.



આમ તો કોઈ દિવસ રાજા ને શિકાર કરવા જવાની ઈચ્છા થઇ નથી,પણ આજે રાજા ને શિકાર કરવા જવાની ઈચ્છા થઇ.



મુગટ પહેરી,પરીક્ષિત શિકાર કરવા ગયા છે. અનેક નિરપરાધ જીવો ની હિંસા કરી છે. મધ્યાહ્ન કાલે રાજા ને  ભુખ તરસ લાગી છે.



દિવસ ના બાર વાગે (ભુખ લાગે ત્યારે) અને રાતે બાર વાગે(જીવ કામાંધ થાય ત્યારે) વિવેક રહેતો નથી.



આ વિવેક ને ટકાવવા-રામજી દિવસે બાર વાગે અને કૃષ્ણ રાતે બાર વાગે આવ્યા છે.



પરીક્ષિતે એક ઋષિ નો આશ્રમ જોયો. તે આશ્રમ માં ગયા. આશ્રમ શમીક ઋષિ નો હતો. સમાધિ માં શમીક ઋષિ તન્મય હતા.



પરીક્ષિતે ઋષિ ને કહ્યું-મહારાજ મને ભુખ તરસ લાગી છે-કાંઇક ખાવાનું અને જળ આપો. ઋષિ કંઈ જવાબ આપતા નથી.



પરમાત્મા ના ધ્યાન માં તન્મય છે.



રાજા નો જીવ - ભુખ અને તરસ ના લીધે- વ્યાકુળ થયેલો છે-વિવેક ભૂલાઈ ગયો અને ક્રોધ આવ્યો છે.



‘આ દેશ નો હું રાજા છું. ઋષિ એ મારું સ્વાગત કરવું જોઈએ –તે કેમ કરતા નથી ? આ ઋષિ મારું સ્વાગત- ના- કરવા સમાધિ નો



ઢોંગ કરે છે. લાવ તેમની પરીક્ષા કરું’



બુદ્ધિ  માં કળિ બેઠેલો છે એટલે બુદ્ધિ બગડેલી છે.ઋષિની સેવા કરવાના બદલે તે સેવા માગે છે.



રાજાએ સર્પ ની હિંસા કરી તે મરેલો સર્પ સમિક ઋષિ ના ગળા માં પહેરાવ્યો.



રોજ બ્રાહ્મણ ના ગળામાં ફૂલ ની માળા અર્પણ કરનાર આજે –બ્રાહ્મણ ના ગળામાં સર્પ પહેરાવે છે.



રોજ વેદ-બ્રાહ્મણ ની પૂજા કરનાર આજે-બ્રાહ્મણ નું અપમાન કરે છે.



બીજાનું અપમાન કરનાર-પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો –પોતાની જાત ને છેતરે છે.



કારણ કે –આત્મા સર્વ માં એક છે. રાજાએ શમીક ઋષિના ગળામાં સાપ રાખ્યો નથી પણ પોતાના ગળા માં જીવતો સાપ રાખ્યો છે.



સર્પ એ કાળ નું સ્વરૂપ છે. શમીક ઋષિ –એટલે સર્વ ઈન્દ્રિય વૃત્તિઓને અંતર્મુખ રાખી ઈશ્વરમાં સ્થિર થયેલાં જ્ઞાની-જીવ.



એના ગળા માં મરી ગયેલો સર્પ  (કાળ) આવે-એટલે કે-ઈશ્વર માં તન્મય થયેલા-જીતેન્દ્રિય જીવ નો કાળ મરે છે. કાળ મરી જાય છે.



રાજા રજોગુણ માં ફસાયેલો જીવ છે-જે જીવ માં ભોગ –પ્રધાન છે. તેવા ના ગળા માં- કાળ જીવે છે-ગળામાં જીવતો સર્પ(કાળ) છે.



રાજા ને રાજા હોવાનું અભિમાન છે.હાથ માં ધનુષ્ય બાણ છે. એટલે પાપ થયું છે.



