Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Saturday, November 4, 2017

ભાગવત રહસ્ય-૮૩- to 100 સ્કંધ-૩ ડોંગરેજી મહારાજ ની કથા



ભાગવત રહસ્ય-૮૩- to 100 સ્કંધ-૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત

 સ્કંધ ત્રીજો-૧ (સર્ગ લીલા)


સંસાર બે તત્વો નું મિશ્રણ છે.જડ અને ચેતન.



શરીર જડ છે અને આત્મા ચેતન છે.



આત્મા શરીર થી જુદો છે-એવું બધા જાણે છે. પણ તેનો અનુભવ કોઈક જ કરી શકે છે.(અનુભવ કોઈક જ કરે છે)



અતિશય ભક્તિ –કરે ,પરમાત્મા ના નામ માં તન્મય બને –(જ્ઞાન ક્રિયાત્મક બનાવે-કોઈ પણ સાધન કરે)-તો –જ-આનો અનુભવ થઇ શકે.બાકી-ઘણાં પુસ્તકો વાંચવાથી કે શાસ્ત્રો ભણવાથી-આનો અનુભવ થઇ શકતો નથી. પણ માત્ર જ્ઞાન વધે છે.



શુકદેવજી કહે છે-રાજન,તમે જેવા પ્રશ્નો કરો છો-તેવા પ્રશ્નો-વિદુરજી એ મૈત્રેયજી ને કર્યા હતા. આ વિદુરજી –એ એક એવા ભક્ત છે-



કે ભગવાન તેમને ત્યાં –વગર આમંત્રણે ગયા હતા.



પરીક્ષિત પૂછે છે-વિદુરજી ને મૈત્રેયજી નો ભેટો ક્યાં થયો હતો? વિદુરજી પરમ વૈષ્ણવ હતા,તે ઘર છોડી જાત્રા કરવા ગયા –તે-



આશ્ચર્યકારક લાગે છે.વૈષ્ણવ તો ઘરને જ તીર્થ બનાવી રહે છે. જેનું મન શાંત થયું છે-તેને ભટકવાની ઈચ્છા થતી નથી. અંદરથી



ભક્તિ નો રંગ લાગ્યો હોય તેને જાત્રા કરવા જવાની ઈચ્છા થતી નથી. વિદુરજી જાત્રા કરવા કેમ ગયા તે મને કહો.....



શુકદેવજી કહે છે-રાજન, પહેલાં હું તને,ભગવાન વગર આમંત્રણે-વિદુરજી ને ઘેર ગયેલા તેની કથા કહીશ.પછી આગળ ની કથા કહીશ



ધ્રુતરાષ્ટ પાંડવો ને લાક્ષાગૃહ માં બાળવાના કાવત્રામાં સામેલ હતા. વિદુરજી ને દુઃખ થયું. તેમણે ધ્રુતરાષ્ટ્રને ઉપદેશ કર્યો. કે-તમે



પાંડવો નો ભાગ પડાવી લેવા માગો છે તે ખોટું છે-અર્ધું રાજ્ય તેમને આપી દો .નહીતર હું ઘરમાં નહિ રહું. ધૃતરાષ્ટ્ર પર આ



ઉપદેશ ની કંઈ અસર થતી નથી. વિદુરજી એ વિચાર્યું-ધૃતરાષ્ટ્ર પાપ કરે છે,એના કુસંગ થી મારી યે બુદ્ધિ બગડશે. તેથી વિદુરજીએ



ઘરનો ત્યાગ કરી-પત્ની સુલભા સાથે ગંગા કિનારે આવ્યા છે.



પતિ-પત્ની નિયમ થી મન ને બાંધે છે. તપશ્ચર્યા કરે છે.



રોજ ત્રણ કલાક –પ્રભુની સેવા કરે,ત્રણ કલાક પ્રભુનું ધ્યાન કરે,ત્રણ કલાક કૃષ્ણ કથા કરે,ત્રણ કલાક કિર્તન કરે.



વિદુરજી એ એવો કાર્યક્રમ નક્કી કર્યો છે કે-એક ક્ષણ ની પણ ફુરસદ નથી. ફુરસદ હોય તો-સંસાર માં મન



જાય ને ?મન ને એક ક્ષણ પણ છૂટ મળતી નથી.પાપ કરવાનો અવસર મળતો નથી.



ધ્રુતરાષ્ટ્રની આજ્ઞા થી સેવકો-વિદુરજી પાસે ધન ધાન્ય લઈને આવેલા –ત્યારે વિદુરજી એ પત્ની ની પરીક્ષા કરવાં કહ્યું-



દેવી,આનો સ્વીકાર કરો,મારા ભાઈ એ મોકલાવ્યું છે. ત્યારે સુલભા એ ના પાડી છે. પાપી નું અન્ન ખાવાની ઈચ્છા નથી.



આ અનાજ પેટમાં જાય તો ભક્તિ માં બહુ વિઘ્ન આવશે. અન્ન દોષ મન ને બહુ બગાડે છે. ગંગા કિનારે ભક્તિ કરવાં આવી છું-



લૂલી ના લાડ કરવાં નહિ. વિદુરજી એ પૂછ્યું-કે ભૂખ લાગશે ત્યારે શું કરીશ ?



સુલભા કહે છે-ગંગા કિનારે ભાજી પુષ્કળ થાય છે-આપણે ભાજી ખાશું.



કેટલાંક ગંગા કિનારે ભક્તિ કરવાં જાય છે-પણ ત્યાં પણ લૂલી નાં લાડ કરે છે. ઘેર કાગળ લખે છે કે-મુરબ્બા ની બરણી મોકલજો.



મુરબ્બા માં મોહ હતો-તો ગંગા કિનારે આવ્યો શું કામ ?



ભોજન કરવું એ પાપ નથી,પણ ભોજન સાથે તન્મય થવું તે પાપ છે. ભોજન કરતાં ભગવાન ને ભૂલી જવા તે પાપ છે.



ઘણા લોકો કઢી ખાતાં –કઢી સાથે એક બને છે.કઢી સુંદર બની છે. તેથી બીજા દિવસે સેવા કરતાં ,માળા ફેરવતાં કઢી જ યાદ આવે છે.



મન માં થાય છે કે –ગઈકાલની કઢી સુંદર હતી.



એ જપ –શ્રીકૃષ્ણ નો કરતો નથી પણ કઢી નો જપ કરે છે. તે ભક્તિ કરી શકતો નથી.



જેનું જીવન સાદું-તે ભક્તિ કરી શકે છે. જીભ સુધરે તો જીવન સુધરે,જીભ બગડે તો જીવન બગડે.



ભક્તિ માં જીભ –મુખ્ય છે. જીભ પાસે સતત –પરમાત્મા ના જપ કરાવો અને જીભ ને સાત્વિક આહાર આપવાથી જ જીભ સુધરે છે.



આહાર જો સાદો અને શુદ્ધ હોય તો સત્વગુણ વધે છે, સત્વ ગુણ વધે તો સહનશક્તિ વધે છે, અને છેવટે બુદ્ધિ સ્થિર થાય છે.



છાંદોગ્ય ઉપનિષદ માં લખ્યું છે-કે-



આહાર ની શુદ્ધિ થી-અંતઃકરણ ની શુદ્ધિ થાય છે, અંતઃકરણ ની શુદ્ધિ થી સ્મૃતિ (બુદ્ધિ) સ્થિર થાય છે, અને સ્મૃતિ ની સ્થિરતા થી



જીવ અને માયા ના સંબંધ થી રાગ-દ્વેષાત્મક ગાંઠ છૂટી જાય છે.



(સત્વશુદ્ધિ,સત્વશુદ્ધો,ધ્રુવાસ્મૃતિ—સ્મૃતિલબ્ધે સર્વ ગ્રંથીનામ વિપ્રમોક્ષ.-- છાંદોગ્ય ઉપનિષદ)



વિદુરજી આખો દિવસ ભક્તિ કરે અને અતિશય ભૂખ લાગે ત્યારે –કેવળ-ભાજી નો આહાર કરે.



બાર વર્ષ આ પ્રમાણે ભગવાન ની આરાધના કરી. બાર વર્ષ સુધી કોઈ સત્કર્મ કરો તો-તે સિદ્ધ થાય છે.



આ બાજુ-પાંડવોએ પણ બાર વર્ષ વન માં વનવાસ ગાળી-વનવાસ પુરો કરી રહ્યા પછી-યુધિષ્ઠરે રાજ્યભાગ માગ્યો છે.



દુર્યોધને ના પડી. ધર્મરાજા એ કહ્યું-અડધું રાજ્ય નહિ તો કેવળ બેત્રણ ગામ આપશે તો પણ અમને સંતોષ છે. તો તે પ્રમાણે કરવાની



પણ –દૂર્યોધન ના પાડે છે.ધર્મરાજા એ વિચાર્યું-યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે-એટલે શ્રીકૃષ્ણ ને વિષ્ટિ માટે મોકલવાનું નક્કી કર્યું.



ધ્રુતરાષ્ટને ખબર પડી-કે શ્રીકૃષ્ણ આવે છે.એટલે તેમને એવું વિચાર્યું કે-શ્રીકૃષ્ણ નું એવું સરસ સન્માન કરીને –તેમને રાજી કરીને-



કહીશ-કે બે ભાઈ ઓના ઝગડામાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી.



એટલે તેણે હુકમ કર્યો-કે –સ્વાગતની તૈયારી કરો-છપ્પન ભોગ તૈયાર કરાવો.



વિદુરજી ગંગા કિનારે સ્નાન કરવાં આવ્યા છે.ત્યાં સાંભળ્યું –આવતી કાલે મોટો વરઘોડો નીકળવાનો છે.



તેણે લોકો ને પૂછ્યું કે-કોણ આવવાનું છે ? લોકો કહે છે-તમને ખબર નથી ?આવતી કાલે દ્વારકાનાથ –દૂર્યોધન ને સમજાવવા આવે છે.



પ્રભુ પધારવાના છે-એટલે તોરણ બાંધ્યાં છે,આખું હસ્તિનાપુર શણગાર્યું છે.---વિદુરજીને આનંદ થયો છે.





-------------------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૮૪



ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત        



સ્કંધ ત્રીજો-૨ (સર્ગ લીલા)



વિદુરજી ઘેર આવ્યા છે. આજે આનંદ માં છે. સુલભા પૂછે છે-આજે કેમ આટલા બધા આનંદ માં છો ?



વિદુરજી કહે છે-સત્સંગ માં બધી કથા કહીશ,



પતિ-પત્ની નો નિયમ હતો-કે- આખો દિવસ મૌન રાખે છે. માત્ર સત્સંગ કરવાં બેસે ત્યારે જ બોલે છે.



સત્સંગ શરુ થયો.ત્યારે વિદુરજી કહે છે-કે-બાર વર્ષ તેં તપશ્ચર્યા કરી તેનું ફળ આવતી કાલે તને મળશે. આવતીકાલે દ્વારકાનાથ,



હસ્તિનાપુર માં પધારે છે. બાર વર્ષ એક જગ્યાએ રહી, પરમાત્મા ની સેવા,સ્મરણ ધ્યાન કરે છે, તેના પર ભગવાન ને દયા આવે છે.



એવું કથા માં આવે છે. મને લાગે છે કે-દ્વારકાનાથ ,દૂર્યોધન માટે નહિ-પણ દયા કરી-આપણા માટે આવે છે.મારા માટે આવે છે.



સુલભા કહે છે-મને પરમ દિવસે સ્વપ્ન આવેલું-મને રથયાત્રા ના દર્શન થયાં.પ્રભુ એ મારા સામે જોયું,ગાલમાં સ્મિત હાસ્ય કર્યું.



મને સ્વપ્ન માં રથયાત્રાનાં દર્શન થયા હતા તે સફળ થશે.બાર વર્ષ થી મેં અન્ન લીધું નથી.



વિદુરજી કહે છે-દેવી,સ્વપ્ન ઘણું સુંદર છે,આ સ્વપ્ન નું શુભ ફળ મળશે,આવતી કાલે-માલિક નાં દર્શન જરૂર થશે.



સુલભા કહે છે-નાથ,પ્રભુ સાથે તમારો કોઈ પરિચય છે ?



વિદુર કહે છે-હું જયારે જયારે શ્રીકૃષ્ણને વંદન કરું છું,ત્યારે તેઓ મને નામથી બોલાવતા નથી, હું લાયક તો નથી,પણ વયોવૃદ્ધ છું,



એટલે મને –કાકા-કહી બોલાવે છે. એ તો અનંતકોટી બ્રહ્માંડ ના નાયક-માલિક છે,પણ મારા જેવા સાધારણ જીવ ને માન આપે છે.



હું તો એમને કહું છું- કે-હું તો અધમ છું,આપનો દાસાનુદાસ છું, મને કાકા ન કહો.



સુલભા ને આનંદ થયો છે. તેના મન માં એક જ ભાવના છે-લાલાજી –મારા ઘરની સામગ્રી આરોગે-અને હું પ્રત્યક્ષ નિહાળું.



વિદુરજી ને તે કહે છે-કે-તમારે તેમની સાથે પરિચય છે-તો તેમને આપણે ત્યાં આવવા આમંત્રણ આપો. ભાવના માં ,ભગવાન ને હું



રોજ ભોગ ધરાવું છું, પણ હવે એક જ ઈચ્છા છે-કે-ભગવાન આરોગે અને હું પ્રત્યક્ષ નિહાળું!!



લાલાજી, મારી આ આશા પૂરી કરે, પછી ભલે મારું શરીર પડે.



વિદુરજી કહે છે-હું આમંત્રણ આપું તો તે ના નહિ પાડે,પણ આ નાની ઝૂંપડી માં તેમને બેસાડીશું ક્યાં ?ઘરમાં એકે સારું આસન



પણ નથી. ખવડાવશું શું ?ભાજી સિવાય આપણી પાસે કશું ય નથી. માલિક ને ભાજી કેમ અર્પણ થાય ?



આપણે ઘેર પરમાત્મા આવે તો-આપણ ને આનંદ થશે-પણ મારા માલિક ને દુઃખ થશે. મારા ભગવાન ,છપ્પન ભોગ આરોગે છે,



ધ્રુતરાષ્ટ્ર ને ત્યાં તેમનું સ્વાગત –સારું થશે. મારે ત્યાં આવશે તો –ઠાકોરજીને પરિશ્રમ થશે. આપણા સુખ માટે હું મારા



ભગવાન ને જરા ય પરિશ્રમ નહિ આપું.



સુલભા કહે છે-મારા ઘરમાં ભલે કશું ના હોય-પણ મારા હૃદય માં પ્રભુ પ્રત્યે પ્રેમ છે. તે હું અર્પણ કરીશ.આપણે જે ભાજી ખાઈએ



છીએ-તે ભાજી હું મારા –લાલાજી ને પ્રેમ થી અર્પણ કરીશ.(પુષ્ટિ ભક્તિ-હરેક વ્યવહાર ભક્તિ બની જાય છે)



વિદુર કહે છે-દેવી, મને લાગે છે-ભગવાન આપણે ત્યાં આવતી કાલે નહિ આવે-ધ્રુતરાષ્ટ્ર એક માસ થી તૈયારી કરે છે.



પ્રભુ ને આવવું હશે તો પણ-આપણા જેવા ગરીબ-સાધારણ- ને ત્યાં કોઈ આવવા પણ નહિ દે.



સુલભા કહે છે-ભગવાન શ્રીમંત ના ત્યાં જાય છે-અને મારા જેવી ગરીબ ને ત્યાં આવતા નથી.હું ગરીબ છું-તે મેં શું ગુનો કર્યો છે?



તમે કથા માં અનેક વાર કહ્યું છે-પ્રભુ પ્રેમના ભૂખ્યા છે,ગરીબ ભક્તો પરમાત્માને વહાલા લાગે છે.



વિદુર કહે છે-દેવી,એ સાચું,પણ ભગવાન રાજ મહેલ માં જશે-તો સુખી થશે.આપણા ઘરમાં ભગવાન ને પરિશ્રમ થશે.



તેથી હું ના પાડું છું. આપણાં પાપ હજુ બાકી છે. હું તને આવતી કાલ, શ્રીકૃષ્ણ ના દર્શન કરવાં લઇ જઈશ. પણ ઠાકોરજી હાલ –



આપણા ઘેર આવે તેવી આશા રાખવા જેવી નથી. આપણે લાયક થઈશું-ત્યારે તે જરૂર પધારશે.



સુલભા વિચારે છે-મારા પતિ-સંકોચ થી આમંત્રણ આપતા નથી.પણ દર્શન કરતાં-હું ભગવાન ને મનથી આમંત્રણ આપીશ.



મારે તમારી પાસે કંઈ માગવું નથી-પણ મારા ઘેર –પ્રત્યક્ષ લાલાજી તમે આરોગો –પછી હું સુખે થી મરીશ.



પરમાત્મા નું કિર્તન કરતાં રાત્રી પૂરી થઇ. સવારે બાલકૃષ્ણ ની સેવા કરે છે.-લાલાજી હસે છે. સુલભાનું હૃદય દ્રવિત થયું  છે.



બંને પતિ-પત્ની -રથારૂઢ દ્વારકાનાથ ના રૂબરૂ-દર્શને ગયા છે.



સોનાનો રથ ને ચાર ઘોડા જોડેલા છે,ગરુડજી ધ્વજ લઈને ઉભા છે,ઉદ્ધવ અને સાત્યકી સેવામાં ઉભા છે. પ્રભુ ના દર્શન થયાં છે.



વિદુરજી વિચારે છે-હું લાયક નથી, પણ ભગવાન –મને એકવાર નજરે ય શું નહિ આપે ? નાથ,તમારાં માટે –મેં સર્વ વિષયોનો



ત્યાગ કર્યો છે,તમારાં માટે મેં કેટકેટલું સહન કર્યું છે.બાર વર્ષ થી અન્ન ખાધું નથી, શું એકવાર નજર નહિ આપો ? કૃપા નહિ કરો?



હજારો જન્મ થી વિખુટો પડેલો જીવ,તમારે શરણે આવ્યો છે,મારે કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, બસ ફક્ત એકવાર-મારા



સામું જુઓ, મારે બીજી કોઈ ઈચ્છા નથી. વિદુરજી વારંવાર પરમાત્મા ને મનાવે છે.



અંતર્યામી ને ખબર પડી કે- આ કોણ મને મનાવે છે. નજર ઉંચી કરી ત્યાં જ –દૃષ્ટિ વિદુરજી પર પડી છે. ગાલ માં સ્મિત કર્યું.



