Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Thursday, May 7, 2015

ગીતાનો આચરણ અંગે અભિગમ-1


ગીતાનો આચરણ અંગે અભિગમ -1

આપણા સોનાં   જીવનમાં મોહ અને રાગ દ્વેષના કસોટીના પ્રસંગો આવતા જ હોય છે ,આવા પ્રસંગે અચૂક માર્ગદર્શન કરી શકે ને આપણી જ શુધ્ધ બુદ્ધિનાં નિર્ણય વડે સત્ય શોધી શકાય તેવો વ્યાપક સત્યનો ભંડાર ગીતાનાં, માત્ર સાતસો શ્લોકમાં જગતના સર્વ શાસ્ત્રો ,વેદ અને ઉપનિષદનો સાર સંગ્રહયેલો છે,આમ ગીતા સત્ય રૂપી  જ્ઞાનનો ભંડાર છે, જેને સત્ય રૂપ થઈ જીવન જીવવું હોય તેને એમાંથી ધણું બધું મળી જ રહે છે,
ગીતામાં અંતિમ તત્વની માત્ર કલ્પના કે તેનો જગત સાથેનો સબંધ જ વિચારવામાં આવ્યો નથી, પણ સ્પષ્ટ રીતે અંતિમ તત્વની પ્રાપ્તિનો માર્ગ બતાવેલ છે, જે માર્ગે ચાલતા ચાલતા  અંતિમ તત્વ પ્રાપ્ત કરી જ શકાય છે,આ માટે ચાર માર્ગ બતાવામાં આવ્યા છે,જેમાં જ્ઞાન ,કર્મ.ભક્તિ અને યોગ આ ચાર મળીને સંપૂર્ણ જીવનયોગ થાય છે,  એમાંનો કોઈ પણ માર્ગ આપણા પોતાનાં સ્વભાવને અનુરૂપ હોય તે પસંદ કરી તેના પર સત્ય સ્વરૂપ થઈને ચાલવા માડીએ તો ધ્યેય સુધી પહોચી જ શકીએ છીએ. આમ ગીતા એ ચિંતન પરંપરાનું અને આંતર ધ્યાન યોગ અને સંપૂર્ણ જીવન યોગનું એક અત્યંત તેજસ્વી રત્ન છે,
ગીતાની વિશેષતા એ છે કે જેટલી વખત વાંચો, ચિંતન અને મનન કરો તેટલી વખત કઈક ને કઈક  નાવીન્ય પ્રાપ્ત થાય જ છે,આમ ગીતા નાવીન્ય પૂર્ણ અને સ્ફૂર્તિ દાયક છે ,અને જીવનમાં આપણને તાજગીથી ભરી દે છે,અને પ્રસન્નચિત્તમાં સ્થિર કરે છે, આ તેની અદભુતતા છે,
ગીતા સ્પ્ષ્ટ પણે માને છે, કે માણસની સત્ય ધર્મ અંગેની સૂઝ અને સમજ જેમ જેમ  વધતી જાય છે,અને આંતર ધ્યાન યોગમાં અને સંપૂર્ણ  જીવન યોગમાં પારંગત થતો જાય છે, તેમ તેમ માણસની બાહ્ય ક્રિયા કાંડો અને કર્મ કાંડોની પકડ ધટતી જ જાય છે, અને માણસ ખોટા  વિધિ વિધાન કરતા આંતરિક ભાવનાને વધુ  મહત્વ આપી ને આંતર યજ્ઞ કરીને આંતર ભાવોને શુદ્ધ, મજબુત અને સ્થિર કરવા લાગે છે.અને આજ સત્યને પ્રાપ્ત કરવાનો સત્ય રૂપી માર્ગ છે. અને આજ પરમ તત્વ પરમાત્મા પ્રાપ્ત માંટેની માંણસની લાગણીનું ઉડાણ છે જે સંપૂર્ણ જીવન યોગ દ્વારા સિદ્ધ થાય છે. ,..  .
ગીતાના ઉપદેશનો પ્રભાવ માત્ર તાત્વિક અથવા વિદ્વાનો વચ્ચેની ચર્ચાનો વિષય નથી. પરંતુ આપણા જીવનમાં આચાર અને વિચાર ક્ષેત્રે એક પ્રકારનું જીવનનું સત્ય રૂપી બળ પૂરું પાડે છે, અને તેની અસર જીવનના આચરણ અને  અનુભવ પર તત્કાળ પડે છે. ને આપણે એક પ્રકારની જીવનમાં તાજગી નો અહેસાસ કરી શકીએ છીએ, આમ જોવા જઈએ, તો આધ્યાત્મિક જગતનું ગીતા પરિપક્વ અમૃત ફળ છે,
આજના માણસ માંટે જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગ આ બધાનાં આદર્શવાદના બધા જ આવશ્યક તત્વો ગીતામાં સંગ્રહાયેલા છે. આમ ગીતા આધ્યાત્મિકતાનો સનાતન સંદેશ આપે છે, ને  પોતાના સંદેશમાં સ્પષ્ટ કહે છે, કે દરેક માણસે શુધ્ધ પરમતત્વ પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન સંપાદન કરી તે દ્વારા માણસે  પોતાની બુદ્ધિ બને તેટલી નિર્મળ કરવી આજ માણસનું  પવિત્ર કર્તવ્ય છે, અને” ગીતાનો ધર્મ સત્ય અને અભય છે”,અને તેમાં સ્થિર થતા જ  માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે, ને પોતાની બુદ્ધિ સમ કરે છે, પછી આવા માણસના હાથે કોઈપણ પાપ કર્મ  થવું શક્ય જ નથી, એમ ગીતા સ્પષ્ટ કહે છે,આમ આપણા  વેદિક ધર્મનું જે મૂળ તત્વ છે, તેનું જ ગીતા પ્રતિપાદન કરે છે. એટલે સત્ય ધર્મનું અને જીવન યોગનું  તત્વ સમજાવનાર ગીતાના જેવો બીજો કોઈ ગ્રંથ જગતમાં નથી એમ સ્પષ્ટ લાગે છે,
ગીતા સ્પષ્ટ પણે માનીને ચાલે છે,  કે જીવન સંગ્રામમાં કર્તવ્યા કર્તવ્યનો અને ,સત્યા સત્યનો  નિરપેક્ષ રૂપમાં નિશ્ચય કરવો અત્યંત કઠીન અને દુષ્કર પણ છે,એટલે જ ગીતામાં આચારના નિયમોની  દેશ કાલ અને વ્યક્તિગત સાપેક્ષતા  સ્વીકૃત છે, 
ગીતામાં સ્પષ્ટ કહેવાયું છે કે દેશ કાળ અને પાત્રનો સંપૂર્ણ પણે વિચાર કરીને જ માણસે દાન આપવું જોઈએ, આડેધડ જ્યાં અસત્યનો વ્યવહાર અને આચરણ થતું હોય અને ભારો ભાર સ્વાર્થ  હોય ત્યાં દાન આપી શકાય નહી, આવી જ્ગ્યાએ દાન આપવું તે પાપ કૃત્ય છે, અને આવા દાનથી પુણ્ય પ્રાપ્ત થાય નહી,
આજના ધર્મ સ્થાનોમાં દાન આપવું યોગ્ય અને વ્યાજબી નથી, કારણકે ત્યાં સત્યનું જરા પણ પાલન થતું જ નથી,અને સ્વાર્થની ગંધ આવતી જ હોય છે, જેથી દાન આપવું તે પાપમાં ભાગીદાર થવા બરાબર કૃત્ય છે, આમ આજના સંદર્ભે ગીતાની આ વાત યોગ્ય છે,આથી જ ગીતા સ્પષ્ટ કહે છે, કે  જીવનમાં સત્ય આચરણનું ઓચિત્ય અને અનોચીત્યનો નિર્ણય  દેશ કાળ અને વ્યક્તિની સત્યતા પર જ નિર્ભર છે,
આમ  માણસે પોતાના સત્યને જાણી સમજી તે પ્રમાણે ચાલવું જોઈએ, બીજાનું સત્ય તે આપણું સત્ય કદી બની શકે નહી,તે પાયાની વાત ગીતાએ બહુ જ  સ્પષ્ટ રીતે ઉજાગર કરી છે,ને દરેકે પોતાનું સત્ય પોતાની રીતે આંતર યજ્ઞ અને આંતર ધ્યાન દ્વારા  અંદરથી જ શોધવું જોઈએ એમ ગીતા સ્પષ્ટ કહે છે,
સત્ય રૂપી કાર્યા કાર્ય ની વ્યવસ્થા અને આચરણ સમજાવવા વાળું  ગીતા જેવો બીજો  કોઈ ગ્રંથ પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં ઉપલબ્ધ નથી, ગીતાની તોલે બ્રહ્મ સુત્ર પણ ઉભું રહી શકે તેમ નથી ,ગીતાના અઢાંર અધ્યાયમાં નેતિક નિયમોની અપવાદીતા અને સાપેક્ષતાની વિસ્તૃત ચર્ચા જોઈ શકાય છે ,
આરીતે ગીતામાં કાર્યા કાર્યનું વ્યવસ્થિત પ્રતિપાદન જોવા મળે છે ,ગીતાનો  હેતું એ છે, કે માણસે કર્તવ્યનો નિશ્ચય દેશ કાળ અને પરિસ્થિતિને ધ્યાને લઈને કરવો જોઈએ, અને આજ રીતે જોઈએ તો  સ્વધર્મનો સિધ્ધાંત નેતિક સાપેક્ષતાનું મોટામાં મોટું પ્રમાણ છે, ગીતા હંમેશા વ્યક્તિગત ગુણોની ભીન્નતાનાં આધાર પર જ આચરણના નિયમોની વિભીન્નતાનો સહર્ષ સ્વીકાર કરે છે., કોઈ પણ જાતના જડ વાદમાં ગીતા માનતી જ નથી, પ્રગતી શીલ વિચાર ધારા તે તેનો પાયો છે, ગીતાને કોઈપણ જાતના અંધ વિશ્વાસ, અંધ શ્રધામાં કે ચમત્કારમાં એક ટકો પણ વિશ્વાસ નથી ,શુધ્ધ સત્ય પર  આધારિત તેની રજૂઆત છે,.અને સત્ય એજ પરમાત્મા છે, એમ સ્પષ્ટ કહે છે, અને  સત્યનું આચરણ જ પરમાત્માની અનુભૂતિ સુધી લઇ જાય છે ,એમ તેમનું સ્પષ્ટ કહેવું છે,
ગીતાનું વર્ણ ધર્મનું વિધાન પણ માણસના પાત્રની યોગ્યતાનાં આધાર ઉપર જ નિર્ભર છે ,આમ યોગ્યતાના આધાર ઉપરજ  પાત્ર ઉપર સામાજિક કર્તવ્યોનું  દાયિત્વ નાખવા જ વર્ણ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે, કોઈ જન્મના આધારે વર્ણ વ્યવસ્થાનો વિચાર ગીતામાં નથી, આમ જોતા નેતિક આચરણ  દેશ કાળ અને વ્યક્તિ પર જ આધારિત છે,અને જગતમાં કોઈ કર્મ હલકું કે ઉચું નથી તે વિચાર સાથે ગીતા ચાલે છે.
ગીતા સ્પષ્ટ કહે છે કે દરેક “માણસે પોતાની બુદ્ધિ શુધ્ધ અને સાત્વિક કરવી તે પ્રત્યેક માણસનું પવિત્ર  કર્તવ્ય છે”, અને તે ઇન્દ્રિય નિગ્રહ વિના તે  શક્ય  બની શકે નહી, જ્યાં સુધી  બુદ્ધિ માણસનું ખરું હિત શેમાં છે, તેની પરીક્ષા બુદ્ધિ ન કરી શકે ને,  કેવળ  ઇન્દ્રિયોની મરજી પ્રમાણે બુદ્ધિ ચાલે  ત્યાં સુધી  બુદ્ધિ શુધ્ધ કહેવાય નહી ,એટલે માણસે આંતર યોગની સાધના કરી,આંતર શુધ્ધથી બુદ્ધિને મન ઈન્દ્રીઓનાં તાબામાં જવા ન દેતા, મન અને ઇન્દ્રીઓને શુધ્ધ બુદ્ધિના તાબામાં રાખવાની વ્યવસ્થા કરવા ગીતા એ સ્પષ્ટ કહ્યું છે.,ટુકમાં “માણસે મન, બુધ્ધિ અને વાસનાને આંતર યોગની સાધનાથી શુધ્ધ સાત્વિક અને પવિત્ર  કરીને જીવનના તમામ વ્યવહારો કરવા જોઈએ”, એજ ગીતાનાં સત્ય ધર્મનો પાયો છે,આની ઉપરજ સત્ય ધર્મ નું ચણતર થઇ શકે છે.શુદ્ધ બુદ્ધિ વિના જીવન નકામું છે, એમ ગીતા સ્પષ્ટ  માને છે..
