Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, October 3, 2017

ભાગવત રહસ્ય-૨૫ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા



ભાગવત રહસ્ય-૨૫
પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય"  - ૨૫

ભાગવત માહાત્મ્ય (ચાલુ)

ઈશ્વર નું અર્ચા સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી. પણ નામ સ્વરૂપ અતિ સુલભ છે.

નામ સેવા સર્વ કાળ (સમય)માં થઇ શકે છે. રાત્રે બાર વાગે રામજી ની સેવા(રામ ની મૂર્તિ ની સેવા-પૂજા) ન થઇ શકે. પણ રામનું નામ લઇ શકાય. સ્વ-રૂપ સેવાને દેશ-કાળ(સ્થળ-સમય) ની મર્યાદા છે. નામ સેવાને તેવી કોઈ મર્યાદા નથી. માટે પ્રભુ ના નામ માં રહેવાની ટેવ પાડો.

સતત પ્રભુના દર્શન કરવાં તે અઘરું છે.તેથી મહાપુરુષો સતત પ્રભુના નામ માં પ્રીતિ રાખે છે. નામ માં રત રહે છે.

ભગવાન ના નામ સાથે પ્રેમ કરો. જ્ઞાની પુરુષો નામ માં નિષ્ઠા રાખે છે. નામ એ જ ઈશ્વર નું સ્વરૂપ છે.

રામજી એ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે, પણ ત્યાર પછી તેમના નામે અનેકો નો ઉદ્ધાર કર્યો છે.

શ્રીકૃષ્ણ પૃથ્વી પર વિરાજેલા, ત્યારે તેમને જે જીવો નો ઉદ્ધાર કર્યો તેના કરતાં તેમના નામે અનેકો ને તાર્યા.

જે કાર્ય ભગવાનથી નથી થયું તે તેમના નામે કર્યું છે.

મહાભારત માં કથા આવી છે કે- શ્રીકૃષ્ણ દુર્યોધનને સમજાવવા ગયા છે. તેઓએ દુર્યોધન ને ઘણું સમજાવ્યું,કે—આ યુદ્ધ થી ઘણાં લોકો દુઃખી થશે,મોટો સંહાર થશે. પણ દુર્યોધને માન્યું નહિ. દુર્યોધન ને દ્વારકાનાથ સુધારી શક્યા નહિ.

પણ દુર્યોધન ના જેવો કોઈ મનુષ્ય ભગવાન ના નામ ના જપ કરે તો ભગવત કૃપાથી સુધરે છે.

જે કામ ભગવાન ના કરી શકે તે તે કામ ભગવાન નું નામ સ્વરૂપ કરે છે.

દુર્યોધન તો મરી ગયો પણ-દુર્યોધન નો વંશ –કળિયુગ માં બહુ વધી ગયો છે.

પારકાનું ધન હરણ કરવાની ઈચ્છા રાખે તે દુર્યોધન. પરસ્ત્રીને કામ ભાવ થી નિહાળે તે રાવણ.

નામ સેવા આવા દુર્યોધનો ને અને રાવણને સુધારી શકે છે.

નામ સાધન સરળ છે. જે ભાગવત નામ નો આશ્રય કરે તે ભગવાન જેવો બને છે. આત્મદેવ સતત દશમ સ્કંધ ની

લીલા માં રત રહે છે.

સંસારને ભૂલવા કેટલાક મહાત્માઓ પ્રાણાયામ કરે છે,નાક બંધ કરે છે. પણ કૃષ્ણલીલા માં એવી શક્તિ છે કે-

નાક બંધ કરવાનું નહિ-આંખ બંધ કરવાની નહિ-અનાયાસે મન ને સમાધિ લાગે છે.

મન શુદ્ધ થાય છે ત્યારે પ્રભુમિલન ની ભાવના થાય છે. સત્કર્મ કરતાં મન નો મેલ ધોવાય છે.

પરમાત્મા ના દર્શન ની આત્મદેવને ભાવના જાગી છે. એક દિવસ દશમ સ્કંધ નો પાઠ પરિપૂર્ણ થયો અને તેઓ

નારાયણ માં લીન થયાં છે. આત્મદેવ આજે સાચા દેવ થયાં છે. દશમ સ્કંધ ના પાઠ થી તેમને મુક્તિ મળી છે.

સંસ્કૃત નું જ્ઞાન હોય તો-રોજ દશમ સ્કન્ધનો,વિષ્ણુસહસ્ત્ર નામ નો, શિવમહિમ્ન સ્તોત્ર નો પાઠ કરો.

પાઠ અર્થ જ્ઞાન સાથે કરો. અર્થ જ્ઞાન વગરનો પાઠ અધમ પાઠ છે.

પ્રભુ જલ્દી કૃપા કરતાં નથી.-કારણ તેમને માટે આપણે દુઃખ સહન કરતાં નથી. સ્વેચ્છા થી દુઃખ સહન કરે તેને

યમરાજ દુઃખ આપી શકતા નથી.