પરમાનંદ થયો છે.વિદુરજી નું હૃદય ભરાયું છે-ભગવાને મારી સામે જોયું, ભગવાન નું હૃદય પણ ભરાયું છે,દૃષ્ટિ પ્રેમ ભીની થઇ છે.



મારો વિદુર ઘણા વખત થી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે.



સુલભા ને પણ ખાતરી થઇ. મારા લાલાજી મને જોઈ હસતા હતા. પ્રભુ એ મને અપનાવી છે. મારા લાલાજીએ મારી સામે જોયું.



મને લાલાજી  ઓળખે છે-કે- હું વિદુરજી ની પત્ની છું. એટલે આંખ ઉંચી કરી ને નજર આપી છે.



પ્રભુએ –આંખ થી ઈશારો કર્યો-આંખથી આ ભાવ બતાવ્યો કે –હું તમારાં ત્યાં આવવાનો છું.

પણ પતિ-પત્ની અતિ આનંદ માં હતાં,આનંદ હૃદયમાં સમાતો નહોતો, આંખ વાટે બહાર આવતો હતો, તે ઈશારો સમજી શક્યા નહિ.



---------------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૮૫



ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત            



સ્કંધ ત્રીજો-૩ (સર્ગ લીલા)



શ્રીકૃષ્ણ ધ્રુતરાષ્ટ અને દૂર્યોધન ને ખુબ સમજાવે છે. કહે છે કે-આજે દ્વારકાના રાજા તરીકે નહિ પણ પાંડવો ના દૂત તરીકે આવ્યો છું.



દુષ્ટ દુર્યોધન સમજતો નથી અને દ્વારકાનાથનું અપમાન કરે છે.કહે છે-ભીખ માગવાથી રાજ્ય મળતું નથી.



ભગવાન સમજી ગયા-આ મૂર્ખો છે-તેણે માર પડ્યા વગર અક્કલ આવશે નહિ.



ધ્રુતરાષ્ટ્ર કહે છે-બે ભાઈ ના ઝગડામાં તમે વચ્ચે ના પડો.આરામ થી ભોજન કરો.છપ્પન ભોગ તૈયાર છે.



શ્રીકૃષ્ણ કહે છે-તારા ઘરનું ખાઉં તો બુદ્ધિ બગડે. પાપી ના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે.



શ્રીકૃષ્ણ –બીજા રાજાઓને-બ્રાહ્મણોને-અરે...દ્રોણાચાર્ય ને પણ તેમના ઘેર ભોજન કરવાની ના પાડે છે.



ભગવાન વિચારે છે-વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે,આજે મારે તેના ત્યાં જવું છે. સારથીને આજ્ઞા કરી કે-



વિદુરજી ની ઝૂંપડી પાસે લઇ જા. ગડગડાટ ઘંટાનાદ કરતો રથ ચાલ્યો છે.



આ બાજુ વિદુરજી વિચારે છે-હું હજી લાયક થયો નથી-એટલે પ્રભુ મારે ત્યાં આવતા નથી.



આજે સેવામાં સુલભા નું હૃદય આર્દ્ર બન્યું છે. સુલભા બાલકૃષ્ણ ને વિનવે છે-



લાલાજી,મેં તમારાં માટે સર્વસ્વ નો ત્યાગ કર્યો છે,તો પણ તું મારે ત્યાં નહિ આવે ? નાથ,ગોકુળની ગોપીઓ કહેતી હતી –તે સાચું છે.



કે-કનૈયો કપટી છે. આવું તો પ્રેમની મૂર્તિ-ગોપીઓ જ બોલી શકે.મને તો તેમ કહેવાનો અધિકાર નથી, હું તો પાપી છું.



નાથ,રોજ તમારાં માટે હું રડું છું-અને તમે હસો છો ?આ તમારી આદત સારી નથી.જે વૈષ્ણવ તમારી પાછળ પડે-તેને તમે રડાવો-



તો તમારી ભક્તિ કોણ કરશે ? મારી આ વૃદ્ધાવસ્થા છે,મારા જીવન નો છેલ્લો મનોરથ છે-આપ મારે ઘેર આવો અને તમે આરોગો –ને



હું તમારાં દર્શન કરું. પછી સુખેથી મરીશ.



વૈષ્ણવો-અતિ પ્રેમથી કિર્તન કરે છે-ત્યાં પરમાત્મા પધારે છે.કિર્તન ભક્તિ શ્રીકૃષ્ણ ને અતિપ્રિય છે.



સુરદાસજી ભજન કરે-ત્યારે કનૈયો આવી ને તંબુરો આપે છે.સુરદાસ કિર્તન કરે અને કનૈયો સાંભળે છે.



ભગવાન કહે છે-ન તો હું વૈકુંઠ માં રહું છું,ન તો યોગીઓના હૃદય માં. હું ત્યાંજ રહું છું-જ્યાં મારા ભક્તો-પ્રેમ માં મારું કિર્તન કરે છે.



ઝૂંપડી બંધ કરી વિદુર-સુલભા ભગવાન ના નામ નું કિર્તન કરે છે-પણ તેમને ખબર નથી કે –જેના નામ નું કિર્તન કરે છે-



તે આજ તેમના દ્વારે બહાર ઉભા છે. બહાર ઉભે ઉભે બે કલાક થયા, પ્રભુ વિચારે છે કે –આ લોકોનું કિર્તન પૂરું થાય તેમ લાગતું નથી.



સખત ભૂખ લાગી હતી, પ્રભુ એ વ્યાકુળ થઇ બારણા ખખડાવ્યાં,-કહે છે- કે કાકા-હું આવ્યો છું.



વિદુરજી કહે છે-દેવી,દ્વારકાનાથ આવ્યા હોય તેમ લાગે છે.



જ્યાં દરવાજો ઉઘાડ્યો-ત્યાં-શંખ-ચક્ર-ગદાધરી ચતુર્ભુજ નારાયણ નાં દર્શન થયા છે. પરમાનંદ થયો છે.



અતિ હર્ષ માં આસન આપ્યું નથી,પ્રભુ એ હાથે દર્ભ નું આસન લીધું છે. વિદુરજી નો હાથ પકડી બેસાડે છે.



ભગવાન કહે છે-કે તમે શું જુઓ છો?હું ભૂખ્યો છું,મને ભૂખ લાગી છે.કાંઇક ખાવાનું  આપો.



પરમાત્મા ખાતા નથી.એ તો જગતનું પોષણ કરે છે.એ તો વિશ્વંભર છે. આજે એ પરમાત્મા ને ભૂખ લાગી છે.



ભક્તિ માં એટલી શક્તિ છે-કે નિષ્કામ ભગવાન ને સકામ બનાવે છે. ભગવાન આજે માગી ને ખાય છે.



વિદુરજી પૂછે છે-તમે ત્યાં છપ્પન ભોગ આરોગી ને નથી આવ્યા ?



કૃષ્ણ કહે છે-કાકા, જેના ઘરનું તમે ના ખાવ-તે ઘરનું હું ખાતો નથી.



પતિ પત્ની વિચારમાં પડ્યાં છે-કે ભગવાન નું સ્વાગત કેમ કરી કરવું ?પોતે કેવળ ભાજી ખાઈ ને રહેતા હતા. ભાજી ભગવાન ને



કેવી રીતે અર્પણ કરું ? કંઈ સુઝતું નથી.



ત્યાં તો –દ્વારકા નાથે-પોતાના હાથે-ભાજી ચુલા ઉપરથી ઉતારી છે. પ્રભુ એ વિચાર્યું, મારું ઘર માની ને આવ્યો છું, તો પછી મારા હાથે



લેવામાં શું વાંધો છે ? પ્રેમ થી ભાજી આરોગી છે. ભાજી ના તો શું?પણ કાકીના પણ ખુબ વખાણ કર્યા છે.



સુલભા નો મનોરથ પુરો થયો છે. મીઠાશ ભાજીમાં નથી,મીઠાશ પ્રેમ માં છે.



ભગવાન ને દુર્યોધન ના મેવા ના ગમ્યા પણ –પરંતુ ભગવાને –વગર આમંત્રણે-વિદુર ના ઘેર જઈ-જાતે- ભાજી આરોગી.



તેથી તો લોકો આજ પણ ગાય છે-કે-



સબસે ઉંચી પ્રેમ સગાઇ....દુર્યોધન કા મેવા ત્યાગો-સાગ વિદુર ઘર ખાઈ,



                         પ્રેમ કે બસ –અર્જુન રથ હાંક્યો,ભૂલ ગયે ઠકુરાઈ.



માલિકે (ઠાકુરે) એક સામાન્ય સારથી(ડ્રાઈવર) બની- અને અર્જુન નો રથ હાંક્યો હતો—કેમ ? બસ ...માત્ર એક પ્રેમ ને કારણે......

બસ આ એક પ્રેમ  ને વશ.....પોતાની ઠકુરાઈ પણ ભૂલી ગયા હતા.





----------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૮૬

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત



સ્કંધ ત્રીજો-૪ (સર્ગ લીલા)



ભગવાન ને ભુખ લાગે ? આના પર મહાત્માઓએ ચર્ચા કરી છે.



ઉપનિષદ નો સિદ્ધાંત છે-કે-ઈશ્વરને ભુખ લાગતી નથી. કહે છે-સંસાર વૃક્ષ માં બે પક્ષીઓ બેઠા છે. જીવ અને શિવ .



જીવ રૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે.તેથી તે દુઃખી છે. પરમાત્મા તેણે સાક્ષીરૂપે નિહાળે છે. ભગવાન ખાતા નથી.



ઉપનિષદ નો આ સિદ્ધાંત પણ ખોટો નથી ,અને ભાગવત ની સિદ્ધાંત પણ ખોટો નથી.



ભાગવત કહે છે કે-ઈશ્વર નિત્ય તૃપ્ત છે,ઈશ્વર નિત્યઆનંદસ્વરૂપ છે.-પણ-આનંદમય ભગવાન ને –ભક્તોનો પ્રેમ જોઈ ખાવાની



ઈચ્છા થાય છે. ભક્ત ના હૃદય માં અતિ પ્રેમ ઉભરાય તો-નિષ્કામ પણ સકામ બને છે. ત્યારે ભગવાન આરોગે છે.



નિરાકાર-સાકાર બને છે. ઈશ્વર પ્રેમ ના ભૂખ્યા છે.



કાશી માં એક વખત ચર્ચા થઇ કે-ભક્તિ શ્રેષ્ઠ કે જ્ઞાન ? પંડિતો, કૃષ્ણાનંદ સરસ્વતી પાસે ગયા. તેઓ એ કહ્યું કે-



જ્ઞાન વસ્તુ એવી છે-કે-જે -વસ્તુ -ને જાણે તેણે જ્ઞાન થયું કહેવાય. જે જેવું છે તેવું તેને જાણવું –તે જ્ઞાન. પણ ભક્તિમાં –પ્રેમ માં –



એવી શક્તિ છે કે –તે જડ ને ચેતન બનાવે છે. નિષ્કામ ઈશ્વરને સકામ બનાવે છે. નિરાકાર ને સાકાર બનાવે છે.



જ્ઞાન માં કોઈ વસ્તુ નું પરિવર્તન કરવવાની શક્તિ નથી,પણ ભક્તિમાં-પ્રેમ માં,કોઈ વસ્તુ ને પરિવર્તન કરવાની શક્તિ છે.



ભક્તિ-સ્વતંત્ર (ઈશ્વરને-પરતંત્ર બનવે છે.એટલે જ્ઞાન કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે. જ્ઞાન થી પ્રેમ શ્રેષ્ઠ છે.



જ્ઞાનેશ્વર અને નામદેવ જાત્રા એ નીકળ્યા હતા. રસ્તા માં તરસ લાગી. એક કુવો જોયો,પાણી ઊંડું હતું અને દોરડી હતી નહિ.



કરવું શું ? જ્ઞાનેશ્વર-પાસે લઘુમા સિદ્ધિ હતી, તે સૂક્ષ્મ સ્વરૂપ લઇ કુવામાં જઈ પાણી પી આવ્યા.  પણ નામદેવ ભક્ત છે.



બહાર ઉભા રહી પ્રભુ ને પ્રાર્થના કરે છે. પ્રભુ એ પ્રાર્થના સાંભળી,કુવા માં પાણી ઉભરાયું અને ઉપર આવ્યું. નામદેવને પાણી જોડે



નીચે કુવામાં જવું પડ્યું નહિ પણ પાણી તેમની પાસે આવ્યું. તેથી સિદ્ધ થાય છે-ભક્તિ શ્રેષ્ઠ છે.



શુકદેવજી કહે છે-વિદુરજીએ કુસંગ નો ત્યાગ કર્યો અને સત્સંગ સ્વીકાર્યો –ત્યારે ભગવાન મળ્યા. મનુષ્ય સંગ થી જ સુધરે છે,અને



સંગ થી જ બગડે છે,મનુષ્ય જન્મ થી શુદ્ધ હોય છે,બગડેલો હોતો નથી, પણ મોટો થતાં જેના સંગ માં આવ્યો હોય તેવો બને છે.



તમારે જેવા થવું હોય તેવા લોકો ના સંગ માં રહો. અતિ વિલાસી ના સંગ થી જીવન બગડે છે,ભજનાનંદી સંત નો સંગ કરવાથી



જીવન સુધરે છે.કૃષ્ણપ્રેમ માં રંગાયેલા સંત મળે તો જ ભજન નો રંગ લાગે છે.



સાધારણ માણસ –રાજા ને –પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપે તો –રાજા તેના ઘેર આવે ? ના જ આવે......



પણ જીવ –જો પવિત્ર જીવન વિદુરજીની માફક ગાળે તો-તે લાયક બને અને પરમાત્મા –વગર આમંત્રણે તેના ઘેર આવે.



વિદુરજીએ વિચાર્યું-પ્રભુએ ધ્રુતરાષ્ટ્ર ના ઘરનું પાણી પણ પીધું નથી-એટલે હવે કૌરવો નો વિનાશ થશે-ગમે તેવો પણ મારો ભાઈ છે-



તેને ફરી એકવાર સમજાવું.



વિદુરજી-મધ્યરાત્રીએ ધ્રુતરાષ્ટ્ર ને મળવા ગયા-ઉપદેશ આપી સમજાવવા પ્રયત્ન કર્યો-છતાં તે માનતો નથી.



આ ઉપદેશ- મહાભારત ના ઉદ્યોગપર્વ માં –વિદુરનીતિ- ના નામે ઓળખાય છે.



ધ્રુતરાષ્ટ્ર કોણ છે ? જે બીજાનું ધન પડાવી લે-તે-ધ્રુતરાષ્ટ્ર. જેની આંખ માં પૈસો છે-તે આંખ હોવાં છતાં આંધળો થઇ જાય છે.



પાપી-દુષ્ટ –પુત્ર સાથે પ્રેમ કરનારો બાપ તે ધ્રુતરાષ્ટ્ર છે. (પહેલાં તો એક ધ્રુતરાષ્ટ્ર હતો,આજકાલ બહુ વધી પડ્યા છે.)



વિદુરજી-ધ્રુતરાષ્ટ્ર ને  બહુ સમજાવી ઘેર ગયા.



સવારે-દુર્યોધન ના સેવકોએ આવી તેને ચુગલી કરી કે-રાતે વિદુરકાકા આવ્યા હતા.તે પાંડવોના વખાણ કરતાં હતા,અને



તમારી નિંદા કરતા હતા,તમને કેદમાં રાખવાનું પણ કહેતાં હતા. દુર્યોધન ગુસ્સામાં આવી જઈ ને –વિદુરજી ને સભામાં બોલાવે છે.



અને બુધ્ધિપૂર્વક તેમનું અપમાન કરે છે, કહે છે-કે તું દાસીપુત્ર છે,મારા ઘરનું અન્ન ખાઈ ને મારી વિરુદ્ધ કામ કરે છે.



ભરી સભા માં દુર્યોધને કરેલા આવા અપમાન થી પણ વિદુરજી –ગ્લાનિ(દુઃખ) પામતા નથી. તેઓ ગુસ્સે થયા નથી.



વિદુરકાકા એ એકલી ભાજી ખાધેલી ને !!! સાત્વિક આહાર વગર-ગમ- ખાવાની- શક્તિ -નહિ આવે.



જીવન માં સુખી થવું હોય તો-કમ (ઓછું) ખા અને ગમ ખા. નો સિદ્ધાંત અપનાવવા જેવો છે.



મનુષ્ય ને બધું ખાતાં આવડે છે પણ ગમ ખાતાં આવડતું નથી. ગમ ખાતા કેમ આવડે ? ગમ –ને ઉલટાવો –તો થશે મગ.



બાર મહિના કેવળ બાફેલા મગ પર રહી જુઓ. મગ બાફી –બહુ જરૂર હોય તો –જ-સહેજ મીઠું અને ઘી નાખવું.



આહાર માં સંયમ હોય,કે સાદું- સાત્વિક ભોજન હોય તો –સત્વગુણ વધે છે.સહનશક્તિ વધે છે.ગમ ખાતા આવડે છે.



નિંદા સહન કરવાની-શક્તિ-આવે છે.



વિદુરજી વિચાર કરે છે-કે-ઝાડનું પાંદડું પણ ઠાકોરજીની ઈચ્છા વગર હાલતું નથી. બધાં કાર્ય ભગવાન ની ઈચ્છા થી થાય છે.



સર્વ માં શ્રીકૃષ્ણ વિરાજેલા છે,સજ્જન માં અને દુર્જન માં પણ. ભગવાન ની ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. મારું અપમાન થાય એ પણ



ઠાકોરજી ની લીલા જ છે. દુર્યોધન ને પણ ,મારા ભગવાન ,કોઈ –પ્રેરણા આપતા હશે. મારી નિંદા કરનાર-અપમાન કરનાર નું પણ



પ્રભુ કલ્યાણ કરે. દુર્યોધન મારી નિંદા કરતો નથી પણ દુર્યોધન ના અંતરમાં રહેલ –નારાયણ મને કહે છે-કે-કૌરવોનો કુસંગ –તું



છોડી દે. કૌરવો નો કુસંગ છોડાવવાની –પ્રભુ ની આ પ્રેરણા છે.



વિદુરજી મહાન ભક્ત છે. કૌરવો નું રક્ષણ –વિદુરજી નું -પુણ્ય -કરે છે. કૌરવો ના મંડળ માં જો વિદુરજી વિરાજે- તો –કૌરવોનો વિનાશ



થાય નહિ-એટલે પ્રભુજીએ વિદુરજી ને ત્યાંથી –નીકળી જવા પ્રેરણા કરી છે.