આ ઇન્દ્રિય નીગ્રહને ગીતા મનો નિગ્રહ અને આંતર યોગ કહે છે  એટલે કે નીગ્રહનું અને આંતર શુધ્ધીનું   કર્તવ્ય એ છે કે નિર્ણય ની સત્તા મન પાસે ન રહેતા શુધ્ધ બુદ્ધિ પાસે રહેવી જોઈએ ,આથી આ બુદ્ધિ શુધ્ધ કરવા માટે પાતંજલ યોગ પ્રમાણે સમાધિમાં સ્થિર થવું જોઈએ.એજ સર્વોત્તમ રસ્તો છે સમાધી પ્રાપ્ત થતાજ બુદ્ધિ શુધ્ધ થાય છે અને સ્થિર થાય છેઅને એકાગ્રતા પ્રસ્થાપિત થાય છે,,આમ આંતર ધ્યાનની સાધના દ્વારા પરમતત્વ પરમાત્માનું સ્વરૂપ ઓળખીને સર્વ પ્રાણી માત્રમાં એક જ આત્મા છે, તે તત્વ શુધ્ધ બુદ્ધિમાં સ્થિર થાય છે , આને જ ગીતા “આત્મ નિષ્ઠ બુદ્ધિ “કહે છે , જેને આત્મ જ્ઞાન કહેવામાં આવે છે , આમ  “આત્મ નિષ્ઠ દ્રષ્ટિ એ જ સર્વ સદાચારનું મૂળ છે” ,અને “સદાચાર એજ જીવન જીવવાની સત્ય રૂપ ચાવી છે”, આ ચાવીથી જ મોક્ષનો  દરવાજો ખોલી શકાય છે,અને મોક્ષ પ્રાપ્ત કરવો એજ માનવ જીવનનો હેતુ છે,
માણસ એક સામાજિક અને અસંખ્ય જરૂરીયાત વાળું પ્રાણી  છે.પોતાની જરૂરીયાત સંતોષવા જ તે સમાજમાં રહે છે, અને કર્મ કરે છે, અને જીવે છે, ગીતા સ્પષ્ટ કહે છે, કે “માત્ર લીધા જ કરવું તે પાપ છે,” આપીને લેવું તેજ જીવનની સર્વોત્તમ રીત છે,ગીતા સ્પષ્ટ કહે છે, કે સ્વના અત્યંત સંકીર્ણ ચોગઠામાં જીવ્યા કરવું તેતો પશુતા જ છે, સ્વનું વિસ્તૃતી કરણ કરવામાં  જ સ્વનો યથાર્થ ઉત્કર્ષ છે, અને” પરમાર્થમાં સ્વાર્થનું વિલીનીકરણ એજ ઉચ્ચ આધ્યાત્મિક જીવનનો પાયો છે” , અને જો પરમાર્થની વાત સમજવી હોય તો સૂર્ય,ચંદ્ર વૃક્ષો અને નદી તેના પ્રતીકો છે ,તેથી જ ગીતા સ્પષ્ટ કહે છે કે સંગ રહિત ને,કર્તૃત્વ રહિત થઈને સદાકાળ સૂર્ય અને ચંદ્ર વગેરેની જેમ કર્મ કર્યાજ કરવું જોઈએ,,
ગીતા સ્પષ્ટ કહે છે કે અલ્પમતી માણસને એમ લાગે છે, કે સ્વાર્થમાં જ પ્રાપ્તિ છે, પણ હકીકતે “સ્વાર્થમાં વિનાશ” જ છે, જે માણસે કદી બીજાનો વિચાર જ નથી કર્યો તે કદી પોતાને સાચીરીતે જોઈ શકતો, નથી કે વિચારી પણ શકતો નથી,કે પોતાની જાતને  સમજી શકતો નથી કે જાણી પણ શકતો નથી  ,
માણસ પોતાની જરૂરિયાતો પોતાની મેળે જ સંતોષી શકતો જ નથી. એક પાસે જે છે, તેની બીજાને જરૂર હોયતો બીજાને આપવું અને બદલામાં તેની પાસેથી પોતાની જરૂરિયાત મેળવવી એવા વિનીમયમાંથી જ સમાજ ઉદ્દભવેલ છે, અને  સમાજ વિના માણસ રહી શકતો નથી. આથી જ આસક્તિ રહિત,કર્તૃત્વ રહિત થઈને ફ્લાષા છોડીને નિષ્કામ  કર્મ કરવાની વાત ગીતા સમ જાવે છે, જે સુખને શાંતિ પ્રદાન કરે છે
“કર્મ નિષ્ઠા અથવા નિષ્કામ કર્મ યોગ” .  .,
ગીતા ત્રણ પ્રકારના કર્મોની વાત આપણી સમક્ષ મુકે છે,જેમાં ૧,સ્વાર્થી અને અહં પ્રધાન કર્મો ૨,ફલાશાયુક્ત સકામ કર્મો અને ૩, ફલાષા વિનાના કર્મો,  આમ ત્રણ પ્રકાર પાડી ગીતા કહે છે, કે પ્રથમ પ્રકારના કર્મો કરનારનું જીવન વૃથા છે, જયારે બીજા પ્રકારના કર્મો નિરર્થક નથી તોય પણ તે સર્વોત્તમતો નથી જ. પણ આવા સકામ ભાવે કર્મ કરનારનું આચરણ ક્યારેક નિષ્કામતા પ્રત્યે વળે છે,તે હકીકત ધ્યાને રાખીને ગીતામાં આવા કર્મોની નિંદા કરવામાં આવી નથી, પણ તેની મર્યાદા બતાવી છે, તે જોઈ શકાય છે ,આમ ત્રીજા પ્રકારના કર્મો એટલે કે ફ્લાષા રહિત કર્મો કર્યા જ કરવા તે જ સર્વોત્તમ કર્મો છે,. આમ કહીને ફલાષા રહિત કર્મને ગીતાએ આંતર યોગ  બનાવ્યો છે,.અને આ આંતર  યોગ  દ્વારા આંતર શુદ્ધિ થાય છે, આમ આત્મોકર્ષ ઈચ્છતો માણસ આત્મ સંયમ રૂપ જે કાંઈ ફ્લાષા છોડીને  કર્મ  કરે છે, તેને ગીતા આંતર યોગ  કહે છે.આં આંતર યોગની ભાવના એ સામાજિક ચિંતનનો પાયો પૂરો પાડ્યો છે, અને એ જ આંતર યોગનું  મહત્વ નું  સોપાન છે.એનેજ જીવનયોગ કહેવામાં આવેલ જે સમગ્ર જીવનને ઉર્ધ્વગતી આપે છે ,    
એક સાવ સરળ સ્વભાવના  માણસ સમક્ષ એક એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે , કે સમાજના બીજા બધાજ સભ્યો સાથે વ્યવહાર,વર્તન અને આચરણ કેવા પ્રકારનું  કરવું જોઈએ. આ પ્રશ્નને  લઈને ગીતામાં અર્જુન ઉપસ્થિત થયો છે. તે ક્રષ્ણ ભગવાનને કહે છે, કે આ યુધ્ધમાં મારા પ્રતિસ્પર્ધીઓ છે, તે બધા જ મારા સગાઓ સ્નેહીઓ અને ગુરુઓ છે, તો મારે તેમની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ ,અને મારી પવિત્ર ફરજ અને કર્તવ્ય શું તે મને કહો.અને આ પ્રશ્નનો  ઉકેલ ગીતા યુધ્ધ કરવું તેમ સૂચવે છે,અહી જ સુખ અને હિતનાં  આદર્શોમાં રહેલો તફાવત આપણે જોઈ શકીએ છીએ, સુખ માણસને પ્રિય છે, પણ તે સદા હિતકારી હોતું નથી ,હિત સદા સુખદ કે પ્રિય હોતું નથી ,છતાં તે હિતકારી તો હોય જ આમ ગીતા આંતર યોગની અને જીવન યોગની  ભાવના દ્વારા હિત અને શ્રેયની હિમાયત કરે છે ,આમ ગીતા પરિણામો કરતા શુધ્ધ હેતુને પ્રાધાન્ય આપે છે.આમ ગીતાના આંતરિક યોગ ભાવનામાં અને પરમાર્થમાં જ સાચો સ્વાર્થ સમાયો છે, એમ સ્પષ્ટ  કહે છે,.    
માણસના કર્મને જ આ સંસારનું મૂળ માનવામાં આવેલ છે ,અને જગતના બધાજ પ્રાણીઓ ક્રિયાઓથી જ જોડાયેલા છે ,અને દરેક સતત ક્રિયા શીલ રહે છે, અને આ સૃષ્ટિનું કોઈ પણ પ્રાણી કોઈપણ ક્ષણે  કર્મ કર્યા વિના રહેતું જ નથી ને કર્મ કોઇથી છૂટે જ નહી ,છોડવા ધારીએ તો પણ છૂટે જ નહી, તે પાયાનો સિધ્ધાંત ગીતાએ ઉજાગર કરેલ છે,
ગીતા સ્પષ્ટ પણે  કહે છે, કે કર્મનાં સ્વરૂપને જાણવું જોઈએ, કારણકે માણસ જ્યારે કર્મના સિદ્ધાંતને સમજ્યાં વીના,જાણ્યાવીના અજ્ઞાનમાં સ્થિર થઈને કર્મ કરે છે. ત્યારે તે સુખ ,શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી શકતો  નથી,એટલું બરાબર સમજી જ લ્યો કે કર્મમાં સુખ શાન્તી કે આનંદ આપવાની કોઈ શક્તી જ નથી ,તે તો નિર્જીવ છે. જે કાંઈ સુખ શાંતિને આનંદ પ્રાપ્ત થાય છે, તે  કર્મ પાછળ આપણા મનનો  ભાવ કેવો છે, તેના પર જ સુખ દુઃખનો આધાર છે,
જો કર્મ કરવામાં ફળની આશા, અપેક્ષા, તૃષ્ણા ,કામના, વાસના,કે  અહંકારનો મનનો ભાવ  રાખીને કર્મ કરવામાં આવશે તો તેવું કર્મ સુખ પ્રદાન કરશે જ નહી, અને કર્મ પણ સારી રીતે થશે નહી, કારણ કે ફળ મળવામાં પ્રકૃતિના અનેક પરિબળો કામ કરતા હોય છે , જેમાં માણસનું કર્મતો એક નાનો ટુકડો છે,આ નાનાં એવા ટુકડામાં મન પરોવવું,ને” ખોટી અને મોટી આશા રાખીને કર્મ કરવું  તે મુર્ખામી જ છે,” અજ્ઞાન છે,,એમ ગીતા કહે છે.
ગીતા સ્પષ્ટ કહે છે કે કર્મ પોતે  બંધન કારક નથી, પણ તેની પાછળ  જે  કામનાઓ, તૃષ્ણાઓ ,આશા, અપેક્ષા,અહંકાર,રાગ દ્વેષ વગેરેનું મોટુ લંગર છે, તે જ  બંધનં  કારક છે, માટે ફળની આશા છોડીને કર્મ કરવું એટલે આ લંગરથી અલિપ્ત થઈને કર્મ કરવું આ રીતે કર્મ.કરવાથી શાંતિ રહેશે,. ફળની આશા છોડવી એટલે રાગદ્વેષ, અહંકાર,કર્તૃત્વ વગેરે આંતરિક ભાવોનાં આ લંગરને  તિલાંજલિ આપવી તેનું નામ ફલાષા છોડવી છે,,ટુકમાં ઈચ્છા રહિત અને કર્તૃત્વ રહિત થઈને કર્મ કરતા રહેવું તેમ કહેવું છે,તેનું નામ જીવન યોગ છે. એનો અર્થ એવો નથી કે જે કાંઈ ફળ મળે તે ફેકી દેવું સ્વીકારવું જ નહી  એવું ગીતાનું કહેવાનું નથી જે કાંઈ ફળ મળે તે પરમાત્મા નો પ્રસાદ છે, એમ સમજીને તેનો ઉપયોગ કરવો તેમ કહ્યું છે, ટુકમાં ઉપભોગના અને આસક્તિના ભાવથી  મુક્ત થવાની વાત છે,તેમાં જ શાંતિ છે,અને શાંતિ એ જ જીવન જીવવાની સાચી રીત છે.
આમ કર્મ યોગ સત્ય ધર્મની વિચારણા અને આધ્યાત્મિક શોધના ઉદ્દેશો ઉદ્દાત વ્યક્તિ એટલે કે સત્ય  પર ભાર દેનારા સદાય રહ્યા છે, આ દ્રષ્ટીએ ગીતાનો કર્મયોગ,પણ આખરેતો માણસના વ્યક્તિત્વનાં વિકાસનો નિયમ હોઈ વ્યક્તિવાદી  સિધ્ધાંત છે, તે કબુલ પણ તેમાં સમષ્ટિ હિત પણ પૂરેપૂરું જળવાય છે, તેમ છતાં કર્મ યોગનું  અંતિમ લક્ષ વ્યક્તિગત આધ્યાત્મીકતાની ઉચ્ચતા જ પ્રાપ્ત કરવાનું જ છે,એ ભૂલવા  જેવી હકીકત તો નથી.
ગીતાની દ્રષ્ટીએ સત્ય ધર્મ એ માત્ર ચિંતનનો વિષય નથી, પણ શુધ્ધ બુદ્ધિથી તમામ  ક્રિયા અને કર્મ  કરવાનો વિષય છે, એટલે કે જેનાથી ફ્લાષા રહિત કર્મ કરવાની પ્રેરણા મળે તે સત્ય ધર્મ છે, આમ ગીતાના આંતર યોગ થી અભ્યુદય થાય છે, એટલું જ નહી પણ નિ:શ્રેયતા પણ પ્રાપ્ત થાય છે, તે તેની વિશેષતા છે.
આમ ગીતાની દ્રષ્ટીએ સત્ય ધર્મ એ શુધ્ધ  ક્રિયાનો અને શુધ્ધ કર્મનો  વિષય છે, જ્યાં માત્ર વિચારણા,કે ચિંતન છે, જ્યાં સત્યનું આચરણ નથી,કર્તૃત્વ રહીતતા નથી કે સદવર્તન નથી અને આસક્તિ ભરપુર છે , ત્યાં સત્ય ધર્મની હાજરી  હોઈ શકે જ નહી ,એમ સ્પષ્ટ કહે  છે.
માણસના જીવનમાં હંમેશા ભૂતકાળની ભૂલો અને ક્ષતિઓ જ આવતીકાલને સુધારે છે ,આમ સંસાર છોડવાના નિવૃત્તિ વાદ માટે મહત્વનો પ્રશ્ન એ હતો કે કામનાઓ,વાસનાઓ વગેરેથી છૂટવા માટે સંસાર છોડવાથી શું ખરે ખર કામનાઓ વાસનાઓ વગેરે છૂટે છે ખરી ? ગૃહસ્થા શ્રમ એ જો દુખદ અને કર્મ જંજાળ હોય તો  સંન્યાસમાં કર્મથી છુટકારો છે ખરો? આ પ્રશ્નને લઈને માણસો સંસાર  છોડે છે તે હકીકત છે પણ કાઈ મેળવતા નથી. .
આજના સંસાર ત્યાગ પર તટસ્થતા પૂર્વક વિચારણા અને ચિંતન  કરીએ તો સંસાર ત્યાગ એ  કામના વાસના આસક્તિ છોડાવી શકતો નથી,. તેવું પુરવાર થાય છે, એટલું જ નહી પણ  સંસાર છોડનાર બધાજ  સવાયો સંસાર ઉભો કરે છે,ને આ સવાયા સંસારમાં આસક્ત થઈને જીવન જીવે છે, જ્યાં પણ આસક્તિ, મોહ અને અહંકાર  આવ્યો ત્યાં દુ:ખ રૂપ જિંદગી જ હાથમાં આવે છે,આ જગતનો શાશ્વત નિયમ છે.
