Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

ભાગવત રહસ્ય-૯ પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા

ભાગવત રહસ્ય-૯


પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય" - ૯


ભાગવત માહાત્મ્ય (ચાલુ)


અંત કાળ માં મનુષ્ય ને પુણ્ય નું સ્મરણ થતું નથી, પાપનું સ્મરણ થાય છે.પુણ્ય નું સ્મરણ થાય તો મુક્તિ મળે છે.


અંતકાળે તીર્થ યાત્રામાં જે કઈ સત્કર્મ કર્યું હોય, ઘરમાં જે કઈ પુણ્ય કર્યું હોય તે યાદ આવતું નથી, તેનું કારણ એક જ છે કે-


પુણ્ય કરે ત્યારે મનુષ્ય ગાફેલ રહે છે,  જયારે પાપ કરવામાં મનુષ્ય સાવધ રહેતો હોય છે.


પુણ્ય માં પૈસા નું,વિદ્યા નું અભિમાન હોય છે.ઠાકોરજી આપે છે, તમે આપતા નથી-એ ભાવના સાથે તમે દાન કરો તો દાન નું


હજાર ગણું પુણ્ય મળે છે.


પરંતુ પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે તેટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી.


પાપ જાહેર થશે તો જગતમાં ખોટું દેખાશે. પાપ -એકાગ્ર ચિત્ત- થી કરે છે, એટલે જ અંતકાળે તેને પાપ નું સ્મરણ થાય છે.


તેથી અંતકાળ માં જીવ ગભરાય છે. મેં મરવાની તૈયારી કરી નથી, મારું હવે શું થશે?


મનુષ્ય સર્વ કાર્ય માટે તૈયારી કરે છે પણ મરવાની તૈયારી તે કરતો નથી. લગ્ન ની તૈયારી કરો છો તેમ ધીરે ધીરે


મરણ ની પણ તૈયારી કરજો. મૃત્યુ માટે સાવધાન રહેજો.


મૃત્યુ એટલે પરમાત્મા ને-- જીવન નો હિસાબ આપવાનો પવિત્ર દિવસ.


ભગવાન પૂછશે-મેં તને બધું આપ્યું હતું તેનું શું કર્યું? આંખ-કાન વગેરેનો શો ઉપયોગ કર્યો?


ભગવાન કોઈ ગરીબ ને એમ નહિ પૂછે-કે-તે કેટલું દાન કર્યું?


મેં તને ધન નહિ આપેલું એટલે દાન તો તું ક્યાંથી કરી શકે? પણ મેં તને મન તો આપ્યું હતું ને? જીભ તો આપી હતી ને?


આ હિસાબ માં જો ગડબડ હોય તો ગભરામણ થાય છે.


સાધારણ ઇન્કમટેક્ષ ઓફિસરને હિસાબ આપવાનો હોય છે,તો પણ મનુષ્ય ઠાકોરજી ના દર્શન કરવા જાય છે.


હે,પ્રભુ,મેં ચોપડા જુદા જુદા બનાવ્યા છે,તો જરા ધ્યાન રાખજો.


એક વર્ષ નો હિસાબ આપવામાં આટલી ગભરામણ તો—આખા જીવનનો હિસાબ આપતી વખતે શું દશા થશે?


તમે મનુષ્ય ને છેતરી શકશો,પણ ભગવાન ને છેતરી શકશો નહિ.


મરણ ને સુધારવું હોય તો પ્રતિક્ષણ ને સુધારજો. પરમાત્મા એ જે આપેલું છે તેનો સદુપયોગ કરવો તે પુણ્ય છે. અને


તેનો દુરુપયોગ તે પાપ છે. આંખનો,મનનો,ધનનો વાણી નો –સર્વ નો સદુપયોગ કરો તો જીવન અને મરણ બંને સુધરે.


પ્રતિ ક્ષણે ઈશ્વરનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે. ભાગવત મરણ સુધારે છે.


રોજ સ્મશાને જવાની જરૂર નથી, પણ સ્મશાન ને રોજ યાદ કરવાની જરૂર છે.


શંકર ભગવાન સ્મશાન માં વિરાજે છે.શંકર ભગવાન જ્ઞાન ના દેવ હોવાથી સ્મશાન માં રહે છે.


સ્મશાન એ જ્ઞાન ભૂમિ છે.સ્મશાન માં સમભાવ જાગે છે-તેથી જ્ઞાન પ્રગટ થાય છે.તેથી તે જ્ઞાનભૂમિ છે.


