Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, October 3, 2017

ભાગવત રહસ્ય-૧૭ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા



ભાગવત રહસ્ય-૧૭

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય"  - ૧૭

ભાગવત માહાત્મ્ય (ચાલુ)



જીવન માં કામસુખ અને પૈસા મુખ્ય થયા એટલે ભગવાન ગૌણ થઈ  ગયાં.મનુષ્ય પાસે કઈ નથી ,છતાં ઠસક રાખે છે કે-



હું પણ કાંઇક છું. વિદ્યાનું અને સંપત્તિ નું તેણે અભિમાન થાય છે. વંદન કરવું એ સહેલું નથી.



વંદન કરવા એ ભક્તિ છે. જે વંદન કરતો નથી એ પ્રભુને ગમતો નથી.



વંદન-ભક્તિ અભિમાન થી ગઈ.



સર્વ માં શ્રીકૃષ્ણ ની ભાવના રાખી સર્વ ને વંદન કરો. વંદન કરવાથી વિરોધ નો નાશ થાય છે.



નરસિંહ મહેતા એ –ભક્ત-નું લક્ષણ બતાવ્યું છે.-કે-સકલ લોક માં સહુ ને વંદે.-



સહુને વંદે તે વૈષ્ણવ.



વંદન માગે તે વૈષ્ણવ(ભક્ત) નથી. અંદર –હું-પણું- હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહિ.કોઈ નમે તે પહેલાં તમે નમશો , તો તમારી નમ્રતા વધશે.



આજકાલ લોકો –દેહ-ની પૂજા કરે છે.એટલે ઠાકોરજી ની પૂજા-સેવા કરવાનો તેમને સમય મળતો નથી.



દેહ-પૂજા વધી એટલે દેવ-પૂજા (અર્ચન-ભક્તિ) ગઈ.



લોકો એ અનેક પ્રકારના સાબુ શોધી કાઢ્યા છે.બહુ સાબુ ઘસવાથી શરીર નો રંગ સુધરવાનો નથી. ભગવાને જે રંગ આપ્યો છે,તે સાચો છે.



મનુષ્ય બહુ વિલાસી થયો તેથી અર્ચન-ભક્તિ નો વિનાશ થયો.



આવી રીતે ભક્તિ ના એકએક અંગ નો વિનાશ થયો. એટલે જીવ ઈશ્વરથી વિભક્ત થયો. બુદ્ધિનો બહુ અતિરેક થાય



એટલે ભક્તિ નો વિનાશ થાય. ભક્તિ છિન્ન-ભિન્ન થઇ એટલે જીવન વિભક્ત થયું.



ભક્તિ ના બે બાળકો છે.-જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ નો આદર કરો.



જ્ઞાન અને વૈરાગ્ય ને મૂર્છા આવે ત્યારે ભક્તિ પણ રડે છે. કળીયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય –વૃદ્ધ થાય છે.



એટલે કે-તે વધતાં નથી.  જ્ઞાન પુસ્તક માં આવીને રહ્યું- ત્યારથી જ્ઞાન ગયું.



નારદજી કહે છે-કે-જ્ઞાન અને વૈરાગ્ય ને કેમ મૂર્છા આવી તે હું જાણું છું. આ કલિકાલ માં અધર્મ વધ્યો છે,તેથી તેઓને મૂર્છા આવી છે.



આ વૃંદાવન ની પ્રેમભૂમિ થી તેમને પુષ્ટિ મળી છે.



જ્ઞાન અને વૈરાગ્ય ની મૂર્છા કેમ ઉતરે ?



કલિયુગ માં જ્ઞાન અને વૈરાગ્ય ની ઉપેક્ષા થાય છે.એટલે તે- ઉત્સાહ વગરના –વૃદ્ધ થયા છે. આ કલિયુગ નો પ્રભાવ છે.



નારદજી એ ભક્તિ મહારાણી ને આશ્વાસન આપ્યું છે. કે—હું તમારો (ભક્તિનો) પ્રચાર કરીશ. જ્ઞાન-વૈરાગ્ય ને જગાડીશ.



નારદજી એ જ્ઞાન અને વૈરાગ્ય ને જગાડવા –અનેક પ્રયત્ન કર્યા પણ તેમને સફળતા મળતી નથી.



વેદો ના અનેક પારાયણ કર્યા તોપણ તેમની મૂર્છા ઉતરતી નથી.



વેદની ભાષા ગૂઢ છે.વેદનો અર્થ જલ્દી સમજાતો નથી. એટલે વેદો ના પારાયણ થી મૂર્છા ઉતરી નહિ.



જરા વિચાર કરશો તોં –ધ્યાનમાં આવશે –



આ કથા દરેક ના ઘરમાં થાય છે. આ આપણી જ કથા ચાલે છે.



હૃદય-વૃંદાવન માં ભક્તિ છે પણ છિન્ન-ભિન્ન થઇ છે.—વૃંદાવન માં જ્ઞાન વૈરાગ્ય મૂર્છા માં પડ્યા છે –તેમ નથી.



શરીરમાં હૃદય એ વૃંદાવન છે. હૃદય માં કોઈ કોઈ વાર વૈરાગ્ય જાગે છે, પણ તે જાગૃતિ કાયમ રહેતી નથી.



ઉપનિષદ અને વેદ ના પાઠથી આપણા હૃદય માં કવચિત જ્ઞાન વૈરાગ્ય જાગી પાછા મૂર્છા માં પડે છે.