આજના  બધાજ સંન્યાસી દુખ ચિંતામાં જ જીવતા જોવા મળે છે, કોઈના મનપર અંતરની પ્રસન્નતા જોવા મળતી જ નથી કે કોઈએ સત્ય રૂપી જ્ઞાન પ્રાપ્ત કયું હોય તેવો એક પણ દાખલો નથી,તેથી સંસાર ત્યાગને જડ પણે વળગી રહેવું હિતાવહ નથી,કે યોગ્ય પણ નથી. પણ સંસારમાં રહીને સરળતા સહજતા,અને સત્યતા પૂર્વક કોઈને પણ નડીએ નહી તે રીતે જીવન  જીવે જવામાં જ મજા છે, અને એમાજ અંતરની પ્રસન્નતા છે ,એમ ગીતા સ્પષ્ટ કહે છે,
કર્મએ પ્રાણી માત્રની સ્વભાવ યુક્ત પ્રવૃત્તિ છે, અને પ્રકૃતિ છે ,જગતના બધાજ પ્રાણીઓ ક્રિયાઓથી જોડાયેલા છે, તેઓ બધાજ નિરંતર ક્રિયા શીલ રહેજ છે, જગતનું કોઈપણ પ્રાણી કોઈપણ ક્ષણે  કર્મ કર્યા વિના રહી શકતું જ નથી, માટે કર્મ છૂટી શકે જ નહી, અને છોડી શકાય જ નહી, એટલે કર્મોતો કરવા જ પડે છે, તેનો સ્વીકાર કરવો જ રહ્યો પણ કર્મો જ્ઞાન પૂર્વક કરવા જોઈએ એમ ગીતા કહે છે ,,
જયારે માણસ કર્મ કરે છે ત્યારે કર્મ કાંતો ઈચ્છિત ફળ આપે છે, અથવા અનીચ્છીત,ફળ આપે છે, તો કેટલીક વખત થોડું ઈચ્છિત અને થોડું અનીચ્છીત ફળ પ્રાપ્ત થાય છે, પણ કોઈ પણ કર્મ ફળ આપ્યા વીના કે પરિણામ લાવ્યા વીના રહેતું જ નથી, તે કર્મનો શાશ્વત સિધ્ધાંત છે, આને કારણે જ ફળની આશા વડેએટલેકે આસક્તિ સાથે માણસ  કર્મ કરે છે, ત્યારે માણસ કર્મ બંધનમાં જકડાય છે. અને આ રીતે વિભિન્ન રીતે  ફળોની પ્રાપ્તિ અર્થે એટલે કે ફળની તૃષ્ણા, આશા,વગેરે સાથે માણસે કરેલા કર્મો તેનામાં સુખ દુ:ખ વગેરે  ભાવોને જન્મ આપે છે,...
સુખ પ્રાપ્તિ અને દુ:ખ નિવારણ ઈચ્છતો જીવ આ રીતે કર્મની જંજાળમાં વધારે ને વધારે ફસાય છે ,ને દુખ ચિંતા અને તનાવનો ભોગી બને છે,અને કરેલું કોઈ પણ કર્મ ફળ આપ્યા વીના કદી રહેતું જ નથી કર્મનો આ અટલ નિયમ છે, જે  જન્મ જન્માંતર સુધી વિસ્તરે છે, આજ નિયમ આપણા વર્તમાનને સમજાવે છે, અને સજાવે છે, એમાં જ આપણો ભૂતકાળ સંચિત થઈને પડેલો છે, અને એમાં જ આપણું ભાવી પણ નક્કી થયેલ છે, માટે જ ગીતા કહે છે કે શુધ્ધ બુધ્ધિ  કરી, ફળની આશા છોડી,નિષ્કામ ભાવે, આસક્તિથી મુક્ત થઈને, કર્તૃત્વ રહિત થઈને  કર્મ કરતા જ રહો તેમાં જ  ભવિષ્યને સુધારવાની ચાવી છે,આમ આસક્તિથી મુક્ત થઈને જીવન જીવે જવાની ચાવી લગાડવાથી ભવિષ્ય સુધરી શકે છે, એમ ગીતા કહે છે ,
ગીતા સ્પષ્ટ કહે છે કે એક ક્ષણ માટે પણ માણસ કે કોઈ જીવ કોઈ પણ કર્મ કર્યા વિના રહી શકતું જ નથી કોઈ પણ શરીર ધારી મનથી  ધારેતો પણ કર્મ કર્યા વિના રહી શકતો  જ નથી એટલે કર્મ જ ન કરવું એ પણ એક ક્રિયા જ છે, અને ક્રિયા એજ આપણો મૂળ ભૂત  સ્વભાવ છે, એટલે જો જીવનમાં નિષ્ક્રિયતા સાવ જ  અશક્ય હોય તો સ્વાભાવિક રીતે આપણે કહેવું જ પડે કે ક્રિયા શીલાતામા જ  માનવ જીવનની ઉત્કર્ષની ચાવી પડેલી છે. એટલે ક્રિયા શીલતા વિના માણસ પાસે બીજો કોઈ વિકલ્પ નથી ,આથી ફાળાષા છોડીને,આસક્તિથી મુક્ત થઈને શુધ્ધ બુદ્ધિથી કર્મ કરતાજ રહેવું એ જ એક માત્ર માર્ગ છે, અને આ માર્ગ પર  ચાલતા જ શાંતિ પ્રાપ્ત થાય છે,અને ભવિષ્ય સુધારી શકાય છે, ,
ગીતા સ્પષ્ટ કહે છે કે માત્ર કર્મેન્દ્રિઓને  સંયમિત કરવી એતો બાહ્ય ત્યાગ છે ,એટલે કે બાહ્ય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કે કર્મ  એ ગીતાનો આંતરિક યોગ  નથી, આવી બાહ્ય પ્રવૃતિથી મન આંતરિક રીતે કામનાઓના વિષયને છોડવાને બદલે તેનું જ વધારે સ્મરણ કર્યા જ કરે છે,આજના સન્યાસીઓ સંસાર છોડ્યાનું અને કાંઈપણ  પ્રાપ્ત ન કર્યાનું મનમાં સતત  વિચાર્યા જ કરે છે, જેથી તેઓ કોઈ  ચિંતાથી મુકત હોતા નથી,  ગીતા આને મિથ્યાચાર કહે છે.આ મનોવિજ્ઞાનની દ્રષ્ટીએ પણ સત્ય છે, જીવનમાં બાહ્ય રીતે આંતર સમજ વિના,કે આંતર યોગની ની સાધના વિના કોઈ વસ્તુને છોડવાથી ખરેખર તે છુટતી જ નથી, ઉલટાનું એનું વધારે સ્મરણ અને ચિંતન મનમાં  ઉદ્દભવે છે,તેથી બાહ્ય ત્યાગ એ ત્યાગ નથી ,પણ ધેલછા જ છે,આથી કર્મો છોડયા વિના મનમાં અનાસક્તિનો યથાર્થ ભાવનું નિર્માણ કરવાથી જ ફ્લાષા રહિત અને નિષ્કામ બની કર્મો કર જ શકાય છે,, એમ ગીતા કહે છે, ,
ગીતા સ્પષ્ટ કહે  છે કે નેતિકતા,પ્રમાણીક્તા અને સત્યતાનો સીધ્ધાંત  વ્યવહારિક જીવન માટે આવશ્યક અને જરૂરી છે, તેનો અંતરથી સ્વીકારીને જીવન જીવવું જોઈએ. કર્મતો પ્રકૃતિની અસર રૂપ છે, અને આત્મા કશું પણ કરતો જ નથી, તેતો સાવજ નિર્લેપ છે ,આ સમજ  જ પરમતત્વ પ્રત્યે આદરભાવ જન્માવે છે આને પરિણામે આપણે નિરહંકારી પરમાત્માની યોજનાનો આપણે ફળી ભૂત કરવા માત્ર નિમિત્તમાત્ર છીએ, એમ જાણી આપણે વધુ ને વધુ  વિનમ્ર બનીએ છીએ.ને અહંકારમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ,
આરીતે પ્રાણી માત્રમાં એકજ સત્તા દ્રષ્ટિ ગોચર થાય છે, ને વિશાળતામાં સ્થિર થવાય છે.અને અભયતા પ્રાપ્ત થાય છે, આમ પ્રકૃતિ પર સ્વામિત્વ કે આધિપત્ય મેળવવાથી કર્મ યોગી બનાય છે, પણ આવું સ્વામિત્વ પણ જો આપણામાં અહંકાર જન્માવે તો તેથી કર્મ યોગની સિદ્ધિ પ્રાપ્ત થતી જ નથી,
આમ કર્મ યોગ એ નીર્વેયક્તિક બનીને આચરવાનો ધર્મ છે .નીર્વેર્યક્તિકતાનો અર્થ ગીતાએ એવો કર્યો છે, કે સુખ- દુ:ખ,જય- પરાજય, સફળતા- નિષ્ફળતા,કીર્તિ -અપકીર્તિ ,પ્રશશા- નિંદા અને લાભ- નુકસાન વગેરે પ્રત્યે સમત્વ અને  સમતા ધારણ  કરવાથી અને સ્થિત પ્રજ્ઞમાં સ્થિર થવાથી  કર્તા પણાનો ભાવ  સમૂળગો નાશ પામે છે, અને આ પ્રકૃતિનો સ્વામી પરમાત્મા છે, અને તે જ સર્વ  કાંઈ તેજ  કરે છે, એમ અંતરથી સમજવું એનું નામ નીર્વેયક્તિકા છે એમ ગીતા કહે છે..  .
આમ ગીતાની દ્રષ્ટિમાં કર્મ યોગ એ એક વ્યાપક સિધ્ધાંત છે, કર્મ અને જ્ઞાન વિરોધી નથી પણ કામના યુક્ત કર્મો જ્ઞાનના વિરોધી જરૂર છે ,ફ્લાષા રહિત નિષ્કામ કર્મ,અનાસક્તિના ભાવ સાથે થતા કર્મ જ્ઞાન પ્રાપ્તિ માટે સુસંગત છે, અને પરમતત્વની સર્વ વ્યાપકતા જાણવી એજ જ્ઞાન છે, એટલે કર્મ અને જ્ઞાન એક સાથે રહી જ શકે છે, જ્ઞાનની પ્રાપ્તિ પછી કર્મો અટકતા નથી ,આમ જ્ઞાનની પ્રાપ્તિ એ જીવનની  નવ જાગૃતિ છે,નવા જીવનની પ્રાપ્તિ છે. સાથે સાથે એટલું સત્ય છે, કે જ્ઞાનીને અજ્ઞાન મુલક કર્મો રહેતા નથી, છતાં જ્ઞાનીની  સ્વભાવ ગત વિશ્વ હિતાર્થે પ્રવૃત્તિ જ છે ,
ટુકમાં માણસે પોતાના સ્વભાવમાં રહીને શુધ્ધ બુદ્ધિ અંતરની સાધના દ્વારા પ્રાપ્ત  કરીને જ પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ તે જીવનમાં રહીને કર્મની અંદર હરગીજ નહી, કે જીવન અને કર્મના ક્ષેત્રની બહાર વળી માનવામાં પરમાત્માની સાર્થકતા, જીવનમાં પરમાત્માની લીલા એ બન્ને આદર્શ પૂર્ણતાના અંશો જ છે, આમ જ્ઞાન કે પૂર્ણતાની દશા કર્મ વિહોણી તો હોઈ શકે જ નહી, એ સમજી શકાય તેવી બીના છે,આમ જીવન અને જગત વચ્ચે જ્ઞાન દશાએ ટકવાનું છે. ,
એટલું બહુ જ  સ્પષ્ટ સમજી લ્યો કે નિવૃત્તિ પરાયણ માણસને એટલે કે સંસાર જેમને છોડેલ છે તેવા સંન્યાસીને  આવા પ્રકારની  શુધ્ધ પૂર્ણતાની કલ્પના પણ તેમના મનમાં આવી શક્તિ નથી, એટલે કે આજનો સંન્યાસી જે તેના જીવન સગ્રામમાં જીવન અને કર્મ સ્થાન પામે એવી પૂર્ણતા તે કદી પણ કલ્પી જ શકતો નથી, કે કદી પૂર્ણતા પ્રાપ્ત કરી શકતો જ નથી તે હકીકત છે.આમ સંન્યાસ તે ખોટનો ધંધો જ છે. ,
આમ જ્ઞાન પ્રાપ્તિ એ કર્મના પ્રવાહને નિયમન માટે છે ,જો નિયામક નીયમ્યથી જુદો રહેતો સાચા અર્થમાં નિયમન કરી શકે જ નહી ,એટલે જીવનમાં નિષ્ક્રિયતા એ કર્મ પ્રવાહને સંચિત કરવા સમાન હોય સર્વથા અનુપયુક્ત છે , વળી નેશ્કકર્મ્ય એ કર્મ રહીતતા નથી એ એવો અંતરનો ભાવ છે, જેમાં માણસ કર્મ કરતો હોવા છતાં પોતે કાંઈ જ કરતો જ નથી ,પણ પરમતત્વ પરમાત્મા  દ્વારાજ બધું થઇ રહ્યું છે, એમ જાણવું આમ ક્રિયા રહિત થવાથી સંન્યાસી કદી પણ  આવો ભાવ અનુભવી શકતો નથી ,
આથી જ ગીતા સ્પષ્ટ કહે છે કે કર્મ ફળનો આશ્રય ન લેતો જે માણસ કર્તવ્ય કર્મ કરે છે, તેજ સાચો સન્યાસી છે, અને તેજ સાચો યોગી પણ છે, પણ અગ્નિ રહિત ,ક્રિયાશક્તિ રહિત,અને ક્રિયા રહિત  બનેલો માણસ યોગી નથી, કે સાચો સન્યાસી પણ નથી,.એટલે આજના સંન્યાસીઓ સાચા સંન્યાસી નથી, પણ મોટા અહંકારથી ભરેલા દંભી નવા જ પ્રકારના  સંસારીઓ જ  છે,  એમ ગીતા સ્પષ્ટ કહે છે, અને જ્યાં અહંકાર હોય ત્યાં શાંતિ સુખ હોય શકે જ નહી ત્યાતો હોય તનાવ ઉદ્વેગ અને ચિંતા, એટલે જ આપણે આજના કોઈ સન્યાસીને અંતરથી પ્રસન્નચિત્તે જોતા નથી,જરાક ચીટકો ભરો ત્યાં ક્રોધ ભભૂકી ઉઠે છે, આં છે  આજના સન્યાસીની સ્થિતિ, ,
ટુકમાં કર્મ યોગ એટલે આપણો માત્રને માત્ર કર્મ કરવાનો જ અધિકાર છે, ફળની પ્રાપ્તીમાં કદાપી અધિકાર  નહી, એટલે આપણે ફળની પ્રાપ્તિના હેતુ વાળા થવાનું નથી,એટલે કે કોઈ પણ જાતની તૃષ્ણાથી કર્મ  કરવાનું નથી, અને જીવનમાં કર્મ જ ન કરવું તેવા ભાવમાં સ્થિર પણ થવાનું પણ નથી,એટલે કે કર્મ છોડવાના નથી, પણ જ્ઞાન સાથે,નિષ્કામ ભાવથી ફ્લાષા છોડીને શુધ્ધ બુદ્ધિથી  કર્મ કરતાજ રહેવાનું છે, આજ કર્મ યોગ ગીતાનું મહત્વનું સોપાન છે, આમ ટુકમાં નિવૃત્તિ કરતા નિષ્કામ પ્રવૃતિનો અને શુધ્ધ બુધ્ધીથી થતો  વિચાર ગીતાને વધુ અભિપ્રેત છે, એમાં કોઈ શંકા નથી , આમાં જ માનવ જીવનની પરમ સિદ્ધિ અને સાર્થકતા છે. એમ સ્પષ્ટ કહી શકાય..
