Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, October 3, 2017

ભાગવત રહસ્ય-૨૮ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા



ભાગવત રહસ્ય-૨૮
પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય"  - ૨૮
ભાગવત માહાત્મ્ય (ચાલુ)

ધન્ધુકારી માટે કથા કરી તે આષાઢ મહિના માં કરી છે. શ્રાવણ મહિના માં લોકો એ આગ્રહ કર્યો એટલે –ગોકર્ણ

ફરીથી કથા કરવા બેઠા છે.

કથા સાંભળતા અમારે બીજો કોઈ વિચાર કરવો નથી, એકવાર ભૂલ થઇ –અને તેથી અમે રહી ગયા.

અતિશય સાવધાન થઈને બધાં કથા સાંભળે છે. વક્તા –શ્રોતા નું મન એક થયું છે. પ્રભુ-પ્રેમ થી હૃદય પીગળવા

લાગ્યું. તે વખતે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્ય ને લઇ ને પધાર્યા છે.

કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. આપણા માં ભક્તિ છે-પણ છિન્ન ભિન્ન છે. તેને પુષ્ટ કરવાની છે.

ભાગવતની કથા થી ભક્તિ પુષ્ટ થાય છે. જ્ઞાન અને વૈરાગ્ય ની સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે છે.

મૂર્છિત થયેલા –એટલેકે-ક્ષીણ થયેલા જ્ઞાન –વૈરાગ્ય ને પુષ્ટ કરવા-જાગૃત કરવા-યુવાન કરવા –ભાગવતની

કથા છે. કથા સાંભળ્યા પછી બુધ્ધિમાં જ્ઞાન વૈરાગ્ય જાગે-તો તે કથા –કથા છે.

ગોકર્ણ ના સભા મંડપ માં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું-હું તમારા કથા કિર્તન થી પ્રસન્ન થયો છું.

તમે કંઈ વરદાન માંગો. તે વખતે કહે છે કે- જે મનુષ્યો શ્રીકૃષ્ણ કથાનું શ્રવણ કરે,કૃષ્ણ કિર્તન કરે,સેવા કરે –તેના હૃદયમાં આપ વિરાજો.

જન્મ મરણ ના ત્રાસમાંથી કથા સાંભળનારા મુક્ત થયા છે. સર્વ ને સદગતિ મળી છે.

જે આનંદ વૈકુંઠમાં મળે છે-તે –જ આનંદ ભાગવત કથા માં મળે છે.

જો પ્રેમ પૂર્વક કરવામાં આવે-કે સાંભળવામાં આવે-અને કથામાં જો

જગતની વિસ્મૃતિ થાય તો, ધ્યાન ધારણા થી જે સિદ્ધિ મળે છે તે અનાયાસે આ કથાથી મળે છે.

ભાગવત એવો ગ્રંથ નથી-કે મર્યા પછી મુક્તિ અપાવે- તે તો મર્યા પહેલાં મુક્તિ અપાવે છે.

વેદાંત ના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજી એ આ માહાત્મ્ય માં ભરી દીધા છે.

પાંચ અધ્યાય માં માહાત્મ્ય ની કથા સંભળાવી.

છઠ્ઠો અધ્યાય વિધિ નો છે. સત્કર્મ વિધિ પુર્વક કરવામાં આવે તો દિવ્ય બને છે.

સત્કાર્ય તરત કરવું.અને કદાપિ મુલતવી રાખવું નહિ.

ધર્મરાજા પાસે એક યાચક દાન માગવા આવ્યો. ધર્મ રાજા એ તેને બીજે દિવસે આવવા કહ્યું.

આ વાત ભીમસેને સાંભળી –એટલે વિજયદુંદુભી વગાડવા લાગ્યો.

બધાને લાગ્યું કે ભીમસેન નું ખસી તો નથી ગયું ને ?

આ વિજયદુંદુભી તો યુદ્ધ માં વિજય થયો હોય ત્યારે જ વગાડવામાં આવે છે. ભીમ ને કારણ પૂછ્યું.

ભીમે જણાવ્યું- આજે મોટાભાઈએ કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે.ધર્મરાજા ને ખબર પડી ગઈ છે કે –

તે આવતી કાલ સુધી જીવવાના છે.તેથી તેના વિજય માં આ નગારું વગાડું છું.

ધર્મરાજા ને પોતાની ભૂલ સમજાઈ.—

ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે--- માટે સત્કાર્ય તરત કરો.

યાચકને તરત પાછો બોલાવ્યો અને યથા યોગ્ય દાન આપ્યું.

ભાગવત એ ભવ રોગની દવા છે.

જીવ માત્ર ને રોગ થયો છે. જીવ ને ઈશ્વરનો વિયોગ છે તે મોટામાં મોટો રોગ છે.

તે રોગ ના નિવારણ માટે,-ભાગવત નો આશ્રય કરો. કૃષ્ણવિયોગ રૂપી રોગ ને દૂર કરવાની દવા આ

ભાગવત શાસ્ત્ર છે. પણ દવામાં જેમ ચરી પાળવી જોઈએ તેમ કથામાં તેની વિધિ જાળવવી જોઈએ.

નિષ્કામ ભાવે કથા સાંભળવી હોય તો બારે માસ પવિત્ર છે.

બાકી કથા સાંભળવા માટે માગસર માસ અતિ ઉત્તમ છે.

શુભ મુહુર્તે કથા નો પ્રારંભ કરવો જોઈએ. પ્રથમ ગણપતિ નું પૂજન કરવું જોઈએ.

વ્યાસજી ધ્યાન નારાયણ નું કરે છે પણ પૂજન પહેલું ગણપતિ નું કરે છે. વ્યાસાશ્રમ માં જે ગણપતિ છે.-તેમના

હાથ માં કલમ છે.લોક કલ્યાણ માટે એ સતત લખે છે.

ઘણાં માને છે કે-એકલા મંગળ કાર્ય માં જ ગણપતિ ની પૂજા કરવી જોઈએ. પણ શાસ્ત્ર માં તો લખ્યું છે કે-

અમંગળ કાર્ય માં પણ શરૂઆતમાં ગણપતિનું પૂજન કરવું જોઈએ.

ગણપતિનું પૂજન કરી લક્ષ્મીનારાયણ ની સ્થાપના કરો.

વક્તા ના લક્ષણો બતાવ્યા છે. વિરક્ત પણું એ પહેલું લક્ષણ  બતાવ્યું છે. વક્તામાં વૈરાગ્ય હોય-

આ શુકદેવજી ની ગાદી છે. શબ્દ માં શક્તિ ત્યાગ થી આવે છે-.વૈરાગ્યથી આવે છે. વક્તાના આંખ-મન

અતિ શુદ્ધ હોવાં જોઈએ. શુકદેવજી પણ જગતને જોતા હતા-પણ નિર્વિકાર હતા.

આપણે જગત ને જોઈએ છીએ-ત્યારે આંખ માં વિકાર આવે છે.

શુકદેવજી બ્રહ્મ-દ્રષ્ટિ રાખતા હતા. દરેક સ્ત્રી-પુરુષ ને ભગવદ ભાવ થી જોતા હતા.

દરેક સ્ત્રી-પુરુષને ભગવદ ભાવથી જુઓ.

No comments:

Post a Comment