હાથ માં કોઈ એવી વસ્તુ રાખો-કે પાપ થાય નહિ. ઘણાં ના હાથ માં લાકડી હોય તો છેવટે થાંભલા પર મારે-ખખડાવે.



હાથ માં માળા હોત તો –પાપ થાત નહિ.



ઋષિ ની પરીક્ષા કર્યા પછી-રાજા ની ફરજ હતી –કે-તેમના ગળા માંથી સર્પ કાઢી નાખવો.



પણ –‘હું રાજા છું-મને કોણ પૂછનાર ?’ રાજા એવું વિચારી-ઋષિનું અપમાન કરી ઘેર આવ્યા છે.



-------------------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૭૨

       



સ્કંધ પહેલો-૪૩ (ચાલુ)



શમીક ઋષિ ના પુત્ર-શૃંગી –ને ખબર પડી કે –પોતાના પિતા નું રાજાએ અપમાન કર્યું છે. તેથી તેમણે-રાજા ને શાપ આપ્યો છે.



‘રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો –પરંતુ આજથી સાતમે દિવસે-તેના ગળા માં જીવતો સાપ જશે. તેણે તક્ષક નાગ



કરડશે. તેનું મરણ થશે.’



આ બાજુ પરીક્ષિત ઘેર ગયા –માથેથી મુગુટ ઉતાર્યો અને તેમને- તેમની ભૂલ સમજાઈ. મેં આજે પાપ કર્યું છે. મારી બુદ્ધિ બગડી.



મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણો માટે પ્રાણ આપતા. તેમના વંશ માં હું આવો થયો?



બુદ્ધિ બગડે ત્યારે માનવું –કે કંઈક અશુભ થવાનું છે-કોઈક આપત્તિ આવવાની છે.



પાપ થઇ જાય તો તેનો વિચાર કરીને –શરીરને તે માટે સજા કરો. તે દિવસે ઉપવાસ કરો. પાપ ફરીથી થશે નહિ. તમે તમારા



શરીર ને સજા કરશો-તો યમરાજ તમને ઓછી સજા કરશે.



પાપ કરે અને એવી ઈચ્છા રાખે કે –મને આ પાપની સજા ના થાય-એ પણ પાપ છે.



ધન્ય છે-રાજા પરીક્ષિત ને!! જીવન માં એક વાર જ પાપ કર્યું છે-પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી.



જે વખતે પરીક્ષિતે સાંભળ્યું કે મને ઋષિકુમાર નો શાપ થયો છે.



પરીક્ષિતે કહ્યું-‘જે થયું તે સારું થયું. ઋષિકુમારે મને શાપ આપ્યો નથી-પણ સાત દિવસ ભક્તિ કરવાનો સમય આપ્યો છે.



ખરેખર બ્રાહ્મણે કૃપા કરી છે- જો આજ ને આજ મરે-તેવો શાપ આપ્યો હોત તો –હું શું કરી શકવાનો હતો ?



પરમાત્મા એ મારા આ પાપની સજા કરી છે. સંસારના વિષય સુખ માં હું ફસાયેલો હતો. એટલે મને સાવધ કરવા –પ્રભુએ કૃપા કરી.



મને શાપ ન થયો હોત તો –હું ક્યાં વૈરાગ્ય ધારણ કરવાનો હતો ? મને ભક્તિ કરવાની તક આપી છે. આજ દિન સુધી મેં મરવાની



તૈયારી કરી નહોતી. હવે હું મરવાની તૈયારી કરીશ.’



સાતમે દિવસે મરવાનો છું-તે સાંભળ્યું  અને રાજાના વિલાસી જીવન નો અંત આવ્યો છે. જીવન સુધર્યું છે.



પરીક્ષિત ને ખાતરી હતી કે હું સાતમે દિવસે મરવાનો છું, પણ આપણ ને –એ –ખબર નથી- તેથી આપણે વધુ સાવધાની રાખવાની છે.