“જ્ઞાન નિષ્ઠા અથવા જ્ઞાન યોગ “
જ્ઞાનનો અર્થ છે, અંતરની જીજ્ઞાસાથી જે અંતરમાંથી અને અંતરની શુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય તેનું નામ જ્ઞાન છે. આ માટે માણસે આંતર સાધના દ્વારા જબ્બર પ્રયત્નો કરવા પડતા હોય છે, ત્યારે અંતર શુધ્ધ થાય છે, ને  જ્ઞાન પ્રાપ્ત થાય છે, ને જ્ઞાનની પ્રાપ્તિ માણસ માટે સુખદ હોય છે, આનંદ દાયક હોય છે, આ રીતે આંતરિક જ્ઞાન એ જ જીવનનું હાર્દ છે, જ્ઞાન જીવનની તમામ શંકાઓનું સમાધાન કરે છે, ને અભયતા બક્ષે છે, જ્ઞાન અપાર આંતરિક પરિશ્રમ કર્યા બાદ અંતર માંથી જ પ્રાપ્ત થતું હોય તેની પ્રાપ્તિ એ અનેરો આનંદ આપે છે,પરમ સુખ દાયક છે, અને પરમ આનંદ દાયક છે ,આ બંન્ને હોય ત્યાં શાંતિ તો હોય જ ...
જ્ઞાન,સત્ય અને પરમ તત્વ એ ત્રણે પર્યાય જેવા છે, આથી જ જ્ઞાનની પ્રાપ્તિ થતા જીવનનું સર્વોચ્ચ સત્ય એટલે કે પરમ તત્વ મળ્યાનો ભાવ અંતરમાં થાય છે ,છતાં ત્રણે વચ્ચે ભેદ પણ છે, સત્યને પરમતત્વ જ્ઞાનાત્મક હોય છે, જયારે બધું જ જ્ઞાન સત્ય રૂપ કે પરમતત્વ રૂપ હોતું નથી,,
માણસના બોધિક જ્ઞાનમાં સર્વગ્રાહી પણું કદી પણ શક્ય જ નથી, આથી જ બોધિક જ્ઞાન કદી પણ માણસની તીવ્ર જ્ઞાન પિપાસા સંતોષી શકતું જ નથી, આથી તે જ્ઞાન નથી,પણ માહિતી જ છે, અને માહિતીમાં જ્ઞાન પિપાસા ને સંતોષવાની શક્તિ જ નથી, આથી જ માનવ મન શાશ્વત અને સ્થિર તત્વો તરફ આકર્ષાય છે. અને આંતરિક સાધના દ્વારા શાશ્વત જ્ઞાન પ્રાપ્ત કરવા મથે છે.અને સર્વજ્ઞ  થાય છે ત્યારે જ સંતોષ થાય છે
એટલે જ કહેવાયું છે કે આત્મા,આત્મજ્ઞાન કે જ્ઞાન પ્રવચનોથી,વાંચવાથી,કે બોધિકથી કથાઓ સંભાળવાથી,  કોઈ ગુરુદ્વારા કે કોઈ મૂર્તિ પૂજવાથી,જપ કરવાથી કદી  જ્ઞાન પ્રાપ્ત થતું જ નથી, તેના માટે તો યોગની આંતરિક  સાધના કરી સમાધી અવસ્થા પ્રાપ્ત કરવી પડે છે ,અને  મન બુદ્ધિ અને ઇન્દ્રીઓથી પર થઈ ને ટોટલી નીર્વીચારતામાં સ્થિર થવું પડે છે,ત્યારેજ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે,.જ્યાં વિચાર છે, સંકલ્પ, વિકલ્પ છે, ત્યાં ચિંતા તનાવ ને દુખ છે,ત્યાં જ્ઞાનની હાજરી નથી, એટલે જ કહેવાય છે, કે નીર્વીચારતામાં જ પરમ શાંતિ સુખ અને આનંદ છે, એજ જ્ઞાનની અવસ્થા છે. જ્ઞાનની પ્રાપ્તિ છે.આમ જ્ઞાન રસ્તામાં પડ્યું નથી, તેના માટે સત્યના રસ્તે યોગની અને ધ્યાન યોગની આંતર  સાધના કરવી જ પડે છે, અને પુરેપુરી શુદ્ધતા પ્રાપ્ત કરી ને સમાધી અવસ્થા પ્રાપ્ત કરવી પડે છે. તોજ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે.જ્ઞાન એ આંતરિક વિશાળતા અને સર્વજ્ઞતા છે સંપૂર્ણતા છે અને સંશયથી મુક્તિ છે ને અભયમાં સ્થિતિ છે ,.. .
જ્ઞાન પ્રાપ્ત થતા જ અંતરમાં પૂર્ણતાની ભાવના જાગૃત થાય છે,તમામ સંશયો  નાબુદ થાય છે, ને અભયમાં  સ્થિર થઇ જવાય છે,વિશાળતા પ્રાપ્ત થાય છે, સ્વાર્થમાંથી નિવૃત થઇ જવાય છે, મારામાં જે આત્મા છે તેજ આત્મા બીજામાં છે, તેવા ભાવમાં સ્થિર થવાય છે,અને અહંકાર નાબુદ થાય છે, પછી મૃત્યુનો પણ ભય રહેવા પામતો નથી, કારણ આત્માનું મૃત્યુ છે, જ નહી,તેની સ્પષ્ટ પ્રતીતિ આંતર યોગથી થાય છે, પોતે આત્મા સ્વરૂપ છે, તેનું તેને ભાન થાય છે, આ રીતે  જ્ઞાનની પ્રાપ્તિ એટલે જ આત્મામાં સ્થિરતા, આત્મ સ્વરૂપ બનવું છે,આત્મ જ્ઞાન ની પ્રાપ્તિ છે .
આથી જ્ઞાનની પ્રાપ્તિ એટલે જ અસતમાંથી સતમાં,.અંધકારમાંથી પ્રકાશમાં, મૃત્યુમાંથી અમૃતમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં,  સ્થિર થવું છે, આમ જ્ઞાન એટલે  પારર્લોકિક  દિવ્ય સ્થિતિમાં આરોહણ કરવું છે, અને શાશ્વત આનંદમા અને  સ્થિર દ્રષ્ટિમાં સ્થિર થવું છે, આમ વિશ્વની વેવિધ્ય પૂર્ણ દશા જ્ઞાનમાં એકતા પામે છે અને જ્ઞાન પ્રાપ્ત થતા જ જીવનમાં અનેક્તાનો નાશ થાય છે, ને અદ્વેતતા  પ્રાપ્ત થાય છે ,
આથી જ્ઞાનની પ્રાપ્તિ એવું કાંઈક જીવનમાં આપે છે, જે એકને જાણવાથી આ વિશ્વનું બધું જ જાણી શકાય છે. કાંઈપણ વસ્તુ જગતમાં  જાણવાનું બાકી રહેવા પામતી  જ નથી , આમ સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે,આવી સંપૂર્ણતા પછી શોક. મોહ,અને અહંકાર  વગેરે  કાઈ પણ અંતરમાં  જ રહેવા પામતા જ નથી, અને આંતરિક રીતે પૂરે પૂરી શુધ્ધતા પ્રાપ્ત થાય છે, જીવનમાં શુદ્ધિ  એજ સિદ્ધિ છે, અને આ રીતે શુદ્ધતા પ્રાપ્ત થતા જ પરમતત્વની અનુભૂતિ શક્ય બને છે..જ્ઞાની માણસ પોતે જ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે.કોઈ ભેદ રહેવા પામતો જ નથી ,
અનુભૂતિ કે સાક્ષાત્કાર નું સત્ય વાણીની મર્યાદામાં પૂર્ણ પણે ,વ્યક્ત થઇ શકે જ નહી અને થઈ  શકતું પણ નથી ,કારણકે જ્ઞાન અવસ્થામાં મનની હાજરી હોતી નથી,અમનની સ્થિતિમાં જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે તેની વિશેષતા છે.આમ અનુભૂતિ જન્ય જ્ઞાન જ બુદ્ધિ અને હ્રદય અને જીવનની તમામ ક્રીયાઓ ને  સંતોષે છે,તેથી જ જીવનમાં પરમ આનંદ અને પરમ સુખ પ્રાપ્ત થાય છે. ,
જીવનમાં સાંસારિક  પદાર્થોનું જ્ઞાન એ અપરા વિદ્યા છે, અને આત્મા તથા બ્રહ્મ જેવા પારમાર્થિક તત્વોનો  સાક્ષાત્કાર કરાવે તે પરા વિદ્યા છે ,જીવનમાં બોધિક જ્ઞાન માહિતી પ્રદ છે, માનવ બુધ્ધિ આ વિશ્વની અનંત ધટનાઓ સામે અત્યંત માર્યાદિત હોવાથી બુદ્ધિ દ્વારા કદી પણ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઇ શકે જ નહી ,બુદ્ધિ હંમેશા પૃથકરણ  કરે છે, ,અને તે સંયોજન કરે છે, જ્યારે  અનુભૂતિ એ  વ્યાપક દ્રષ્ટીએ સંયોજન કરે છે. તે બુદ્ધિ દ્વારા કદી પણ શક્ય બની શકે જ નહી,કારણકે બુદ્ધિની મર્યાદાઓ છે,.
આથી જ બુદ્ધિ કદી પણ  માણસની તીવ્ર જ્ઞાન પિપાસા  સંતોષી શકે  જ નહી,.,માટે જ યોગની સાધના દ્વારા સમાધિ અવસ્થા પ્રાપ્ત કરીને અમનની સ્થિતિ પ્રાપ્ત કરવી જ પડે છે, જે બુધ્ધિ અને ઇન્દ્રીઓની પરની અવસ્થા છે,. આ અવસ્થામાં સ્થિર થતા જ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે.,જ્ઞાન જેવું પવિત્ર આ જગતમાં કોઈ વસ્તુ નથી. અને જ્ઞાનની પ્રાપ્તિ એજ મોક્ષની પ્રાપ્તિ છે,.આત્મા અને બ્રહ્મ એકજ છે, ત્યારે જ  આત્મ સાક્ષાત્કાર દ્વારા માંણસ બ્રહ્મ તત્વને પામે છે, આમ સર્વત્ર આત્મ ભાવ કે બ્રહ્મ ભાવ જોવો એ જ્ઞાન છે, અહી અભેદ છે, અદ્વેત છે,
જે માણસ અનેકતા જુએ છે.દ્વેતમાં સ્થિર છે, તે ફરી ફરી જન્મ અને  મૃતુને શરણે  જાય છે, ને જે અદ્વેતમાં  સ્થિર થાય છે, તે  તે મૃત્યુને જીતી લે છે,અદ્વેતમાં સ્થિરતા એટલે જ  જન્મ મરણના ફેરામાંથી બહાર નીકળી જાવું  છે,પરમ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવી છે ,
જ્ઞાનની પ્રાપ્તિ એ માત્ર ને માત્ર બોધિક સમજ નથી, પણ એ શાશ્વત દશા છે, અંને માણસના વિચારો , લાગણીઓ  અને ક્રિયાઓ  માણસના મૂળ ભૂત સ્વભાવનાં ત્રણેય પાસાઓને  તે સ્પર્શ કરે છે ,આથી જ માણસની સમગ્ર ચેતનાના પ્રયત્નોને પરિણામે જે પ્રાપ્ત થાય તે જ્ઞાન છે ,આથી ગીતાના જ્ઞાન યોગનાં સ્વાભાવિક રીતે બે પાસાઓ ઉદ્દભવે છે ૧, કામનામય નિમ્ન સ્વભાવને વશ બુધ્ધીને સ્થિરતા આપવી ,અને ૨, શુધ્ધ  બુદ્ધિના નિર્ણય અનુસારવર્તન કરવું ,વગેરે બાબતો જ્ઞાન યોગનો પૂર્વાંગ છે, ,કામના અને કર્મ એક બીજા સાથે સંલગ્ન  હોઈ  જ્ઞાન યોગના પુર્વાગમાં કારણમાં આચરણનો સમાવેશ થઇ જાય છે, આ જ્ઞાન યોગના પુર્વાગને બુદ્ધિ યોગ કે પ્રજ્ઞા યોગ  કહેવામાં આવે છે, તેની સિદ્ધિ પ્રાપ્ત થતા જ શાશ્વત જ્ઞાન દશાનો અનુભવ શક્ય બને છે, આ જ્ઞાન યોગની ઉત્તરાંગ રૂપ સ્થિતિ છે, ગીતામાં આ સ્થીતીને સમત્વ અને સમતા તેમ જ સ્થિત પ્રજ્ઞની દશા રૂપે વર્ણવામાં આવેલ છે..
