Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, October 3, 2017

ભાગવત રહસ્ય-૨૯ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા



ભાગવત રહસ્ય-૨૯
પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય"  - ૨૯  

ભાગવત માહાત્મ્ય (ચાલુ)

વૈરાગ્ય એટલે શું ?

ભોગના અનેક પદાર્થો મળે-તેમ છતાં જેનું  મન તેમાં ન જાય તેનું નામ વૈરાગ્ય.

જગતને છોડવાની જરૂર નથી-પરંતુ જગતને જે  દ્રષ્ટિ થી જુઓ છો –તેને છોડવાની જરૂર છે.

જગતને કામ-દ્રષ્ટિથી-ભોગ દ્રષ્ટિ થી ન જુઓ. દોષ- દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી.

વક્તા જ્ઞાની હોવો જોઈએ. વક્તા જ્ઞાની હોવાં છતાં લૌકિક સુખ માં તેનું મન ફસાયેલું હોય તો –વક્તા થવાને –

લાયક નથી.લખેલું છે કે-ઉપદેશ આપનાર-બ્રાહ્મણ હોવો જોઈએ.

ક્ષત્રિય અને વૈશ્ય વિદ્વાન હોય તો તે વંદનીય છે, પણ પૂજનીય નથી. બ્રાહ્મણ જ પૂજનીય છે.

વક્તા ધીર-ગંભીર હોવાં જોઈએ. દ્રષ્ટાંત કુશલ હોવાં જોઈએ. વાણી અને વર્તન એક હોય તેજ ઉત્તમ વક્તા છે.

ઘણાં લોકો સાંભળવા આવે તેથી કાંઇ ઉત્તમ વક્તા બની જતો નથી. સમાજનું આકર્ષણ તો સાધારણ મનુષ્ય પણ

કરી શકે છે.જ્ઞાન પ્રમાણે ક્રિયા હોય તે જ ઉત્તમ વક્તા છે, અને તેને જ વક્તા થવાનો અધિકાર છે.

છેલ્લું લક્ષણ બતાવ્યું છે કે-વક્તા અતિ નિસ્પૃહ હોવો જોઈએ.

દ્રવ્ય નો મોહ છૂટે છે પણ કીર્તિ નો મોહ છૂટતો નથી. જીવ કીર્તિ નો મોહ રાખે છે.

માન –પ્રતિષ્ઠા નો મોહ મન ને ચંચળ બનાવે છે. જે મનુષ્ય કીર્તિના મોહ માં ફસાય તે ભક્તિ કરી શકતો નથી.

લોકો મને માન આપે- કંઈક આપે તેવી ઈચ્છા –વક્તા ના રાખે.

શ્રોતા સર્વ પ્રકારની ચિંતા છોડીને કથામાં બેસે. કથામાં બેસો ત્યારે સંસારથી અલગ થઇ જાવ.

કથામાં આવી દુકાન નો  વિચાર કરે તો મન બગડે છે. કથા મંડપ માં બીજો કોઈ વિચાર કરવો નહિ.

વક્તા-શ્રોતા- મન થી,આંખ થી,વાણીથી –પ્રત્યેક ઇન્દ્રિય થી બ્રહ્મચર્ય પાળે.

ઉર્ધ્વરેતા થયા વગર મન સ્થિર થતું નથી.ઉર્ધ્વરેતા બ્રહ્મચર્ય પાળવાથી થવાય છે.

ક્રોધ કરવાથી પુણ્ય નો ક્ષય થાય છે. વક્તા-શ્રોતા ક્રોધ ન કરે.

વિધિપૂર્વક કથા શ્રવણ કરવાથી તેનું ફળ મળે છે. કથાનું શ્રવણ કરનાર વૈષ્ણવો યમપુરી માં જતાં નથી.તેઓ

વૈકુંઠ માં જાય છે. યમરાજા –યમદુતો ને સાવધાન કરે છે-કે-જે લોકો પ્રેમ થી કૃષ્ણ કથા સાંભળે છે, કૃષ્ણ કિર્તન

કરે છે-તેમના ઘેર તમે જશો નહિ.

