Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, October 3, 2017

ભાગવત રહસ્ય-૧૯ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા



ભાગવત રહસ્ય-૧૯

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય"  - ૧૯



ભાગવત માહાત્મ્ય (ચાલુ)



ભાગવત –એ -નારાયણ નું સ્વરૂપ છે.ભગવાન શ્રીકૃષ્ણ જયારે ગોલોક ધામ માં પધાર્યા, ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું-એમ એકાદશ સ્કંધ માં લખ્યું છે. તેથી ભાગવત –ભગવાન ની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે.



ઉદ્ધવજીએ જયારે શ્રીકૃષ્ણ ને પૂછેલું કે- આપના સ્વધામગમન પછી આ પૃથ્વી પર અધર્મ વધશે, ત્યારે ધર્મ કોને શરણે



જશે ? ભગવાને ત્યારે કહ્યું છે કે-મારા ભાગવત નો આશ્રય જે લેશે –તેના ઘરમાં કળિ આવશે નહિ.



પરમાત્મા શ્રીકૃષ્ણ નું નામ સ્વરૂપ –એ જ આ ભાગવતશાસ્ત્ર છે,જે પરમાત્મા સાથે સંબંધ જોડી આપે છે.



પરમાત્મા ના નામ સાથે પ્રીતિ કરવાની બહુ જરૂર છે. નામ સાથે સંબંધ ના થાય ત્યાં સુધી –નામી -પરમાત્મા- સાથે સંબંધ



થતો નથી. સહુથી પહેલાં શબ્દ-સંબંધ . નામ સ્વરૂપથી મન શુદ્ધ થયા પછી સ્વરૂપ-સેવા નો અધિકાર મળે છે.



મન ના મેલ ને દૂર કરવા અને મન ને શુદ્ધ કરવા આ ભાગવતકથા છે. કથા સાંભળ્યા પછી પણ પાપ કરવાનું ચાલુ રાખશો,તો યમદુતો તરફથી બે ફટકા વધારે પડશે.—તું જાણતો હતો –છતાં તે પાપ કર્યું ?



ઈશ્વર સાથે પ્રેમ કરવાનું –સાધન-આ ભાગવત શાસ્ત્ર છે.  મનુષ્ય પત્ની,ધન અને ભોજન માં પ્રેમ કરે છે.પણ પ્રભુમાં પ્રેમ



કરતો નથી તેથી દુઃખી છે.



રામાનુજાચાર્ય ના ચરિત્ર માં એક પ્રસંગ છે.



ધનુંર્દાસ કરીને એક શેઠ હતા,તે એક વેશ્યા માં અતિ આસક્ત હતા. એક દિવસ ધનુંર્દાસ અને તે વેશ્યા –રંગનાથ ના



મંદિર પાસેથી જઈ રહ્યાં હતા. ધનુંર્દાસ –વેશ્યા ના માથે છત્રી ધરીને ચાલે છે.



તે જ વખતે રામાનુજાચાર્ય મંદિરમાં થી બહાર નીકળતા હતા તેમને –આ દૃશ્ય જોયું. લોકોને પૂછ્યું –આ કોણ છે ?



લોકોએ કહ્યું-તે વેશ્યા નો પ્રેમી છે, એક ક્ષણ પણ વેશ્યાના રૂપને જોયા વગર રહી શકતો નથી.



રામાનુજાચાર્યે વિચાર્યું –આનો આવો પ્રેમ ભગવાન પર હોત તો તેનો ઉદ્ધાર થઇ જાત.



શેઠને મળવા –શેઠનો ઉદ્ધાર કરવાની ભાવના થી રસ્તે જઈ તે ધનુંર્દાસ ને મળે છે. અને કહે છે કે-



તમે આ વેશ્યા પર જે પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ થાય છે, અસ્થિ-વિષ્ઠા થી ભરેલી –આ સ્ત્રીમાં જ જે પ્રેમ કરો છો,



પણ તે સ્ત્રી કરતાં મારા રંગનાથ ઘણાં સુંદર છે. આ સ્ત્રી માં જેવો પ્રેમ કરો છો તેવો પ્રેમ મારા પ્રભુજીમાં કરો તો મને વિશેષ આનંદ થશે. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે.



ધનુંર્દાસ કહે છે કે-આ વેશ્યા અતિ સુંદર છે,તેણે જોયા વગર હું જીવી શકીશ નહિ.



રામાનુજાચાર્ય કહે છે કે-પરંતુ એનાથી ય વધારે સુંદર કોઈ મળી જાય તો ?



