Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

ભાગવત રહસ્ય-૮ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા

ભાગવત રહસ્ય-૮

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય" - ૮



કથાના આરંભ માં એકલા કૃષ્ણ ને વંદન કર્યા નથી.પણ કહ્યું છે કે -શ્રી કૃષ્ણાય વયં નમઃ

શ્રી નો અર્થ છે રાધાજી.  રાધાજી પ્રેમ સ્વરૂપ છે. ભાગવત માં એવું લખ્યું છે કે-કૃષ્ણ ને કોઈ કોઈ વાર ક્રોધ આવે છે.પણ રાધાજી દયાની મૂર્તિ છે,તેમને કોઈ પર ક્રોધ આવતો નથી. જીવ ગમે તેવો દુષ્ટ હોય,પાપી હોય પણ રડતાં રડતાં –

‘શ્રી રાધે-શ્રી રાધે’ બોલવા લાગે તો રાધાજી કૃપા કરે છે. રાધાજીની કૃપા વગર જીવ ભગવાન પાસે જઈ શકતો નથી.

ભગવાન ની -કૃપા શક્તિ- એ જ રાધા છે. આપણા શાસ્ત્ર માં –શક્તિ-સાથે –પરમાત્મા ની પૂજા કરવાનું બતાવ્યું છે.

દંડકારણ્યમાં ફરતા એકલા રામજીની પૂજા કરવાની નહિ પણ સીતાજી સાથે સિંહાસન પર બિરાજતા સીતા-રામ ની પૂજા કરવાની છે. અત્રે રાધાજી સાથે વિરાજતા રાધા-કૃષ્ણ ને કથાના આરંભ માં વંદન કર્યા છે. પછી ભાગવતના પ્રધાન વક્તા શ્રી શુકદેવજી ને વંદન કર્યા છે.

વંદન કરી-તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિ નું અર્પણ કર્યા પછી, કોઈ અઘટિત કાર્ય ન કરવું કે ન વિચારવું. વાંચે અને વિચારે તેના કરતાં જીવન માં ઉતારે તે શ્રેષ્ઠ છે.

વેદન કા અંત નહિ ઔર પુરાણો કા પર નહિ---

મનુષ્ય જીવન થોડું છે,અને શાસ્ત્રો નો પર નથી.પરંતુ –એક-ને એટલે ઈશ્વરને જાણો-એટલે સઘળું જાણી જશો.  

કલિયુગ નો માણસ થોડા સમયમાં પણ ભગવાન ને પ્રાપ્ત કરી શકે-એ-બતાવે છે ભાગવત શાસ્ત્ર માં.

સુતજી કહે છે—સાત  દિવસ માં પરિક્ષિતે સદગતિ પ્રાપ્ત કરી તે મે નજરે જોયું છે.

પરિક્ષિત નો ઉદ્ધાર થયો પણ આપણા સર્વ નો ઉદ્ધાર કેમ થતો નથી?

પરિક્ષિત જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તા એ શુકદેવજી જેવા  થવું જોઈએ.—તો ઉદ્ધાર થાય.

આપણે સર્વ પરિક્ષિત છીએ.  આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેને મારી રક્ષા કરેલી-તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ

ક્યાં છે?ક્યાં છે? તેમ વિચારી ઈશ્વરને સર્વ માં જોનાર જીવ—તે પરિક્ષિત.

પરિક્ષિત એટલે ભગવાન ના દર્શન કરવા આતુર થયેલો છે-તેવો -જીવ.

પરીક્ષિત ની આતુરતા નું એક કારણ હતું. તેને ખબરપડી હતી કે સાત  દિવસ માં મારું મૃત્યુ થવાનું છે.

તક્ષક નાગ કરડવાનો છે.

જીવ માત્ર ને તક્ષક નાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળ નું સ્વરૂપ છે-તેમ ભાગવત ના એકાદશ સ્કંધ માં કહ્યું છે.

કાળ તક્ષક કોઈને છોડતો નથી, તે સાતમે દિવસે જ કરડે છે. સાત વાર માંથી એક વારે –તો અવશ્ય તે કરડવાનો જ.

આ સાતમાં થી કોઈ એક વાર આપણા માટે નક્કી જ છે !! તો પરીક્ષિત ની જેમ કાળ ને ભૂલશો નહિ.

કોઈ પણ જીવ ને કાળ ની બહુ બીક લાગે છે. મનુષ્ય તો શું? પણ સ્વર્ગના દેવો –અરે બ્રહ્માજીને પણ કાળ નો ડર લાગે છે.

ભાગવત મનુષ્ય ને નિર્ભય બનાવે છે. ભાગવત માં લખ્યું છે કે-ધ્રુવજી મૃત્યુના માથા પર મુકીને-મૃત્યુ પર વિજય મેળવીને-

વૈકુંઠ માં ગયા છે. પરીક્ષિત રાજા સમાપ્તિ માં બોલ્યા છે-કે- હવે મને કાળ ની બીક નથી.