મૃત્યુ હર સમયે માથે છે-એમ માનશો –તો નવું જીવન શરુ થશે. આત્મભાન થશે.



પરીક્ષિત ઘરનો ત્યાગ કરી-દોડતા દોડતા –ગંગા કિનારે આવ્યા છે.ગંગાસ્નાન કર્યું અને દર્ભ પર વિરાજ્યા છે. અન્નજળનો ત્યાગ કરી-



ભગવત-સ્મરણ માં તલ્લીન થયા છે. મોટા મોટા ઋષિ ઓને આ વાતની ખબર પડતાં વગર આમંત્રણે મળવા આવ્યા છે.



રાજા –રાજમહેલ માં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી-કોઈ ઋષિ રાજા ને મળવા  ગયા નથી. પણ રાજા ના વિલાસી જીવન નો



અંત આવ્યો- અને તે હવે રાજા રહ્યા નથી-પણ રાજર્ષિ બન્યા છે. એટલે ઋષિઓ વગર આમંત્રણે મળવા આવ્યા છે.



પરીક્ષિત ઉભા થઇ એક એક ઋષિઓનું સ્વાગત કરી-પ્રણામ કરી-પૂજન કર્યું અને પોતાનું પાપ તેમની આગળ જાહેર કર્યું.



‘મેં પવિત્ર બ્રાહ્મણ ના ગળા માં સાપ નાખ્યો-તેથી મને શાપ થયો છે. સાતમે દિવસે હું મરવાનો છું .હું અધમ છું. મારો ઉદ્ધાર કરો.



મારું મરણ સુધરે તેવો ઉપાય બતાવો. મને બીક લાગે છે. મેં મરણ માટે તૈયારી કરી નથી. સાત દિવસ માં મને મુક્તિ મળે તેવું કરો.



મરણ કાંઠે આવેલા મનુષ્ય નું કર્તવ્ય શું ? વગેરે મને બતાવો. સમય થોડો છે.તેથી જ્ઞાન ની મોટી મોટી વાતો કરશો –તો સમય



પુરો થઇ જશે. મને એવી વાત બતાવો કે-જેથી પરમાત્મા ના ચરણ માં લીન થાઉં. -મને મુક્તિ મળે.



રાજાએ સોના નું સિંહાસન મંગાવ્યું છે. ઋષિ ઓ ને કહે છે-કે-સાત દિવસ માં મને મુક્તિ અપાવી શકે તે-આ સિંહાસન પર વિરાજે.



ઋષિ ઓ વિચાર કરવા લાગ્યા.-અમે વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ.તેમ છતાં અમને પણ ચિંતા રહે છે. મુક્તિ મળશે કે નહિ ?



સાત દિવસ માં મુક્તિ ?તે વાત શક્ય લાગતી નથી. કોઈ ઋષિ બોલવા તૈયાર થયા નથી.



પરીક્ષિત વિચારે છે કે –હવે તો હું ભગવાન ને જ શરણે જઈશ. અને ભગવાન ની સ્તુતિ કરવા લાગ્યા.



‘મેં કઈ સત્કર્મ કર્યું નથી. આ બ્રાહ્મણો મને ઉપદેશ આપવા તૈયાર નથી.કારણ હું અધમ છું. આપે મારું રક્ષણ –ગર્ભ માં કર્યું તો હવે પણ



મારું રક્ષણ કરો. હું પાપી છું પણ નાથ, તમારો છું.’



પરમાત્મા એ શુકદેવજી ને પ્રેરણા કરી-કે ત્યાં પધારો. ચેલો લાયક છે.



પરમાત્મા પોતે જન્મ સુધારવા આવેલા પરંતુ મુક્તિ આપવાનો અધિકાર –શિવજી નો છે. એટલે શિવજી ના અવતાર –શુકદેવજી ત્યાં



પધારે છે. સંહાર નું કામ શિવજી નું છે, એટલે પરીક્ષિત નું મરણ સુધારવા શુકદેવજી પધાર્યા.