જીવનના તમામ અનિષ્ટો અને નબળાઈઓ વાળું માણસનું માનસ હોય છે,કારણકે માણસની બુદ્ધિ શુદ્ધ સાત્વિક હોતી નથી,આ પરિસ્થિતિ હોવા છતા પણ આવો માણસ  બુદ્ધિ શાળી હોવા છતા માણસ શુધ્ધ બુદ્ધિનાં  નિર્ણયો અનુસાર વર્તતો  જોવા મળતો નથી ,આ હકીકતમાંથી જ નીપજે છે, પશુતા અને દેવત્વનાં સંમિશ્રણ રૂપ માનવી, માણસમાં બુધ્ધી તત્વની અધિકતાને કારણે જ  અન્ય પ્રાણીઓથી ચડિયાતો માંણસ ગણાય છે, પણ આજની સંસ્કૃતિ,અને સમાજ જીવન ,સત્ય ધર્મ, કળા અને તત્વજ્ઞાન,અને આજનું વિકસિત વિજ્ઞાન આ બધું જ માનવ બુધ્ધીના જ પુરુષાર્થ નું પરિણામ છે,તે તો કબૂલવું જ પડશે.,
આમ માણસ શુધ્ધ બુધ્ધીમાં સ્થિર ન હોય  સંસાર અત્યંત નબળાઇઓથી  ભરેલો છે, તે હકીકત નો ઇનકાર થઇ શકે તેમ નથી, જગતમાં ધર્મને નામે જેટલા યુધ્ધો થયા છે,થઈ રહ્યા છે, તેટલા બીજા હેતુ માટે થયા નથી, આમ ધર્મ એટલે જગડવું એવો શબ્દ વ્યાપક  બની ગયો છે. આજે પણ ધર્મના નામે નિર્દોષ માણસોની કતલો થઇ રહી છે, આનો અર્થ એ થયો કે આપણે સત્યધર્મ ને સમજ્યા જ નથી , સત્યધર્મને જાણ્યો નથી આજે તો,ધર્મને નામે લોકોને ઉશ્કેરવામાં આવે છે,અને સમાજમાં ઉશ્કેરાટ ફેલાવવામાં આવે છે, ને  નિર્દોષ માણસોની કતલો ધર્મને નામે થાય છે ને કરાવે છે.આમ આજના તમામ  ધર્મો વાદ વિવાદને જ જન્મ આપે છે, જ્યાં વિવાદ હોય ત્યાં સત્ય ધર્મનું તત્વ  હાજર ન  હોય તે સ્વા ભાવિક અને સમજી શકાય તેવી હકીકત છે, અને  જ્યાં ધર્મમાં સંવાદ હોય, સલુકાય હોય, સરળતા હોય, સહજતા હોય,સત્યતા હોય,વિશાળતા હોય અને સમતા હોય ત્યાંજ સત્ય  ધર્મની હાજરી હોય શકે છે, તે આ જગતનો શાશ્વત નિયમ છે,
જ્યાં સત્ય  તત્વ જ  હાજર ન હોય ત્યાં ધર્મ હાજર નથી, પણ અધર્મ જ હાજર છે, અને જ્યાં અધર્મ હાજર છે ત્યાં ખુન ખરાબી જ હોય તે પણ શાશ્વત નિયમ છે, ,આજે દરરોજ ક્યાંકને ક્યાંક ધર્મના નામે  માણસની કતલો ચાલુ જ છે.એટલે આપણે સોવ ધર્મના સિદ્ધાંતોથી અળગા થતા જઈએ છીએ, ધર્મ નો અર્થ જ જોડવું છે, તોડવું થતો જ નથી ,જો આ એકજ વાત બરાબર સમજી લઈએ, ને ગાંઠે બાંધીએ  તો આપણે  સત્યને જ અનુસરીએ છીએ તેમ કહી શકાય અને આવું વર્તન જ સ્વાભાવીક છે,આપણે આજે જે  કાઈ ધર્મના નામે વર્તન વ્યવહાર આચરણ કરીએ છીએ તે બધું અસ્વાભાવીક છે,બનાવટી છે ઉપજાવી કાઢેલ છે, તેમાં એક ટકો પણ સત્યનો અંશ  નથી,એમ સ્પસ્ટ સમજાય  છે. ,   
હંમેશા જીવનના તમામ વ્યવહારોમાં  સત્ય પણ આપણું પોતાનું હોવું જોઈએ, ઉછીનું લીધેલું સત્ય હંમેશા મુશ્કેલીઓ જ ઉભી કરે, આજે આપણે બીજાના સત્યને આપણું સત્ય સમજીને અમલ કરીએ છીએ જેથી સમાજમાં આતંક ફેલાયેલો છે, ને આપણે આપણી શુધ્ધ બુદ્ધિના નિર્ણય અનુસાર ચાલતા નથી,ને બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલીયે છીએ  જેથી આપણે તો દુખી છીએ, ને બીજાને દુખી કરી રહ્યા છીએ, બીજાના સત્ય પ્રમાણે ચાલવું તે જ મોટામાં મોટું જગતનું પાપ કૃત્ય છે, એટલું જ જો સંમજાય જાય તો જગતમાં શાંતિ સ્થાપિત થાય ને આતંકવાદ નાબુદ થાય, આજ સત્યનો રસ્તો છે, આજ સત્ય ધર્મનો સિદ્ધાંત છે, તેનો જ અમલ કરવાની જરૂર છે માણસે પોતાનું સત્ય સાધના દ્વારા અંતરમાંથી શોધવું જોઈએ અને તે સત્યનો જ શુધ્ધ બુદ્ધિથી  જીવનમાં અમલ કરવો જોઈએ તો આપણને તો શાંતિ મળે છે, ને બીજાને પણ શાંતિ રહે છે. 
આપણી જ  શુધ્ધ બુદ્ધિના નિર્ણયો અનુસાર આપણે ચાલવાની જરૂર છે,  આજ ગીતાનો સત્ય રૂપી ધર્મ છે.,ગીતાની દ્રષ્ટીએ “.ધર્મ એટલે આપણા પોતાના  નિમ્ન સ્વભાવથી પર થઈને એટલે કે  ઉપર ઉઠીને  આપણા જ ઉર્ધ્વ સ્વભાવને પામવું તેનું નામ સત્ય ધર્મ છે,” આ છે ગીતાનો સત્ય રૂપા ધર્મ, ટુકમાં બાહ્ય ક્રિયા કાંડો કે કર્મ કાંડો એ ધર્મ નથી તેમજ બીજાના સત્ય પ્રમાણે ચાલવું તે સત્ય ધર્મનો રસ્તો નથી એટલું સમજવું જરૂરી છે ,ગીતાની આજ પાયાની વાત છે, આટલું સંમજાય જાય ને તે આચરણમાં ઉતરે તો સત્ય ધર્મ છે.અને સત્ય ધર્મનું આચરણ જો શુદ્ધ બુદ્ધિથી કરીએ તો  જીવન ધન્ય બની જાય તેમાં કોઈ શંકા જ નથી.
ગીતાના જ્ઞાનનું આખું સર્જન પણ માનવ મનની આવી અનેક નબળાઈઓમાંથી થયું છે ,જ્યારે આપણે ગીતાના અર્જુનની માનસિક ભૂમિકાનો વિચાર કરીએ છીએ ને તટસ્થતા પૂર્વક અભ્યાસ કરીએ છીએ ત્યારે સમજાય છે, કે અર્જુન પોતાના કર્તવ્ય પાલનની  મહાન પળે જ વિચલિત થઇ ગયો છે, ને મોહગ્રસ્ત અને  રાગ દ્વેષથી ધેરાય ગયો છે, જયારે માણસના મનનો મોહ અને  રાગ  દ્વેશ વગેરે માણસની  બુદ્ધિ નો કબજો લઇ લે છે ત્યારે બુદ્ધિ મન અને વાસના અશુદ્ધ બની જાય છે, ત્યારે જ  જીવન સંગ્રામમાં ગડમથલોં  શરુ થાય છે, આ સ્થિતિમાં મનમાં નબળાઈઓ નું જોર વધે છે, તે શાશ્વત નિયમ છે,
ગીતાનો અર્જુન માનવ મનનું પ્રતિક છે,.અને અર્જુન જીવનના સંગ્રામમાં નિરંતર ઝઝૂમી રહેલા  માનવ આત્માના પ્રતિક જેવો પ્રતિનિધિના રૂપમાં ગીતામાં ઉપસ્થિત થયો છે,
આ કુરુક્ષેત્રનું યુધ્ધ અનિવાર્ય છે, તે વાત પહેલેથી જ અર્જુન જાણતો હતો ,યુધ્ધ લડવા માટે જ તેણે આખી જિંદગી યુદ્ધનું જ્ઞાન લેવા ખર્ચી નાખી છે,અનેક શસ્ત્રો લડવા માટે જ પ્રાપ્ત  કર્યા છે. અને તે  અનેક લડાઈઓ સફળતા પૂર્વક લડી ચુકેલો મહાન લડવેયો છે, અનેક વાર એકલા હાથે લડાઈ લડીને વિજય પ્રાપ્ત તેણે કરેલ છે,આવો લડવેયો મોહાધમાં  ફસાયો છે.
આ કુરુક્ષેત્રનું યુધ્ધ નિવારવા માટે અનેક પ્રયત્નો તેમના તરફથી કરવામાં આવેલા છે,જો કે અન્યાય પોતાના પક્ષને થયેલો છે,તે સ્પષ્ટ હકીકત છે, તેમ છતાં કુરુક્ષેત્રનું યુધ્ધ નિવારવા માટે ક્રષ્ણ જેવા     સ્થિત પ્રજ્ઞ બુદ્ધિવાન દ્વારા યુદ્ધના નિવારણ  માટે પુરા પ્રયત્નો કવામાં આવ્યા છે, છેલ્લે પાંચ ગામની  માંગણી ક્રષ્ણ કરી ચુક્યા છે, તેમ છતા સમાધાન થઈ શક્યું નથી, અને યુદ્ધની નોબત આવી ચુકી છે,તે અર્જુન પૂરેપૂરું જાણે છે ને સમજે પણ છે,, ..
આખો પ્રશ્ન  કુરુક્ષેત્રના યુદ્ધ સિવાય પતે તેમ નથી, તેમ ધારીને દેશ વિદેશના પોતાના અનેક સગા સબંધીઓને આ લડાઈ લડવા માટે અર્જુન લઇ આવેલ છે,.અને પોતે સત્ય ધર્મના પક્ષે છે, તે વાત પણ તે સારી રીતે જાણે છે ,અને લડાઈ કરવી અનિવાર્ય છે, તે માટે પુરેપુરો તયાર છે, આ બધી વાતની તેને પૂરે પૂરો  જાણકારી છે,, તેમ છતાં જ્યારે લડાઈના મેદાનમાં  સામે સગા સબંધોનું જૂડ જોતા જ પોતાના પવિત્ર કર્તવ્ય પાલનના પ્રસંગે તેનામાં વ્યામોહ ઉત્પન્ન થાય છે,, અને ગાત્રો વ્યથા પામવા લાગે છે,,મુખમાં શોષ પડવા માંડ્યો છે,,શરીરમાં કંપન થવા માંડ્યું છે,,અને રોમાંચ ખડા થવા અને ગાડીવ હાથમાંથી  સરી પડયુ છે વગેરે પરિસ્થિતિનું નિર્માણ તેની  મોહવશ સ્થિતિના જ પરિચાયક લક્ષણો છે,આમ તે અતિશય લાગણી વશ થઈને પોતાના પક્ષે અન્યાય હોવા છતાં યુધ્ધ રૂપી પોતાના પવિત્ર કર્તવ્યનું  પાલન કરવામાં મોહમાં આવી જવાથી ઇનકાર કરી બેસે છે, આ વખતે મોહમાં સપડાવાના કારણે તેની બુધિ, મન અને વાસના અશુદ્ધ થઇ ગયેલ છે , જેથી તે ડામાડોળ સ્થિતિમાં આવી પડે છે. જેથી તે પોતે તર્ક બદ્ધ દલીલોનો પ્રવાહ પોતાને અનુકુળ હોય તેવો ,બીજાના સત્યને પોતે સત્ય માની ને બીજાના સત્યને અનુરૂપ તર્ક બદ્ધ દલીલો વહેતી કરે છે,આ બધી જ દલીલો ઉછીની લીધેલી દલીલો છે,તેમાં પોતાનું સત્ય નથી.બીજાનું સત્ય હંમેશા ડામાડોળ સ્થિતિનું જ નિર્માણ કરે છે, તે જગતનો શાશ્વત નિયમ છે, આમ અર્જુન ડામાડોળ સ્થિતિમાં ફસાયો છે,આ ફસાવાના કારણમાં પોતાનું સત્ય જવાબદાર નથી પણ બીજાના સત્યમાં સ્થિર થયો તેનું જ કારણ છે , 
આમ ઉછીના લીધેલું સત્ય  અર્જુન  ક્રષ્ણ ભગવાનને કહેવા માડે છે, તે કહે છે કે મારા સગા  સબંધીઓ જો આ યુધ્ધમાં  હણાતા હોય તો પણ મારે તેમને હણવા નથી ,ત્રિલોકનું મને રાજ્ય મળે  તો પણ હું તેમને હણવા માગતો નથી, તો પછી આ પૃથ્વી માટે શા માટે તેમને હણું? સ્વજનોને હણીને ક્યા ભવમાં સુખી થવાય?સ્વજનને હણવા તે મહા પાપનું કામ છે,આ પાપ કૃત્ય કરવાથી આખાને આખા કુળ ક્ષય અને મહા વિનાશ થાય ,અને કુળક્ષયથી કુલ ધર્મ જ  લુપ્ત થશે, અને આખા કુલ પર અધર્મનું દબાણ વધશે. આનાથી કુળની સ્ત્રીઓ દુષિત થશે , અને તેમના દુષિત થવાથી વર્ણ શંકર પ્રજા જન્મશે, આ બધી જ દલીલો પોતાની શુધ્ધ બુદ્ધિમાંથી નીકળેલી નથી  પણ ઉછીની લીધેલી અને અશુધ્ધ બુદ્ધિ અને મનમાંથી નીકળેલી દલીલો છે. એટલેકે પોતાનું સત્ય આમાં ઉજાગર થતું નથી, પણ ઉછીનું લીધેલું સત્ય હતું તે માટે એક શબ્દ કહે વો હોયતો તે છે, તેનો પ્રજ્ઞા વાદ અને મોહાંધ અશુદ્ધ બુદ્ધિનો તર્ક .આ બધી દલીલોમાં આપણને  બુદ્ધિ તત્વ જરૂર દેખાય છે. પણ તે બુદ્ધિ તત્વ પોતાનું નથી પણ ઉછીનું લીધેલું છે ,અને પાછુ લાગણીથી પ્રભાવિત અશુદ્ધ બુદ્ધિનો તર્ક છે, એમાં વિચાર શીલતા કદાચ દેખાય પણ તે ઉછીની લીધેલી વિચાર શીલતા છે, અને ઉછીનાં લીધેલા વિચારમાં  કદી પણ દુર દ્રષ્ટિ,સારાસારનો વિવેક હોતો જ નથી, આમ તે અશુદ્ધ બુદ્ધિનો  તર્ક છે, અને અશુધ્ધીઓથી આવૃત છે, આવા આવૃત થયેલા વિચારમાં આપણું  પોતાનું સત્ય ઉજાગર હોય શકે જ નહી, બીજાનું ઉછીનું લીધેલું સત્ય કે વિચાર  એટલે ઉડા કુવામાં ઉતારી દોરડું કાપવાની પ્રવૃત્તિ હોય છે, આનાથી વિશેષ કાઈ જ નહી.
માણસની સમગ્ર ઉન્નતી માટેની પ્રથમ અને સત્ય રૂપી શરત છે, શુધ્ધ બુદ્ધિ યોગમાં સ્થિતિ હોવું  ,ગીતાનો મુખ્ય પ્રતીપાધ્ય વિષય જ શુધ્ધ બુદ્ધિ યોગ છે, ,આમ ગીતામાં સમગ્ર આચાર ધર્મમાં શુધ્ધ બુદ્ધિ યોગ એક અત્યંત મહત્વની પાયા રૂપ કડી છે.શુધ્ધ  બુદ્ધિ યોગની પ્રાપ્તિ કેમ થઇ શકે તે માટે જ ક્રષ્ણ ભગવાને જુદા જુદા માર્ગ સૂચવ્યા છે, કોઈ પણ માર્ગ પર ચાલતી વખતે માણસે પોતાનું સત્ય સાથે રાખીને ચાલવાની ગીતાએ સ્પષ્ટ ભલામણ કરેલ છે,તો જ છેલ્લે શુધ્ધ બુદ્ધિ યોગની આંતર સાધનાથી  પ્રાપ્તિ શક્ય બને છે, એમ સ્પષ્ટ  કહેવામાં આવ્યું છે.અને વધુમાં સ્પષ્ટતા કરતા ક્રષ્ણ ભગવાને કહ્યું છે કે,બીજાના સત્ય દ્વારા કદી પણ પરમતત્વ પરમાત્માની કે આત્માની પ્રાપ્તિ શકય નથી, એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ થાય  નહી ,અને જ્ઞાનની પ્રાપ્તિ વિના ઉન્નતી શક્ય જ નથી,આછે ગીતાનાં જ્ઞાનયોગનો.પાયો આના પરજ ગીતા જ્ઞાન યોગનું વિસ્તૃતી કારણ કરે છે.
