Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

ભાગવત રહસ્ય-૧૩ -પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા


ભાગવત રહસ્ય-૧૩

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય" - ૧૩

ભાગવત માહાત્મ્ય (ચાલુ)

સુતજી કહે છે -આ કથા એવી દિવ્ય છે કે સાત દિવસ પરીક્ષિતે કથા સાંભળી તો તે પ્રભુના ધામ માં ગયા છે. તે વખતે

હું ત્યાં બેઠો હતો. મેં નજરે જોયું છે. પરીક્ષિત રાજાને આ કથા સાંભળ્યા પછી મુક્તિ મળી છે.

તક્ષક નાગ કરડતાં પહેલાં જ તે પ્રભુના ધામ માં ગયા છે. –આ કથા એવી મંગલમય છે.

સાત દિવસ માં પરીક્ષિત ને જે કથા થી મુક્તિ મળી –તે કથા હું તમને સંભળાવું છું.

પરીક્ષિત ને ખાતરી હતી કે –સાતમે દિવસે મારો કાળ આવવાનો છે. તેથી તન્મય થઈને કથા સાંભળી.આપણે કાળને ભૂલી જઈએ છીએ. વક્તા શુકદેવજી જેવો અવધૂત હોય અને શ્રોતા પરીક્ષિત જેવો અધિકારી થઈને બેસે તો-સાત  દિવસ માં મુક્તિ મળે છે.
અવધૂત નો અર્થ છે-વાસના રહિત,ઈચ્છારહિત,આશારહિત,જે તત્વનિષ્ઠ છે તે---

શુકદેવજી બ્રહ્મ-દ્રષ્ટિ સ્થિર કરી, પ્રભુની પ્રેરણા થી કથા કરવા આવ્યા છે.

વક્તા અને શ્રોતા અધિકારી હોવા જોઈએ.

કરંટ અને ગોળો બંને સારા હોવા જોઈએ.(તો જ પ્રકાશ ઉદ્ભવે ને ?)

વક્તા અને શ્રોતા અધિકારી હોય તો આ કથા મુક્તિ અપાવે છે.

કથા સાંભળીને પરીક્ષિતને  લેવા વિમાન આવ્યું. પરીક્ષિત મહારાજને સદગતિ મળી છે.

આજકાલ લોકો બહુ કથા સાંભળે છે પણ તેઓને લેવા વિમાન કેમ નથી આવતું ?

વિમાન આવતું નથી તેનું એક જ કારણ છે—કે-વક્તા -શ્રોતા અધિકારી નથી.

જે ભાગવતમાં લખ્યું છે-તે- સાચું લખ્યું છે- કે –પરીક્ષિત ને લેવા વિમાન આવ્યું.

વક્તા શુકદેવજી નો આદર્શ જીવન માં ઉતારીને કથા કરે અને  શ્રોતા પરીક્ષિત જેવા –જિજ્ઞાસુ થાય તો જરૂર વિમાન આવે. મનુષ્ય જ્યાં સુધી વિકાર-વાસના માં ફસાયેલો છે ત્યાં સુધી વિમાન આવતું નથી,(મુક્તિ મળતી નથી).

અને વિમાન આવે તો પણ તે વિમાન માં બેસવાનો નથી. કેમ કે જેનું -મન –વિકાર-વાસનાથી ભરેલું છે તેને સંસાર છોડવાની ઈચ્છા ક્યાં થાય છે ?

વિષ્ઠા નો કીડો વિષ્ઠા માં જ રત રહે છે. તેમાંથી બહાર નીકળવાનું તેને ગમતું નથી.

આપણે બધાં વિકાર અને વાસના માં ફસાયેલાં છીએ. પત્ની,પુત્ર,ઘર,ધન માં ફસાયેલાં છીએ. –આસક્ત - છીએ.

આ આસક્તિ  જ્યાં સુધી છૂટે નહિ,ત્યાં સુધી મુક્તિ નથી.