શુકદેવજી દિગંબર છે. વાસના નું વસ્ત્ર પડી ગયું હતું. સોળ વર્ષ ની અવસ્થા છે. અવધૂત નો વેષ છે. ઘૂંટણ સુધી લાંબા હાથ છે.



વિશાળ વક્ષ સ્થળ છે.દૃષ્ટિ નાસિકા ના અગ્ર ભાગ પર સ્થિર છે. મોઢા પર વાળ ની લટો વિખરાયેલી છે. અતિ તેજસ્વી છે.



શુકદેવજી ની પાછળ બાળકો ધૂળ ઉડાડે છે-કોઈ પથ્થર મારે છે-કહેછે-કે નાગો બાવો જાય.-નાગો બાવો જાય.



પરંતુ શુકદેવજી ને  તેનું ભાન નથી. દેહનું ભાન નથી તો – જગતનું ભાન ક્યાંથી હોય ? બ્રહ્માકાર વૃત્તિ છે.



પરમાત્મા ના સ્મરણ માં-ધ્યાન માં –જે દેહભાન ભૂલે છે-તેના શરીર ની કાળજી ભગવાન પોતે રાખે છે.પરમાત્મા તેની પાછળ પાછળ



ભમે છે.આને દેહ ની જરૂર નથી પણ મને એના દેહ ની જરૂર છે.



ચારે તરફ –પ્રકાશ ફેલાયો-ઋષિઓને આશ્ચર્ય થયું-આ કોણ આવે છે ? સૂર્ય નારાયણ તો ધરતી પર નથી ઉતરી આવ્યાને ?



એક ઋષિ એ ઓળખી લીધા-કે –આ તો શંકર જી નો અવતાર-શુકદેવજી પધાર્યા છે.



------------------------------------------------------------------------------------------------





 

ભાગવત રહસ્ય-૭૩

       



સ્કંધ પહેલો-૪૪ (ચાલુ)



તે જ વખતે સભામાં શુકદેવજી પધારે છે. બધાં મહાત્મા ઓ ઉઠીને ઉભા થાય છે. સર્વ વંદન કરે છે.



વ્યાસજી પણ તે સભામાં છે.તે પણ ઉભા થઇ વંદન કરે છે. શુકદેવજી નું નામ લેતા –વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે.



વ્યાસજી વિચારે છે-ભાગવત નું –રહસ્ય-શુકદેવજી જાણે છે-તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે.!!તે કથા કરશે ને હું સાંભળીશ.



કોણ ઉભા થયા છે-કોણ માન આપે છે-તેનું પણ શુકદેવજી ને ભાન નથી. ક્યાં બેસવું તે પણ ભાન નથી.



રાજા એ સુવર્ણ નું એક સિંહાસન –ઉપદેશ આપનાર માટે ખાલી રાખેલું-તેના પર પરમાત્માની પ્રેરણા થી-જઈ બેસી ગયા છે.



પરીક્ષિતે આંખો ઉઘાડી-સાષ્ટાંગ પ્રણામ કરી –પૂજા કરે છે. અને  કહે છે-કે-



‘મારો ઉદ્ધાર કરવા પ્રભુ એ આપને મોકલ્યા છે. નહીતર મારા જેવા વિલાસી-પાપી ને ત્યાં –વિરક્ત મહાપુરુષ આવે નહિ.



મેં પાપ કર્યું છે,મને હૃદયથી પસ્તાવો થાય છે, હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. હવે મને પ્રભુ ને મળવાની આતુરતા જાગી છે.



આપ મને કહો-કે-



જેનું મરણ નજીક આવેલું હોય –તેણે શું કરવું જોઈએ ? મનુષ્ય માત્ર નું કર્તવ્ય શું છે ? તેણે –કોનું સ્મરણ,કોનું શ્રવણ,કોના જપ ,



કોનું ભજન કરવું જોઈએ ?