ભાગવત સાંભળ્યા પછી,પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળ ની બીક લગતી નથી. પ્રભુ પ્રીતિ વગર કાળની ભીતિ જતી નથી.

ભાગવત નો આશ્રય કરે તે નિર્ભય બને છે. પરમાત્મા શ્રી કૃષ્ણ ના ચરણોનો નો આશ્રય કરવાથી જીવ નિર્ભય બને છે.

લોકો મૃત્યુ ને અમંગળ માને  છે, પરંતુ તે અમંગળ નથી. જે દુઃખ માંથી મનુષ્ય ને ડોક્ટર કે વૈદ્ય છોડાવી શકતા નથી,

તે દુઃખ માંથી મૃત્યુ આપણને છોડાવે છે. મૃત્યુ એ પરમાત્મા નો સેવક છે—એટલે તે પણ મંગળ છે.

ઠાકોરજીને થાય કે –મારો દીકરો લાયક થયો કે નહિ?-તે જોવા માટે મૃત્યુ ને આજ્ઞા કરે છે કે તે જીવ ને પકડી લાવ.

જેને પાપનો વિચાર સુધ્ધાં આવતો નથી, તેનું મૃત્યુ મંગળમય થાય છે.

જીવન માં મનુષ્ય મરણ ની –સાચી બીક- રાખતો નથી, તેથી તેનું જીવન બગડે છે, મરણ બગડે છે.

અંત કાળ માં મનુષ્ય ને જે ગભરામણ થાય છે-તે –કાળ ની નહિ, પણ પોતે કરેલા પાપોની યાદથી તે ગભરામણ થાય છે.

પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી. ડરે છે ત્યારે કે જયારે પાપની સજા થવાનો વખત આવે છે.

વ્યવહારમાં લોકો એકબીજાની ભીતિ રાખે છે. મુનીમ-શેઠની,કારકુન-અમલદારની,પુત્ર-પિતાની –વગેરે,

ત્યારે મનુષ્ય ઈશ્વરનો ડર રાખતો નથી. તેથી તે દુઃખી થાય છે.

હું ભગવાન નો છું, તેવું સતત જેને અનુસંધાન રહે તેના હાથે પાપ થતું નથી. કાળના પણ કાળ પરમાત્મા છે. તે પરમાત્મા નો

હું અંશ છુ, તેમ મનુષ્ય સમજે તો –તેને કાળ ની બીક રહેશે નહિ.

જ્યાં ભેદ છે ત્યાં ભય છે. જ્યાં અભેદ છે ત્યાં અભય છે.

મોટો અમલદાર હોય પણ તેની પત્ની ને તેની બીક લગતી નથી. કારણ બંને એક છે.

પરીક્ષિતે સમાપ્તિ માં કહ્યું છે કે—મારો ભેદ-ભાવ નષ્ટ થયો છે. મને હવે કાળની બીક લાગતી નથી,જે મારામાં છે,તે જ

તક્ષક માં છે. તક્ષક પ્રત્યે મને જરા પણ કુભાવ નથી. તક્ષક માં પણ અંશ રૂપે શ્રી કૃષ્ણ વિરાજ્યા છે. મારા પરમાત્મા

ચાર હાથ વાળા છે, તે ચારે બાજુ થી મારું રક્ષણ કરે છે. તેઓ મારી સાથે છે.

પરમાત્મા ને નિત્ય સાથે રાખશો તો કાળની બીક લાગશે નહિ.

થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્ય ને હિમત રહે છે,ત્યારે નિત્ય પરમાત્માને સાથે રાખીને ફરે એ નિર્ભય બને તેમાં

શું આશ્ચર્ય??

ભીતિ વગર પ્રભુ માં પ્રીતિ થતી નથી. કાળ નો ડર રાખો. કાળની,મરણ ની ભીતિ થી પ્રભુ માં ભીતિ થાય છે.

મનુષ્ય કાયમ કાળની બીક રાખે તો તેના હાથે પાપ થશે નહિ. નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો.

ભાગવત શાસ્ત્ર આપણ ને નિર્ભય બનાવે છે.

કામ નો નાશ કરી, ભક્તિમય-પ્રેમમય જીવન ગાળે તો- કાળ પર વિજય પ્રાપ્ત થાય  છે.

કામ ને મારે તે કાળ નો માર ખાતો નથી.

કાળ –તક્ષક- કોઈને છોડતો નથી. કોઈની પર તેને દયા આવતી નથી. માટે આ જન્મ માં જ કાળ પર વિજય મેળવો.

જયારે જન્મ થાય છે ત્યારે જ મૃત્યુ નો સમય,સ્થળ અને મૃત્યુ નું કારણ નક્કી કરવામાં આવે છે.


No comments:

Post a Comment