Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, October 3, 2017

ભાગવત રહસ્ય-૧૮ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા



ભાગવત રહસ્ય-૧૮

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય"  - ૧૮



ભાગવત માહાત્મ્ય (ચાલુ)



ભાગવત કથા નું  પાન કરવા નારદજી ત્યાંથી ગંગા કિનારે આવ્યા છે.



શુદ્ધ ભૂમિ માં સાત્વિક ભાવ જલ્દી જાગે છે. ભૂમિ ની અસર સૂક્ષ્મ રીતે મન પર થાય છે.



ભોગ ભૂમિ માં ભોગ ના પરમાણુ ઓ ફરે છે.ભોગભૂમિ એ ભક્તિ માં બાધક છે.ગંગા કિનારો –જ્ઞાન- ભૂમિ છે.



માટે આજ્ઞા કરી છે-કે ગંગા કિનારે ચાલો. નારદજી સનત કુમારો સાથે,ગંગા કિનારે આનંદવન માં આવ્યા છે.



નારદજી હાથ જોડીને બેઠા છે.ત્યાં ઋષિ મુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા છે.



જે નહોતા આવ્યા તે એક એકના ઘેર ભૃગુ ઋષિ જાય છે અને વિનય થી વંદન કરી મનાવી ને કથામાં લઇ આવે છે.



સતકર્મ માં બીજા ને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે.



કથા ના આરંભ માં જય-જયકાર કરે છે.અને –હરયે નમઃ –નો શબ્દોચ્ચાર કરે છે. આ મહામંત્ર છે.



બધી પ્રવૃત્તિ છોડી ને માનવી ધ્યાન માં બેસે છે,ત્યારે માયા વિઘ્ન કરે છે.



અનાદિ કાળ થી મનુષ્ય નું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે. કોઈ ભક્તિ કરે તે માયા ને ગમતું નથી.



જીવ ઈશ્વર જોડે જાય તે માયાને ગમતું નથી, જીવ સર્વ પ્રકારનો મોહ છોડી માયા પાસે જાય તે માયાને ગમતું નથી.



આ માયા નું કોઈ એક સ્વરૂપ નથી.ઈશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક જેવી જ છે.



જીવ અને ઈશ્વરના મિલન માં માયા વિઘ્ન કરે છે.



માયા મન ને ચંચળ બનાવે છે, માયા મનુષ્ય ને સમજાવે છે-કે-આ સંસાર માં જ સુખ છે. સ્ત્રીમાં સુખ છે.



માયા અનેક રીતે જીવ ને ઈશ્વર થી દૂર ફેંકે છે.મનુષ્ય ને માયા હરાવે છે. મનુષ્ય ની હાર અને માયા ની જીત થાય છે.



માયા ની જીત થાય છે કારણ કે –મનુષ્ય ભગવાન નો જયજયકાર કરતો નથી.



કથા ભજન માં ઈશ્વરનો પ્રેમ થી જય જયકાર કરવો.—માયાની હાર થાય અને મારી જીત થાય---



પ્રભુ નો જય જયકાર કરો તમારી પણ જીત(માયા સામે-બુદ્ધિ સામે) થશે.



ભુખ તરસ ને ભુલશો નહિ-- તો પાપ થશે. ભુખ તરસ ને સહન કરવાની ટેવ પાડો. આગળ કથા આવશે કે--



પરીક્ષિત ની -બુદ્ધિ -ભુખ-તરસે જ બગાડેલી.



સુતજી સાવધાન કરે છે. નારદજી અને સર્વે ઋષિજનો આસન પર બિરાજી ને પ્રભુના નામ નો જય જયકાર કરે છે અને પછી –હરયે નમઃ-નું ઉચ્ચારણ કરે છે.



સતત –હરયે નમઃ-બોલવાની ટેવ પાડો. તમારા હાથે પછી પાપ થશે નહિ.



આ ભાગવત ની કથા અતિ દિવ્ય છે.આ કથા એવી મંગલમય છે કે જે પ્રેમ થી શ્રવણ કરશે –



તેના કાન માં થી પરમાત્મા હૃદય માં આવશે.



નેત્ર(આંખ) અને શ્રોત (કાન) ને જે પવિત્ર રાખે તેના હૃદય માં પ્રભુ આવે છે.



તમે જેને પ્રેમ થી જુઓ છો તે આંખ માંથી હૃદય માં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણ કાન માંથી ,આંખ માંથી હૃદયમાં આવે છે.



વારંવાર શ્રીકૃષ્ણ કથા જે સાંભળે છે, તેના કાન માંથી શ્રી કૃષ્ણ હૃદય માં પધારે છે.



અંદરનો આનંદ મળે તો માનજો કે –પરમાત્મા હૃદય માં આવ્યા છે. 



તમે ભગવાન ની કથા સાંભળશો –તો મન ભગવાન માં સ્થિર થશે. કાન માંથી ભગવાન હૃદયમાં આવશે.



આંખ અને કાન –એ –ભગવાન ને હૃદય માં દાખલ કરવાના –દેહના (શરીરના) બે દરવાજા છે.