વેદ ના પારાયણ થી વૈરાગ્ય આવે છે,પણ તે વૈરાગ્ય ટકતો નથી.



કોઈના છેલ્લા-વરઘોડામાં (સ્મશાન યાત્રામાં)જાયછે, સ્મશાન માં ચિતા બળતી જુએ છે, ધાણી ફૂટે તેમ એક-એક



હાડકાં છૂટા પડતા જુએ છે,--તે જોઈ કેટલાક ને વૈરાગ્ય આવે છે.(સ્મશાન વૈરાગ્ય).



જે શરીરના હું લાડ કરું છું, જેના માટે હું પાપ કરું છુ, તે મારા શરીર ની આ દશા થવાની છે.



કામસુખ ભોગવ્યા પછી કેટલાકને વૈરાગ્ય આવે છે, સંસાર ના વિષયો ભોગવ્યા પછી વૈરાગ્ય આવે છે.



પણ વૈરાગ્ય કાયમ ટકતો નથી. વિષયો ભોગવ્યા પછી, તેમાં અરુચિ આવે છે,પરંતુ –



તે --વૈરાગ્ય-- વિવેક(જ્ઞાન) વગરનો હોવાથી –કાયમ-- ટકતો નથી.



જ્ઞાન વૈરાગ્ય ની મૂર્છા ઉતરતી નથી ,નારદજી ચિંતા માં પડ્યા છે,-તે વખતે આકાશવાણી થઇ-કે-



તમારો પ્રયત્ન ઉત્તમ છે,જ્ઞાન-વૈરાગ્ય સાથે ભક્તિ નો પ્રચાર કરતાં તમે કોઈ સત્કર્મ કરો.



નારદજી પૂછે છે-કે-પણ હું શું સત્કર્મ કરું ? આકાશવાણી એ કહ્યું-કે-સંતો તમને સત્કર્મ બતાવશે.



નારદજી અનેક સાધુ સંતો ને પૂછે છે,પણ કોઈ નિશ્ચિત્ત ઉપાય બતાવી શક્યા નહિ પૂછતાં-પૂછતા અને



ફરતાં-ફરતાં તે બદ્રીકાશ્રમ માં આવ્યા છે ત્યાં તેમણે સનકાદિ મુનિઓને જોયા –



નારદજી એ ઉપરની બધી કથા કહી સંભળાવી અને તેમને પૂછે છે-કે-



જે દેશ માં હું જન્મ્યો,તે દેશ ને હું ઉપયોગી ના થાઉં તો મારું જીવન વ્યર્થ છે, આપ જ મને બતાવો કે,



હું શું સત્કર્મ કરું ?હું શું કરું કે જેથી જ્ઞાન વૈરાગ્ય કાયમ ના માટે જાગતા રહે,ભક્તિ પુષ્ટ થાય ?



સનકાદિ મુનિઓ કહે છે કે-દેશના દુખે તમે દુઃખી છો. તમારી ભાવના દિવ્ય છે, છે. ભક્તિ નો પ્રચાર કરવાની



તમારી ઈચ્છા છે, તમે ભાગવત જ્ઞાન યજ્ઞ નું પારાયણ કરો.તમારી ઈચ્છા પૂર્ણ થશે.



નારદજી એ પૂછ્યું -કે- જે કામ વેદ પારાયણ થી ના થયું, તે ભાગવત થી કેવી રીતે થશે ?



સનકાદિ મુનિઓ સમજાવે છે કે—વેદમાં થી જ ભાગવત પ્રગટ થયું છે, ભાગવત માં વેદ-ઉપનિષદો નો સાર



ભર્યો છે.



ખાંડ એ શેરડીમાં થી થાય છે,પણ ખાંડ માં જે મીઠાસ હોય છે તે શેરડી માં હોતી નથી.



ઘી થાય છે દૂધ માં થી પરંતુ બે મણ દૂધ હોય –તો પણ તેનાથી દીવો થતો નથી. દીવો કરવો હોય તો-



ઘી ની જરૂર પડે છે, દૂધ થી દીવો થતો નથી. એક બે તોલા ઘી હોય તો દીવો થાય છે.



વેદ-ભગવાન એ દૂધ જેવા છે, વિશાળ છે,વ્યાપક છે,અનંત છે. પણ ભાગવત એ માખણ છે. તેનો સાર છે.



તમે ભાગવત જ્ઞાન-યજ્ઞ નું પારાયણ કરો, અને તેનો પ્રચાર કરો, આ કથા જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય ને



વધારનારી છે.



વેદ નું પારાયણ કરવું સારું છે,પણ વેદનો અર્થ જલ્દી ધ્યાન માં આવતો નથી. વેદોની ભાષા ગૂઢ હોવાથી



સામાન્ય માનવી ની સમજ માં આવતી નથી. આથી જ વેદ ના સિદ્ધાંતો અને કઠિન ભાષા ને દ્રષ્ટાંતો દ્વારા રોચક



બનાવી ને વ્યાસજી એ આ કથા બનાવી છે. કલિયુગ માં કૃષ્ણ ની કથા અને કીર્તન થી જ્ઞાન-વૈરાગ્ય



જાગૃત થાય છે.

તેથી જ સર્વ વેદોના સાર જેવું આ ભાગવત –જ્ઞાન યજ્ઞ નું પાન કરો, પારાયણ કરો.




No comments:

Post a Comment