Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Sunday, March 18, 2012

શ્રી કનક ભાઈ ખીમજી ને " માનદ ડોકટરેટ " સાથે "હિન્દ રત્ન" એવાર્ડ આપવા માટે ની ભલામણ...



શ્રી કનક ભાઈ ખીમજી ને  " માનદ ડોકટરેટ "  સાથે  "હિન્દ રત્ન" એવાર્ડ આપવા માટે ની  ભલામણ...

ખીમજી રામદાસ કંપનીના મોભીને આઇસીસીનો એવોર્ડ
ઓમાન ક્રિકેટના ચેરમેન કનકભાઇ જી. ખીમજીએ કરેલી સેવાઓની કદર

૧૯૭૯થી ઓમાન ક્રિકેટના ચેરમેન તરીકે સેવા આપતા ખીમજી રામદાસ કંપનીના મોભી કનકભાઇ ખીમજીએ ક્રિકેટ ક્ષેત્રે આપેલી સેવાની કદર કરતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે લાઇફટાઇમ સર્વિ‌સ એવોર્ડ જાહેર કર્યો છે, જે ટૂંક સમયમાં યોજાનારા સમારોહમાં અર્પણ કરાશે.

... ઓછામાં ઓછો એક દાયકો ક્રિકેટ ક્ષેત્રે સેવા આપનારાને વ્યક્તિગત રીતે અપાતો આ એવોર્ડ મેળવનારા કનકભાઇએ વર્ષ ૧૯૮૪માં ઈંગ્લેન્ડ તથા ભારતીય ટીમને તેમજ ૧૯૯૨માં ભારતને, ૯૯માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ઓમાન રમવા માટે આમંત્રણ આપ્યું હતું. આ ટીમોમાં કેટલાક ટેસ્ટ ક્રિકેટના ખેલાડીઓ પણ સામેલ હતા.તેમના કાર્યકાળ દરમિયાન ઓમાનની સિનિયર તથા જુનિયર ક્રિકેટ ટીમે રાષ્ટ્રીયસ્તરે આઇસીસી અને એસીસીએ યોજેલી ટુર્નામેન્ટમાં અનેક ટ્રોફી જીતી છે.

તાજેતરમાં તેમણે બર્કા ખાતે સ્વખર્ચે બનાવેલાં સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબના ટર્ફ વિકેટ, ફલડ લાઇટ તેમજ નેટનો સમાવેશ થાય છે, જયાં ઓમાનની સિનિયર ક્રિકેટ ટીમે શ્રીલંકાના માજી ક્રિકેટર રોય ડાયસના માર્ગદર્શન હેઠળ એસી સીટી-૨૦ ટુર્નામેન્ટ માટે તૈયારી કરી હતી. ટીમના કપ્તાન હેમલ મહેતા અને અન્ય ક્રિકેટરોએ સ્ટેડિયમમાં ઉપલબ્ધ સુવિધાઓની પ્રશંસા કરી હતી.

આગામી સમયમાં યોજાનારા સમારોહમાં કનકભાઇને એવોર્ડ તેમજ ક્રિકેટના સાધનોની ખરીદી માટે બે હજાર ડોલર અપાશે. આ રાશિ ક્રિકેટરો માટે બેટ ખરીદવા વપરાય તેવી ઇચ્છા તેમણે વ્યકત કરી હતી

 મુરબ્બી શ્રી કનક ભાઈ ખીમજી ને ઘણા ઘણા હાર્દિક અભિનન્દ્દન ....આસાથે યુ.કે.ની  નામાંકિત  યુનીવર્સીટીના એક  કાઉન્શીલર હોવાને નાતે મુરબ્બી શ્રી કનક ભાઈ ને માનદ ડોકટરેટ - પીએચડી એવોર્ડ તેમની સમાજ સેવા ને ધ્યાન માં લઇ તેમને આપવાની મારી ભલામણ  યુનીવર્સીટી ને પાઠવું છું ........આ સાથે તેમને "હિન્દ રત્ન" એવાર્ડ આપવા માટે ની  ભલામણ પણ  ઇન્ડિયા સ્થિત જાણીતી બિન નિવાસી  ભારતીય સંસ્થાને હું કરું છું .....