-------------------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૮૭

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      



સ્કંધ ત્રીજો-૫ (સર્ગ લીલા)



દુર્યોધને નોકરો ને હુકમ કર્યો કે- આ વિદુરજી ને ધક્કા મારી ને બહાર કાઢી મુકો.



વિદુરજી એ વિચાર્યું-કે આ દૂર્યોધન ના નોકરો ધક્કા મરે તો તેમણે પાપ લાગશે,હું જ સભા છોડી જઈશ. સમજી ને ઘરનો ત્યાગ કર્યો છે.



વિદુરજી ક્ષત્રિય હતા,હાથ માં ધનુષ્યબાણ ધારણ કરતાં હતા. ધનુષ્યબાણ  તેમણે ત્યાં જ મૂકી દીધાં છે.



વિદુરજી સભાની બહાર આવ્યા તો-ચતુર્ભુજ નારાયણ ના દર્શન થયાં. પ્રભુ એ ગાલમાં સ્મિત કર્યું છે- કહે છે-કે-



મેં જ તમારી નિંદા કરાવી છે,મારી ઈચ્છા હવે એવી છે-કે તમે હવે હસ્તિનાપુર માં રહેશો નહિ.હવે તમે તીર્થયાત્રા કરવા જાવ.



વિદુરજી ને પ્રભુ જે ઝૂંપડી માં પધારેલા તેની મમતા લાગી હતી. વિદુરજી કહે છે-બહુ ભટકવાથી મન અશાંત  રહે છે,



મારે તીર્થ માં ભટકવું નથી.પણ આપની આજ્ઞા મારે શિરોમાન્ય છે-



પ્રભુ ને વંદન કરી તેમની આજ્ઞા મુજબ-વિદુરજી યાત્રા કરવા માટે નીકળ્યા છે. ૩૬ વર્ષ સુધી ની યાત્રા કરવા નીકળ્યા છે-



પણ સાથે કંઈ લીધું નથી.



આજકાલ લોકો ૩૬ દિવસની યાત્રાએ નીકળે છે-તો ૩૭ જાતની ચીજવસ્તુઓ સાથે લે છે. પોતાની જરૂરિયાત ની મોટી યાદી બનાવે છે.



અને આ યાદી મુજબ બધું આવી ગયું નહિ? તેની પણ કાળજી રાખે છે.ઘણા તો ડબ્બા ભરીને નાસ્તા જોડે લઇ જાય છે.ગાડી માંજ



તેમણે વધારે ભુખ લાગે છે. ગાડીમાં જ ફાકા મારવાનું ચાલુ કરી દે છે. અપવિત્ર જગા અને ગમે ત્યાં રસ્તામાં ખાવાનું વર્જિત છે.



બહુ જ ભુખ લાગે તો –દૂધ કે ફળ લેવાય.



યાત્રા નો અર્થ છે-યાતિ ત્રાતિ. ઇન્દ્રિયો ને પ્રતિકૂળ વિષયો માંથી હટાવી લઇ,અનુકૂળ વિષયો માં જોડી દેવી –એ જ યાત્રા.



તીર્થયાત્રા તીર્થરૂપ થવા માટે છે. શાસ્ત્ર માં બતાવેલ વિધિ પૂર્વક યાત્રા કરે તો –તે તીર્થ જેવો પવિત્ર થાય છે.



આજકાલ તો લોકો પૈસા બહુ વધે-એટલે યાત્રા ના બહાને-લહેર કરવા નીકળી પડે છે.



મહાપ્રભુજી દુઃખ થી બોલ્યા છે-કે-અતિશય વિલાસી અને પાપી લોકો તીર્થ માં રહેવા જવા લાગ્યા,એટલે તીર્થ નો મહિમા લુપ્ત થયો છે.



યાત્રા કેવી રીતે કરવી ? તેનું વર્ણન ભાગવતમાં છે,પણ તે મુજબ અત્યારના આધુનિક જમાના માં –કોઈ યાત્રા કરે ?તે સવાલ છે.



વિદુરજી અવધૂત વેશે પૃથ્વી ઉપર ફરતા  હતા,જેથી સગાં-સંબંધી તેમને ઓળખી શકે નહિ.પવિત્ર અને થોડું ભોજન લેતા. પ્રત્યેક



તીર્થ માં સ્નાન કરતા,ભૂમિ ઉપર શયન કરતા અને ભગવાન ને પ્રસન્ન કરનારા વ્રતો કરતા.



કાશી,અયોધ્યા,નર્મદા ના કિનારે -,ગંગા ના કિનારે-એવા  અસંખ્ય તીર્થો  માં યાત્રા કરે છે.



કાશી અને ગંગા કિનારો- એ જ્ઞાન ભૂમિ છે.અયોધ્યા વૈરાગ્ય ભૂમિ છે.નર્મદા કિનારો તપોભૂમિ છે.વ્રજ એ પ્રેમભૂમિ છે.



જેનું મન શુદ્ધ છે,તેને યાત્રા કરવાની ખાસ જરૂર નથી,તેને ઘર બેઠાં જ ગંગા છે. તુલસીદાસજી એ કહ્યું છે-કે-



“તુલસી જબ મન શુદ્ધ ભયો-તબ તીર્થ તીર ગયો ન ગયો.”



મન ને શુદ્ધ કરવા તીર્થ યાત્રા ની જરૂર છે,પણ જેનું મન શુદ્ધ જ છે-જેને એક ઠેકાણે બેસીને સેવા સ્મરણ માં આનંદ મળે છે-જેને



ભક્તિનો રંગ લાગ્યો છે-તે તીર્થ યાત્રા કરવા માટે બહુ ભટકે નહિ.બહુ ભટકવાથી મન ચંચળ થાય છે.



વિદુરજી ની યાત્રા અલૌકિક છે. તીર્થો માં ફરતાં ફરતાં-યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા છે. વૃંદાવન નો મહિમા બહુ છે.



વિદુરજી તન્મય-ભાવવિભોર થયા છે-અને અનુભવ થયો છે-એક એક લીલા પ્રત્યક્ષ દેખાય છે.



મારા શ્રીકૃષ્ણ ગાયો લઈને યમુના કિનારે આવ્યા છે.લાલાજીની મીઠી વાંસળી સંભળાય છે. આ કદમનું ઝાડ,જેને ટેર કદમ કહે છે, તેના



પર વિરાજેલા શ્રીકૃષ્ણ તમની વહાલી ગાયો ને-તેમના નામ દઈ બોલાવે છે. જે ગાય નું નામ દઈને માલિક બોલાવે તે ગાય ને બહુ



આનંદ થાય છે,તેને ખડ (ઘાસ) ખાવાનું ભાન રહેતું નથી,મોઢામાંથી ખડ નીચે પડે છે, અને ગાય હુંભ-હુમ્ભ કરતી દોડે છે. કદંબ ના



ઝાડ ને ઘેરી ને ગાયો ઉભી છે, તેમનાં મોઢાં ઉંચા છે,માલિકને જોઈ રહ્યા છે, કેટલીક ગાયો લાલા ના પગને ચાટી રહી છે, ગાયો



પરમાત્મા ને મન થી મળી રહી છે,આંખ થી પરમાત્મા ના રૂપ નું પાન કરે છે, આંખથી લાલાને મનમાં ઉતારે છે, શરીર માં રોમાંચ



થયો છે, અને આંચળમાંથી દૂધની ધારા વહે છે.



શ્રીકૃષ્ણ વાંસળી વગાડી કેવળ ગાયોને જ બોલાવતા નથી, આપણને પણ બોલાવે છે. પણ જીવ અભાગિયો છે,તેને પ્રભુને મળવાની



ઈચ્છા થતી નથી.



એક વૈષ્ણવે-શ્રીનાથજી બાવાને પૂછ્યું-કે- એ વખતે ગિરિરાજ ધારણ કરવો હતો એટલે એક હાથ ઉંચો કરેલો પણ હવે હાથ ઉંચો



રાખવાની શી જરૂર છે?



ભગવાને કહ્યું-કે-જીવ –માયારૂપી રમકડાં રમવામાં  માં એવા તન્મય થયા છે-કે મને ભૂલી ગયા છે,



એટલે હાથ ઉંચો કરી તેમણે બોલવું છું.



વિદુરજી વિચારે છે-કે- મારા કરતાં –આ વૃંદાવન નાં પશુઓ શ્રેષ્ઠ છે. પરમાત્મા ને મળવા આતુર થઇ દોડે છે.



આંખો પ્રેમભીની થઇ છે.એવો પ્રસંગ ક્યારે આવશે-કે-હું પણ ગાયો જેમ કૃષ્ણ મિલન માટે દોડીશ?





-----------------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૮૮

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૬ (સર્ગ લીલા)



આ બાજુ પ્રભુએ દ્વારિકા નો ઉપસંહાર કરવાનો નિશ્ચય કર્યો છે. પ્રભુ તે વખતે પ્રભાસ માં હતા. ઉદ્ધવ ને ભાગવત-ધર્મ ના જ્ઞાન નો ઉપદેશ કર્યો.અને કહ્યું-ઉદ્ધવ સોના ની દ્વારકા સમુદ્ર માં ડૂબી જશે.તારાથી આ બધો ઉપસંહાર જોવાશે નહિ. તું બદ્રીકાશ્રમ જા.



ઉદ્ધવ કહે છે –કે-મને એકલા જતાં બીક લાગે છે,તમે મારી સાથે આવો. તમે મને છેવટ સુધી સાથ આપો.



શ્રીકૃષ્ણ કહે છે-ઉદ્ધવ તું મને બહુ વહાલો છે,પણ કાયદો ના પાડે છે. જીવ એકલો જ આવે છે- અને એકલો જ જાય છે.



આ સ્વરૂપે હું તારી સાથે નહિ આવી શકું. પણ ક્ષેત્રજ્ઞ રૂપે-ચૈતન્ય રૂપે હું તારા માં જ રહેલો છું. મારું સ્મરણ કરીશ એટલે હું હાજર



થઇ જઈશ.તું એવી હંમેશા ભાવના રાખજે-કે હું તારી સાથે જ છુ.



ઉદ્ધવજી પ્રાર્થના કરે છે-નાથ, ભાવના –આધાર વગર ના થઇ શકે-મને કોઈ એવો આધાર આપો-જેમાં હું તમારી ભાવના કરું.



કૃષ્ણ કહે છે કે-ઉદ્ધવ તે મારી બહુ સેવા કરી છે.અત્યારે હું તને શું આપું ?મારી ચરણપાદુકા લઇ જા.



રામાયણ માં ભરતજી ને અને ભાગવત માં ઉદ્ધવજી ને ચરણપાદુકા –પ્રભુ એ આપી છે.



ઉદ્ધવજી એ ચરણપાદુકા મસ્તક પર ધારણ કરી છે. મસ્તક એ બુદ્ધિપ્રધાન છે.તેમાં પ્રભુ ને પધરાવો તો મનમાં કોઈ વિકાર આવશે નહિ.



જે એકલો ફરે તે દુઃખી થાય છે,પણ પરમાત્મા ને સાથે રાખી ને ફરે છે-તે સુખી થાય છે. પરમાત્મા ને સાથે રાખો તો બધું શક્ય છે,



પરમાત્મા વગર બધું અશક્ય છે.



શુકદેવજી વર્ણન કરે છે-ઉદ્ધવ બદ્રીકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાજીનાં-વ્રજભૂમિ નાં દર્શન થયાં.



ઉદ્ધવજીએ યમુનાજી માં સ્નાન કર્યું છે.પરમાનંદ થયો છે.



ઉદ્ધવજી વિચારે છે-આ તો માલિક ની લીલાભૂમિ-નાના હતા ત્યારે અહીં રમ્યા છે. અહીં થોડા દિવસ રહીશ.કોઈ સંત મળશે તો



સત્સંગ કરીશ. કોઈ પ્રભુ નો લાડીલો મળી જાય તો જ બોલવું છે-નહીતર મૌન રાખીશ.



વૃંદાવન માં ગુપ્ત રીતે અનેક સાધુઓ –રાધાકૃષ્ણ ની લીલાઓનાં દર્શન કરતાં આજ પણ ફરે છે.



યમુના કિનારે રમણ રેતી માં વિદુરજી બેઠા છે,પંચકેશ વધ્યા છે,બાલકૃષ્ણ ની માનસી સેવામાં તન્મય છે, અષ્ટાક્ષર મંત્રનો જપ કરે છે.



‘શ્રીકૃષ્ણ શરણં મમ’-આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે.ઉદ્ધવજી ની દૃષ્ટિ પડી અને ઓળખી ગયા. છત્રીસ વર્ષની યાત્રા માં –વિદુરજી ને



ઓળખાનાર એક ઉદ્ધવ –જ નીકળ્યા. ઉદ્ધવ ને આનંદ થયો –અને ત્યાં રમણ રેતી માં જ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. તેજ વખતે –



વિદુરજી એ આંખો ઉઘાડી છે.કહ્યું-મને વંદન કરો તે યોગ્ય નથી. વિદુરજી-ઉદ્ધવ ને વંદન કરે છે.



ઉદ્ધવજી એ વિદુરજી ને ઉઠાવી લીધા છે. બે પરમ વૈષ્ણવો નું મિલન થયું છે.



કોઈ વંદન કરે તે પહેલાં વંદન કરો.વંદન માગે તે વૈષ્ણવ નહિ,સર્વને વંદન કરે તે વૈષ્ણવ.(સકળ લોક માં સહુ ને વંદે)



સંતો નું મિલન કેવું હોય છે?



ચાર મિલે-ચોસઠ ખીલે-વીસ રહે કર જોડ---હરિજન સે હરિજન મિલે –તો બિહસે સાત કરોડ.



(ચાર=ચાર આંખો, ચોસઠ=ચોસઠ દાંતો, વીસ=હાથ પગ ના આંગળા, સાત કરોડ=સાત કરોડ રુંવાટીઓ, હરિજન=હરિના લાડીલા જન)



વિદુર અને ઉદ્ધવ નો દિવ્ય સત્સંગ થાય છે. સાયંકાળે –બંને મળ્યા –આખી રાત કૃષ્ણ લીલાઓ નું –ભગવદવાર્તાઓ નું  વર્ણન



કર્યું છે. શ્રીકૃષ્ણ કથા કરતાં –ઉદ્ધવજી -તન્મય થયા છે. આખી રાત લાલાની વાતો કરી છે.



ઉદ્ધવજી ના જીવન માં આવું જ પહેલાં પણ એક વાર બનેલું.



ઉદ્ધવજી જયારે નંદ-યશોદાને આશ્વાસન આપવા ગયેલા,ત્યારે નંદ –યશોદાએ આખી રાત લાલા ની વાતો કરી હતી.



સવાર થયું-એટલે યમુનામાં સ્નાન કરી ઉદ્ધવજી આવ્યા. અને વિદુરજી ને કહે છે-કે-



મને પ્રભાસ માં પ્રભુએ –ભાગવતધર્મ નો ઉપદેશ કર્યો અને બદ્રીકાશ્રમ માં જવાની આજ્ઞા આપી છે. તમારાં દર્શન-સત્સંગ થી ઘણો



આનંદ થયો છે,પણ મારે બદ્રીકાશ્રમ જવું છે.મને રજા આપો.



વિદુરજી કહે છે-પ્રભુ એ જે ભાગવતધર્મ નો તમને ઉપદેશ કર્યો-તે સાંભળવાની મને ઈચ્છા છે. હું લાયક તો નથી,પણ પ્રભુએ કૃપા



કરીને –આ- સાધારણ જીવને એક વખતે અપનાવ્યો હતો. આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો.



વિદુરજી નું દૈન્ય જોઈને ઉદ્ધવજી ને આનંદ થયો છે-કહે છે-તમે ભલે એવું બોલો કે હું લાયક નથી, પણ તમે કોણ છો,તે હું જાણું છું.



વિદુરજી તમે સાધારણ નથી,તમે મહાન છે. વધારે તો શું કહું? મને જયારે ભાગવતધર્મ નો ઉપદેશ કર્યો-ત્યારે મૈત્રેયજી ત્યાં બેઠેલા



હતા,બીજા કોઈને ય નહિ પણ તમને ત્રણ વાર પ્રભુ એ યાદ કરેલા. કહેતા હતા-



“મને બધા મળ્યા પણ મારો વિદુર મને મળ્યો નહિ, મેં એક વખત વિદુરના ઘરની ભાજી ખાધેલી,તેની મીઠાશ હજુ સુધી ભુલાતી નથી.”



વિદુરજી- “મારો” શબ્દ મેં પરમાત્મા ના મુખ માંથી નીકળેલો કદી સાંભળ્યો નથી, પણ તમારાં માટે “મારો વિદુર” એવું બોલેલા.



ભગવાન ને બધાં કહે છે-કે-પ્રભુ હું તમારો છે,પણ જ્યાં સુધી ભગવાન કહેતાં નથી-કે-હું તારો છું. ત્યાં સુધી સંબંધ કાચો.



ભગવાન જેને –મારો- કહે તેનો બેડો પાર છે. ઠાકોરજી બહુ પરીક્ષા કરશે-પછી કહેશે –કે તું મારો છે.



જીવ મંદિરમાં જઈ ભગવાન ને કહેશે –કે-મારું સર્વસ્વ તમને અર્પણ કરું છું,હું તમારો છું. અને ઘેર આવી ને –બબલીની બા ને કહેશે-કે-



હું તારો છું,તારા વિના મને ચેન પડતું નથી.



ભગવાન કહે-કે-બેટા તારું સર્વસ્વ શું છે-તે હું જાણું છું.



ભગવાન ને બધા કહે છે-હું તમારો છું,પણ કોઈ એમ કહેતા નથી-કે હું તમારો છું અને બીજા કોઈનો નથી.



તુલસીદાસ –રામજી સાથે વાતો કરે છે-કહે છે-હું યુવાની માં કામી હતો, મારા જેવા કામી ને “તુલસી મારો છે” એમ કહેતાં –તમને



શરમ આવે તે સ્વાભાવિક છે,પણ નાથ,હું એવું નથી કહેતો કે હું તમારો છું,તમારો ભક્ત છું. પણ હું તો તમારે આંગણે રહેનારો એક કૂતરો છું.મને તમારાં આંગણ માં રહેવા દેજો, મને અપનાવજો.



“તુલસી કુત્તા રામકા,મોતિયા મેરા નામ, કાંઠે દોરી પ્રેમકી,જીત ખેંતો ઉત જાય.” મેં તમારો પટ્ટો (કંઠી) ગળામાં રાખી છે.