સમભાવ જાગે તેનું નામ સ્મશાન. સ્મશાન માં કોઈ પણ આવે—રાજા આવે કે રંક, મૂર્ખ કે વિદ્વાન- દરેક ના શરીર ની રાખ


જ થાય છે. સમભાવ એટલે વિષમ ભાવનો અભાવ. સમભાવ એટલે જ ઈશ્વરભાવ.


મનુષ્ય સર્વ માં સમભાવ રાખી વ્યવહાર કરે તો તેનું મરણ સુધરે. સર્વ માં ઈશ્વરભાવ  જાગે તો જીવ દીન બને.


અને પરમાત્મા ને પ્રસન્ન કરવાનું સાધન દીનતા પણ છે.


મનુષ્ય ને અમર બનવું છે.ભાગવત ની કથા અમર છે. અમર કથાનો આશ્રય કરે તે અમર બને છે.


પરીક્ષિત,શુકદેવજી અમર છે. ભાગવતની કથા ભક્તિરસ નું દાન કરે છે.


મીરાંબાઈ  દ્વારકાધીશ માં અને ગૌરાંગ પ્રભુ ભક્તિ થી સદેહે જગદીશમાં સમાઈ ગયા અને અમર બન્યા છે.


ભાગવતની કથા સાંભળો—અનાયાસે સમાધિ લાગશે.યોગ-તાપ વિના ભગવાન ને મેળવવાનું સાધન છે –ભાગવત શાસ્ત્ર.


ભાગવત ભગવાન એવા સરળ છે કે તે બધાં સાથે બોલવા તૈયાર છે. જયારે પ્રભુ અધિકારી સાથે જ બોલે છે.


ભાગવત શાસ્ત્ર મનુષ્ય ને નિસંદેહ બનાવે છે.આ કથા માં બધું આવી જાય છે,


બુદ્ધિ નો પરિપાક,જ્ઞાન નો પરિપાક,જીવન નો પરિપાક –વગેરે થયા પછી-પરમાત્મા ની પ્રેરણા થી વ્યાસજી એ આ ગ્રંથ ની


રચના કરી છે. વ્યાસ નારાયણ એ શ્રીકૃષ્ણ નો જ્ઞાનાવતાર છે.વ્યાસજી સમાન કોઈ બુદ્ધિશાળી થયો નથી અને થવાનો નથી.


કોઈ પ્રશ્ન એવો નથી જેનો જવાબ ભાગવતમાં વ્યાસજીએ ન આપ્યો હોય.


ભગવાન ના નામનો જપ કરતાં પ્રેમ થી આ કથા શ્રવણ કરજો.તમે નિસંદેહ થશો.તેના શ્રવણ થી આસ્તિક ને માર્ગદર્શન મળશે,


નાસ્તિક હશે તો આસ્તિક થશે.


શુકદેવજી જેવા આત્મારામ મુનિ એ સર્વસ્વ છોડ્યું પણ આ કથા છોડી નહિ,કૃષ્ણ કથા માં પાગલ બન્યા છે.


સિદ્ધ,આસ્તિક,નાસ્તિક,પામર—દરેક ને આ કથા –દિવ્ય જીવન –નું દાન કરે છે.વ્યવહારનું જ્ઞાન પણ ભાગવતમાં આવશે.


ભાગવત માં જ્ઞાનયોગ,કર્મયોગ,સમાજ ધર્મ, સ્ત્રીધર્મ, આપદ ધર્મ, રાજનીતિ –વગેરેનું જ્ઞાન ભર્યું છે.


આ એક જ એવું શાસ્ત્ર છે કે –જેનું શ્રવણ-મનન કર્યા પછી કઈ જાણવાનું બાકી રહેતું નથી.


સાધક ને સાધના માર્ગ માં કેવા સંશયો આવે છે તે વિચારીને,વ્યાસજીએ આ કથા કરેલી છે.


શુકદેવજી મહારાજ કથા એવી કરે છે કે –તે સાંભળ્યા પછી કોઈ શંકા રહેતી જ નથી.


સમાપ્તિ માં શુકદેવજી એ પ્રશ્ન કર્યો છે-રાજન,હવે તારે વિશેષ સંભાળવાની ઈચ્છા છે? હજુ તને કોઈ શંકા હોય તો


પ્રશ્ન કર. ત્યારે પરીક્ષિતે કહ્યું-મારા મન માં હવે કોઈ શંકા નથી, મને કોઈ બીક નથી,હું હવે નિર્ભય થયો છું.



No comments:

Post a Comment