ઘણાં આંખથી પ્રભુના સ્વરૂપ ને હૃદયમાં ઉતારે છે,ઘણાં કાન થી શ્રવણ કરી ભગવાન ને હૃદયમાં ઉતારે છે.



આથી આંખ અને કાન બંને પવિત્ર રાખો. ત્યાં શ્રીકૃષ્ણ ને પધરાવો.



દરેક સત્કર્મ ના આરંભ માં શાંતિ પાઠ કરવામાં આવે છે. તેનો મંત્ર છે—ઓમ ભદ્રમ કર્ણેભી શ્રેણુંયામ દેવાઃ –



જેનો અર્થ છે કે-હે દેવ ! કાનો વડે અમે કલ્યાણમય વચનો સાંભળીએ.



મંગલમય શબ્દ અમે સાંભળીએ-મંગલમય સ્વરૂપ ના અમે દર્શન કરીએ.



મનુષ્ય નાક થી ક્યાં પાપ કરે છે ? આંખ અને કાન થી જ વધારે પાપ થાય છે. એટલે તેણે પવિત્ર કરવાની જરૂર રહે છે.



ઘેર પૂજા કરાવો છો ત્યારે પૂજા ની શરૂઆત માં -ગોર મહારાજ – આંખે અને કાને પાણી અડાડવાનું કહે છે.



કાન અને આંખ પવિત્ર થયા પછી જ સત્કર્મ નો પ્રારંભ થાય છે.



આંખ અને કાન બહુ શુદ્ધ હશે તો જ ભક્તિ આવશે. આથી બંને ને શુદ્ધ કરો અને તે પછી પૂજા કરો.



આ બંને (આંખ ને કાન) જો શુદ્ધ ના હોય તેને પૂજા કરવાનો અધિકાર નથી.



આંખ અને કાન –સ્થિર થાય છે-તે પછી જ તન અને મન સ્થિર થાય છે.(ઇન્દ્રિયો સ્થિર થાય છે-શુદ્ધ થાય છે)



શુદ્ધ ઇન્દ્રીયો માં જ પરમાત્મા નો પ્રકાશ થાય છે.



આથી ઈન્દ્રિયોને –અને મન ને- શુદ્ધ કરો ને શુદ્ધ રાખો 



કાળ (સમય) બગડ્યો નથી- પણ કાળજું (બુદ્ધિ) બગડ્યું છે.



સનકાદિ મુનિઓ કહે છે કે-આ ભાગવતમાં અઢાર હજાર શ્લોકો છે. –અઢાર- ની સંખ્યા પરિપૂર્ણ છે.



ભાગવત માં મુખ્ય કથા છે-નંદ મહોત્સવની –તેના શ્લોકો પણ અઢાર છે. મહાભારત ના પર્વ અઢાર છે.



ગીતાજી ના અધ્યાયો પણ –અઢાર-છે. ગીતાજી માં સ્થિતપ્રજ્ઞ ના લક્ષણો શ્લોકો અઢાર છે.



અઢાર નો –આંકડો- વ્યાસજી ને બહુ પ્રિય છે.

ભાગવત પર ની પ્રાચીન  અને ઉત્તમ ટીકા (ભાગવત નું રહસ્ય-તત્વ-સાર) છે –શ્રીધર સ્વામી ની—



તેમણે કોઈ સંપ્રદાય( કે દેવો) નો –દુરાગ્રહ રાખ્યા વિના- ભાગવત તત્વ-(રહસ્યનો) નો વિચાર કર્યો છે.



(આ બુક-- ભાગવત-શ્રીધરી ટીકા –મળવી દુર્લભ છે –તે પણ ગુજરાતી માં તો નહિ જ-પણ ડોંગરેજી મહારાજ ના આ



ભાગવત ની કથા માં શ્રીધર સ્વામી ની અસર વધુ છે તેમ જણાય છે. સસ્તું સાહિત્ય ના અસલી ભાગવત માં ઠેર ઠેર



શ્રીધર સ્વામી નો મત પાન ની નીચે લખેલો છે.તે મતની જોડે ની સામ્યતા  પરથી એવું માલુમ પડે છે કે-ડોંગરેજી મહારાજ ની આ કથા જ જાણે એક શ્રીધરી ટીકા જ –નવા સ્વરૂપે -છે. કે જેમાં ભાગવત તત્વ નો વધુ વિચાર છે-અનિલ)



આ શ્રીધરી ટીકા પર બંસીધર મહારાજ ની ટીકા છે.તેમણે બતાવ્યું છે કે- આપણા ઋષિ મુનિઓ એ કોઈ પણ જાતના



સ્વાર્થ વગર આપણા કલ્યાણ માટે આ ગ્રંથો ની રચના કરી છે.



ભાગવત નો મહિમા કોણ વર્ણવી શકે ?



જે –શક્તિ- (બુદ્ધિ-જ્ઞાન- શક્તિ) ભગવાન માં છે- તે શક્તિ ભાગવત શાસ્ત્ર માં છે.




No comments:

Post a Comment