ધનુંર્દાસ કહે છે-કે- તો વિચાર કરું.



રામાનુજાચાર્ય તેણે રંગ નાથ ના મંદિરમાં લઇ ગયા. આરતીના દર્શન થતાં હતા,ધનુંર્દાસ ને રંગનાથ ના દર્શન થયા,



ધનુંર્દાસ ને સમાધિ લાગી છે. પ્રભુ નું દિવ્ય સૌન્દર્ય જોઈ-તે વેશ્યા ના સૌંદર્યને ભૂલી ગયો.



તે દિવસ પછી, ધનુંર્દાસે એ સ્ત્રી માં પ્રેમ કર્યો નથી. અને રામાનુજાચાર્ય નો ખાસ શિષ્ય બની ગયો.



પ્રભુ માં આસક્તિ થાય તો પછી સંસાર માં આસક્તિ થતી નથી.



મનુષ્ય –પ્રેમ પાત્ર-ક્ષણે-ક્ષણે બદલે છે. પરંતુ ક્યાંય તેણે સંતોષ,શાંતિ મળતા નથી.



બાલ્યાવસ્થા માં મા પર પ્રેમ કરે છે. જરા મોટો થતાં મિત્રો સાથે  પ્રેમ કરે છે. લગ્ન થાય એટલે પત્ની સાથે પ્રેમ કરે છે.



(વખત જતાં તે જ વહાલી પત્ની પર અણગમો આવે છે અને “મેં લગ્ન કર્યા એ જ મારી મોટી ભૂલ છે” એમ માને છે)



ત્યાર બાદ પુત્ર પર પ્રેમ કરે છે,પૈસા ઉપર પ્રેમ કરે છે...વગેરે ,,,,વગેરે...



પણ સંતોષ અને શાંતિ નથી.



ઈશ્વર ને પ્રેમ નું પાત્ર બનાવો કે જેથી, પ્રેમ નું પાત્ર બદલવાનો પ્રસંગ કદી નહિ આવે.



ભાગવતશાસ્ત્ર વારંવાર સાંભળશો તો –પરમાત્મા સાથે પ્રેમ થશે અને પ્રેમ વધશે.



આજકાલ લોકો ભક્તિ બહુ કરે છે. પરંતુ તે ભગવાનને –સાધન-માને છે. અને સંસારના સુખને –સાધ્ય- માને છે.



(સાધન વડે સાધ્ય –અંતિમ લક્ષ્ય સુધી પહોચાય છે)



તેથી ભક્તિ ફળતી નથી. ભગવાન ને –સાધ્ય- માનો, સંસારના વિષય સુખને નહિ.



કથા માં હાસ્ય રસ ગૌણ છે,કથા કોઈને હસાવવા માટે નથી. કથા ઈશ્વરને રાજી કરવા માટે છે.



શ્રોતા ઓના હૃદય માં જે શોક જાગૃત કરે તે શુક.



કથા શુદ્ધ હૃદયે રડવા માટે છે. મારા જીવન નો આટલો સમય નકામો ગયો-વગેરે –ભાવ –હૃદયમાં જાગે તો કથા સાંભળી



સાર્થક. કથા સાંભળ્યા પછી-વૈરાગ્ય ના આવે-પાપ ના છૂટે તો –કથા સાંભળી શું કામ ની ?



ગમે તેવો પાપી હોય પણ –આ ભાગવતની કથા પ્રેમ થી સાંભળે તો તેના પાપનો વિનાશ થાય છે. પણ......શરત એક જ છે



કે-   --કથા સાંભળ્યા પછી પાપ ના કરે. કથા સાંભળ્યા પછી જે પાપ ના કરે તેના અગાઉ ના પાપ પ્રભુ માફ કરે છે.



ધન્ધુકારી જેવા પાપીનો આ કથા થી ઉદ્ધાર થયો છે. ભાગવત ના શ્રવણ માત્ર થી જ સદગતિ મળે છે.



કથા શ્રવણ નો લાભ –આત્મદેવ-બ્રાહ્મણ નું ચરિત્ર કહીને સંભળાવ્યો છે.



દ્રષ્ટાંત વગર સિદ્ધાંત સામાન્ય માનવીના મન માં ઠસતો  નથી.



તેથી આત્મદેવ બ્રાહ્મણ નું ચરિત્ર કહ્યું છે.(અહીં –આત્મ દેવ –નામ-રૂપક છે)



કથા એકલું રૂપક નથી, કથાની –લીલા- સત્ય છે. અને તેમાં રહેલું –અધ્યાત્મ-પણ સત્ય છે.


No comments:

Post a Comment