જેના મનમાં વિકાર- વાસના નથી, જે કૃષ્ણ પ્રેમ માં રંગાયો છે, જેનું મન કૃષ્ણ ચિંતનમાં કૃષ્ણાકાર થયું છે,

જેનું મન પરમાત્મા ના રંગ થી રંગાયેલું છે.---તે જ્યાં બેઠો છે –ત્યાં જ મુક્તિ છે.

તેના માટે વિમાન આવે તો પણ  શું ? અને ના આવે તો પણ  શું ?

ઈશ્વર સાથે તન્મયતા થાય –તેથી જે આનંદ મળે છે,--તેથી વિશેષ આનંદ વૈકુંઠ માં નથી.

વૈકુંઠ માં જઈએ અને પછી મુક્તિ મળે –તેના કરતાં શરીર ને જ કેમ વૈકુંઠ ન બનાવીએ ?

દેશ-કાળ-અને દેહનું ભાન ભૂલે તો તે જ્યાં બેઠો છે-ત્યાં જ વૈકુંઠ છે. વૈકુંઠ નામે કોઈ ગોખલો નથી –કે –જઈને બેસી જવાય......... જીવન મુક્તિ એ જ મુક્તિ છે.

તુકારામ ને લેવા વિમાન આવ્યું—તુકારામજી પોતાની  પત્નીને કહે છે-કે-આ જીવન માં હું તને કોઈ સુખ આપી શક્યો નથી., પણ પરમાત્માએ આપણા માટે વિમાન મોકલ્યું છે, ચાલ , તને વિમાન માં બેસાડી પરમાત્મા ના ધામ માં લઇ જાઉં. પણ પત્ની એ માન્યું નહિ. અને મહારાજ ને કહ્યું—તમારે જવું હોય તો જાવ, મારે જગત છોડી ને આવવું નથી.

તે ગઈ નહિ.—સંસાર નો મોહ છોડવો કઠણ છે. પણ તુકારામ જવા તૈયાર થઇ ગયા, આનંદ માં નાચી ઉઠી ને કહે છે –

હું જાઉં મારા સાચા ગામ –મારા સર્વ ને રામ રામ,

રામકૃષ્ણ વિઠ્ઠલ બોલી ,તુકારામ જાય છે વૈકુંઠ ભણી.

વાસના પર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. કથાનો એકાદ સિધ્ધાંત પણ જો મગજ માં ઠસી જશે,તો જીવન મધુર બની જશે.

વાસના વધી, ભોગો વધ્યા –તેથી સંસાર ખારો ઝેર બન્યો છે.

વાસનાઓ મનથી ક્ષીણ ના થાય,ત્યાં સુધી મુક્તિ મળવાની નથી.

પૂર્વ જન્મ નું શરીર ગયું –પણ –મન ગયું નથી.

લોકો તનની-કપડાંની કાળજી રાખે છે પણ મર્યા પછી જે સાથે આવે છે તે-મન ની-કાળજી  રાખતા નથી.

મર્યા પછી હાથમાં વીંટી હશે તો તે પણ લોકો કાઢી લેશે.

તન ને ગમે તેટલું સાચવો પણ તે ક્ષીણ થવાનું જ છે.

ક્ષીણ થવાના સ્વભાવ વાળું હોવાથી તો તેને શરીર કહે છે.(શીર્યતે-ઇતિ શરીર).

શરીર ને ક્ષય રોગ લાગુ પડ્યો છે,શરીર નો ક્ષય થવાનો જ છે. બહુ કાળજી રાખો તો પણ એક દિવસ તો તે

બગડવાનું જ છે. માટે જ મહાપુરુષો તન ને નહિ-મન ને-સાચવે છે. મન ને સાચવે તે મહાન બને છે.

તન-ધન ને સાચવે તે સંસારી અને મન ને સાચવે તે સન્યાસી-સંત છે.

No comments:

Post a Comment