જેઓ ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે.

વેદાંત માં અધિકાર-અધિકારી ની બહુ ચર્ચા કરવામાં આવી છે.”અથાતો બ્રહ્મ જીજ્ઞાસા “

વેદાંત નો અધિકાર સર્વ ને નથી.

નિત્યાનિત્ય વસ્તુ-વિવેક, શમાદિષડ સંપત્તિ,ઇહામુત્ર,ફળભોગ,વિરાગ વિના વેદાંતાધિકાર નથી.

વેદો ના ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે.-કર્મકાંડ-જ્ઞાનકાંડ-ઉપાસનાકાંડ.

વિભાગ મુજબ તેના અધિકારી ઓ ઠરાવ્યા છે.

જયારે ભાગવત સર્વ ને માટે છે. ભાગવતનો આશ્રય કરશો,તો ભાગવત તમને ભગવાન ની ગોદમાં બેસાડશે.

તમને નિર્ભય અને નિસંદેહ બનાવશે.

ખાવું કેવી રીતે,બોલવું કેવી રીતે,ચાલવું કેવી રીતે,પત્ર કેમ લખવો ...વગેરે ...બધું જ ભાગવતમાં બતાવ્યું છે.

આ એક જ ગ્રંથ નો આશ્રય લેવાથી,સઘળું જ્ઞાન મળશે.

આ ગ્રંથ પૂર્ણ છે.ભાગવત એ ભગવાન નારાયણ નું સ્વ-રૂપ છે.                                                 

જગત અને ઈશ્વર નું--જીવ અને જગતનું –જીવ અને ઈશ્વરનું –જ્ઞાન ભાગવત માંથી મળશે.

ભાગવત સાંભળ્યું કેટલું ?

જેટલું સાંભળ્યા પછી-જીવન માં ઉતાર્યું તેટલું.

શ્રવણ-મનન કરી આચરણ માં ઉતારો. કેવળ જાણેલું કામ આવશે નહિ.

જેટલું જીવન માં ઉતારશો તેટલું કામ આવશે.

અઢી મણ જ્ઞાન કરતાં અધોળ આચરણ શ્રેષ્ઠ છે.(ગાંધીજી)

પ્રભુ ના દિવ્ય સદગુણો જીવન માં ઉતારો.પુનર્જન્મ કે પૂર્વ જીવન નો વિચાર ના કરો. 

જનક રાજાએ પોતાના પૂર્વ જન્મો જોવા યાજ્ઞવલ્કય ઋષિ પાસે માગણી કરી.

યાજ્ઞવલ્કયે ના પાડતાં કહ્યું-રાજા તે જોવામાં મજા નથી. છતાં જનક રાજાએ દુરાગ્રહ કર્યો.

એટલે યાજ્ઞવલ્કયે – તેમને તેના પૂર્વજન્મો બતાવ્યા.

જનક રાજા એ જોયું કે પોતાની પત્ની અગાઉના જન્મ માં એક વખત પોતાની માતા હતી. તેઓને દુઃખ થયું.

તેથી પૂર્વજન્મ ના વિચાર ના કરો. આ જન્મ જ સુધારવા પ્રયત્ન કરો.

ભગવાન સાથે લગ્ન કરો. અને બીજાનું લગ્ન પણ કરવો.

જીવાત્મા-પરમાત્મા નું લગ્ન એ તુલસી વિવાહ નું તાત્પર્ય છે.

તુલસીવિવાહ –એટલે હું મારા ભગવાન સાથે લગ્ન કરીશ.

ચાતુર્માસ માં સંયમ –તપ કરો –ત્યાર પછી જ તુલસી વિવાહ થાય છે.

સંયમ કરો-તપ કરો- તો પ્રભુ મળશે. આત્મા નો ધર્મ છે-પ્રભુ ની સન્મુખ જવું.

(ભાગવત માહાત્મ્ય –સમાપ્ત)



No comments:

Post a Comment