વિદુરજી ભાવમય થયા આંખ માં આંસુ આવ્યા છે –ઉદ્ધવ ને કહે છે-મારા ભગવાને મને યાદ કરેલો?



ઉદ્ધવજી કહે છે-વિદુરજી તમે ભાગ્યશાળી છો,પરમાત્મા એ તમારો સ્વીકાર કર્યો છે. ભગવાને એક વખત નહિ પણ ત્રણ વખત તમને



યાદ કરેલા, મૈત્રેયજી ને તેમણે કહેલું –કે-મેં વિદુરજી ના ઘરની ભાજી એક વખત ખાધેલી, હું તેના ઋણ માં છું, બધાને મેં આપ્યું છે,



પણ વિદુરજી ને કાંઇ આપ્યું નહિ, માટે જયારે તમને મારો વિદુર મળે ત્યારે –આ ભાગવતધર્મ નું જ્ઞાન તેને આપજો.



ગંગાકિનારે મૈત્રેયઋષિનો આશ્રમ છે-ત્યાં તમે જાવ.—આમ કહી ઉદ્ધવજીએ બદ્રીકાશ્રમ પ્રતિ પ્રયાણ કર્યું.



ભગવાને –પરમધામ જવાના સમયે-મને યાદ કરેલો-એવું જાણીને,અને ઉદ્ધવજી ના ચાલ્યા જવાથી-



વિદુરજી-પ્રેમથી વિહવળ થઇ રડવા લાગ્યા.





---------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૮૯

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૭ (સર્ગ લીલા)



દુર્જન નો –સંયોગ- દુઃખ આપે છે, જયારે વૈષ્ણવ નો –વિયોગ-દુઃખ આપે છે.



ઉદ્ધવજી બદ્રીકાશ્રમ પધાર્યા અને વિદુરજી –ગંગા કિનારે આવેલા મૈત્રેયઋષિ ના આશ્રમ તરફ જવા નીકળ્યા.



યમુનાજી એ કૃપા કરી –નવધા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન ,વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી,



ગંગા જી જ્ઞાન- વૈરાગ્ય નું દાન કરે છે.



યમુનાજી ને વંદન કરી વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. ગંગા-કિનારાનો બહુ મોટો મહિમા છે.



ગંગાજી ને વંદન કરી,સ્નાન કર્યું છે.ગંગા કિનારા ના પથ્થરો ઉપર પગ મુકતાં પણ વિદુરજી ને સંકોચ થાય છે. કેવાં કેવાં મહાત્માઓની



ચરણરજ –આ પથ્થરો પર પડેલી હશે!! તે ચરણરજ પર મારાથી પગ કેમ મુકાય ? આ પથ્થરો કેટલા ભાગ્યશાળી છે !!



પથ્થરોને જોતાં-વિદુરજી ને પરમાત્મા યાદ આવે છે.



પ્રત્યેક પદાર્થ ને જોતાં જેને પરમાત્મા યાદ આવે તો સમજવું કે આ છેલ્લો જન્મ છે. વિદુરજી નો આ છેલ્લો જન્મ છે.

દાસબોધ ના છેલ્લા પ્રકરણ માં રામદાસ સ્વામીએ –છેલ્લા જન્મ ના કેટલાંક લક્ષણો બતાવ્યા છે.



જેની બુદ્ધિ માંથી કામ નીકળી જાય, કે જેને બાલ્યાવસ્થા થી જ ભક્તિ નો રંગ લાગે,કે જેને ચોવીસ કલાક ભક્તિ નો રંગ લાગેલો રહે-



તેનો –તે છેલ્લો જન્મ છે,પણ જો કોઈ વખત ભગવતભાવ અને કોઈ વખત સંસારના ભાવ જાગે તો માનવું,કે હજુ જન્મ લેવાનો છે.



હરદ્વાર પાસે-કુશાવર્ત તીર્થ માં મૈત્રેયઋષિનો આશ્રમ છે. આશ્રમ માં આવી વિદુરજી- મૈત્રેયઋષિ ને સાષ્ટાંગ પ્રણામ કરે છે.



મૈત્રેયઋષિ એ તેમનું સ્વાગત કર્યું અને કહે છે-કે- વિદુરજી તમને હું ઓળખું છું.આપ ભલે મને વંદન કરો,પણ તમે મહાન છો.



એક દિવસ એવો આવે છે-કે-જીવ તમારી પાસે હાથ જોડી ને આવે છે. તમે યમરાજા નો અવતાર છે.



માંડવ્યઋષિ ના શાપથી તમારો આ દાસીપુત્ર તરીકે શુદ્ર ને ત્યાં જન્મ થયો છે.



માંડવ્યઋષિ ની કથા એવી છે કે-



એક વખત કેટલાંક ચોરો-રાજાના ખજાનામાંથી ચોરી કરી નાઠા. પાછળ સૈનિકો પડ્યા,એટલે ડરથી, રસ્તામાં આવતા માંડવ્યઋષિ ના



આશ્રમ માં બધું ઝવેરાત ફેંકી –નાસી ગયા. સૈનિકો માંડવ્યઋષિને પકડી રાજા પાસે લાવ્યા-રાજાએ માંડવ્યઋષિ ને શૂળી પર



ચઢાવવાની આજ્ઞા કરી. માંડવ્યઋષિ શૂળીની અણી પર ગાયત્રી મંત્ર નો જાપ કરે છે, ચોવીસ કલાક થયા પણ ઋષિના શરીર માં



શૂળી નો પ્રવેશ થયો નથી. ઋષિ નું દિવ્ય તેજ જોઈ રાજા ને લાગ્યું કે –આ કોઈ ચોર નથી પણ પવિત્ર તપસ્વી મહાત્મા લાગે છે.



ઋષિ ને શૂળી પર થી નીચે ઉતરાવ્યા.સઘળી હકીકત જાણી,રાજા ને દુઃખ થયું, અને ઋષિ ની માફી માંગે છે.



માંડવ્યઋષિ કહે છે-રાજન,તને ક્ષમા આપીશ –પણ યમરાજને હું માફ નહિ કરું. મેં પાપ નથી કર્યું તો મને આવી સજા કેમ ?



માંડવ્યઋષિ યમરાજના દરબારમાં આવી યમરાજ ને પૂછે છે-મને કયા પાપ ની સજા કરવામાં આવી છે ?



યમરાજા એ જોયું તો ઋષિ ના નામે કોઈ પાપ જમા ના મળે. યમરાજ ગભરાણા છે.યમરાજા એ વિચાર્યું-કે-ભૂલ થઇ છે-એમ કહીશ તો



શાપ આપશે, એટલે કહ્યું છે કે-તમે ત્રણ વર્ષના હતા-ત્યારે એક પતંગિયા ને કાંટો ભોંકેલો-તેની આ સજા છે.



માંડવ્યઋષિ કહે છે-શાસ્ત્ર માં આજ્ઞા છે-કે કોઈ મનુષ્ય અજ્ઞાનાવસ્થામાં કાંઇ પાપ કરે તો તેની સજા જાગૃત અવસ્થામાં નહિ,



સ્વપ્નાવસ્થામાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો, અને કરેલા પાપ ની સજા સ્વપ્નામાં કરવી જોઈતી હતી,



તમે ગેરવાજબી પણે ખોટી સજા કરી છે, ધર્મરાજા ના પવિત્ર આસન પર બેસવા તમે લાયક નથી, તેથી હું તમને શાપ આપું છું-



કે –જાઓ, શૂદ્રયોનિ માં તમારો જન્મ થાઓ.



આ પ્રમાણે માંડવ્યઋષિ ના શાપ થી –યમરાજા –વિદુર તરીકે દાસી ને ઘેર જન્મ્યા.



વિદુરજી વિચારે છે-એકવાર મારી ભૂલ થઇ અને દેવનો મનુષ્ય બન્યો,હવે હું અસાવધ રહીશ તો પશુ બનીશ. હવે મારા હાથે કોઈ



પુણ્ય ના થાય તો વાંધો નહિ-પણ પાપ તો ના જ થાય. પાપ ના કરે એ જ મહાપુણ્ય છે.

પીપા ભગતે કહ્યું છે-પીપા પાપ ના કીજીએ, તો પુણ્ય કિયા સો બાર.



તે પછી-વિદુરજી-મૈત્રેયજીને અનેક પ્રશ્નો પૂછે છે.



ભગવાન અકર્તા હોવાં છતાં-કલ્પ ના આરંભ માં આ સૃષ્ટિ ની રચના તેમણે કેવી રીતે કરી ?



સંસારના લોકો સુખ માટે પ્રયત્ન કરે છે પણ ના તેમણે સુખ મળે છે-કે ના તેમના દુઃખ દૂર થાય છે.



આનો જવાબ મળે એવી  કથા કહો. તેમજ ભગવાન ની લીલા ઓનું વર્ણન કરો.





-----------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૯૦

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૮ (સર્ગ લીલા)

મૈત્રેયજી એ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિ ની કથા (સર્ગ સિધ્ધાંત) –ભાગવત માં વારંવાર આવે છે.



તત્વ દૃષ્ટિ થી જગત (સૃષ્ટિ) ખોટું છે. તેથી જગત નો બહુ વિચાર આપણા ઋષિઓ એ કરેલો નથી. પણ જગત (સૃષ્ટિ)



જેને બનાવ્યું છે,જેના આધારે જગત રહેલું છે –તે પરમાત્મા નો વારંવાર –બહુ વિચાર કર્યો છે.



નિરાકાર –પરમાત્માને રમવા ની “ઈચ્છા” થઇ. પરમાત્મા ને “માયા” નો સ્પર્શ થયો. એટલે “સંકલ્પ” થયો. કે-



હું એક માંથી અનેક થાઉં-ત્યારે-પ્રકૃતિ અને પુરુષનું જોડું ઉત્પન્ન થયું.



પ્રકૃતિ-પુરુષ માંથી-મહત્ તત્વ (બુદ્ધિ). અને મહત્ તત્વ માંથી અહંકાર.



અહંકાર ના ત્રણ પ્રકાર છે-



વૈકારીક (સાત્વિક)—ભૂતાદિ (તામસિક)—તેજસ (રાજસિક).



આ પાંચ તન્માત્રા ઓ માંથી પંચમહાભૂતો ની ઉત્પત્તિ થઇ.



પણ આ બધાં તત્વો કંઈ –ક્રિયા- કરી શક્યાં નહિ. એટલે તે એક એક તત્વ માં પ્રભુ એ પ્રવેશ કર્યો.



(આ જ વસ્તુને વધુ સરળતાથી –ઉદાહરણ થી સમજાવવા કહે છે!!!?)



ભગવાન ની- નાભિ -માં થી કમળ ઉત્પન્ન થયું. તેમાંથી બ્રહ્મા પ્રગટ્યા. બ્રહ્માજી એ કમળ નું મૂળ(મુખ) શોધવા પ્રયત્ન કર્યો.



ત્યાં ચતુર્ભુજ નારાયણ ના દર્શન થયાં. ભગવાને –બ્રહ્માજીને કહ્યું-તમે સૃષ્ટિની રચના કરો.



બ્રહ્માજી એ કહ્યું-હું રચના કરું-પણ રચના થયા બાદ –મેં આ રચના કરી છે-એવું મને અભિમાન –ના આવે તેવું વરદાન આપો.



પ્રભુ એ વરદાન આપ્યું.



બ્રહ્માજી એ તેમની રચના-ઋષિ ઓ ને-કહ્યું-તમે પ્રજા ઉત્પન્ન કરો. પણ ઋષિઓ કહે છે-અમને ધ્યાન માં આનંદ આવે છે.



બ્રહ્માજી વિચારે છે-આ સંસાર કેવી રીતે આગળ વધે ? મારે જગત માં કંઈ આકર્ષણ રાખવું જોઈશે.



આથી તેમણે –કામ-ની રચના કરી.(કામ ને ઉત્પન્ન કર્યો).



કામ –આમતેમ જોવા લાગ્યો-અને ઋષિઓ ના હાથમાંથી માળા પડી ગઈ.



બ્રહ્માજી હસવા લાગ્યા-હવે કોઈને કહેવું પડશે નહિ કે પ્રજા ઉત્પન્ન કરો.



આ –કામ- ને લીધે- મોહ ઉત્પન્ન થયો.



બ્રહ્માજી ના જમણા અંગ માંથી –સ્વયંભુ મનુ- ને ડાબા અંગ માંથી –શતરૂપા રાણી-પ્રગટ થયા.



(ભાગવત માં જે-જે-નામ  આપવામાં આવ્યા છે-તે તે  ઘણું બધું કહી જાય છે-જરા વિચાર કરવો પડે)



બ્રહ્માજી એ તેમને કહ્યું-તમે મૈથુન ધર્મ(કામ) થી પ્રજા ઉત્પન્ન કરો.



ધરતી(પૃથ્વી) –તે વખતે પાણી ની અંદર ડૂબેલી હતી. (દૈત્યો પૃથ્વીને રસાતાળ લોક માં લઇ ગયા હતા).



મનુ મહારાજ બોલ્યા-હું પ્રજા ઉત્પન્ન કરું,પણ તે પ્રજા ને રાખું ક્યાં ?



એટલે બ્રહ્માજી એ પરમાત્મા નું ધ્યાન કર્યું.



બ્રહ્માજી ને તે વખતે –છીંક- આવી. અને નાસિકા માંથી –વરાહ ભગવાન (પહેલો અવતાર) પ્રગટ થાય છે.



વરાહ ભગવાન પાતાળ માં ગયા છે અને ધરતી (પૃથ્વી) ને બહાર લઇ આવ્યા છે.



રસ્તામાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો-તેને વરાહ ભગવાને માર્યો છે.



અને પૃથ્વી નું રાજ્ય-મનુ મહારાજ ને અર્પણ કર્યું. અને કહ્યું-કે-તમે- ધર્મ-થી ધરતીનું પાલન કરો.



વરાહ નારાયણ –વૈકુંઠ લોક માં પધાર્યા છે.



વિદુરજી કહે છે-આપે બહુ સંક્ષેપ માં કથા સંભળાવી. આ કથા વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા છે. આ કથાનું રહસ્ય કહો.



આ હિરણ્યાક્ષ કોણ હતો ?ધરતી રસાતાળ માં કેમ ડૂબી હતી ? વરાહ નારાયણ નું ચરિત્ર મને સંભળાવો.



મૈત્રેયજી-વિદુરજી ને અને શુકદેવજી –પરીક્ષિત ને –



આ દિવ્ય કથા સંભળાવે છે.



એક અધ્યાય માં હિરણ્યાક્ષના પૂર્વ જન્મ ની કથા છે. તે પછી ચાર અધ્યાય માં વરાહ નારાયણ ના ચરિત્ર નું વર્ણન કર્યું છે.





------------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૯૧

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત

     



સ્કંધ ત્રીજો-૯ (સર્ગ લીલા)



કશ્યપ- અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે. અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ-કશ્યપઋષિ નાં ધર્મપત્ની છે.



એક વખત –સાયંકાળે-શણગાર સજી –દિતિ –કામાતુર બની-કશ્યપઋષિ જોડે આવ્યા છે.



કશ્યપઋષિ કહે છે-દેવી આ સમય-કામાધીન-થવા માટે- યોગ્ય નથી. જાવ જઈને ભગવાન પાસે દીવો કરો.



મનુષ્ય હૈયા માં અંધારું છે. વાસના એ અંધારું છે.સ્વાર્થ એ અંધારું છે.કપટ એ અંધારું છે. પ્રભુ પાસે દીવો કરશો-તો હૈયા માં



અજવાળું થશે. અંતરમાં પ્રકાશ કરવાનો છે.



આગળ દશમ સ્કંધ માં લાલા ની કથા આવશે.-



ગોપીઓ યશોદા આગળ –લાલા ની ફરિયાદ કરે છે-કે કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે-તમે અંધારામાં માખણ



રાખો,જેથી કનૈયો દેખે નહિ. ત્યારે ગોપીઓ કહે છે-કે-અમે અંધારામાં માખણ રાખ્યું હતું-પણ-કનૈયો આવે ત્યારે અજવાળું થાય છે.



એનું શ્રીઅંગ દીવા જેવું છે.તેજોમય છે.



ઈશ્વર સ્વયં-પ્રકાશ છે.ઈશ્વરને દીવા ની જરૂર નથી-દીવા ની જરૂર મનુષ્ય ને છે.



સાયંકાળે –સૂર્ય અસ્ત માં જવાની તૈયારી માં હોય છે.-તે દુર્બળ હોય છે. ચંદ્ર ઉદય ની તૈયારી માં છે-તેથી તે પણ દુર્બળ હોય છે.



સૂર્ય –બુદ્ધિ- ના માલિક છે.અને ચંદ્ર –મન- ના માલિક છે. એટલે કે-



સાયંકાળે –મન-બુદ્ધિ- ના –બળ- ઓછાં હોય છે.ત્યારે -કામ –મન-બુદ્ધિ  માં પ્રવેશ કરે છે.



બ્રાહ્મણો- સાયંકાળે-સંધ્યા કરે.વૈષ્ણવો-ઠાકોરજી પાસે દીવો કરી –પ્રભુ ના નામ નું કિર્તન કરે.



શાસ્ત્ર માં કહ્યું છે-કે સૌભાગ્યવતી સ્ત્રી માં લક્ષ્મી નો અંશ છે. સાયંકાળે લક્ષ્મી નારાયણ  ઘેર આવે છે.



એટલે સૌભાગ્યવતી સ્ત્રી-કોઈ દિવસ સૂર્ય ના અસ્ત પછી બહાર ફરે નહિ. સાયંકાળે તુલસીની પૂજા કરો,દીવો કરો.ધુપદીપ કરો.



કશ્યપઋષિ દિતિ ને સમજાવે છે કે--દેવી, અત્યારે પ્રદોષ કાળ છે. પ્રદોષ કાળ માં શિવ પૂજન થાય છે. ભગવાન શંકર –આ સમયે-



જીવ માત્ર ને નિહાળવા જગતમાં ભ્રમણ કરે છે. સાયંકાળે સ્ત્રીસંગ થી શંકરનું અપમાન થાય –તેથી અનર્થ થાય.



દિતિ કહે છે-કે મને તો ક્યાંય શંકર દેખાતા નથી. કશ્યપ કહે છે-દેવી તમે કામાંધ છો-એટલે તમને શંકર દેખાતા નથી.



