Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, October 3, 2017

ભાગવત રહસ્ય-૩૦-સ્કંધ-૧ - અધિકાર લીલા

ભાગવત રહસ્ય-૩૦-સ્કંધ-૧

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય" 
સ્કંધ પહેલો -૧ (અધિકાર લીલા)

કોઈ પણ સત્કર્મ ની શરૂઆત –મંગલાચરણ –થી કરવામાં આવે છે.

સત્કર્મો માં અનેક વિઘ્નો આવે છે. તે સર્વ (વિઘ્નોની)ની નિવૃત્તિ માટે મંગલાચરણ ની આવશ્યકતા છે.

કથા માં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો.

શાસ્ત્ર માં તો ત્યાં સુધી કહ્યું છે કે –

દેવો પણ સત્કર્મ માં વિઘ્ન કરે છે. દેવો ને ઈર્ષા થાય છે કે-આ નારાયણ નું ધ્યાન કરશે તો અમારા જેવો થશે.

તેથી આ દેવો ને પણ - પ્રાર્થના કરવી પડે છે.-કે –

અમારા સત્કાર્ય માં વિઘ્ન ના કરશો. સૂર્ય અમારું કલ્યાણ કરો.વરુણદેવ અમારું કલ્યાણ કરો...વગેરે......

જેનું આચરણ મંગલ છે-તેનું મનન અને ચિંતન કરવું—એ મંગલાચરણ.

એવા એક માત્ર પરમાત્મા છે. શ્રીકૃષ્ણ નું ધામ મંગલ છે.નામ મંગલ છે.

સંસારની કોઈ વસ્તુ કે જીવ નું ચિંતન કરવું નહિ. જેના મનમાં કામ છે તેનું ચિંતન કરશો તો એનો કામ તમારા

મન માં આવશે. ‘સકામ’ નું ચિંતન કરવાથી-મન માં ‘સકામતા’ આવે છે-જયારે ‘નિષ્કામ’નું ચિંતન કરવાથી મન

નિષ્કામ બને છે. શ્રીકૃષ્ણ ને –કામ –સ્પર્શ કરતો નથી. તેમનું –સર્વ-મંગલ છે.

ઈશ્વરનું -ચિંતન-ધ્યાન -મનુષ્ય કરે તો –ઈશ્વરની શક્તિ મનુષ્ય માં આવે.

શિવજીનું બધું અમંગળ છે તેમ છતાં તેમનું સ્મરણ મંગલમય છે- તેનું કારણ એક જ છે કે તેમણે કામ ને બાળીને –

ભસ્મ કર્યો છે.

મનુષ્ય સકામ છે, ત્યાં સુધી તેનું મંગલ થતું નથી. તે જયારે નિષ્કામ બને-ત્યારે બધું મંગલમય થાય છે.

ઈશ્વર –પૂર્ણ નિષ્કામ – છે. તેથી ભગવાન નું સ્મરણ કરો. ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિ થી પર છે.

સતત શ્રીકૃષ્ણ નું ધ્યાન ના થાય તો વાંધો નહિ-પણ જગતના સ્ત્રી-પુરુષ નું ધ્યાન ના કરો.

થોડો વિચાર કરશો –તો ખ્યાલ માં આવશે-કે –

મન કેમ બગડેલું છે,

સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે. પરમાત્મા નું ધ્યાન કરવાથી મન સુધરે છે.

દેહનું ધ્યાન કરવાથી મન બગડે છે.અને દેવનું ધ્યાન કરવાથી મન સુધરે છે.

જીવ અમંગલ છે. પ્રભુ મંગલમય છે. મનુષ્ય માં રહેલી કામવૃત્તિ મરે તો બધું મંગલ જ થાય છે.

કામ જેને મારે તે જીવ અને કામ જેનાથી મરે એ ઈશ્વર.

મનુષ્ય મા- પોતાનું અમંગલ કાર્ય જ તેને વિઘ્નકર્તા છે—નહિ કે અન્ય કોઈનું કાર્ય.

મનુષ્ય જયારે સત્કર્મ કરે છે-ત્યારે તેનું જ પાપ વિઘ્ન કરવા આવે છે.

તે વિઘ્ન નો નાશ કરવા મંગલાચરણ કરવામાં આવે છે. પ્રત્યેક કાર્યના આરંભ માં મંગલાચરણ કરો.

ભાગવત માં ત્રણ મંગલાચરણ છે.

આરંભમાં પહેલાં સ્કંધ માં વ્યાસ દેવનું –મધ્ય માં શુકદેવજીનું-અને સમાપ્તિમાં સૂતજીનું.