ગીતા સ્પષ્ટ કહે છે કે માણસના બધાજ કર્મો શુધ્ધ બુદ્ધિથી નક્કી થઈને પછી જ થવા જોઈએ,આ છે ગીતાનો પાયાનો સિધ્ધાંત આ સિધ્ધાંત ઉપર ગીતાનું આખું ચણતર થયેલ છે,આ રીતે નિર્ણય થાત તોજ માંણસ સુખ ને શાંતિ પ્રાપ્ત કરી શકે છે,  આ ગીતાની શુધ્ધ બુદ્ધિ એ છે શું? વળી બુદ્ધિમાં અશુદ્ધિ હોય ખરી ? આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ છે, કે જયારે બુદ્ધિ રાગ દ્વેષ મોહ,મમતા,આસક્તિ,અહંકાર,તૃષ્ણા.સ્વાર્થ વગેરે પ્રકારના આંતરિક ભાવોથી આવૃત બુદ્ધિ  હોય છે. ત્યારે ત્યારે  બુદ્ધિ અશુદ્ધ હોય છે, જેને બુદ્ધિની અનીશ્ચયાત્મક સ્થિતિ કહેવામાં આવે છે, આવા પ્રસગે માણસ ડામાડોળ હોય છે, જીવનમાં શું નિર્ણય કરવો તેની મુજવણ, અનુભવતો  હોય છે. અને જ્યારે આંતરિક યોગની સાધના કરીને આ બધા આંતરિક  ભાવોની શુદ્ધિ માણસ ધ્યાન યોગ દ્વારા કરે છે, ત્યારે બુદ્ધિ નિશ્ચયાત્મક બને છે, એટલેકે  બુદ્ધિ શુધ્ધ બને છે, ,ગીતાનું આખું જોર શુધ્ધ બુદ્ધિ,શુધ્ધ મન ,અને શુધ્ધ વાસના પર જ છે,,
ગીતાનો અર્જુન ખુબજ સરળ સ્વભાવનો એટલે કે ઋજુ છે,  અને પાછો ખુબજ બુદ્ધિ શાળી છે,સમજદાર છે.સરળ છે સહજ છે અને સત્ય વાદી છે.અને પાછો તમામ પરિસ્થિતિથી પૃરો માહિત ગાર છે. તેમ છતાં મોહાધમાં આવી જાય છે,અને મનની અશુધ્ધીઓથી ધેરાય જાય છે, જે સ્થિતમાં અર્જુન મુકાયો  છે, તેવી જ  સ્થિતિ પ્રત્યેક માણસ માટે મુકાય જવું  સાવ જ સ્વાભાવિક છે, આમાં કોઈ નવાય પામવા જેવું નથી પણ આપણી જેવા સામાન્ય માણસને ક્રષ્ણ જેવા સ્થીત પ્રજ્ઞમાં સ્થિર થયેલ વ્યક્તિ નું માર્ગદર્શન અને દોરવણી મળવું મુશ્કેલ છે, જયારે અર્જુન સ્થિત પ્રજ્ઞમાં સ્થિર થયેલા માણસનું માર્ગદર્શન મળે છે, અને તેમાંથી જ અર્જુન  પોતાની રીતે પોતાનું સત્ય શાધે છે,અને સત્યની પ્રાપ્તિ થતા જ મોહમાંથી નિવૃત થાય છે,.અને  ક્રશ્નને કહે છે કે મારો મોહ ગયો ને હું સ્વસ્થતા પૂર્વક પ્રસન્નચિત્તે લડાઈ લડીશ અને પૂરી સ્વસ્થતા સાથે લડે છે, અને વિજય પ્રાપ્ત કરે છે,આમ અંતે સત્યનો  વિજય થાય છે,આ વિજય પોતાના સત્ય નો જ છે,
આમ ગીતાનો બુદ્ધિયોગ એટલે શુધ્ધ બુદ્ધિના નિર્ણય અનુસાર માણસ શુધ્ધ બુદ્ધિથી કર્મ કરે તેનું નામ શુધ્ધ બુદ્ધિ યોગ છે., શુધ્ધ બુદ્ધિ ને જીવનનો સારથી ગણવામાં આવેલ છે, જો આપણી શુધ્ધ બુદ્ધિ સારથી બનીને આપણા જીવન રથને હાકે તો કદી પણ જીવનમાં અતિ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થવા પામે નહી,એમ ગીતા કહે છે શુધ્ધ બુધ્ધીમાં સ્થિર થઈને કર્મ કર્યાજ કરો.,શુધ્ધ બુદ્ધિ પૂર્વક કર્મ કરવું એટલે પૂરી સમજ અને જાગૃતિ પૂર્વક કર્મ  કરવું ,આવું કર્મ શાંતિજ આપે તે સ્વાભાવિક છે ,કારણકે તેમાં સત્ય ભરો ભાર હોય છે.  
આપણે જો આપણી જીવન નોકાને  સરળતા સહજતા અને સત્યતા પૂર્વક ચલાવવી હોયતો  બુદ્ધિ યોગની પ્રાપ્તિ કરવા  આંતરિક ધ્યાન યોગની સાધના કરવી પડે ,તોજ બુદ્ધિ યોગમાં સ્થિર થવાય,ને બુદ્ધિ શુધ્ધ થતા જ જીવનના તમામ પ્રશ્નોનું નિવારણ થાય કારણ કે આં શુદ્ધ બુદ્ધિ યોગનું અંતિમ પરિણામ પ્રજ્ઞા ની પ્રાપ્તિ. છે,..આમ પ્રજ્ઞા એટલે જીવનની પૂર્ણ રૂપે શુધ્ધતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ છે,  શુદ્ધતા એજ જીવનની સિદ્ધિ છે,પ્રજ્ઞાની પ્રાપ્તિ જેવું જગતમાં બીજું કોઈ સુખ નથી.પ્રજ્ઞાની પ્રાપ્તિ એટલ જ સર્વજ્ઞતા છે,શાશ્વતતા છે આ પછી કાઈ ફળ મેળવવાનું  બાકી રહેવા પામેજ નહી, જયારે પ્રજ્ઞાની  પ્રાપ્તિ થાય છે ત્યારે બુદ્ધિમાં સત્વ ગુણની માત્રા  સવિશેષ હોય છે, આમ શુધ્ધ બુધ્ધી એ પ્રકૃતિનું મહત્વનું સર્જન છે...
ગીતા કારની દ્રષ્ટીએ બુદ્ધિયોગ એટલે માણસે પોતાના જીવનમાં સમતા,સમત્વ,અને સ્થિત પ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત કરીને અંતરની કુશળતા પૂર્વક કર્મો કર્યે જ  જવા તે છે બુદ્ધિ યોગ, આપણી જેવા સામાન્ય માણસ માટે બુદ્ધિયોગ,છે .આમ આ બુદ્ધિ યોગમાં સમજ શક્તિ અને સંકલ્પશક્તિ બન્ને એક બીજા સાથે રહે છે જેથી બુધ્ધીયોગનું સુંદરમીઠું મધુરું ફળ પ્રાપ્ત થાય છે તે છે, સત્ય રૂપ આચરણ  જે પ્રજ્ઞા સુધી લઇ જાય છે... , 
માનવ જીવનમાં આસક્તિ યુક્ત થઈને  કર્મ કરવા અને કર્મ ફળ ભોગવવું એ અનિવાર્ય છે. પણ કર્મ ફળની સ્પૃહા નિવાર્ય છે.આ માટે શુધ્ધ બુદ્ધિ યુક્ત ફલાશા રહિત નિષ્કામ કર્મની મહત્તા ગીતાએ  દર્શાવી છે,આમ ગીતાનો બુદ્ધિયોગ અને પુરેપુરા  સંયમ દ્વારા નિષ્કામ કરમાચરણ  ગીતાનો વિચાર છે .અને ગીતાની સ્થિતપ્રજ્ઞ અવસ્થા એ બ્રાહ્મી  સ્થિતિની અવસ્થા છે આ અવસ્થામાં સ્થિર થનાર  મોહ ગ્રસ્ત કે રાગદ્વેષ ગ્રસ્ત કે અહંકાર વગેરેથી અલિપ્ત જ રહે છે એટલે દુ:ખોથી,અને સુખોની સ્પૃહાથી અલિપ્ત થઇ જાય છે
 સ્થિત પ્રજ્ઞ વ્યક્તિની  પ્રજ્ઞા પરમ તત્વ પરમાત્માનું નિરંતર દર્શન કરતી હોય તે આત્મસ્થ અવસ્થામાં જ હોય તે સ્વાભાવીક છે,  આવી વ્યક્તિને પછી રાગ ,ભય કે ક્રોધ વગેરે હોતાજ નથી આમ સ્થિત પ્રજ્ઞ બુદ્ધિ વાળી  વ્યક્તિ વિશાળતામાં સ્થિર હોય છે, અને અચલ જ હોય છે, એટલેકે જીવનમાં પૂરે પૂરી શુધ્ધતા પ્રાપ્ત કરીને સ્થિર હોય છે ,આમ જોઈએ તો ગીતાનો સ્થિત પ્રજ્ઞ વ્યક્તિમાં  મમત્વ,અને મોહ જેવા કોઈ ભાવો હોતા જ નથી ,આવી બ્રાહ્મી સ્થિતિ એજ ગીતાનો આદર્શમાં આદર્શ બુદ્ધિ યોગી વ્યક્તિ છે ,આ સ્થિતિ પ્રાપ્ત કરવા ગીતાએ સોને એલાન કરેલ છે ,આમા જ  ગીતાની સર્વોચ્ચતા રહેલી છે ,આ રીતે ગીતાના બુદ્ધિ યોગમાં તટસ્થતા પૂર્વક જોવા જઈએ તો તેમાં જ્ઞાન યોગ,કર્મ યોગ અને ભક્તિ અને યોગ એ ચારેનો  સમાવેશ થઈ જ  જાય છે અને સ્થિત પ્રજ્ઞા એ ગીતાનું અંતિમ ચરણ છે,  અને આ ચારે  માર્ગ દ્વારા આ સ્થિતિ પ્રાપ્ત કરવા કહ્યું છે, ચારે માર્ગનો અંત  સ્થિત પ્રજ્ઞામાં આવે છે , અને આ સિદ્ધિ આંતર ધ્યાન યોગ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે.એમ ગીતા કહે છે.
સ્થિર બુદ્ધિ ,શુધ્ધ બુદ્ધિ અને નિષ્કામ કર્મનુ  આચરણ  જેમાં ફળની આશા, તૃષ્ણા  વગેરેનો સહેજ પણ  અંશ  મનમાં ન હોય તે રીતે કર્મ કરતા કરતા જીવન જીવવાની વાત ગીતાની ખુબજ અગત્યની છે ,એમાં જ ગીતાની સંપૂર્ણતા છે. આજ ગીતાનો સમન્વિત આચાર  ધર્મ છે, અને બુદ્ધિ યોગ અને આંતર ધ્યાન યોગ એ તેનો પાયો છે, આમ ગીતાનું સ્વરૂપ અને પધ્ધતિ પૂર્ણરૂપે એકરૂપ છે અને ચોક્કસ લક્ષ લઈને ગીતા ચાલે છે, તેનું અંતિમ  લક્ષ છે  સ્થિતપ્રજ્ઞ દ્વારા પરમ સત્તાની વ્યાપક સમતા અને સર્વ ગત એકતાનો ભાવ અનુભવ કરવો .આ ઉદ્દેશથી જ ગીતાનું જ્ઞાન ઉત્તમોત્તમ છે.અને સર્વોત્તમ છે   ,
ગીતાના સમગ્ર આચાર ધર્મમાં શુધ્ધ બુદ્ધિ યોગનું સ્થાન અને નિષ્કામ કર્મ યોગનું સ્થાન  અત્યંત મહત્વનાં છે, ગીતા આ માટે જ સ્થિત પ્રજ્ઞનાં લક્ષણો બતાવતા સ્પષ્ટ કહે છે કે વિષયોનું ધ્યાન કરનારા તેમાં આસક્ત થાય છે, અને આ આસક્તિમાંથી જ કામના ઉત્પન્ન થાય છે, ને કામનાની પુરતી ન  થતા ક્રોધ ભભૂકે છે, અને ક્રોધથી ક્ષોભ જન્મે છે, આમ ક્રોધથી વિવેક હીનતા, અને વિવેક હિનતાથી સ્મૃતિનો નાશ અને સ્મૃતિનાશથી બુદ્ધિનો નાશ થાય છે. અને જેની બુદ્ધિ જ નાશ પામે તે માણસ સંપૂર્ણ  નાશ પામે છે.એમ ગીતા સ્પષ્ટ કહે છે આજ સિધ્ધાંત નિષ્કામ કર્મ યોગમાં પણ લાગુ પડે છે, કારણકે  માણસ જ્યારે કર્મ ફળમાં આસક્ત થાય છે, ત્યારે તેના જીવન સંગ્રામમાં  ઉપરની સ્થિતિનું નિર્માણ થાય જ  છે,.એમ સંકેત  કરીને  કર્મ ફળ ત્યાગની મહત્તા ગીતા આપણને  બતાવે છે,.અને  નિષ્કામ કર્મા ચરણ માણસનો અધિકાર છે. પણ જે માણસ કર્મમાં નિષ્કામ રહેતો નથી. તે પણ  નાશ પામે છે, કારણકે આસક્તિ અને મોહમાં સ્થિરતા એ મૃત્યુ જ છે.. આજ રીતે આ સિધ્ધાંત લાગુ ગીતા પાડે છે,તે જ રીતે સંકેત કરે છે ,કે  બુદ્ધિ યોગમાં માણસે  શુધ્ધ બુદ્ધિમાં સ્થિર થવું તે પ્રત્યેક માણસનો અધિકાર છે,. પણ જે આ આધિકાર ભોગવતો નથી તે પણ નાશ પામે છે, આ વાત ઉજાગર કરી છે. આ બંને સંકેતો આપી  કહે છે, ગીતા નિષ્કામ કર્મ અને શુધ્ધ બુદ્ધિ બંનેની મહતા જીવનમાં છે તે સાબિત કરવા ગીતા મથે છે ,અને દરેક માણસના જીવનમાં આજ સત્ય છે,તેમાં કોઈ શંકા કરી શકે તેમ નથી,.
ગીતાની દ્રષ્ટિમાં કર્મ સાધન અને જ્ઞાન સાધ્ય છે, પરિણામેં  જીવનના બધાજ નિષ્કામ કર્મોની અને ફલાશા રહિત કર્મોની પરીણતી જ્ઞાનમાં છે, આમ જ્ઞાનએ  નિષ્કામ કર્મના અને ફલાષા રહિત કર્મના પરિણામ રૂપ છે એમ સ્પષ્ટ ગીતા કહે છે ,. 