એક ભક્તે શંકરદાદાને ને પૂછ્યું-તમે શરીર પર ભસ્મ કેમ ધારણ કરો છો?



શિવજી એ કહ્યું-હું સમજુ છું કે શરીર એ ભસ્મ છે.(ભસ્માન્તમ શરીરમ)



ભસ્મ ધરી શિવજી –જગતને વૈરાગ્ય નો બોધ કરે છે. શરીર રાજાનું હોય કે રંક નું હોય-તેની ભસ્મ બનવાની છે.



સ્મશાન ની ભસ્મ –શરીરની નશ્વરતા નો ખ્યાલ આપે છે.



ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી-પણ વિવેક થી કામસુખ ભોગવી –કામ નો નાશ કરવા માટે છે, ગૃહસ્થાશ્રમ નિયમ થી કામ નો



વિનાશ કરવા માટે છે. કામ એવો દુષ્ટ છે-કે એક વાર હૃદય માં ઘર કરી ગયો પછી તે જલ્દી નીકળતો નથી.



કોઇ જ ડહાપણ પછી ચાલતું નથી.



કામ -દૂરથી જુએ છે-કે કોના હૃદય માં શું છે ? જેના હૃદય માં રામ હોય તો કામ ત્યાં આવી શકતો નથી.



માટે જીવન એવું સાદું અને પવિત્ર ગાળો કે –કામ ને મન-બુદ્ધિ માં પ્રવેશ કરવાનો અવસર જ ન મળે.



આ શરીર કેવું છે? તેની જરા કલ્પના કરો-વિચારો ......તો કદાચ શરીરસુખ ભોગવવામાં ધિક્કાર છૂટે –વૈરાગ્ય આવે.



આ શરીર માં આડાંઅવળાં હાડકાં ગોઠવી દીધેલા છે,તેને નસો થી બાંધ્યા છે,તેના પર માંસના લોચા મારીને



ઉપર ચામડી મઢી દીધી છે.



ઉપર ચામડી છે-એટલે અંદરનો મસાલો દેખાતો નથી,જો ચામડી કાઢી નાખવામાં આવે તો શરીર જોવાની ઈચ્છા પણ થતી નથી.



જોતાં જ ધૃણા થાય છે.



રસ્તામાં કોઈ હાડકાં નો ટુકડો જોવામાં આવે –તો તેને કોઈ અડકતું પણ નથી, પણ દેહમાં રહેલા હાડકાં ને આપણે પ્રેમ કરીએ છીએ.



આ આપણે સમજી શકતા નથી –એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે ?



શરીર નું સુખ એ આપણું સુખ નથી, આત્મા થી શરીર જુદું છે. શરીર માંથી પ્રાણ નીકળી ગયા પછી –તેને જોતાં બીક લાગે છે.



નારી-સ્તન ભર નાભિ-નિવેશમ, મિથ્યા માયા મોહાવેશમ,



એતાન્માંસ વસાદિ વિકારમ, મનસિ વિચારય વારંવારમ-



ભજ ગોવિન્દમ-ભજ ગોવિન્દમ મૂઢમતે....



નારીનાં સ્તનો અને નાભિ-નિવેશ માં મિથ્યા મોહ ના કર.એ તો માંસ મેદ નો વિકાર જ છે. મન માં આનો વારંવાર વિચાર કર.



ભાગવત માં તો એક જગ્યાએ કહ્યું છે-આ શરીર એ-શિયાળ-કુતરાં નું ભોજન છે. અગ્નિસંસ્કાર ના થાય તો-શિયાળ-કુતરાં તેને ખાય છે.



એવા શરીર પર નો મોહ છોડો.



દિતિ- એટલે –ભેદ બુદ્ધિ- સર્વમાં નારાયણ છે-એવો અભેદ- ભાવ રાખે તો પાપ થાય નહિ.



દિતિએ કશ્યપ નું માન્યું નહિ. દિતિ દુરાગ્રહી છે. (પિતા દક્ષ ની જેમ).કશ્યપ દિતિ ના દુરાગ્રહ ને વશ થયા. દિતિ સગર્ભા થયા છે.



પાછળથી દિતિ ને પોતાની ભૂલ સમજાઈ,પસ્તાયાં છે,પશ્ચાતાપ થયો, શિવજી ની પૂજા કરી ક્ષમા માગી છે.



કશ્યપે –દિતિ ને કહ્યું-અપવિત્ર સમયે તમારા પેટમાં ગર્ભ રહ્યો છે.તેથી તમારાં ગર્ભ માંથી બે રાક્ષસો નો જન્મ થશે.



પોતાના પેટે થી રાક્ષસો અવતરશે –એવું જાણી દિતિ ગભરાઈ ગઈ છે.



કશ્યપ કહે છે-તારાં બાળકો જગતને રડાવશે. તે વખતે પરમાત્મા અવતાર ધારણ કરી તેને મારશે.



દિતિ કહે છે-તો તો મારા પુત્રો ભાગ્યશાળી થશે-પ્રભુ ભલે મારા બાળકોને મારશે-પણ તેમને પ્રભુના દર્શન તો થશે ને !!



કશ્યપે આશ્વાસન આપતા કહ્યું-તારા બે બાળકો ભલે જગતને રડાવશે-પણ તારા પુત્ર નો પુત્ર –મહાન ભગવદભક્ત થશે.



મહાન વૈષ્ણવ થશે અને પ્રહલાદ ના નામ થી ઓળખાશે.......દિતિ ને સંતોષ થયો છે.



એકલો-માત્ર- ઠાકોરજી ની સેવા-સ્મરણ કરે-તે સાધારણ વૈષ્ણવ. પરંતુ-



જેના સંગ માં આવ્યા પછી-સંગ માં આવેલા નો સ્વભાવ સુધરે-ઈશ્વરની સેવા-સ્મરણ કરવવાની ઈચ્છા થાય, સત્કર્મ ની ઈચ્છા થાય-



ભક્તિ નો રંગ લાગે તે –મહાન વૈષ્ણવ.



પ્રહલાદ મહાન વૈષ્ણવ છે.



------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૯૨

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  

  



સ્કંધ ત્રીજો-૧૦ (સર્ગ લીલા)



દિતિ ને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવો ને દુઃખ આપશે-એટલે સો વર્ષ સુધી દિતિ એ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્ર નું તેજ ઘટવા લાગ્યું.



દેવો ગભરાયા. દેવો ને શંકા ગઈ-કે આ દિતિ ના પેટમાં કોઈ રાક્ષસો તો આવ્યા નથી ને ?



દેવો બ્રહ્મલોક માં બ્રહ્માજી પાસે આવ્યા છે.અને પૂછ્યું –દિતિના ગર્ભ માં વિરાજેલા –એ છે કોણ ?



બ્રહ્માજી દેવોને –દિતિના પેટમાં કોણ છે –તેની કથા સંભળાવે છે.



“એક વાર મારા માનસપુત્રો સનત-સનકાદિક (ચાર) મારી પાસે આવ્યા. તેઓને પ્રવૃત્તિ ધર્મ ગમેલો નહિ.એ નિવૃત્તિ ધર્મ ના આચાર્ય



થયા છે. તેઓએ કહ્યું-અમે આખું જગત જોઈ લીધું. મેં કહ્યું-તમે વૈકુંઠ લોક ના દર્શન કર્યા ? તો- તે કહે છે-ના –વૈકુંઠલોક ના દર્શન



અમે કર્યા નથી. મેં તેમને કહ્યું-પરમાત્મા નું ધામ આનંદમય છે. જોવાલાયક તો તે પરમાત્માનું –વૈકુંઠધામ છે. વૈકુંઠલોક ના દર્શન –



ના કરે તેનું જીવન વૃથા છે.



તેથી તેઓ વૈકુંઠલોક ના  દર્શન કરવા જાય છે. (ઈશ્વરના દર્શન કરવા જાય છે)



અંતઃકરણ –ચતુષ્ટ્ય- શુદ્ધ થાય ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે.



એક જ અંતઃકરણ ચાર કામ કરે છે. તેથી તેના ચાર ભેદ માન્યા છે.



અંતઃકરણ –જયારે -સંકલ્પ-વિકલ્પ કરે છે-ત્યારે –તેને –મન -કહે છે.



જયારે-તે-કોઈ વિષય નો નિર્ણય કરે છે-ત્યારે તેને –બુદ્ધિ-કહે છે.



જયારે-તે-સત્ય પરમાત્મા નું ચિંતન કરે છે-ત્યારે –તેને –ચિત્ત- કહે છે.



અને જયારે તેનામાં ક્રિયાનું અભિમાન જાગે છે-ત્યારે-તેને-અહંકાર કહે છે.



મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર –આ ચારે ને શુદ્ધ કરો-તો પરમાત્મા ના દર્શન થાય છે.આ ચારેની શુદ્ધિ-બ્રહ્મચર્ય -વગર થતી નથી.



સનતકુમારો બ્રહ્મચર્ય નો અવતાર છે. બ્રહ્મચર્ય ત્યારે સિદ્ધ થાય જયારે –બ્રહ્મનિષ્ઠા-સિદ્ધ થાય.



સનતકુમારો-મહાજ્ઞાની છે-છતાં પોતાને બાળક જેવા અજ્ઞાની માને છે. જ્ઞાન માં અભિમાન ના આવે તેના માટે આવો ભાવ જરૂરી છે.



સનતકુમારો આદિ નારાયણ ના દર્શન કરવા વૈકુંઠમાં જાય છે. એ પછી તો વૈકુંઠ નું વર્ણન કરેલું છે.



રામાનુજાચાર્ય ની આજ્ઞા પ્રમાણે-દક્ષિણ માં કાવેરી નદીના કાંઠે –રંગનાથ નું મંદિર –આ વૈકુંઠ ના વર્ણન ને અનુસરીને બનાવ્યું છે.



બાકી તો ભૂ-વૈકુંઠ (જમીન પરના વૈકુંઠ) માં બદ્રીનારાયણ નું મંદિર-બાલાજી નું મંદિર-શ્રીરંગમ નું મંદિર અને પંઢરપુર ને પણ- વૈકુંઠ



ગણવામાં આવે છે.



આદિનારાયણ નું સ્મરણ કરતાં કરતાં સનતકુમારો વૈકુંઠલોકના છ દરવાજાઓ ઓળંગી ને સાત મા દરવાજે આવ્યા.  સનતકુમારો ને



પ્રભુના દર્શન ની તીવ્ર આતુરતા છે. સાતમે દરવાજે ભગવાન ના દ્વારપાળો જય-વિજય ઉભા હતા –તેમણે અટકાવ્યા.



સનતકુમારોએ કહ્યું-લક્ષ્મી-મા અને નારાયણ-પિતાને મળવા જઈએ છીએ.અમને કોઈને પૂછવાની શી જરૂર ? જયવિજય ને પૂછ્યા વગર



જ સનતકુમારો અંદર જવા લાગ્યા. જય વિજય ને આ ઠીક લાગ્યું નહિ,તેમણે લાકડી આડી ધરી. કહ્યું-મહારાજ,ઉભા રહો,અંદરથી હુકમ



આવશે –તે પછી જવા દઈશું.



સનતકુમારોને દર્શન ની આતુરતા છે-અને જય-વિજય વિઘ્ન કરે છે.



કામાનુજ (કામ નો અનુજ-નાનો ભાઈ)-ક્રોધ-સનતકુમારોને ક્રોધ આવ્યો છે. સનતકુમારો જ્ઞાની છે,જ્ઞાની ઓને બહુ માન મળે-એટલે



કોઈનું અપમાન સહન કરી શકતા નથી. એમણે ક્રોધ આવી જાય છે. કામ પર વિજય મેળવ્યો પણ ક્રોધને આધીન થયા છે.



અતિ સાવધ  રહે તે કામ ને મારી શકે-પણ કામ ના નાના ભાઈ ક્રોધ ને મારવો મુશ્કેલ છે.



છ દરવાજા ઓળંગી જ્ઞાની પુરુષો જઈ શકે છે-પણ સાતમે દરવાજે જય-વિજય તેને અટકાવે છે.



યોગ ના સાત અંગો-યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર---ધ્યાન અને ધારણા.(છેલ્લું-અંગ- સમાધિ)



પ્રથમ પાંચ ને –બહિરંગ યોગ કહે છે-અને પછીના ત્રણ ને અંતરંગ યોગ કહે છે.



આ સાત દરવાજા વટાવ્યા પછી-બ્રહ્મ-સાક્ષાત્કાર થાય છે.પરમાત્માના દર્શન થાય છે.(સમાધિ-યોગ નું છેલ્લું અંગ)



ધારણા માં સર્વાંગ નું ચિંતન હોય છે.જયારે ધ્યાન માં એક અંગ નું ચિંતન હોય છે.



જય-વિજય એ કીર્તિ-પ્રતિષ્ઠા(સિદ્ધિ-પ્રસિદ્ધિ) નું સ્વરૂપ છે. એક-કે-સર્વાંગ નું ચિંતન કરવા જતાં સિદ્ધી-પ્રસિદ્ધિ અટકાવે છે.



બદ્રીનારાયણ  જતાં-વિષ્ણુપ્રયાગ આવે છે,ત્યાંથી આગળ ચાલો એટલે જય-વિજય નામના પહાડો આવે છે. તે ઓળંગો એટલે-



બદ્રીનાથ ભગવાન ના દર્શન થાય છે. જય-વિજય ના પહાડો ઓળંગવા કઠણ છે. સાંકડી કેડી પર ચાલવાનું હોય છે.



જરા પગ લપસે તો છેલ્લો વરઘોડો જ નીકળે છે.



------------------------------------------------------------------------------------------







sivohm.com

ભાગવત રહસ્ય-૯૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત

    



સ્કંધ ત્રીજો-૧૧ (સર્ગ લીલા)



જય-વિજય એટલે કીર્તિ-પ્રતિષ્ઠા નો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે-અતિસાવધ રહેવાથી કામ ને જીતી શકાય છે.



પણ દ્રવ્યત્યાગ અને કામત્યાગ કર્યા પછી –કેટલાંક મહાત્માઓને-માયા-એ- કીર્તિ માં ફસાવે છે.



સાધુ મહાત્મા ઓ ને થાય છે-કે મારા પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે.



મોટા મોટા રાજાઓ ને જગત ભૂલી ગયું છે,તો મારી પાછળ મારું નામ રહે તે -આશા રાખવી વ્યર્થ છે.



મઠ-મંદિર અને આશ્રમ ની આસક્તિ –એ ભક્તિ માં વિઘ્ન કરનારી છે.



જ્ઞાની પુરુષો પરમાત્માના દ્વાર સુધી પહોંચે છે-પણ જો કીર્તિ માં ફસાય તો ત્યાંથી નીચે ગબડી પડે છે.



મનુષ્ય ને પણ કીર્તિ-પ્રતિષ્ઠા નો મોહ છૂટતો નથી. ઘરનું નામ આપે છે-અનિલનિવાસ. પણ અનિલભાઈ તેમાં કેટલા દિવસ રહેવાના?



ઘરને ઠાકોરજીનું નામ આપો.



ચેલા ઓ વખાણ કરે એટલે-ગુરુને લાગે કે હું બ્રહ્મ રૂપ થઇ ગયો છું. પછી સેવા-સ્મરણ માં ઉપેક્ષા જાગે-અને પતન થાય છે.



યોગીઓ ને સિદ્ધિ મળે-એટલે તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. સિદ્ધિ ના ઉપયોગથી પ્રસિદ્ધિ વધે-એટલે પતન થાય છે.



ક્રોધ કરવાથી સનતકુમારોને ભગવાન ના સાતમાં દરવાજે થી  પાછા વળવું પડ્યું.



સનતકુમારો નો ક્રોધ સાત્વિક છે-(દ્વારપાળો ભગવદદર્શન માં વિઘ્ન કરે છે-તેથી ક્રોધ આવ્યો છે.)



એટલે ભગવાન અનુગ્રહ કરીને બહાર આવીને દર્શન દીધાં.પરંતુ સનતકુમારો ભગવાન ના મહેલ માં દાખલ થઇ શક્યા નહિ.



કર્મ માર્ગ માં વિઘ્ન કરનાર-કામ-છે.-કશ્યપ-દિતિ ને કામે વિઘ્ન કર્યું.



ભક્તિ માર્ગ માં વિઘ્ન કરનાર લોભ છે. જ્ઞાનમાર્ગ માં વિઘ્ન કરનાર ક્રોધ છે.-સનતકુમારોને ક્રોધે વિઘ્ન કર્યું.



એકનાથજી મહારાજે-ભાવાર્થ રામાયણ માં લખ્યું છે-કે-



કામી-લોભી-ને તત્કાળ કદાચ થોડો લાભ થાય છે.કામી,કામસુખ ભોગવે છે અને લોભી પૈસા ભેગા કરે છે-



પણ ક્રોધ કરનાર ને તો કાંઇ મળતું નથી-માટે ક્રોધ છોડવો જોઈએ.



ગીતામાં પણ કહ્યું છે-પુરુષનો નાશ કરનાર ત્રણ નરક ના દ્વાર છે-માટે એ ત્રણ કામ,ક્રોધ અને લોભ નો



(ક્રોધ ની કોઈ વ્યાખ્યા નથી. ક્રોધ એ –કામ અને લોભ ની એક સાઈડ-નિપજ-By product  છે. કામ- એટલે જે પોતાની પાસે નથી તે



પામવાની ઈચ્છા.- અને- લોભ -એટલે પોતાની પાસે જે છે તે નહિ ગુમાવવાની ઈચ્છા. આ બંને ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે છે)



ભક્તિ માર્ગ માં લોભ વિઘ્ન કરે છે.



ઘણા બાબા નો શુટ બનાવવો હોય તો-સો રૂપિયે વારનું કાપડ લાવે –અને ઠાકોરજીના વાઘા માટે દશ રૂપિયે વારનું કપડું લાવે.



ઠાકોરજી માટે ફૂલ લેવા નીકળે –અને ગુલાબ મોંઘુ હોય તો ચાર આના ના કરેણ ના ફૂલ લાવે-પણ જો ઘરવાળીએ કીધું હોય –કે



આજે મારી માટે સારી વેણી લાવજો-તો-ગમે તેટલાં રૂપિયા ખર્ચી વેણી લઇ આવે.