હરેક દિવસે -સવારે –મધ્યાહ્ને અને સૂતાં પહેલાં મંગલાચરણ કરો.

મંગલમય પરમાત્મા નું સ્મરણ ચિંતન એ જ મંગલાચરણ.

વ્યાસજી ધ્યાન કરતાં કરતાં –ધીમહિ-એમ બોલ્યા છે. વારંવાર એક જ સ્વરૂપ નું ચિંતન કરો. મન ને પ્રભુના

સ્વરૂપમાં સ્થિર કરો. એક જ સ્વરૂપનું  ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે.

પરમાત્મા ના કોઈ પણ સ્વરૂપ ને ઇષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસદર્શન.

રામ-કૃષ્ણ-શિવ –કે કોઈ પણ સ્વરૂપ નું ધ્યાન કરવું.

મંગલાચરણ ના શ્લોક માં –સર્વથી શ્રેષ્ઠ –સત્યરૂપ- પ્રભુનું ધ્યાન કરું છું-એમ વ્યાસજી કહે છે.

ધ્યાન માં વ્યાસજી નો કોઈ આગ્રહ નથી –કે-એક શ્રી કૃષ્ણ નું જ ધ્યાન કરો.

ત્યાં કોઈ વિશિષ્ટતાવાચક સ્વરૂપ નો નિર્દેશ નથી.

જેને જે સ્વરૂપ માં પ્રીતિ હોય તેને માટે તે સ્વરૂપ નું ધ્યાન ઉત્તમ.

જે ઠાકોરજીના સ્વરૂપ માં આપણ ને આનંદ આવે-તે આપણા માટે ઇષ્ટ છે.

એક –ના- જ અનેક –સ્વરૂપ- અને- નામ- છે. સનાતન ધર્મ માં દેવ અનેક હોવાં છતાં ઈશ્વર એક જ છે.

મંગલાચરણ માં કોઈ દેવ નું નામ લીધું નથી. ઈશ્વર એક જ છે-તેના સ્વરૂપો અનેક છે.

વૃષભભાનુની આજ્ઞા હતી, રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો. તેથી શ્રીકૃષ્ણ –ચંદ્રાવલીનો

શણગાર સજી,સાડી પહેરી,રાધાજી ને મળવા જાય છે. શ્રીકૃષ્ણ સાડી પહેરે –એટલે-માતાજી બને છે.

એકં સદ વિપ્ર બહુધા વદન્તિ (આ સ્વામી વિવેકાનંદ નું માનીતું-ખુબ ગમતું વાક્ય છે)

ઈશ્વર ના સ્વરૂપો અનેક છે-પણ તત્વ એક જ છે.

દિવાની પાસે જે રંગ નો કાચ મુકો તેવો પ્રકાશ દેખાશે.

રુકિમણી ની અનન્ય ભક્તિ છે. દેવીનું પૂજન કરે છે-પણ ત્યારેય શ્રીકૃષ્ણ નું ધ્યાન કરે છે.

સર્વ દેવો નું પૂજન કરો-વંદન કરો-—પણ ધ્યાન એક જ ઈષ્ટદેવનું-પરમાત્માનું-ઈશ્વરનું કરો.

જે સ્વરૂપની રુચિ હોય (જે સ્વરૂપ ગમતું હોય) તેનું જ ધ્યાન કરવું.

ધ્યાન (એકાગ્રતા)-ધ્યાતા(ધ્યાન કરનાર)અને ધ્યેય(સત્ય-ઈશ્વર)- એ ત્રણેની –એકતા-થવી જોઈએ.

અને આ પ્રમાણે ની –એકતા-(ધ્યાન-ધ્યાતા-ધ્યેયની) થાય ત્યારે –પરમાનંદ ની પ્રાપ્તિ થાય છે.

1 comment:

  1. આ લખવા માટે ડોંગરેજી મહારાજ ની ભાગવત કથાઓનો અને

    શ્રી દુર્લભદાસ છગનલાલ ભગત-- લિખિત "શ્રીમદ ભાગવત રહસ્ય" નો સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગ કર્યો છે.

    અમુલ્ય એવા- આ ગ્રંથ ના પ્રકાશક છે-ગુજરાત પુસ્તકાલય સ.સ. મંડળ લિ. રાવપુરા,વડોદરા.

    - આ ગ્રંથ વડોદરામાં ઉપલબ્ધ છે..
    ઈન્ટરનેટ પર દેશ-વિદેશમાં રહેતા-મહારાજ ની કથા ના ચાહકો ને પણ -આનો લાભ મળે-તે જ આશય છે.

    ReplyDelete