Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, October 3, 2017

ભાગવત રહસ્ય-૨૪ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા



ભાગવત રહસ્ય-૨૪



પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય"  - ૨૪



ભાગવત માહાત્મ્ય (ચાલુ)



ગોકર્ણ આત્મદેવ ને કહે છે- પિતાજી બહોત ગઈ થોડી રહી. ગંગા કિનારે જઈ ઠાકોરજી ની સેવા કરો. મન ને વિક્ષેપ થાય



ત્યારે તેને કૃષ્ણ કથા માં લઇ જાવ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન –સેવામાં,સત્કર્મ માં વિઘ્ન રૂપ છે-- માટે તેનો ત્યાગ કરો. ભગવાનમય જીવન ગાળવા માટે –ધ્યાન,જપ અને પાઠ અતિ આવશ્યક છે.



ઉત્તમ પાઠ નો છ અંગ છે. અક્ષરનો સ્પષ્ટ ઉચ્ચાર,પદચ્છેદ નું જ્ઞાન,ધીરજ,લયનું સામર્થ્ય અને મધુર કંઠ,



પાઠ શાંત ચિત્તે કરવો,ઉતાવળથી સમજ્યા વગર ના કરવો.



પિતાજી પ્રાતઃ કાળમાં તમે પરમાત્માની સેવા કરો,ધ્યાન કરો. ધ્યાન કરતાં કંટાળો આવે,મન છટકી જાય તો કિર્તન કરો.રોજ રાતે ભાગવતના દશમ સ્કંધ(કૃષ્ણ લીલા) નો પાઠ કરો. કૃષ્ણ લીલા નું ચિંતન કરો.



આત્મદેવ ગંગા કિનારે આવ્યા છે. માનસી સેવા કરવા લાગ્યા. એકાંત મન ને એકાગ્ર કરે છે. ચંચળ મન ને વિવેકરૂપી



બોધ થી સાચવવું.અને ધ્યાનમગ્ન રાખવું, સંકલ્પ-વિકલ્પ થી દૂર રાખવું, માનસિક સેવા માં મન ની ધારા અતુટ રહેવી જોઈએ. એવી સેવા માં દિવ્યતા રહેલી છે. ઉચ્ચ સ્વર થી જપ કરવાથી(પણ) મન ની એકાગ્રતા થાય છે.નિરોધ થાય છે.



આત્મદેવ સતત ભગવદધ્યાન માં તન્મય બન્યા છે.



નિવૃત્તિ માં સતત સત્કર્મ થવું જોઈએ,નહીતર નિવૃત્તિ માં પાપ બહાર આવે છે.



ભાગવત ના દશમ સ્કંધ નો નિત્ય પાઠ કરવાથી આત્મદેવ ખરેખરો દેવ બન્યો છે. આત્મા પરમાત્માને મળે ત્યારે દેવ



બને છે. આજે જીવ અને શિવ એક બન્યા છે. જીવ અને ઈશ્વર નું મિલન થયું છે. જે ઈશ્વર નો થાય છે,તેને પરમાત્મા



અનેક વાર પોતાના કરતાં પણ મોટો બનાવે છે.



પરમાત્મા ના બે સ્વરૂપો છે.-એક અર્ચા-સ્વરૂપ અને બીજું નામ-સ્વરૂપ..



સામગ્રી થી જેની સેવા થાય તે અર્ચા સ્વ-રૂપ. શ્રીમદ ભાગવત એ ભગવાન નું નામ-સ્વરૂપ છે.



પરમાત્મા ના બે બીજા પણ સ્વરૂપો કહે છે.-નિર્ગુણ(નિરાકાર) અને સગુણ(સાકાર).



પરમાત્મા નું નિર્ગુણ સ્વરૂપ સર્વ માં છે. દુધમાં માખણ છે-પણ દુધમાં હાથ નાખવાથી માખણ-હાથમાં આવતું નથી.



પણ દુધના પ્રત્યેક અણું-પરમાણુ માં માખણ છે-



તેમ પરમાત્મા નું નિરાકાર સ્વરૂપ પ્રત્યેક પદાર્થ માં છે. પ્રભુનું નિરાકાર સ્વરૂપ આંખને દેખાતું નથી,એટલે તેની સાથે પ્રેમ કરવો અઘરો છે.



પરમાત્મા નું નિરાકાર સ્વરૂપ બુદ્ધિગ્રાહ્ય(માત્ર બુદ્ધિ થી જ સમજાય તેવું)  છે, એટલે બુદ્ધિ જયારે સંપૂર્ણ નિષ્કામ બને –



ત્યારે જ તેનો અનુભવ થાય છે.