આત્મદેવ એક આસને દસ-બાર કલાક બેસતા. એક આસને બેસો. જ્ઞાનીઓને સમાધિ માં જે આનંદ મળે છે તેવો આનંદ તમને કથા માં મળશે. લીલાની કથા ચાલતી હોય ત્યારે,તે લીલા પ્રત્યક્ષ થઇ રહી છે તેમ વિચારો તો આનંદ આવશે.

વિચાર કરો, મારું મન ઈશ્વરમાં તરબોળ થયું છે.

દૃશ્ય(સંસાર)- માંથી દ્રષ્ટિ –હટી જાય-અને –દ્રષ્ટા (પ્રભુ) માં સ્થિર થાય –તો મન નો નિરોધ થાય અને આનંદ પ્રગટે.

ગોકર્ણ ને લાગ્યું કે ધન્ધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે.તેમના કુસંગ થી મારું જીવન બગડશે. એટલે તેઓએ

યાત્રા નું નિમિત્ત કરી-ઘર છોડ્યું છે.

ઘરમાં સત્સંગ હોય તો ઘર છોડવું નહિ અને ઘરમાં કુસંગ હોય તો ઘરમાં રહેવું નહિ.-આ ભાગવત નો સિદ્ધાંત છે.

કુસંગ એટલે નાસ્તિક નો સંગ-કામી નો સંગ.

આ બાજુ ધન્ધુકારી પાંચે વેશ્યાઓને ઘેર લઇ આવ્યો. વેશ્યાઓને રાજી કરવા ચોરીઓ કરવા લાગ્યો.

સૂતજી સાવધાન કરે છે-કે-

એક એક ઇન્દ્રીઓ નો ધણી જીવ છે. પરંતુ ઇન્દ્રિય જીવ નો ધણી થાય –મનુષ્ય ઇન્દ્રિયો ને આધીન થાય તો તેનું

જીવન બગડે છે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખી થાય છે. અને વિખુટો પડે છે ત્યારે દુઃખી થાય છે.

ધન્ધુકારી અનર્થ થી અર્થોપાર્જન કરે છે. ધર્મ ની મર્યાદા છોડી, પાપથી પૈસો કમાય તે ધન્ધુકારી બને છે.

તે રાજા ને ઘરે ચોરી કરવા ગયો.દાગીના ઓ લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓ વિચાર કરે છે-કે –આ જીવતો રહેશે

તો જરૂર કોઈ દિવસ પકડાઈ જઈશું. ચોરીનો માલ પચશે નહિ. પકડાઈ જઈશું તો રાજા બધું ધન લઇ લેશે.

આને સજા થશે અને આપણ ને પણ સજા થશે.—માટે આને મારી નાખીએ.

જે વેશ્યાઓને રાજી રાખવા માટે એ પાપ કરતો હતો,તે વેશ્યાઓ તેને મારવા તૈયાર થઇ છે.

વેશ્યાઓએ –ધન્ધુકારી ને દોરડા વતી બાંધ્યો-ગળે ફાંસો આપ્યો. ધન્ધુકારી બળવાન છે પણ બંધન માં આવ્યો છે.

ધન્ધુકારી મરતો નથી.

અતિ પાપી ને જલ્દી મોત આવતું નથી. ડોસો માંડો પડે એટલે છોકરાં બાપને કહે છે કે-બાપા ભગવાન નું નામ લો.

છોકરાંઓ-શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે-બોલાવે-પણ ડોસાના હોઠે ભગવાન નું નામ આવતું નથી. અતિ પાપી –પાપનું

દુઃખ પથારી માં જ ભોગવે છે. અતિ પાપીને પથારી માં જ નરક નું દુઃખ ભોગવવું પડે છે. અતિ પુણ્યશાળીને –મરતાં

પહેલાં જ સ્વર્ગનું સુખ મળે છે.

વેશ્યાઓ બળતા અંગારા –ધન્ધુકારી  ના મોમાં નાખે છે.અને તેને મારી નાખે છે.

પાંચ વિષયો જીવ ને બાંધે છે,અને અંતકાળે જીવને એવી રીતે મારે છે-કે-જીવ તરફડે છે.

વૈષ્ણવ એ છે કે –જે વિષયોને વિવેક થી ભોગવે છે.

વેશ્યા ઓએ પછી તેના શરીર ને ખાડામાં દાટી દીધું. શરીર ને અગ્નિ સંસ્કાર પણ વેશ્યાઓએ કર્યો નહિ.

જેના ચરિત્ર ને જોતા ધૃણા આવે-તે ધન્ધુકારી છે.

ધન્ધુકારી પોતાના કુકર્મો ને કારણે-ભયંકર પ્રેત બન્યો. અતિ પાપી જ પ્રેત બને છે. પાપી યમપુરી માં પણ જતો નથી.

પાપી અને પ્રેત સરખા છે. બંને ને જોતા ધૃણા આવે છે.


No comments:

Post a Comment