Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

ભાગવત રહસ્ય-૧૪ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા

ભાગવત રહસ્ય-૧૪

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય"  -૧૪

ભાગવત માહાત્મ્ય (ચાલુ)

શું કરવું કે શું ના કરવું-એ તમારા મન ને ના પૂછો –પણ શાસ્ત્ર ને પૂછો (ગીતા-૧૬-૨૪)

શાસ્ત્ર કહે તે પ્રમાણે કરો.   સદાચાર એ –પાયો- છે. અને સદવિચાર એ –મકાન- છે.

આચાર બગડે એટલે વિચાર બગડે છે. આચાર –વિચાર શુદ્ધ રાખો. એના વગર -મન -ની શુદ્ધિ થતી નથી.

અને મન ની શુદ્ધિ ના થાય ત્યાં સુધી-ભક્તિ-થઇ શકતી નથી.

વિવેક થી સંસાર નો અંત ના લાવો ,ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.

જીવન માં સદાચાર-સંયમ –જ્યાં સુધી ના આવે –ત્યાં સુધી પુસ્તક માં નું જ્ઞાન કંઈ કામ લાગશે નહિ.

કેવળ જ્ઞાન શા કામનું ?

એક ગૃહસ્થ નો પુત્ર મરણ પામ્યો. ગૃહસ્થ રુદન કરે છે. તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે.અને ઉપદેશ આપે છે.

“આત્મા અમર છે, મરણ શરીર નું થાય છે. તેથી તમારા પુત્ર ના મરણ નો શોક કરવો ઉચિત નથી”

થોડા દિવસ પછી જ્ઞાની સાધુ ની બકરી મરી ગઈ. તેથી તે રડવા લાગ્યો.

સાધુ ને રડતો જોઈ પેલા ગૃહસ્થે સાધુને કહ્યું—બાપજી –તમે મને ઉપદેશ આપતા હતા કે-કોઈના મરણ માટે શોક કરવો

નહિ. ત્યારે તમે રુદન કેમ કરો છો ?

સાધુ એ કહ્યું-કે- છોકરો તારો હતો પણ બકરી મારી છે.તેથી રડું છું.

આવું --પરોપદેશે પાંડિત્યમ –(બીજાને ઉપદેશ આપવાનો હોય ત્યારે પંડિત થઇ ને ઉપદેશ આપવો તે) શા કામનું ?

જ્ઞાન નો અનુભવ કરો. મુક્ત થવા માટે જ્ઞાન નો ઉપયોગ છે.

કથા જીવન ને સુધારે છે. જીવન નો પલટો કરે છે. કથા સાંભળ્યા પછી જીવન નો પલટો ના થાય –તો માનજો કે –

મેં કથા બરાબર સાંભળી નથી. કથા મુક્તિ આપે છે –એ- વાત સાચી છે.

રોજ મૃત્યુ ને એક બે વાર યાદ કરો. કદાચ આજે મને યમદૂત પકડવા આવશે તો મારી શું દશા થશે ?

એમ રોજ વિચારો તો પાપ થશે નહિ. મનુષ્યો રોજ મરણ નો વિચાર કરતાં નથી,પણ  ભોજન નો વિચાર રોજ  કરે છે.

...............................................................................................................................................................................

ભાગવતના મહિમા નું વર્ણન ઘણાં પુરાણોમાં કરવામાં આવ્યું છે. પણ નિયમ એવો છે કે-પદ્મપુરાણાન્તર્ગત માહાત્મ્ય નું

વર્ણન કરવું. હવે ભાગવત ના મહિમા નું વર્ણન કરવામાં આવે છે.

આ ભાગવત કથાનું માહાત્મ્ય એક વાર સનત્કુમારો એ નારદજી ને કહી સંભળાવ્યું હતું.

માહાત્મ્ય માં એવું લખ્યું છે –કે- મોટા મોટા ઋષિઓ-દેવો,બ્રહ્મલોક છોડી –વિશાલા  ક્ષેત્ર માં આ કથા સાંભળવા આવ્યા છે.

બ્રહ્મલોક છોડીને સનત્કુમારો વિશાલા ક્ષેત્ર માં આવ્યા છે.