સત્યનારાયણ ની કથામાં પાંચસો નું પીતાંબર પહેરી બેસે-અને જયારે ઠાકોરજી ને પીતાંબર પહેરાવવાનું આવે ત્યારે કહેશે-કે-



પેલું નાડું લાવ્યા હતા તે ક્યાં ગયું ?નાડું (નાડાછડી) લાવજો. ભગવાન કહે છે-બેટા,હમ સબ સમજતે હૈ.હું પણ તને એક દિવસ



લંગોટી પહેરાવીશ. મેં પણ તારા માટે લંગોટી પહેરવા કંદોરાનું નાડું તૈયાર રાખ્યું છે.



આવું બધું ના કરો. લોભ રાખ્યા વગર-ભગવાન ને સારામાં સારી વસ્તુ અર્પણ કરો.



૨૫૨- ભક્તોની વાર્તાઓ માં –જમનાદાસ ભક્તનું એક દ્રષ્ટાંત આવે છે.



જમનાદાસ ભક્ત એક વખત ઠાકોરજી માટે બજારમાં ફૂલ લેવા નીકળ્યા. ફૂલવાળાની દુકાને એક સારું કમળનું ફૂલ જોયું .અને



જમનાદાસજી એ વિચાર્યું કે આ સુંદર કમળ જ ઠાકોરજી માટે લઇ જઈશ.



બરોબર એજ વખતે એક યવનરાજા ત્યાં આવે છે-તેને પોતાની રખાત વેશ્યા માટે ફૂલ જોઈતું હતું.



જમનાદાસ માળીને ફૂલની કિંમત પૂછે છે. માળી પાંચ રૂપિયા કિંમત જણાવે છે. તે જ વખતે યવન રાજા વચ્ચે કુદી પડે છે.



અને કહે-કે હું દશ રૂપિયા આપવા તૈયાર છું. જમનાદાસ માળીને કહે છે-કે હું પચીસ રૂપિયા આપવા તૈયાર છું. પછી તો ફૂલ –લેવા



હરીફાઈ ચાલે છે.જમનાદાસ નો છેવટ ની બોલી-એક લાખ થઇ ગઈ. યવન રાજા વિચારે છે કે-એક લાખ રૂપિયા હશે તો બીજી



સ્ત્રી મળશે. ત્યારે જમનાદાસજી ને મન તો ઠાકોરજી સર્વસ્વ હતા.તેમનો પ્રેમ સાચો-શુદ્ધ હતો. યવન રાજાને તો વેશ્યા તરફ સાચો



પ્રેમ નહોતો-તે તો મોહ હતો.



પોતાની સઘળી મિલકત વેચીને –એક લાખ રૂપિયા કિંમત આપી-ફૂલ ખરીદી-ઠાકોરજીની સેવામાં અર્પણ કરે છે.



ઠાકોરજી ના માથા પરથી આજે મુગુટ નીચે પડી જાય છે. ભગવાન તે દ્વારા બતાવે છે-કે-ભક્તના આ કમળ નું વજન



મારાથી સહન થતું નથી.



સનતકુમારોએ ક્રોધ માં –જય-વિજય ને શાપ આપ્યો છે. કહે છે-



ભગવાન સર્વમાં સમભાવ રાખે છે. પણ તમારા માં વિષમતા છે. અમને સાધારણ બાળકો સમજી ને અટકાવો છો. અમારી લાયકાત



ના હોત તો અમે અહીં સુધી કેવી રીતે આવી શક્યા હોત ? વિષમતા તો રાક્ષસો કરે છે. માટે જાવ તમે રાક્ષસો થાવ.



દૈત્ય કુળ માં તમારે ત્રણ વખત જન્મ લેવા પડશે.



---------------------------------------------------------------------



ભાગવત રહસ્ય-૯૪

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત   

 



સ્કંધ ત્રીજો-૧૨ (સર્ગ લીલા)



સનતકુમારો(સનકાદિ) ઋષિઓ એ જય-વિજય ને શાપ આપ્યો. ભગવાને વિચાર્યું-કે-મારા દ્વારે આવી પાપ કર્યું-તેથી તેઓ મારા ધામ માં



આવવા માટે લાયક નથી. (ભગવાન પ્રથમ પરીક્ષા કરે છે.પછી જ વૈકુંઠ માં આવવા દે છે.) પણ ભગવાન અનુગ્રહ કરીને –બહાર આવી



સનકાદિ ને દર્શન આપે છે. છતાં એમની નજર ધરતી પર છે. નજર આપતા નથી.



સનતકુમારો વંદન કરે છે-પણ ઠાકોરજી નજર આપતા નથી.



જેનાં કપડાં મેલાં હોય-જેનું ચારિત્ર્ય સારું ના હોય તો તેની સામે આપણ ને પણ જોવાની ઈચ્છા થતી નથી.



ભગવાન નજર એટલા માટે નથી આપતા કે-મારો કહેવડાવે છે-અને પાપ છોડતો નથી. મારો પટ્ટો (કંઠી) ગળામાં રાખે છે,



વૈષ્ણવ છે-તેમ કહેવડાવે છે-અને ક્રોધ કરે છે-તને જોતાં મને શરમ આવે છે.



બાકી-જો- અગર ખુદા નજર દે-તો-સબ સુરત ખુદા કી હૈ...........



સનતકુમારો એ જોયું-કે પ્રભુ આજ હસતા નથી-નજર આપતા નથી. પોતાના દોષ (સ્વ-દોષ) નું ભાન થયું. પરમાત્મા ને વંદન કરી



કહ્યુંકે- અમારા અપરાધ ની ક્ષમા કરો,તમારાં પાર્ષદો ને અમે સજા કરી છે-હવે તમે અમને સજા કરો.



‘ જબ લગ નહિ દીનતા,તબ લગ ગિરિધર કૌન ? કૃપા ભઈ તબ જાનિએજબ દિખે અપનો દોષ ‘



સનકાદિ ને સ્વ-દોષ નું ભાન થયું. વિચારે છે-કે પ્રભુ હજી તેમના ધામ માં બોલાવતા નથી,નજર આપતા નથી, અમારે વધુ તપશ્ચર્યા



કરવાની જરૂર છે-હજુ ક્રોધ અમારામાંથી ગયો નથી.---સનકાદિ ત્યાંથી પાછા બ્રહ્મલોક માં પધારે છે.



ગંગાકિનારે માધવરાય ના ચરણ માં બેસીને શ્રીધરસ્વામીએ ટીકા લખી છે. ટીકા પર માધવરાયે સહી કરી છે.



“શ્રીધરસ્વામી એ –જે- લખ્યું છે તે બધું મને માન્ય છે.”



આ પ્રસંગ પર શ્રીધરસ્વામીએ બહુ વિચાર કર્યો છે. કહ્યું છે-કે-



--જે સતત બ્રહ્મચિંતન કરે –તેને ક્રોધ આવે નહિ-સનતકુમારોને ક્રોધ આવે તે અનુચિત છે.(યોગ્ય નથી)



--પ્રભુના પાર્ષદો માં પ્રભુ જેવા જ ગુણો હોય છે-પણ જય-વિજય માં સનતકુમારો ને ઓળખી નહિ શકવાનું અજ્ઞાન અને



   તેમને અટકાવવા -તે અનુચિત છે.



--વૈકુંઠ માં આવનાર નું પતન થતું નથી, પણ જય-વિજય નું વૈકુંઠ માંથી પતન થવું તે અનુચિત છે.



--જય-વિજય એ પ્રભુ ના આશ્રિત છે,આશ્રિત નો ભગવાન ત્યાગ કરે –તે ભગવાન માટે –અનુચિત છે.



આ ચારેય યોગ્ય નથી.



પણ પછી વિચાર કરીને ટીકામાં લખ્યું છે-કે-ના-ના- આ બધું જ બરાબર છે –યોગ્ય છે.



પરમાત્મા ની લીલા-માનવનું આકર્ષણ કરવા માટે છે. ઘણા સમયથી વૈકુંઠ માં નારાયણ આરામ કરતા હતા. તેમણે કુસ્તી કરવાની



ઈચ્છા થઇ. ભગવાન જોડે –વૈકુંઠ માં કોણ કુસ્તી કરી શકે ?



ભગવાને વિચાર્યું-કે-મારા પાર્ષદો –પૃથ્વી પર જાય તો –તેમની સાથે હું કુસ્તી કરી શકું.



તેથી ભગવદ-ઈચ્છા થી જય-વિજય માં અજ્ઞાન આવ્યું છે.



સનતકુમારો ને ક્રોધ આવે નહિ.પણ ભગવદ-ઇચ્છાથી –તેઓ માં ક્રોધ આવ્યો છે.



જયવિજય નું વૈકુંઠ માંથી પતન થયું નથી- ત્રણ જન્મ પછી –ફરી તેમનો વૈકુંઠ વાસ થયો છે.



આ બધું જ ભગવદ-ઈચ્છા થી થયું છે. ભગવાન ને અવતાર લેવાની –ઈચ્છા-થાય –એટલે ભગવાન આવું-કારણ- ઉભું કરે છે.



ભગવાન આપણા માટે લીલા કરે છે. લીલા ની કથા ઓ આપણું કલ્યાણ કરવા માટે છે.



જય-વિજય ને સાંત્વના આપી પ્રભુ કહે છે-કે-



તમારાં ત્રણ અવતારો થશે-(૧) હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ (૨) રાવણ-કુંભકર્ણ (૩) શિશુપાલ-દંતવક્ત્ર



અને તમારો ઉદ્ધાર કરવા-હું પણ અવતાર લઈશ.



સનતકુમારો ના શાપ થી-જય-વિજય, -અનુક્રમે- હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ –તરીકે અવતર્યા છે.



શુકદેવજી વર્ણન કરે છે-સનકુમારોએ જય-વિજય ને શાપ આપ્યો.તે જ સમયે કશ્યપ-દિતિ નો સંબંધ થયો છે. દિતિ ના ગર્ભ માં



જય-વિજય આવ્યા છે. દિતિ ને બે બાળકો નો જન્મ થયો છે-તેમના નામ રાખ્યા છે- હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ.



કુસમયે કરેલા કામોપભોગ થી દિતિ-કશ્યપ ને ત્યાં રાક્ષસો નો જન્મ થયો છે.



મહાપ્રભુજી એ –આ ચરિત્ર ની સમાપ્તિ કરતાં કશ્યપ પર ત્રણ દોષો નાંખેલા છે-કર્મત્યાગ-મૌનત્યાગ-સ્થાનત્યાગ.



---------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૯૫

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૧૩ (સર્ગ લીલા)



ભાગવત માં વ્યાસજી એ લખ્યું છે-કે- હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ - રોજ ચાર-ચાર હાથ વધતા.



આમ ખરેખર બને તો વિચાર કરો-કે- માતા-પિતાની શું સ્થિતિ થાય ?રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં જોઈએ.



પણ ભાગવત ની આ સમાધિ ભાષા છે,કે જે મુખ્ય ભાષા છે.- લૌકિક ભાષા અહીં ગૌણ છે.



અહીં લોભ નું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે.



હિરણ્ય-એટલે સોનું –અને અક્ષ એટલે-આંખો. જેની આંખ માં સોનું –ભર્યું છે –જેને સોનું જ દેખાય છે-તે હિરણ્યાક્ષ.



હિરણ્યાક્ષ –એ સંગ્રહવૃત્તિ- લોભ છે. તેને ભેગું કર્યું –અને હિરણ્યકશિપુ એ ભોગવ્યું. એટલે તેનો ભોગવૃત્તિ –લોભ છે.



આ લોભ ને જીતવો –એ-બહુ મુશ્કેલ કામ છે.



ભગવાન ને આ લોભ –(હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ) ને મારવા બે અવતાર લેવા પડ્યા છે.



હિરણ્યાક્ષ ને મારવા-વરાહ અવતાર અને હિરણ્યકશિપુ ને મારવા નૃસિંહ અવતાર.



કામ  (રાવણ-કુંભકર્ણ) ને મારવા –એક જ રામજી નો અવતાર.અને



ક્રોધ  (શિશુપાલ-દંતવક્ત્ર) ને મારવા –એક જ કૃષ્ણાવતાર.



લોભ –જેમ જેમ વધે તેમ તેમ –ભોગ- વધે છે. ભોગ વધે તેમ પાપ વધે છે.



જ્યારથી લોકો એમ માનવા લાગ્યા કે-કેવળ પૈસાથી જ સુખ મળે છે-ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે.



પૈસા થી થોડી સગવડતા મળે છે,પણ શાંતિ મળતી નથી. શાંતિ –સંતોષ થી મળે છે.



આ પૃથ્વીની –બધી જ સંપત્તિ અને ભોગસામગ્રી –કોઈ એક જ વ્યક્તિ ને આપવામાં આવે તો –પણ તેને શાંતિ મળશે નહિ.



કામ –વૃદ્ધાવસ્થામાં શરીર ક્ષીણ થાય - કામ જાય અને ડહાપણ આવે-–એમાં શું ગઢ જીત્યો ?(યુવાની માં કામ જીતવાનો છે)



ક્રોધ- વૃદ્ધાવસ્થામાં –ડોસાને કોઈ ગણકારે નહિ-પછી ક્રોધ જાય એમાં શું નવાઈ ? પણ



લોભ-તો વૃદ્ધાવસ્થામાં યે છૂટતો નથી, સંતોષ થતો નથી.



લોભ સંતોષ થી મરે છે. પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ હશે તો લોભ મરશે.



વિચારો-કે-દુનિયાના ઘણા જીવો કરતાં આપને સુખી છીએ. ઘણા જીવો ને તો ભોજન ના પણ સાંસાં હોય છે.



ઈશ્વરે આપણી લાયકાત કરતાં વધારે સુખ સંપત્તિ આપ્યાં છે-એમ માનશો તો સંતોષ થશે અને શાંતિ આવશે.



વરાહ ભગવાન –એ સંતોષ નો અવતાર છે-યજ્ઞ (સત્કર્મ) નો અવતાર છે.(યજ્ઞાવતાર)



સત્કર્મ ને –યજ્ઞ- કહે છે (ગીતા).જે દિવસે તમારે હાથે સત્કર્મ થાય-શ્રેષ્ઠ કર્મ થાય-તે દિવસ –યજ્ઞ-નો-કે- શ્રેષ્ઠ દિવસ છે.



વરાહ=વર+અહ-જ્યાં-વર=શ્રેષ્ઠ અને અહ=દિવસ.



શ્રેષ્ઠ દિવસ એ સત્કર્મ નો(યજ્ઞ નો) દિવસ છે. સત્કર્મ માં(યજ્ઞ માં)- વિઘ્ન –કરનારો-હિરણ્યાક્ષ-લોભ- છે.



મનુષ્ય ના હાથે સત્કર્મ થતું નથી-કારણ તેને એમ લાગે છે-કે-પ્રભુ એ મને બહુ ઓછું આપ્યું છે.(બહુ મેળવવાનો લોભ છે-સંતોષ નથી)



વરાહ ભગવાને-પૃથ્વી-જે સમુદ્ર માં ડૂબેલી હતી-તેને સમુદ્ર માંથી બહાર કાઢી. પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી.



પૃથ્વી-મનુને-એટલે –મનુષ્યોને –સોંપી. જે પોતાની પાસે આવ્યું તે બીજા ને આપી દીધું.



વરાહ નારાયણ –એ સંતોષ નું સ્વરૂપ છે. (હિરણ્યાક્ષ લોભનું સ્વરૂપ છે)



વરાહ ભગવાન યજ્ઞાવતાર  છે-યજ્ઞ ના દ્રષ્ટાંત રૂપ છે. યજ્ઞ (સત્કર્મ) કરવાથી-લોભ વગેરેનો નાશ થઇ-મનશુદ્ધિ- ચિત્તશુદ્ધિ થાય છે.



ચિત્તશુદ્ધિ થાય એટલે જ્ઞાન-બ્રહ્મવિદ્યા-કપિલમુનિ પ્રાપ્ત થાય. કપિલમુનિ-નો જ્ઞાનાવતાર છે.



હિરણ્યાક્ષ-એક વખત પાતાળ માં ગયો-અને વરુણ જોડે લડવાની તૈયારી કરી.(વરુણ –જળ ના દેવ છે)



વરુણે કહ્યું-તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર. એટલે હિરણ્યાક્ષ –વરાહ નારાયણ જોડે યુદ્ધ કરવા આવ્યો.



મુષ્ટિપ્રહાર કરી વરાહ ભગવાને હિરણ્યાક્ષ નો વધ કર્યો. અને પૃથ્વી ની સ્થાપના જળ માં કરી. પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજ ને



આપીને કહ્યું-ધર્મ થી પૃથ્વીનું પાલન કરો. વરાહ નારાયણ બદ્રીનારાયણ ના સ્વરૂપ માં લીન થયા છે.



સમાજ ને સુખી કરવો-એ-મનુષ્ય માત્ર નો ધર્મ છે-આ આદર્શ વરાહ ભગવાને પોતાના આચરણ થી શીખવ્યો છે.



----------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૯૬

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૧૪ (સર્ગ લીલા)



ત્રીજા સ્કંધ ના પ્રકરણો ના બે વિભાગ છે. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા.



પૂર્વમીમાંસા માં વરાહ નારાયણ ના અવતારની કથા કહી. ઉત્તરમીમાંસા માં કપિલ નારાયણ ના ચરિત્ર નું વર્ણન છે.



વરાહ એ યજ્ઞાવતાર છે-જયારે કપિલ એ જ્ઞાનાવતાર છે.



જે યજ્ઞ (સત્કર્મ) કરે છે,તેનું અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.



વાદળાં જેમ સૂર્ય ને ઢાંકે છે,તેમ અજ્ઞાન-જ્ઞાનને ઢાંકે છે.વાદળ દૂર થાય એટલે સૂર્ય દેખાય છે.તેમ અજ્ઞાન દૂર થતાં જ્ઞાન દેખાય છે.



યજ્ઞ માં -આહુતિ આપવામાં આવે-તો જ યજ્ઞ થાય(કહેવાય) એવું નથી. પણ-સત્કર્મ--જેવા કે –પરોપકારમાં શરીર ને ઘસાવો-તે યજ્ઞ છે,



કાયા,વાણી,મનથી કોઈને દુભાવવું નહિ તે યજ્ઞ છે,સદા પ્રસન્ન રહેવું તે યજ્ઞ છે,બ્રહ્મચર્યનું પાલન કરવું તે યજ્ઞ છે, મૌન રાખી



ભગવદસ્મરણ કરવું તે પણ યજ્ઞ છે. સત્કર્મ કરતાં-ચિત્ત શુદ્ધ થાય-તો જ્ઞાન અંદરથી સ્ફુરણ પામે છે. અને અંદરથી આવતું આ જ્ઞાન



કદી ભૂલાતું નથી-ટકે છે. જ્ઞાન તો પુસ્તકો દ્વારા પણ મળે છે, પણ પુસ્તકો વાંચવાનું બંધ કરો-ત્યારે જ્ઞાન ભૂલાઈ જાય છે.