શુકદેવજી નું હૃદય પીગળી ગયું. ચેલો લાયક છે. શુકદેવજી એ કૃપા કરી. રાજા ના માથે –પોતાનો વરદ હસ્ત પધરાવ્યો. અને તે જ



ક્ષણે રાજાને –દ્વારકાધીશ નાં દર્શન કરાવ્યાં.



મંત્ર દીક્ષા કરતાં સ્પર્શ દીક્ષા –એ શ્રેષ્ઠ છે. અધિકારી શિષ્ય મળે તો ગુરુને થાય કે હું મારું સર્વસ્વ –તેને આપી દઉં.



ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય-નિષ્કામ હોય- અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય- તો-



સાત દિવસ શું ?સાત મિનિટ-સાત ક્ષણ માં –અરે! એક ક્ષણ માં –પ્રભુ ના દર્શન કરાવે છે.



બાકી-ગુરુ લોભી હોય-અને ચેલો લૌકિક સુખ ની લાલચ થી આવ્યો હોય –તો બંને નરક માં પડે છે.



‘લોભી ગુરુ ઔર લાલચી ચેલા-દોનોં કી નરક મેં ઠેલમ ઠેલા.’



શુકદેવજી કહે છે-કે -રાજા –તું શું કામ ગભરાય છે ? સાત દિવસ હજુ બાકી છે. ખટવાંગ રાજાએ –એક મુહુર્ત માં –પોતાનું શ્રેય



સાધી લીધું હતું. મુક્તિ પ્રાપ્ત કરી હતી.



વિષ્ણુ પુરાણ માં આ ખટવાંગ ની કથા આવે છે-



ખટવાંગ રાજા એ –દેવો ને મદદ કરી-દૈત્યો ને હરાવ્યા. દેવો એ ખટવાંગ ને –વરદાન માગવા કહ્યું.



ખટવાંગે-વિચાર્યું-આ દેવો ને મેં મદદ કરી-તે મને શું વરદાન આપી શકવાના ? પણ ચાલ, તેઓ પાસે થી મારું આયુષ્ય –કેટલું છે ?



તે જાણી લઉં. તેણે દેવો ને પૂછ્યું-મારું આયુષ્ય કેટલું બાકી છે –તે મને કહો.



દેવો એ કહ્યું-તારા આયુષ્ય નો એક પ્રહર જ બાકી છે.



ખટવાંગે –તરત જ સર્વસ્વ નો ત્યાગ કર્યો-અને સનત કુમારો ને શરણે ગયા.પ્રભુ માં ચિત્ત પરોવી દીધું અને મુક્ત થયા.



શુકદેવજી કહે છે-‘રાજા-હું તારી પાસે થી કંઇ લેવા આવ્યો નથી,તને પરમાનંદ નું દાન કરવા આવ્યો છું. હું નિરપેક્ષ છું.



મને જે પરમાત્મા નાં દર્શન થયાં,તે પરમાત્મા નાં દર્શન કરાવવા આવ્યો છું. મને જે મળ્યું-તે તને આપવા આવ્યો છું.



કૃષ્ણ કથા માં તલ્લીન-મારા પિતા તો (વ્યાસજી) ભુખ લાગે ત્યારે –એક વખત બોર ખાતા હતા. પણ ભજનાનંદ માં –



આ કૃષ્ણકથામાં –મને એવો આનંદ આવે છે કે-મને તો-બોર પણ યાદ આવતા નથી. મારા પિતાજી વસ્ત્ર પહેરતા-પણ પ્રભુચિંતન માં



મારું વસ્ત્ર ક્યાં પડી ગયું? તેની પણ મને ખબર નથી.



સાત દિવસ માં હું તને –શ્રી કૃષ્ણ ના દર્શન કરાવીશ. હું બાદરાયણી છું.’



અહીં બાદરાયણી-શબ્દ લખ્યો છે-શુકદેવજી નો-શુક –શબ્દ લખ્યો હોત તો ના ચાલત ?



ભાગવત માં એક પણ શબ્દ વ્યર્થ લખ્યો નથી.