ગીતાની દ્રષ્ટિમાં માણસના સમગ્ર વ્યક્તિત્વના સહિયારા સત્ય રૂપી ,નિષ્કામ પુરુષાર્થનું પરિણામ જ્ઞાન છે, માત્ર બુદ્ધિએ પ્રાપ્ત કરેલ સામગ્રી તે જ્ઞાન નથી, એતો માત્ર ને માત્ર  નર્યું પાંડિત્ય જ છે, આમ ગીતા સ્પષ્ટ કહે છે કે પ્રણીપાત ,પરિપ્રશ્ન અને નિષ્કામ સેવા અને કર્મ આ ત્રણ દ્વારા  જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ પ્રણિપાત એટલે હૃદયની પુરેપુરી નમ્રતા,એટલે કે અહંકાર રહીતતા.કોઈને પગે પડવું એ હૃદયની  નમ્રતા  હરગી જ નથી કારણ કે આમાં તો અહંકારનું પોષણ થતું હોય છે, અને  પરિપ્રશ્ન  એટલે શુધ્ધ બુદ્ધિ દ્વારા બોધિક જીજ્ઞાસા વક્ત કરવી  અને નિષ્કામ સેવા એટલે  અંતરની સમગ્રતા પૂર્વકની ક્રિયા શીલતા આ બધાના સંયુક્ત પ્રયત્નનું પરિણામ જ્ઞાનની પ્રાપ્તિ છે.
જ્ઞાનની પ્રાપ્તિ પછી કદી મોહ,અહંકાર રાગ દ્વેષ લોભ  વગેરે ઉત્પન્ન થતા જ નથી,એટલું જ નહી પણ જ્ઞાન પ્રાપ્ત થતા મહાનમાં મહાન પાપી પણ પાપમાંથી મુક્ત થાય છે, આમ જ્ઞાન તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવે છે , આમ જ્ઞાન એટલે સંપૂર્ણ સ્થિર દશા, જ્ઞાન અગ્નિ છે, અને આ અગ્નિમાં તમામ પાપો બળીને ભસ્મ થઈ  જાય છે, જ્ઞાન પ્રકાશ છે જ્યાં પ્રકાશ  હોય ત્યાં અંધકાર ટકી શકે જ નહી, એટલે કે જ્ઞાન થતા અજ્ઞાન રહેવા જ પામે નહી ,
જ્ઞાન દ્રષ્ટિના ઉદય સાથે જ રાગ દ્વેષ ,મોહ,મમતા,અહંકાર વગેરે માણસની પાપ મુલક તમામ વૃત્તિઓ નાશ પામે છે,પછી જ્યા  પવિત્રતા હોય ત્યાં મલિનતા સંભવે જ નહી આમ આ વિશ્વમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કાઈ છે જ નહી, આમ સત્યરૂપી શ્રધ્ધા અને પુરેપુરો જીવનમાં સંયમ પ્રાપ્ત કરવાથી જ્ઞાન મેળવી શકાય છે, અને પરમ શાંતિ પ્રાપ્ત કરી શકાય છે, આમ ટુકમાં જ્ઞાન એટલે, પૂર્ણ રૂપે શુધ્ધતામાં સ્થિર થવું છે,અને શુધ્ધતા એજ જીવનની સિદ્ધિ છે, અને જ્ઞાનની પ્રાપ્તિ એજ મોક્ષ છે,. અને  જ્ઞાન વિના મોક્ષ નથી, જ્ઞાન એજ મોક્ષનું સાધન છે, આ સાધનનાં સાથ વિના મોક્ષ અસભવ છે,
ગીતામાં રજુ થયેલ જ્ઞાન યોગ અને જ્ઞાન નિષ્ઠા એ સ્વતંત્ર  સિધ્ધાંત રૂપ રજુ થયેલા નથી .તેમ લાગે છે પણ ગીતાનો જ્ઞાન યોગ એક તરફથી નિષ્કામ ફ્લાષા રહિત થતા કર્મોનાં પરિણામરૂપ પ્રાપ્ત થાય છે. તો વીજી બાજુ તે અન્યોન્ય ભાવથી થતી  ભક્તિની પૂર્વ શરત રૂપ જ્ઞાન યોગ જણાય છે ,આપણે સોવ જાણીએ છીએ કે માણસની જ્ઞાન દશા માણસ  મિથ્યા અહંકારને  જન્મ આપે છે,અને અહંકારને પોષે છે, જીવનમાં  અહંકાર જ મોક્ષ પ્રાપ્ત કરવામાં મોટામાં મોટું ઉટડુ છે, અને  જીવનના તમામ દુઃખોનું પણ મહત્વનું કારણ છે.છતાં જ્ઞાની માંણસ તેને ઉછેરે છે, તે હકીકત છે જ્યારે   અન્યોન્ય ભક્તિનો અંતરનો ભાવ એ જીવનની અપૂર્વ નમ્રતા વ્યક્ત કરે છે, આમ જ્ઞાન દશા માત્રને માત્ર બોધિક અનુભવ ન બને તે માટે  અંતરની ભાવનાનાં ક્ષેત્ર સાથે જ્ઞાનયોગનો સબંધ હોવો જોઈએ એમ ગીતા માંને છે ને ચાલે છે ,
જ્ઞાન યોગની દ્રષ્ટીએ જ્યારે ધ્યાન યોગનો સાધક સર્વત્ર ,સર્વ રીતે ,સર્વ જગ્યાએ ,સર્વ પ્રાણીમાં ,સર્વ જીવોમાં, પરમતત્વ પરમાત્માનું દર્શન કરે છે ,આ સ્થીતી જ્યારે સાધક પ્રાપ્ત કરે છે ત્યારે જ જ્ઞાનની નિષ્ઠામાં સ્થિર થયો છે એમ કહેવાય આવું બને ત્યારે પરમ તત્વ પરમાત્માના દર્શન માટેની ભાવના યુક્ત તત્પરતા જ્ઞાનીમાં ઉત્પન્ન થતી હોય છે. આ જે ભાવ છે, તે અન્યોન્ય ભક્તિનો ભાવ છે  આ બધાના પરણામે જ જ્ઞાન દશા પ્રાપ્ત થાય છે,આ રીતે જ્ઞાન દશાએ સાધકની સ્થિરતા ભરી ,શુદ્ધતા ભરી અને પવિત્રતા ભરી  જીવન દ્રષ્ટિ અને  નિષ્ઠા બનવા માટે અન્યોન્ય અંતરની ભક્તિમાં પરીણમવું જ જોઈએ અને પરિણામે ત્યારે જ જ્ઞાન પ્રાપ્ત થાય ,
જ્ઞાની જ્યારે સમસ્ત વિશ્વમાં અને એના પ્રત્યેક સંચારમાં જ્યારે પરમતત્વ પરમાત્માને જુએ છે ત્યારે તે જ્ઞાની છે.અને ,જ્ઞાન પ્રાપ્ત થયું છે પછી તે સર્વત્ર સમાન રીતે રહેલા પરમાત્માને સમાન રૂપે જુએ છે ત્યારે જ જ્ઞાની  પરમ ગતિને પામે છે, આરીતે જ્ઞાની  પરમાત્મામાં સમત્વ ગુણને જોવે છે અને જ્ઞાની પણ સમતા વાળો હોય છે, આમ ગીતાનો  જ્ઞાની પરમાત્મા નથી પણ પરમાત્મા સમાન તો જરૂર  લાગે છે
જ્ઞાની માણસમાં સમત્વ,સમતા,સ્થિત પ્રજ્ઞ.સ્થિરતા,સંયમ,શુદ્ધતા,પવિત્રતા,સર્વજ્ઞતા, વિશાળતા, અભયતા, વગેર ગુણો હોય તો જ તે જ્ઞાની છે,. પ્રથમ દ્રષ્ટિ એ તો આ બધું સહજ અને સરળ લાગે છે ,પરંતુ જરા ઉડાણ થી વિચારીએ છીએ ત્યારે સમજાય છે, કે જીવનમાં સમત્વ  સમદ્રષ્ટિ વગેરે કેળવવી તે માણસના જીવનમાં સહેલી વાત તો નથી, જ આજે આખું વિશ્વ વેવીધ્ય સભરથી ભરેલું છે, તેથી જગતની જુદી જુદી વસ્તુઓ ,અને વ્યક્તિઓ સાધકને અનુકુળ –પ્રતિકુળ રુચિકર –અરુચિકર  લાગવાની જ તેથી તેના પ્રત્યે ગમા કે અણગમા ની પ્રતિક્રિયા  સાધકના મનમાં અને સ્વભાવમાં  દ્રઢ રીતે હોવાના જ  અને આ રીતે  સાધકની દ્રષ્ટિ દ્વિત  રૂપ  બનેલી હોય છે-તેથી જ્ઞાનની પ્રાપ્તિ સર્વ જન સુલભતો નથી જ,  એટલે બધા તે સ્થિતિ પ્રાપ્ત કરી શકે જ નહી, કારણ કે જ્ઞાનની પ્રાપ્તિ એ સાધનાંની  દ્રષ્ટીએ સાધકના સમગ્ર  જીવનમાં આમૂલ પરિવર્તન માગે છે,અને જો આમૂલ પરિવર્તન ન થાયતો સફળતાં  મળે નહી, અને પાછી તેની આખી પ્રક્રિયા ખુબજ લાંબી અને કંટાળા જનક પણ છે, અને વચ્ચે વચ્ચે એવા પડાવ આવે છે કે જેમાં સાધક પસાર થતા અચકાય છે,ગભરાય છે  અને મુશ્કેલી અનુભવે છે, તે આ સાધના પદ્ધતિની મોટામાં મોટી  મુશ્કેલી છે.અને ખામી પણ છે,  જેથી ધણી અધરી છે. ને મુશ્કેલ છે, તે હકીકત છે ,જેથી આમાં સિદ્ધિ સુધી પહોચવું અતિ મુશ્કેલ છે, જેથી આં પદ્ધતિ દ્વારા કોઈને  સિદ્ધિ પ્રાપ્ત થતી  ને વચમાં જ  અટકી જતા હોય છે,  તે હકીકત છે,તેનો સ્વીકાર કરવો જ રહ્યો.
માણસ માટે  ચિત્ત વૃતીઓના શમન અર્થે યોગાભ્યાસ અને આંતર ધ્યાન યોગ મહત્વનો છે, તેને લીધે જે લક્ષ પ્રાપ્તિ થાય છે, જેને ચિત્તની સ્થિરતા કહેવામાં આવે છે, જો ધ્યાન યોગની સાધનાને અંતે  જીવનમાં સમત્વ ,સમતા સ્થિત પ્રજ્ઞ આવી સ્થિર જીવન દ્રષ્ટિ જો સાધના દ્વારા બને તો જ તેને જ્ઞાનની પ્રાપ્તિ થઇ છે એમ કહેવાય ,આ રીતે સ્થિર દ્રષ્ટિ રૂપ, સમતાના ,સમત્વનાં અને સ્થિત પ્રજ્ઞનાં નિરૂપણ દ્વારા જ્ઞાન યોગ એ ઉત્તમ સિધ્ધાંત છે. એમ જરૂર કહી શકાય.પણ અધરો છે ,
ટુકમાં સર્વત્ર પરમાત્માનું દર્શન કરવું અને સર્વમાં પોતાનો જ આત્મા બિરાજમાન છે, એવી અંતરમાં  દ્રઢ પ્રતીતિ થવી એજ જ્ઞાન યોગનું હાર્દ છે, જ્ઞાનની આ દશા છે, એનું નામ બ્રાહ્મી સ્થિતિ છે,આ સ્થિતિ પ્રાપ્ત થતા પછી  આવા  જ્ઞાન માંથી કદી પણ વિલુપ્ત દ્રષ્ટિ થતી જ નથી,એનું નામ છે.  જ્ઞાન દશા.જ્ઞાનની પ્રાપ્તિ ,,
માણસને જીવનમાં જે કાંઈ મળેલી વસ્તુ છે, તે જો ક્યારેક પણ ચાલી જવાની હોય કે ચાલી જતી  હોય તેવી અસ્થાઈ કોઈ પણ વસ્તુ  કદી પણ માણસને  જીવનમાં સંતોષ આપી શક્તિ જ નથી,પછી ગમે તેવી મોધી કેમ ન હોય, આ જીવનનો શાશ્વત નિયમ છે, આપણે ભલેને અશાશ્વત હોઈએ છતાં આપણી અંતરની ઝંખના સદાકાળ કાળ માટે શાશ્વત તત્વની પ્રાપ્તિની ઈચ્છા  જ રહે છે, તે આપણા સ્વાભાવીક મૂળ ભૂત સ્વભાવની પ્રક્રિયા છે, આમ વિચારીએ તો જીવનમાં જ્ઞાન દશાએ માનવ જીવનની અપૂર્વ પ્રાપ્તિ છે, તેના દ્વારા શાશ્વત વસ્તુની પ્રાપ્તિ શક્ય બને છે, એટલે કે પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ શક્ય બને જ છે, આ દ્રષ્ટીએ જ્ઞાનદશા એ આત્મ સાક્ષાત્કાર છે, અને પરમાત્મા દર્શન પણ છે, આજ આધ્યત્મ સત્ય ધર્મ નું હાર્દ છે, અને જ્ઞાન  એજ જીવનનું સર્વસ્વ છે, જ્ઞાન એ પ્રકાશ છે, જે આપણા સમગ્ર વ્યક્તિત્વને પ્રકાશીત કરે છે,
ગીતા સ્પષ્ટ જણાવે છે, કે જ્ઞાનમાં સ્થિર થયેલો વ્યક્તિ કદી પણ અક્રિય બનતો જ નથી, અને બની પણ શકતો નથી. અને જ્ઞાની જગતમાં પરમાત્માને ખાતર કર્મ કરનાર  જ હોય છે, કારણકે તેનામાં સ્વાર્થનો અંશ હોતો જ નથી, તે પરમાત્મા સ્વરૂપ છે,તેજ તેની વિશેષતા છે.
ગીતામાં જ્ઞાન યોગ એ  કર્મ યોગના અનુસંધાનમાં રજુ થયેલો જોઈ શકાય છે, આમ જ્ઞાન એ માત્ર પ્રવૃત્તિ જ હોય તો તે જ્ઞાન નથી, અને જ્ઞાન એ માત્ર એ માત્ર નિવૃત્તિ હોય તો તે ભીરુતા જ છે,  આ બે છેડાની વચ્ચે  ગીતાનો જ્ઞાન યોગચાલી રહેલો જોઈ શકાય છે,
ગીતાએ સંપૂર્ણ  જીવન શાસ્ત્ર છે સંપૂર્ણ  જીવન શાસ્ત્ર સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ નિર્દેશીત  કરે છે આ દ્રષ્ટીએ કર્મ અને જ્ઞાન ઉપરાંત હૃદયની કેળવણી  જેનાથી શક્ય બને છે, તે અન્યોન્ય ભાવ સાથેની  અંતકરણ  પૂર્વકનું ભક્તિ તત્વ જ્યારે  મળે છે ત્યારે જ સંપૂર્ણ જીવન યોગ બને છે, આમ ગીતા એ સંપૂર્ણ જીવન યોગ છે,આ જીવન યોગને અનુસરવાથી જીવનનું મૂળ ભૂત લક્ષ પ્રાપ્ત થાય છે,આ માટે જીવનમાં નિષ્કામ કર્મ ,જ્ઞાન અને અન્યોન્ય ભક્તિ નાં સિદ્ધાંતો નો પુરેપુરી રીતે સત્યતા પૂર્વક આચરણ કરવામાં આવે તોજ સિદ્ધિ હાથમાં આવે, આ સિદ્ધિ એટલે શુદ્ધ મન દ્વારા નિર્ણય કરીને જીવનના તમામ વ્યવહારો પ્રસન્નચિત્તે ધીરજ ધરીને કરવાઅને આરીતે કર્મ કરવા ને શાંતિ અનુભવી એજ જીવન યોગની સિદ્ધિ છે.