માનવ શરીર –એક –ઘડો છે.જેને ઇન્દ્રિયો રૂપી નવ કાણાં પડેલા છે. ઘડામાં કાણાં હોય તો ઘડો ભરાય નહિ. એક એક ઇન્દ્રિયોરૂપી



કાણા માંથી જ્ઞાન વહી જાય છે. આમ ના થાય તે માટે-ઇન્દ્રિયો ને સત્કર્મ માં પરોવી,પ્રભુ માર્ગે વાળો.



જ્ઞાન મેળવવું-કદાચ સહેલું હશે-પણ ટકાવવું અઘરું છે.સમજણ આવે છે-પણ સમજણ માં સ્થિરતા આવતી નથી.



અનેક વાર વિકાર વાસનાના આવેગ માં જ્ઞાન વહી જાય છે. કોણ નથી જાણતું-કે –હંમેશાં સત્ય બોલવું જોઈએ ?



દુકાનદાર પણ સમજે છે-કે સત્ય બોલવું એ ધર્મ છે. પણ જ્યાં- કોઈ ઘરાક આવ્યો-અને લાગે કે થોડું જુઠ્ઠું બોલવાથી ફાયદો થાય એવો



છે-તો દુકાનદાર વિચારે છે-કે-ભલે પાપ લાગે-થોડું જુઠ્ઠું બોલી ફાયદો કરી લેવા દે-મંદિરમાં એક રાજભોગ કરીશું, એટલે પાપ બળી



જશે !!! પણ-એમ કંઈ પાપ બળતા નથી.



જ્ઞાની ઓ ઈન્દ્રિયોને વિષય માં જતી અટકાવે છે,ત્યારે વૈષ્ણવો (ભક્તો) ઈન્દ્રિયોને પ્રભુના માર્ગ માં વાળે છે.



જ્ઞાન ટકતું નથી-તેનું એક કારણ છે-મનુષ્યનું જીવન વિલાસી બન્યું છે, જ્ઞાન બધું પુસ્તકમાં રહ્યું છે-મસ્તક માં રહ્યું નથી.



પુસ્તક વાંચીને મેળવેલું જ્ઞાન –શાંતિ નહિ આપે. અંદરથી પ્રગટ થયેલું જ્ઞાન શાંતિ આપે છે.



પુસ્તકો માં શું છે-તે જાણવા કરતાં-મારા મન માં શું છે તે જાણવું અતિ ઉત્તમ છે.(માટે કોઈ પણ સાધન કરી જ્ઞાનને પ્રગટ કરો)



પુસ્તકોની પાછળ પડે તે વિદ્વાન અને પ્રભુના પ્રેમ માં –પરમાત્માની પાછળ પડે તે સંત.



વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે-જયારે શાસ્ત્ર સંત ની પાછળ દોડે છે.



શાસ્ત્રો વાંચીને જે બોલે છે તે વિદ્વાન-જયારે-પ્રભુ ને રિઝાવીને-તેના પ્રેમ માં પાગલ થયેલા- જે બોલે તે સંત.



સંત-પોતાની અંદરની –પ્રેમ ની-ભક્તિની-પોથી વાંચી-પ્રભુ પ્રેરણા થી બોલે છે.



મીરાંબાઈ ના જીવનચરિત્ર માં –ક્યાંય લખ્યું નથી-કે તેમના કોઈ ગુરુ છે-કે-તે કોઈના ઘેર શાસ્ત્રો ભણવા ગયા છે. તેમ છતાં –



મીરાંબાઈ ના મુખમાંથી જે શબ્દ નીકળે છે-એની પાછળ શાસ્ત્રો દોડે છે.મીરાંબાઈ ના ભજન માં જે શક્તિ છે-તે કોઈ સામાન્ય મનુષ્યના



ભજન માં આવે નહિ. મીરાંબાઈ –પ્રભુના પ્રેમ માં તરબોળ થઇ બોલ્યાં છે.



તુકારામ મહારાજ પણ કોઈને ઘેર શાસ્ત્રો ભણવા ગયા નથી.



ગીતાજી માં ભગવાન કહે છે-અર્જુન,જ્ઞાન તારામાં જ છે,(જ્ઞાન બહારથી આવતું નથી,જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે, હૃદયમાં સાત્વિક



ભાવ જાગે-મન શુદ્ધ થાય –એટલે –હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.)



આમ –પૂર્વમીમાંસા માં –સત્કર્મ કરવાની આજ્ઞા કરી, હવે સંયમથી જ્ઞાન ને કેવી રીતે સંપાદન કરવું તે ઉત્તરમીમાંસા માં



કપિલમુનિ જે ભગવાન નો જ્ઞાનાવતાર છે-તેના દ્વારા બતાવે છે.



ભાગવતમાં જ્ઞાન વિષે નું –આ અગત્યનું પ્રકરણ છે-જેને કપિલ ગીતા પણ કહે છે.



સ્વયંભુવ-મનુ અને રાણી શતરૂપા ને ત્યાં –પાંચ સંતાનો થયાં.



બે પુત્રો-પ્રિયવ્રત અને ઉત્તાનપાદ.અને ત્રણ પુત્રીઓ-આકુતિ,દેવહુતિ,અને પ્રસૂતિ.



તેમાં –આકુતિ-રુચિ ને,દેવહુતિ –કર્દમ ને અને પ્રસૂતિ –દક્ષને પરણાવેલી.



દેવહુતિ નું લગ્ન કર્દમઋષિ જોડે થયેલું, તેમને ત્યાં કપિલ ભગવાન પધારેલા. 



---------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૯૭

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  



સ્કંધ ત્રીજો-૧૫ (સર્ગ લીલા)



વિદુરજી –મૈત્રેયજી ને કહે છે-કે-આપ કર્દમ અને દેવહુતિ ના વંશ ની કથા કહો. કપિલ ભગવાન ની કથા સાંભળવાની ઈચ્છા છે.



મૈત્રેયજી કહે છે-કે-કર્દમઋષિ જીતેન્દ્રિય છે, એટલે કપિલ ભગવાન (બ્રહ્મ-જ્ઞાન) તેમણે ત્યાં પ્રગટ થયા છે.



કર્દંમ=ઇન્દ્રિયોનું દમનકરનાર-ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર.



ઇન્દ્રિયોના નિગ્રહ થી શરીરમાં સત્વ-ગુણ ની વૃદ્ધિ થાય અને સત્વ-ગુણ ની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાન નો ઝરો ફૂટે છે.



સત્વ-ગુણ ની વૃદ્ધિ-સંયમથી,શુદ્ધ આચારથી,શુદ્ધ વિચારથી,શુદ્ધ આહાર થી,ઇન્દ્રિયોના નિગ્રહ થી થાય છે.



લૂલી (જીભ) માગે-તે તેને આપશો નહિ.(ઇન્દ્રિય નિગ્રહ).



લૂલી ને ખાતરી થઇ જાય –કે હું માગું તે મળવાનું નથી- તો તે શાંત થઇ જાય છે.



આ લૂલી માં એકે ય હાડકું નથી-છતાં પણ એ બધા ને નચાવે છે.



ઇન્દ્રિયો-તો નોકર છે,અને તમે માલિક છો. જો માલિક નોકરને આધીન રહે તો તેનું પતન થાય છે.



ઈન્દ્રિયોને જ્યાં જવું હોય ત્યાં તમારે જવાનું નથી-તમારે જ્યાં જવું હોય ત્યાં ઇન્દ્રિયો ને લઇ જાવ.



માનવ નો શત્રુ કોણ ? એના જવાબ માં શંકરાચાર્યજી કહે છે-પોતાની ઇન્દ્રિયો-એ-જ-પોતાનો શત્રુ છે.



કર્દમઋષિ-સરસ્વતી નદીના કિનારે આખો દિવસ તપ કરે છે. સરસ્વતી નો કિનારો એ સત્કર્મ નો કિનારો છે.



તેઓ આદિનારાયણ નું ધ્યાન કરે છે,શરીર –પ્રાણ –મન ને સતત –સત્કર્મ માં પરોવી રાખે છે. એક પળ નવરા બેસતા નથી.



એવો કાર્યક્રમ નક્કી કર્યો છે-કોઈ વિષય માં મન જાય નહિ. દુઃખ સહન કરીને જેણે તપ કર્યું છે,તેઓ જ જગતમાં મહાન થયા છે.



બુધ્ધિપૂર્વક જે –દુઃખ સહન કરે –તેના પાપ બળે છે. તેના પર ભગવાન પ્રસન્ન થાય છે-ભગવાન તેના ત્યાં પધારે છે.



આજકાલ લોકો, એક-બીજા સાથે- ગપ્પાં માર્યા માં સમય વિતાવી દે છે.પણ સમયનો નાશ એ સર્વસ્વ નો નાશ છે.



ભગવાન સર્વ રીતે ઉદાર છે-પણ સમય આપવામાં ઉદાર નથી. ભગવાન અતિશય સંપત્તિ આપે છે,પણ અતિશય સમય આપતા નથી.



કોઈ કહે કે-ભગવાન બે લાખ રૂપિયા આપું-મારું આયુષ્ય –બે –દિવસ વધારી આપો-તો ભગવાન આયુષ્ય વધારશે ?



લક્ષ્ય ને લક્ષમાં રાખો-તો જીવન સફળ થશે. લક્ષ્ય વગરનો આદમી સઢ વગરના વહાણ જેવો છે.



સિદ્ધપુર પાસે કર્દમઋષિ નો આશ્રમ છે.કર્દમઋષિ અતિશય દુઃખ સહન કરીને તપશ્ચર્યા  કરે છે, શરીરમાં હાડકાં જ જાણે બાકી રહ્યા છે.



ઋષિની તપશ્ચર્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા.”મારા માટે બહુ દુઃખ સહન કર્યું” આંખ માંથી હર્ષ ના આંસુ નીકળ્યા છે.



આ આંસુ નું  થયું-બિંદુ સરોવર.



સિદ્ધપુર માં બિંદુ સરોવર-કચ્છ માં નારાયણ સરોવર-દક્ષિણ માં ઋષ્યક પર્વત પાસે, પંપા સરોવર-અને ઉત્તરમાં માન સરોવર.



વ્રજ માં પ્રેમ સરોવર છે. ત્યાં રાધાકૃષ્ણ નું પ્રથમ વાર મિલન થયેલું. મિલન-દર્શન નો એટલો આનંદ થયો કે-



આંખ માંથી પ્રેમ આંસુ-રૂપે બહાર આવ્યો. અને તેનું થયું પ્રેમ સરોવર. આ સરોવરો નો મહિમા છે.



કર્દમ –પ્રભુને કહે છે-કે-તમારાં દર્શન કરવાથી મારી આંખ સફળ થઇ છે. આમ સદાય તમારું દર્શન રહે. તપ માં મને આનંદ આવે છે.



મને સંસાર સુખ ની  કામના નથી, પરંતુ બ્રહ્માજી એ મને લગ્ન કરવાની આજ્ઞા કરી છે, મારે પત્ની જોઈતી નથી,પણ મારે ઘરમાં



સત્સંગ જોઈએ છે.મને એવી સ્ત્રી આપજો કે ભક્તિમાં સાથ આપે,મારા મનમાં કદાચ પણ પાપ આવે તો મને પાપ કરતાં અટકાવે.



પરમાત્મા એ સ્મિત કર્યું અને કહ્યું-મેં બધી તૈયારી રાખી છે.બે દિવસ પછી-મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી-



દેવહુતિ તમને આપશે. દેવહુતિ બહુ લાયક છે,તમારો ગૃહસ્થાશ્રમ જગત ને આદર્શરૂપ થશે.



પરમાત્મા એ આજ્ઞા કરી છે-કે-મનુ મહારાજ  કન્યા લઈને આવે ત્યારે બહુ નખરાં કરતા નહિ.



આજકાલ લોકો નખરાં બહુ કરે છે-કે-મારે પરણવું નથી.



પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો –ભગવાન ને ઈચ્છા થાય કે –હું તેમને ત્યાં જન્મ લઉં.



“હું તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ-જગતને મારે સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ કરવાનો છે.” એવું કહી હરિ અંતર્ધ્યાન થયા.



આ બાજુ-નારદજી ફરતા ફરતા મનુ મહારાજ પાસે આવ્યા. મનુ મહારાજ ને ચિતા માં જોઈ પૂછ્યું-આપ શાની ચિંતા કરો છો?



મનુ મહારાજ કહે છે- મારી પુત્રી મોટી થઇ છે -તેના વિવાહ ની ચિંતા છે. નારદજી એ કહ્યું-દેવહુતિ ને બોલાવો.



તેના હાથની રેખા જોઈ-નારદજી એ કહ્યું-કે આ કોઈ રાજાની રાણી થશે નહિ,પણ કોઈ તપસ્વી ઋષિ ની પત્ની થશે.



મનુ મહારાજ કહે છે-મારી પુત્રીની પણ એવીજ ઈચ્છા છે કે-કોઈ તપસ્વી પુરુષ જોડે તેનું લગ્ન થાય. રાજ મહેલ નું આ વિલાસી



જીવન તેને જરા ય ગમતું નથી.રોજ સવારે વહેલી ઉઠી,જપ-ધ્યાન કરે છે.



નારદજી એ કહ્યું-કે –તો તો તમે કર્દમઋષિ ને કન્યાદાન કરો. તે મહાન તપસ્વી છે.



મનુ મહારાજ કહે-પણ તેઓ રાજ કન્યા સથે લગ્ન કરશે ?



નારદજી કહે છે-મેં સાંભળું છે-કે તેમણે લગ્ન કરવાની ઈચ્છા છે,એટલે કરશે.



--------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૯૮

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૧૬ (સર્ગ લીલા)



મનુ મહારાજ-રાણી શતરૂપા અને દેવહુતિ સાથે-કર્દમઋષિ ના આશ્રમ માં આવે છે. કર્દમઋષિ ઉભા થયા છે-સ્વાગત કરે છે.



વિચારે છે-પ્રભુ એ કહ્યું હતું તેમ –મનુ મહારાજની પાછળ ઉભેલી જે કન્યા છે-તે મારી પત્ની થવાની છે, પ્રભુએ બહુ વખાણ કર્યા છે,



પણ હું કન્યાની પરીક્ષા કરું.કર્દમ વિવેક થી કન્યા ની પરીક્ષા કરે છે.



કર્દમઋષીએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર બેસે છે-પણ દેવહુતિ આસન પર



બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે.



દેવહુતિ બહુ ભણેલાં ન હતાં,પણ સુશીલ છે, સ્ત્રીધર્મને જાણે છે. દેવહુતિ એ વિચાર કર્યો-કે-ભવિષ્ય માં આ મારા પતિ થવાના છે,



પતિએ પાથરેલા આસન પર બેસું તો પાપ લાગશે, અને જો આસન પર ના બેસું તો આસન આપનાર નું અપમાન થશે.



તેથી દેવહુતિ –જમણો હાથ આસન પર રાખી,આસન ની બાજુ માં બેસે છે. જમણો હાથ આસન પર રાખી –બતાવ્યું –કે-મેં આસન નો



સ્વીકાર કર્યો છે,પણ તમે પાથરેલા આસન પર બેસું તે –મારો ધર્મ નથી.



આજકાલ છોકરીઓની પરીક્ષા કરવાની રીત જુદી છે, એવું પણ બને કે છોકરીઓ છોકરાની પરીક્ષા કરે છે. ગમે તે હોય-પણ પ્રશ્નો 



પૂછવાથી-કે વાતો કરવાથી શું પરીક્ષા થાય છે ? પરીક્ષા શીલ ની થાય છે. કે સુશીલતા કેટલી છે ?



કર્દમ વિચારે છે-છોકરી છે તો લાયક.લગ્ન કરવામાં હરકત નથી.



મનુ મહારાજે કહ્યું-કે આ કન્યા હું આપને અર્પણ કરવા આવ્યો છું. કર્દમઋષિ એકદમ સરળ છે.તે છળકપટ જાણતા નથી.



કર્દમઋષિ એ સ્પષ્ટ કહ્યું છે-લગ્ન કરવાની મને ઈચ્છા છે.પણ લગ્ન પહેલાં હું એક પ્રતિજ્ઞા કરવાનો છું. એક પુત્ર ના થાય ત્યાં સુધી



હું લૌકિક સંબંધ રાખીશ.એક પુત્ર થાય પછી હું સંન્યાસ લઈશ.મારે ભોગ પત્ની નહિ,ધર્મપત્ની જોઈએ છે.



લગ્ન ની વિધિ માં –કન્યાદાન ના મંત્ર માં લખ્યું છે-કે-વંશ નું રક્ષણ કરવા –એક-પુત્ર માટે હું કન્યા અર્પણ કરું છું.



માટે...શાસ્ત્ર માં પહેલા –એક-પુત્ર ને –જ-ધર્મ પુત્ર કહ્યો છે. બીજા પુત્રો-સંતાનો-થાય તેને કામજ પુત્રો ગણવા.



કામાચરણ માટે નહિ પણ ધર્માચરણ માટે લગ્ન છે.



પતિ એ –પત્ની માં –પુત્રરૂપે જન્મે છે. એક પુત્ર થાય પછી-પત્ની માતા –જેવી-બને છે. (સંસ્કૃતમાં તેથી પત્ની ને –જાયા-કહે છે.)



તેથી એક પુત્ર થયા પછી –પતિપત્ની તરીકે નો લૌકિક સંબંધ રાખવો નહિ.



કામ-એ-ઈશ્વર ની જેમ –વ્યાપક-થવા માગે છે. સ્ત્રી માં જ્યાં સુંદરતા દેખાય છે-કે-કામ ઉત્પન્ન થાય છે.



આ-કામ-ને –એક જ-સ્ત્રીમાં સંકુચિત કરી-કામ નો નાશ કરવા માટે લગ્ન હોય છે.



લગ્ન ના દિવસે –વર કન્યા માં –લક્ષ્મી નારાયણ ની ભાવના કરવા માં આવે છે.



લગ્ન વખતે બ્રાહ્મણ બોલે છે-શુભ લગ્ન સાવધાન-વર કન્યા સાવધાન.