પરદેશ માં ભૌતિક સુખ વધારે હશે. ભારત એ અધ્યાત્મવાદી દેશ છે. ભારત એ સુવર્ણ ભૂમિ છે. ભારત માં ભગવાનના

અવતારો થાય છે. ભારત માં જેટલા ભગવાન ના અવતારો થયા છે,તેટલા બીજા કોઈ દેશ માં થયા નથી.

બ્રહ્મ વિદ્યા માં ભારત શ્રેષ્ઠ છે. ભોગ નું ભલે પરદેશ માં મહત્વ હશે પણ ભારત માં ત્યાગી પુજાય છે.

બ્રહ્મલોક માં બધાં ધ્યાન કરે છે. ત્યાં ધ્યાન નો આનંદ છે પણ સત્સંગ નો આનંદ નથી. સત્સંગ નો આનંદ ભારત માં છે.

કથા માં જે આનંદ મળે છે –તે-બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. યોગી એકલો તરે છે, પણ સત્સંગી પોતે તરે છે- અને-

સંગ માં આવેલા સર્વ ને તારે છે.

બદ્રીકાશ્રમ માં સનત્કુમારો પધાર્યા છે.  જેને લોકો બદ્રીકાશ્રમ કહે છે-તે વિશાલા ક્ષેત્ર છે. વિશાલ રાજા એ ત્યાં તપશ્ચર્યા કરી હતી તેથી તેને વિશાલા ક્ષેત્ર કહે છે.

વિશાલ રાજા ને પ્રભુ નાં દર્શન થયા. પ્રભુ એ કહ્યું- તું કાંઇક માગ. રાજા એ કહ્યું-હું તમારા સતત દર્શન કરું. આપ મારી

તપોભૂમિ માં અખંડ વિરાજો. પ્રભુ એ કહ્યું-તું કાંઇક વધારે માંગ. રાજા એ કહ્યું-હજારો વર્ષ મેં તપશ્ચર્યા કરી –ત્યારે

આપના દર્શન થયા છે, પણ પ્રભુ,એવી કસોટી બધાની કરશો નહિ. જે આ ક્ષેત્ર માં મેં તપ કર્યું,ત્યાં આવીને જે કોઈ તપ કરે, તેને તરત તમારા દર્શન થાય. પ્રભુ એ કહ્યું –તથાસ્તુ.—તારું નામ વિશાલ છે તેમ તારું હૃદય પણ વિશાલ છે.

આ ક્ષેત્ર નું નામ વિશાલા કહેવાશે.

સ્કંદ પુરાણ માં કથા છે કે-બદ્રીનારાયણ –વિશાલ રાજા માટે પધાર્યા. જે ભક્ત ને માટે ભગવાન આવે તે ધન્ય.

બદ્રીનારાયણમાં પ્રભુ પોતે તપ-ધ્યાન કરી જગતને તપ-ધ્યાન નો આદર્શ  બતાવે છે. તે બતાવે છે-કે-

હું ઈશ્વર છું છતાં ધ્યાન કરું છું.

તપશ્ચર્યા વગર શાંતિ મળતી નથી. પણ જીવ તપશ્ચર્યા કરતો નથી.  તેથી ભગવાન- આદર્શ- બતાવે છે.

બાળક દવા લેતો નથી ત્યારે મા દવા ખાય છે—માને દવા ની જરૂર નથી. પણ બાળક ને સમજાવવા તે દવા ખાય છે.

બદ્રીનારાયણ નાં મંદિરમાં લક્ષ્મીજી ની મૂર્તિ મંદિર ની બહાર છે. તે બતાવે છે કે-સ્ત્રી સંગ અને બાળકોનો સંગ તપશ્ચર્યામાં વિઘ્નરૂપ છે. આમાં કોઈ સ્ત્રીની નિંદા નથી,પણ કામ ની નિંદા છે.

કોઈ સ્ત્રી –બાળકો નો ત્યાગ કરવાનો નથી. પણ અહીં - કહેવું પડે છે કે-ઘરમાં સ્ત્રી-બાળકો ની વચ્ચે રહીને ભગવાન નું ભજન કરજો. તેવી જ રીતે તપસ્વીની સ્ત્રી માટે પુરુષ નો સંગ ત્યાજ્ય છે.

No comments:

Post a Comment