શુકદેવજી નો પરિપૂર્ણ વૈરાગ્ય બતાવવા –આ શબ્દ વાપર્યો છે.



શુકદેવજી –બાદરાયણ(વ્યાસજી) ના પુત્ર છે. વ્યાસજી નું તપ-વૈરાગ્ય કેવા હતા ?આખો દિવસ જપ-તપ કરે અને ભુખ લાગે-ત્યારે-



ફક્ત એક વખત-એકલાં બોર ખાતા. કેવળ બોર ઉપર રહેતા –એટલે બોર ઉપરથી એમનું નામ પડ્યું-બાદરાયણ. અને



આ બાદરાયણ ના પુત્ર –શુકદેવજી-તે  બાદરાયણી. જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય થી પરિપૂર્ણ.



આવા જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્ય થી પરિ પૂર્ણ હોય-તે જ મુક્તિ અપાવી શકે.



આજ ના સુધારક માં-ત્યાગ-સંયમ-જોવામાં આવતાં નથી. તે બીજા ને શું સુધારી શકવાનો હતો ?



મનુષ્ય –પહેલાં –પોતે- જ –પોતાને સુધારવાનો પ્રયત્ન કરે.



શુકદેવજી કહે છે-



‘રાજન-જે સમય ગયો છે-તેનું સ્મરણ કરીશ નહિ. ભવિષ્ય નો વિચાર કરીશ નહિ.



ભૂતકાળ નો વિચાર કરવાથી –શોક-થાય છે. અને ભવિષ્ય નો વિચાર કરવાથી-ભય-થાય છે.



માટે વર્તમાન નો જ વિચાર કર-અને વર્તમાન ને જ સુધાર.’   (મરણ નજીક આવેલું હોય-તેણે શું કરવું?-તેનો જવાબ ?)



( પરીક્ષિત ના પહેલા પ્રશ્ન નો પહેલો જવાબ –એ જાણે-ભાગવત નું બીજ હોય તેમ લાગે છે. વળી જો ગીતા ના બીજ જોડે સરખાવવામાં આવે તો સામ્ય પણ દેખાય



છે.ગીતા ના અધ્યાય -૨-૧૧-શ્લોક મુજબ તેનો ભાવાર્થ કૈક આવો જ થાય છે-‘જેનો શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે ‘)



પોતાનું જીવન -સુધારવાની-તો-જીવ ને- ઈચ્છા –જ-થતી નથી. બીજા ના દોષ જ જલ્દી  દેખાય છે. પોતાના દોષ દેખાતા નથી.



ભૂલ તો થાય-પણ ભૂલ થયા પછી –જીવ ને તેનો પસ્તાવો ના થાય તે ખોટું છે.



ભૂલ કર્યા પછી –પસ્તાવો થાય-અને –ફરીથી ભૂલ ન થવા દેવા નો સંકલ્પ-થાય તો જ જીવન સુધરે છે,



(મનુષ્ય માત્ર નું કર્તવ્ય શું? તેનો જવાબ ?)



રાજન-મારા નારાયણ નું તું સ્મરણ કર. તારું જીવન સુધરશે. (કોનું સ્મરણ કરવું?તેનો જવાબ?)



લૌકિક(સંસારના) રસ ભોગવનાર ને –પ્રેમરસ- મળતો નથી.ભક્તિ રસ મળતો નથી.



જગતના રસ કડવા છે-પ્રેમરસ-ભક્તિરસ-જ મધુર છે.



જે -ઇન્દ્રિયો નો ગુલામ થયો- તેને- કાળ-પકડે છે.



ભાગવત ના વક્તા –આવા-શુકદેવ જી જેવા હોવા જોઈએ-અમે શ્રોતા –આવા-પરીક્ષિત જેવા –હોવાં જોઈએ.(અધિકાર લીલા)



આમ પ્રથમ સ્કંધ માં અધિકાર નું વર્ણન છે.



ભાગવત નો પહેલો સ્કંધ(અધિકાર લીલા) સમાપ્ત.

No comments:

Post a Comment