લગ્ન માં –આ-સાવધાન શબ્દ નો ઉચ્ચાર કરવામાં આવે છે,કારણ બધા જાણે છે-કે-લગ્ન પછી –આ કઈ સાવધાન રહેવાનો નથી.



આ ચેતવણી છે. લગ્ન પહેલાં જ જે સાવધાન થાય અને લગ્ન પછી જે સાવધ રહે –તે જીત્યો.



રામદાસ સ્વામી-લગ્ન પહેલાં સાવધાન થયા હતા.લગ્ન મંડપ માં-જેવા-ગોર મહારાજ સાવધાન બોલ્યા-કે

રામદાસ સ્વામી સાવધ થઇ ગયા-અને લગ્ન મંડપ માં થી નાસી ગયા. (લગ્ન થતાં પહેલાં જ).



લગ્ન કર્યા પછી –પણ -માનવી-સાવધાન રહે તો-લગ્ન એ પુણ્ય છે. ગાફેલ રહે તો પાપ છે.



કામસુખ ભોગવ્યા પછી મનુષ્ય વિવેક રાખે તો-તે કામ નો ત્યાગ કરી શકે છે.



ઋષિઓએ સ્ત્રીને ધર્મપત્ની માની છે. સ્ત્રી એ ભોગ નું સાધન નથી,પણ ધર્મ નું સાધન છે.



ભોગ ની પાછળ રોગ ઉભા જ છે. ભોગ વગર રોગ થાય જ નહિ. હા,કેટલાક રોગ,પૂર્વજન્મના પાપ થી થાય છે, પણ મોટા ભાગના



રોગો આ જન્મ ના ભોગવિલાસ થી થાય છે. ભોગ વધે એટલે આયુષ્ય નો ક્ષય થાય છે.



ભોગો ભોગવાતા નથી- પણ આપણે જ-ભોગવાઈ જઈએ છીએ.



હાલ ના વરરાજાઓ –ઘોડાની બગી-કે મોટર માં બેસવા લાગ્યા છે. તેમને ઘોડા પર થી પડી જવાની બીક લાગે છે.



એક ઘોડો પાડી નાખશે –તેની બીક લાગે છે –તો અગિયાર ઘોડાઓ શું દશા કરશે ? ૧૧ ઘોડાઓ ૧૧ ઇન્દ્રિયો છે.



આ અગિયાર ઇન્દ્રિયો ને કાબુ માં રાખવા લગ્ન છે. જીતેન્દ્રિય થવા માટે લગ્ન છે.



કર્દમઋષિ કહે છે-મારું લગ્ન એક સતપુત્ર ને માટે છે-પછી હું સંન્યાસ લઈશ. આ મારો નિયમ તમારી કન્યાને માન્ય છે ?



દેવહુતિ એ કહ્યું-મને માન્ય છે.મારી ઈચ્છા પણ કોઈ જીતેન્દ્રિય પુરુષ મળે તેવી જ છે.



મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું છે. દેવહુતિ અને કર્દમ ના લગ્ન થયાં. દેવહુતિ કર્દમ ના આશ્રમ માં વિરાજ્યાં છે.



‘આજસુધી હું રાજ કન્યા હતી,પણ હવે હું ઋષિપત્ની થઇ છું. મારા પતિ તપસ્વી છે-તો મારે પણ તપસ્વીની બનવું જોઈએ.’



આમ સમજી-કીમતી વસ્ત્રો-આભૂષણો ઉતારી નાખ્યા છે. પતિ પત્ની બંને એક આશ્રમ માં રહી તપશ્ચર્યા કરે છે.મૌન રાખે છે.



બાર વર્ષ સુધી એક જ ઘરમાં સંયમ થી નિર્વિકાર રહ્યા છે. સંયમ કેવો હોવો જોઈએ?તે કર્દમ પાસેથી શીખવા મળે છે.



---------------------------------------------------------------------------------------



ભાગવત રહસ્ય-૯૯

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૧૭ (સર્ગ લીલા)



અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઇ ગયા. ષડશાસ્ત્રો પર તેમને લખેલી ટીકાઓ પ્રખ્યાત છે.



ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે.લગ્ન થયેલું પણ ૩૬ વર્ષ સુધી જાણતા નહોતા કે –મારી પત્ની કોણ છે ?



એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા.એક લીટી બરાબર બેસતી નહોતી.દીવો થોડો મંદ થયો હતો એટલે



બરોબર દેખાતું નથી.તે વખતે પત્ની આવી દીવાની વાટ સંકોરે છે. વાચસ્પતિ ની નજર તેમના પર પડી-તેઓ પૂછે છે-કે-



દેવી તમે કોણ છો ? પત્ની એ યાદ દેવડાવ્યું-કે ૩૬ વર્ષ પહેલાં નાની ઉમરમાં આપણાં લગ્ન થયેલાં છે. હું તમારી પત્ની છું.



વાચસ્પતિ ને સઘળું જ્ઞાન થાય છે. કહે છે-કે-૩૬ વર્ષ સુધી કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર,મારી આટલી સેવા કરી,તારા અનંત



ઉપકાર છે. તારી કંઈ ઈચ્છા છે?



પત્ની કહે છે-મારી કાંઇ ઈચ્છા નથી,જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકા લખો છો, હુ આપની સેવા કરી કૃતાર્થ થઇ.



વાચસ્પતિ નું હૃદય ભરાયું. કાંઇ માગવા કહ્યું,છતાં પત્ની એ કંઇ માગ્યું નહિ.તેમણે પત્ની ને તેનું નામ પૂછ્યું-



જવાબ મળ્યો-ભામતિ. વાચસ્પતિ કહે છે-આજે જે હું બ્રહ્મસૂત્ર ના શાંકરભાષ્ય પર ટીકા લખું છું-તેનું નામ –ભામતિ ટીકા-રહેશે.



આજે પણ એ વેદાંત નો અદભૂત ગ્રંથ ગણાય છે.



આવો હતો ભારત વર્ષ. આવા પુરુષોને –સાચું જ્ઞાન –મળે છે.



બાકી જ્ઞાન બજારમાં મળતું નથી.પુસ્તકો નો આજકાલ બહુ પ્રચાર થયો છે.પણ કોઈના મસ્તક માં –સાચું જ્ઞાન જોવામાં મળતું નથી.



વાતો બધા જ્ઞાન ની કરે છે.પણ પૂર્ણ સંયમ વગર જ્ઞાન આવે નહિ,પરમાત્મા(સત્ય) પ્રગટ થાય નહિ.



કર્દમ એ જીવાત્મા છે-અને દેવહુતિ તે નિષ્કામ બુદ્ધિ છે. નિષ્કામ બુદ્ધિ દેવને બોલાવી શકે છે.



દેવહુતિ પતિની સેવા કરે છે,પતિના મન માં મન મેળવી દીધું છે. પતિ માગે તે પહેલાં જ વસ્તુ હાજર રાખે છે.



લગ્ન નો અર્થ છે --તન-બે –પણ મન એક. ગૃહસ્થાશ્રમ –એ-અદ્વૈત (એક) નું પહેલું પગથિયું છે.



પતિ-પત્ની નો સ્વભાવ એક હોવો જોઈએ.મતભેદ હોય તો બંને ને શાંતિ મળતી નથી.



બંને ના મન એક હોય-બંને નું લક્ષ્ય એક હોય-તો સંસાર દીપે છે....ગૃહસ્થાશ્રમ દિવ્ય બને છે.



અનેક વર્ષો સુધી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કર્યું છે. સેવા કરતાં કરતાં દેવહુતિ નું શરીર બહુ દુર્બળ થયું છે, જાણે હાડકાં જ



બાકી રહ્યાં છે. એક દિવસ કર્દમ ની નજર દેવહુતિ પર ગઈ, દેવહુતિ ને કહે છે-દેવી,તમને ધન્ય છે, સર્વ ને પોતાનું શરીર પ્રિય હોય છે,



પણ મારી સેવા કરવામાં તમે શરીર નો મોહ ના રાખ્યો. મારા માટે તમે ઘણું સહન કર્યું, આજે હું પ્રસન્ન છું, તમારે જે માગવું હોય



તે માગો. દેવહુતિ કહે છે-મને કોઈ પણ અપેક્ષા નથી. તમારાં જેવા સમર્થ –ભગવદપરાયણ પતિ મળ્યા પછી શું જોઈએ ?



છતાં કર્દમ આગ્રહ કરે છે-એટલે –દેવહુતિ કહે છે-કે-આપે મારી પાસે પ્રતિજ્ઞા કરી હતી-કે એક બાળક થાય પછી –સંન્યાસ લઈશ.



મારા મન માં એવી ભાવના છે કે –એક બાળક હોય  તો સારું.



કર્દમઋષિ એ આજ્ઞા કરી કે તમે બિંદુ સરોવર માં સ્નાન કરો. હાથ માં પાણી લીધુ અને સો વર્ષની તપશ્ચર્યા નું ફળ અર્પણ કર્યું.



દેવહુતિ નું શરીર બદલાય છે,અલૌકિક શરીર ની પ્રાપ્તિ થઇ છે. સંકલ્પ થી કર્દમ-ત્રણ માળનું વિમાન બનાવે છે, ને પોતે પણ



કામદેવ જેવા સુંદર થઇ વિમાન માં બેઠા. કર્દમ –દેવહુતિ ના કામ-શૃંગાર નું બહુ વર્ણન કર્યું છે.



વક્તા તે શૃંગાર  નું વર્ણન કરે નહિ. કથા મન ને પવિત્ર કરવા માટે છે. શૃંગાર-રસ મન ને બગાડે છે.



કથા માં શાંત અને કરુણરસ પ્રધાન છે,શૃંગાર અને હાસ્યરસ ગૌણ છે. કથામાં કવચિત હાસ્ય અને વીર રસ આવે પણ શૃંગારરસ નહિ.



કથામાં શૃંગારરસ નું વર્ણન કરવાની મહાત્માઓ એ આજ્ઞા આપી નથી.



ગ્રંથ નો ગુહ્યાર્થ કહેવો પણ લૌકિકાર્થ ન કહેવો.



ભાગવત ના બીજા સ્કંધના –સાતમાં અધ્યાય માં કથા કેમ કરવી?-તે બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું છે.



આ સો વર્ષ માં કર્દમ-દેવહુતિ ને ત્યાં –નવ કન્યાઓ થઇ.



કહેવાનો મતલબ એવો છે-કે-



નવ કન્યાઓ એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ ના આવે ત્યાં સુધી કપિલ એટલે જ્ઞાન  ના આવે.



(શ્રવણ-કિર્તન-સ્મરણ-પાદસેવન-અર્ચન-વંદન-દાસ્ય-સખ્ય અને આત્મનિવેદન –આ નવધા ભક્તિ છે.)



(તત્વ દ્રષ્ટિએ –છેવટે જ્ઞાન અને ભક્તિમાં બહુ અંતર નથી. ભક્તિમાં પહેલાં –દાસોહમ-અને પછી-સોહમ થાય છે.)



(સામાન્ય અર્થ કરીએ તો –નવ કન્યાઓના પિતાને –એક એકને પરણાવતાં પછી અક્કલ ઠેકાણે આવે-કે મેં આ શું કર્યું ?)





------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૦

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૧૮ (સર્ગ લીલા)



નવ કન્યાઓ ના જન્મ પછી કર્દમ સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહુતિ ગભરાયા.



કર્દમ કહે છે-કે મેં તારા પિતાને કહ્યું હતું –કે સંન્યાસ લઈશ.હું કઈ નવી વાત કરતો નથી.



દેવહુતિ કહે છે-નાથ,હું પણ ત્યાગ કરવા તૈયાર છું. પણ આપે પ્રતિજ્ઞા કરેલી કે –એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ.



તો હજુ પુત્ર નો જન્મ થયો નથી, આ નવ કન્યાઓ અને મારી દેખભાળ કોણ રાખશે ?



(આ પલટણ ઉભી કરી છે-તેને ઠેકાણે પાડજો-અને પછી સંન્યાસ લેજો)



કર્દમ કહે છે-કે-મને ભગવાને વચન આપ્યું છે-હું તારે ત્યાં પુત્ર રૂપે જન્મીશ.-પણ હજુ સુધી તે કેમ પધારતા નથી ?



આપણે વિલાસી જીવન ગાળવા લાગ્યા તે સારું નથી. વિલાસી જીવ થી ભગવાન દૂર રહે છે.



સરસ્વતી ને કિનારે સાદું જીવન જીવી,કંદમૂળ ખાતા હતાં-તેવું સાત્વિક જીવન ગાળીએ તો જ ભગવાન પધારે.



કર્દમ-દેવહુતિ એ વિમાન નો ત્યાગ કર્યો, વિલાસી જીવન નો અંત કર્યો. પછી અનેક વર્ષ સુધી પરમાત્મા નું આરાધન કર્યું.



તે પછી દેવહુતીના ગર્ભ માં સાક્ષાત નારાયણ પધાર્યા છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે.



યોગીઓના અને સાધુઓના આચાર્ય પ્રગટ થવાના છે. કપિલ નારાયણનાં દર્શન કરવા બ્રહ્માદિક દેવો કર્દમ ના આશ્રમ માં આવ્યા છે.



કારતક માસ,કૃષ્ણ પક્ષ અને પંચમી ને દિવસે કપિલ ભગવાન પ્રગટ થયા છે. બ્રહ્માજી એ કર્દમ ને ધન્યવાદ આપ્યા છે.



તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો. બાળકના પગમાં કમળનું ચિહ્ન છે,તેથી માનુ છું –તે ભગવાન નો અવતાર છે.



તમે જગત પિતા ના પણ પિતા બન્યાં છો.

તે- માતા ને નિમિત્ત કરીને-જગતને તત્વજ્ઞાન નો ઉપદેશ કરશે. મા ને સદગતિ આપશે.



કર્દમ કહે છે-દિકરો આવ્યો તેથી આનંદ છે-પણ આ નવ કન્યાની ચિંતા થાય છે.



બ્રહ્મા નવ ઋષિઓને સાથે લાવેલા. એક એક ને એકેક કન્યા વળાવી છે.અત્રિ ને અનસુયા આપી,વશિષ્ઠ ને અરુંધતી આપી..વગેરે...



કર્દમઋષિ એ વિચાર કર્યો કે હવે માથે થી બોજો ઉતરી ગયો. પ્રભુ ની કૃપા અપાર છે.



કપિલ ધીરે ધીરે મોટા થયા. એક દિવસ પિતા –કર્દમ -પુત્ર પાસે આવી સંન્યાસ લેવાની આજ્ઞા માગે છે.



કપિલે કહ્યું-પિતાજી,તમારો વિચાર બહુ સુંદર છે.બહોત ગઈ અને થોડી રહી. સંન્યાસ લઇ તમે પરમાત્માનું ધ્યાન કરો. સંન્યાસ લીધા



પછી –મારી મા નું –કે સંસાર નું ચિંતન કરશો નહિ. હું મારી મા ને સાચવીશ. વૈરાગ્ય થી સન્યાસી દીપે છે.



કર્દમઋષિ એ- ગંગા કિનારે સંન્યાસ લીધો.પરમાત્મા માટે સંસાર ના સર્વ સુખો નો ત્યાગ-એ જ સંન્યાસ.



સંન્યાસ ની વિધિ બરાબર થાય તો જોનાર ને પણ વૈરાગ્ય આવે છે.



પ્રથમ પ્રાયશ્ચિત કરવું પડે છે. જે દિવસે સંન્યાસ લેવાનો હોય –તે દિવસે ગંગા માં ૧૦૮ વાર સ્નાન કરવું પડે છે.



છેલ્લા સ્નાન વખતે-શિખા (ચોટી), સૂત્ર (જનોઈ) અને વસ્ત્રનો પણ ત્યાગ કરવો પડે છે. લંગોટી પણ ફેંકી દઈ –નગ્ન અવસ્થામાં



પાણી ની બહાર આવવું પડે છે. તે પછી બહાર જે કોઈ કુટુંબીજનો આવ્યા હોય-તેમણે વંદન કરવાં પડે છે. પત્ની માં પણ



માતૃભાવ રાખવો પડે છે.પત્ની તે વખતે –પતિ ને વસ્ત્ર આપે છે-પત્ની તે વખતે કહે છે-કે-તમે આજ થી વાસનારહિત થયા છો.



તમને લંગોટી ની જરુર નથી,પણ લોક લજ્જા ના માટે તમે લંગોટી ધારણ કરો.



તે લંગોટી પહેરીને પછી-દેવ,બ્રાહ્મણ,સૂર્ય,અગ્નિ,ગુરુ-આ બધાની સમક્ષ વિરજા હોમ કરવો પડે છે. વેદ ના મંત્રોથી અગ્નિ માં આહુતિ



આપવી પડે છે. અગ્નિ,બ્રાહ્મણ,ગુરુ –સમક્ષ અનેક પ્રતિજ્ઞા ઓ કરવી પડે છે.



“મને કોઈ ભોગ ભોગવવાની ઈચ્છા નથી,મારા મન માં કોઈ વાસના રહી નથી. હું સંસાર સુખ નો ત્યાગ કરું છું.



હું હવે ભગવદમય જીવન ગાળીશ....વગેરે”



એક વાર જેનો ત્યાગ કર્યો- પછી તેનું ચિંતન ન થાય.



પાપ ના ,વાસના ના-સંસ્કાર અતિ દૃઢ હોય છે.મનુષ્ય કેટલીક વાર પાપ-તેના જુના સંસ્કારો ને આધારે કરે છે. 



દુર્યોધન –મહાભારત માં બોલ્યો છે-



‘જાનામિ ધર્મમ ન ચ મેં પ્રવૃત્તિ,જાનામિ અધર્મ ન ચ મેં નિવૃત્તિ--કેનાપિ દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસિ તથા કરોમિ.’



(હું ધર્મ શું છે –અને અધર્મ શું છે તે જાણું છું પણ તે પ્રમાણે વર્તી શકતો નથી, હૃદયના જુના સંસ્કારો મને પાપ કરાવે છે)



અહીં દેવ શબ્દ નો અર્થ ઈશ્વર નથી પણ  જુના સંસ્કારો (દૈવ્ય) છે.



કર્દમઋષિ મન ને સમજાવે છે.મન ના માને તો તેને પરમાત્મા ના જપમાં રાખે છે. આદિ નારાયણ નું ચિંતન કરતાં કરતાં

ભાગવતી મુક્તિ મળી છે.(પ્રભુ નું ધ્યાન કરતાં કરતાં ભક્ત પ્રભુ બને છે)



-----------------------------------------------------------------------------------------------






No comments:

Post a Comment