પરમાત્મા નું બીજુ સ્વરૂપ સાકાર સ્વરૂપ છે. તે તેજોમય હોવાથી –તે તેજ સહન કરવાની મનુષ્ય માં શક્તિ નથી.



આપણા માટે પ્રભુના નિર્ગુણ અને સાકાર સ્વરૂપ દુર્લભ છે. પણ પરમાત્મા એ આપણા માટે એક સ્વરૂપ સુલભ રાખ્યું છે,



અને તે છે-નામ સ્વરૂપ. ભગવાન ના નામ સાથે પ્રીતિ કરે,તેને  એક વખત જરૂર પરમાત્મા નો સાક્ષાત્કાર થાય છે.



પ્રભુના નામ માં પ્રીતિ થતી નથી,ત્યાં સુધી ભગવાન માં આસક્તિ થતી નથી. નામ સેવા વિના સ્વરૂપ સેવા ફળતી નથી.



નામ માં જ્યાં સુધી નિષ્ઠા ના થાય ત્યાં સુધી સ્વરૂપ-સેવામાં પ્રીતિ થતી નથી. નામ સેવાથી મન શુદ્ધ થાય છે. પછી જ



સ્વરૂપ સેવા નો અધિકાર પ્રાપ્ત થાય છે.



સ્વરૂપ સેવા બરોબર થતી નથી –તેનું કારણ એ છે કે-મન શુદ્ધ નથી. મન ની શુદ્ધિ વગર સ્વરૂપ-સેવા માં આનંદ મળતો નથી. સેવા કરવા વાળા સંસાર સાથે સ્નેહ કરે તો સ્વરૂપ સેવા કરવાનો આનંદ ક્યાંથી આવે ? સેવા કરવી હશે તો



સંસાર નો સ્નેહ છોડવો પડશે. સંસાર ના વિષયો સાથે સ્નેહ કદાચ કરો,પણ વિવેકપૂર્વક સ્નેહ કરો.



અગ્નિ બાળે છે, પણ તેનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો,તે ઉપયોગી થઇ શકે છે.



અગ્નિ ના હોય તો મનુષ્ય નું પોષણ થઇ શકે નહિ.



સંસારમાં જ્યાં સુધી દેહનું ભાન છે,ત્યાં સુધી મનુષ્ય સંસાર છોડી શકતો નથી.



જે મન માયાને સ્પર્શ કરે ત મન મનમોહન ની સેવામાં જઈ શકતું નથી. મન વારંવાર માયાના વિચાર કરે છે, ત્યારે તે



મલિન(ગંદુ) બને છે. શ્રીકૃષ્ણ  ના સ્મરણ વિના મન સંસાર માં રત રહે તો માનજો, મારું મન શુદ્ધ નથી.



નામ સ્વરૂપ નો આશ્રય કર્યા વિના મન શુદ્ધ થતું નથી.



જ્યાં સુધી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ના થાય ત્યાં સુધી નામ સેવા કરો. તનથી નહિ મનથી ઠાકોરજી ના ચરણ માં રહેજો.



જે પરમાત્મા ના ચરણ માં બેઠો છે,તેને આનંદ મળવો જોઈએ.



અત્તર વાળા ની દુકાને બેસો તો અત્તર ની સુગંધ આવે છે. આનંદરૂપ પ્રભુના ચરણ માં રહેવાથી આનંદ મળે છે.



સ્વરૂપ સેવા કરતાં-હૃદય પીગળે,આંખો ભીની થાય,આનંદ આવે અને સાત્વિક ભાવ જાગે તો-સેવા સફળ થઇ છે –તેમ



સમજજો. સેવા એ હૃદય નો ભાવ છે. જીવ શુદ્ધ થઇ પરમાત્માની સેવા કરે ત્યારે ઠાકોરજી પ્રેમ થી પ્રસન્ન થાય છે.



મન ને શુદ્ધ કરવા-નામ સેવા ની જરૂર છે. મન શુદ્ધ કરે તે ભાગવત. કળિયુગ માં નામ સેવા પ્રધાન છે.



ભાગવત એ ભગવાન નું નામ સ્વરૂપ છે.નામ એ જ બ્રહ્મ છે.નામ એ જ પરમાત્મા છે.



વધુ શું કહું ? નામ એ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે.



ઈશ્વર દેખાતા નથી. નામ સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે.



જે વ્યક્તિ ના પ્રત્યક્ષ દર્શન ના થયાં હોય,તેના નામ ને પકડી રાખો, તો જરૂર તેના દર્શન થશે.

No comments:

Post a Comment