“ભક્તિ માર્ગ અથવા ભક્તિ યોગ”
ગીતાએ જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા અને ભક્તિને માર્ગ કહ્યો છે, ભક્તિને  નિષ્ઠા કીધી નથી ,તે હકીકત છે અને નિષ્ઠા દ્વારાજ પરમ તત્વ ની પ્રાપ્તિ શક્ય બને છે, એમ ગીતાનું સ્પષ્ટ કહેવું છે.માણસના જીવનમાં ભાવના અને લાગણી એ એક અદભૂત  માનવ જાતની સંપતી છે, આમ જોવા જઈએ તો માણસનું સમગ્ર જીવન ભાવનાઓનાં  પ્રવાહ સમું છે ,અને હ્રદયનાં અંતરના આવિષ્કાર રૂપ આ વૃતિ આપણા સમગ્ર વાતા વરણમાં પથરાયેલી જોઈ શકાય છે ,અને જુદી જુદી વ્યક્તિઓ સાથે હૃદયની ભાવના સાથે જોડાય છે, ને સબંધો વિકસિત કરે છે.
 માણસના જીવનના તમામ  ક્ષેત્રમાં લાગણીનો પ્રભાવ ખુબજ મોટો જોવા મળે છે, આ લાગણી નો  વિચાર કરીએ તો  માણસોમાં ત્રણ પ્રકારની લાગણી જોવા મળે છે, જેમાં ક્રિયા ,જ્ઞાન અને ભાવના .જે માણસ  ક્રિયા પ્રધાન હોય છે. તેના માટે કર્મ  યોગ છે ,જે માણસ જ્ઞાન  પ્રધાન હોય છે,તેના માટે જ્ઞાન યોગ છે ,અને જે  માણસ ભાવના પ્રધાન હોય છે,તેના માંટે ભક્તિ માર્ગ છે,
આમ  માણસના મૂળ  સ્વભાવ અનુસાર સાધના પદ્ધતિઓ નક્કી કરવામાં આવેલી છે, આ સ્વભાવ જન્મથી પ્રાપ્ત હોય છે,આ  સ્વભાવ અનુસાર આંતરિક સાધના અને તે મુજબ  જીવન  જીવવાથી માણસને જીવનમાં  મઝા આવે છે, જીવન ભર્યું ભર્યું  લાગે છે,અને  જીવનમાં સાચું  સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકે છે,એટલે કે  માણસે પોતાના  સ્વધર્મ પ્રમાણે જીવવું જોઈએ.આમ  પોતાના સ્વભાવને જાણી તે સ્વભાવ ને અનુરૂપ જીવન ગોઠવવું જોઈએ ,કદી પણ  બીજાના જીવનને જોઇને તે પ્રમાંણે જીવન ગોઠવવા પ્રયત્ન કરવો જોઈએ નહી,  આવો પ્રયત્ન સફળતા અપાવતો નથી, અને ચિંતા અને ઉદ્વેગ ઉભો કરે છે, ને ઉર્ધ્વી કરણ શક્ય બનતું નથી. જ્યારે પોતાના સ્વભાવ અનુસાર જીવન ગોઠવાતા  સહેલાયથી ઉર્ધ્વી કરણ થઇ શકે છે, આ ઉર્ધ્વી કરણ માટે પાયાની.વાત છે, 
આ ત્રણેય આ તત્વો માણસની ધાર્મિકતાનાં વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.,આમ લાગણી માણસ માટે અતિ મોહક બાબત છે, તે ધર્મને ઉત્પન્ન કરવામાં જ નહી પણ ધર્મને ટકાવાવામાં પણ લાગણીનો મોટો ફાળો છે, ભય વગેરે લાગણીઓ ધર્મનું ઉત્પતી કરણ છે,પણ  સમય જતા તે  ઓસરી જાય છે ને એનું સ્થાન શુધ્ધ પ્રેમ લે છે,
આમ માનવ જીવનમા એક અભિન્ન અંગ તરીકે ધર્મને જાળવવામાં લાગણી જ ભાગ ભજવે છે,આમ માનવ મનમાં  પ્રવેશ પામતો ધર્મ લાગણીનાં જ બળ પર જીવનનું એક  સ્થાઈ તત્વ બને છે,ને ઉભરે છે
ધાર્મિક ક્ષેત્રમાં  મુખ્યત્વે માણસનો ભય અને પ્રેમ એ બે લાગણીઓ ભાગ ભજવે છે ,માણસને જ્યાં સુધી પોતાનામા રહેલી અપૂર્ણતાનું પૂરે પૂરું ભાન  થતું નથી ત્યાં સુધી તે  ધર્મ તરફ વળતો જ નથી, પ્રથમતો માણસને પોતાની  અપૂર્ણતાનું ભાનથવું જોઈએ અને ભાન જ  માણસમાં ભય જન્માવે છે, અને કુદરતની વિવિધ ધટનાઓ અને રચનાઓનું રહશ્ય જ ન સમજનાર માણસ પોતાને જ નિરાધાર અને બિન સલામત વગેરેનો જીવન સંગ્રામમાં  અનુભવ કરે છે,આમ માણસ  ભય ભીતથી જ  પરમાત્મા  તરફ આકર્ષાય છે,વળે છે,આરીતે તે  આશ્રય શોધતો શોધતો જ  ધર્મ તરફ ઢળી પડે છે,પછી આવા માણસની ભયની લાગણી તેના અંતરની પ્રાર્થનામાં અને જીવનની જુદી જુદી માગણીઓમાં પ્રકાશિત થાય છે.
આથી આપણે ત્યાં  કહેવાય છે  કે ભય વિના પ્રીતી નહી ,આ હકીકત ખરે ખરતો અજ્ઞાન દશાનું પ્રતિક છે,પણ તે માણસના  વિકાસની ઉચ્ચ કક્ષાએ તે સાચું નથી ,
માણસ પોતાના જીવન સંગ્રામમાં એવો અંતરનો પ્રેમ અંતરની સાધના દ્વારા  વિકસાવે છે, જેમાં નિર્ભીકતા હોય છે,  અને આવી નિર્ભીકતા માણસ જ્ઞાનની પ્રાપ્તિને કારણે પ્રાપ્ત કરે છે, આવું  જ્ઞાન અંતરની સાધના દ્વારા પોતાના અંતરમાંથી મેળવે છે ત્યારે માંણસ અભયી બની જાય છે, ને સ્વાર્થથી પર થાય છે, ને વિશાળતા અંગીકાર કરે છે,આનું નામજ જ્ઞાનની પ્રાપ્તિ છે, ભયથી ઉત્પન્ન થયેલો પ્રેમ કે જેમાં સ્વાર્થનું તત્વ  હોય છે  અને શુધ્ધ પ્રેમતો નીસ્વાર્થતામાં જ હોય છે. અને તે જ્ઞાન પ્રાપ્ત થતા જ સત્ય રૂપી  પ્રાપ્ત થતો હોય છે,
આમ જોવા જઈએ તો માણસમાં રહેલ અજ્ઞાન ને કારણે ભયથી પ્રીતિ ઉદ્દભવે છે અને અંતરની  સાધના દ્વારા  જેમ જેમ પોતાનામાં જ્ઞાન ઉદય થાય છે તેમ તેમ ભયનું સ્થાન શુદ્ધ પ્રેમ લે છે, આને જ આપણે ભક્તિ કહીએ છીએ ,
માણસની  કામ વૃતિ અને વાસના વૃતિ પણ ધણી વખ જુદી જુદી ધાર્મિક વિધિઓ અને માન્યતા પણ  ધર્મના પાયામાં પડેલી હોય છે, કેટલીક વખ સાવજ બીભત્સ ક્રિયા વિધિઓમાં અને માન્યતાઓમાં તે વ્યક્ત થતી જોઈએ છીએ, જેમાં ધર્મ નું તત્વ જ હાજર હોતું નથી,પણ થતું હોય છે .
ધર્મ એટલે  માનવીય જીવનમાં પોતાના સત્યને અંતરની સાધના દ્વારા પ્રાપ્ત કરી એ સત્ય પ્રમાણે જાગૃતતા પૂર્વક  જીવનમાં આચરણ  કરવું તેનું નામ ધર્મ છે, આનાથી જેટલા અલિપ્ત તેટલા પ્રમાણમાં સત્ય ધર્મથી અલગ છીએ, અને અધર્મનું આચરણ થઈ રહ્યું છે એમ માનવું ,આવા અધર્મનું આચરણ જ દુખ અને તનાવ પેદા કરે છે, આજના ધાર્મિક માણસો તનાવ ગ્રસ્ત હોય છે તેનું કારણ અહી છુપાયેલ છે. કે તેઓ સત્ય ધર્મ નું આચરણ કરતા નથી,પણ બીજાના દોરવાયા દોરવાય છે જે કદી શાંતિ સુખ આપી શકે જ નહી તે જીવનનો શાશ્વત નિયમ છે, એટલેજ ગીતા કહે છે કે માણસે પોતાની જાતને જાણી તે પ્રમાણે જીવવું જોઈએ ને પોતાના આત્માના અવાજને સાંભળીને તે પ્રમાણે આચરણ કરવું  જોઈએ જે સુખ શાંતિ ને આનંદ આપે છે. આનો અર્થ છે,પોતાના સત્ય પોતાના સત્ય પ્રમાણે ચાલવું ,એજ ધર્મ  છે, .
માણસ કામ વૃતિ અને વાસના વૃતિના ઉન્નયન દ્વારા અત્યંત શુધ્ધ અને પવિત્ર અને પ્રેરણાદાયી ભાવો પણ માણસ અનુભવે છે અને તે માનવ સ્વભાવની અત્યંત પ્રબળ અને ઉર્ધ્વગામી  લાગણીનું જ સંસ્કરણ છે તે તો સ્વીકારવું જ પડશે ,
આ રીતે ધાર્મિકતામાં અને  માણસના પોતાના વિકાસના પ્રત્યેક  તબક્કે ક્રિયા,જ્ઞાન અને લાગણીના વિવિધ સ્વરૂપો વ્યક્ત થાય છે, ક્યારેક  એમાંનું એકાદ તત્વ પ્રબળ હોય અને બીજા તત્વો ગોણ  હોય તેવું બની શકે છે, પણ તેનો સંપૂર્ણ અભાવ હોય એવું શક્ય નથી.,
ભક્તિ તત્વ,  ધર્મના પ્રાણ રૂપ તત્વ હોય, કોઈ પણ દેશ કાળ પ્રમાણે  દરેક ધર્મની પોતાની પરંપરા આગવી વિશિષ્ટતાઓ માંથી જ ભક્તિ ભાવનાંનો ઉદય થતો હોય છે ,આ ભક્તિ તત્વના  અંશો આપણને ઋગવેદ ઉપનિષદ,વગેરેમાં એક યા બીજા રૂપે જોવા મળે છે,જેમાં અંતરની ભાવના પૂર્ણ પ્રાર્થનાઓ માનવ જ્ઞાનના ઉશ:કાળ સમી છે,આ યુગના માનવીની ની:સહાય અવસ્થાની  ચિત્ત દશા એ આ બધી પ્રાર્થનામાં વ્યક્ત થયેલ છે , આ બધી જ પ્રાર્થનામાં  અંતરની લાગણી તત્વ રહેલું જોઈ શકાય છે ,આમ ભક્તિ એ માણસના પ્રલોભનો અને સ્વાર્થ વૃતિ સામેની એક મજબુત ઢાલ બનીને ભક્તિ ઉભી રહેલ  જણાય છે. ખરેખર ભક્તિનો આ સિધ્ધાંત નથી.
ભક્તિ તત્વમાંમાં કોઈસ્વાર્થ યુક્ત  માંગણી ન જ હોય, કોઈપણ નીજી સ્વાર્થ ન હોય માત્રને માત્ર અંતરનો પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય  અને જે કાઈ મળ્યું છે, તેનો સહર્ષ સ્વીકારનો ભાવ ભક્તિમાં  વ્યક્ત થતો હોય તે જ સત્ય રૂપા ભક્તિ છે,. અને આવી સત્ય રૂપા ભક્તિ જ  જીવનમાં શાંતિ ને સુખ પ્રદાન કરે છે,
આમ ભક્તિ એટલે અંતરનો નિસ્વાર્થ પ્રેમ એનું નામ  ભક્તિ છે, જ્યાં સહેજ પણ સ્વાર્થ આવ્યો કે માંગણી આવી ત્યાં ભક્તિ નથી, એતો માગણ વેડા જ છે,ધેલછા જ છે, અને માગણ વેડારૂપ કે ધેલછા રૂપ ભક્તિ  કદી શાંતિ પ્રદાન કરેજ નહી,કારણ કે કદાચ માંગણી કોઈ કારણો સર પૂરી  મળી જાયતો તે ઓછી લાગે છે, જેથી  મન શાંતિ અનુભવી શકતું નથી, અને જો માંગણી સંતોષાય નહી તો પણ મનમાં ચિંતા રહેજ છે, આમ બન્ને બાજુ ખાય છે ,ને ખાયમાં પડવાથી ટાટીયાજ ભાગે.પણ શાંતિ પ્રાપ્ત થાય જ નહી તે સ્વાભાવિક  છે, આજ આજની ભક્તિમાં જે સ્વાર્થ મુલકતા ભારો ભાર હોય છે, જેથી તે ભક્તિ નથી,પણ માત્રને માત્ર માણસની બુદ્ધિ હીન ધેલછા જ છે ,જેમાં માનસ શુધ્ધ બુદ્ધિનો ઉપયોગ માણસ  જરા પણ કરતો નથી, પણ બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલે છે  છે જેથી તનાવનો જ ભોગી બને છે, આજના મંદિરે,મસ્જીદે,ચર્ચે ,ગુરુદ્વારે ભટકતા લોકોના ચેરા પર અંતરની પ્રફુલ્લતાકે પ્રસન્નતા  જોવા મળતી નથી તેનું આજ કારણ છે,
માણસ અંતરની સાધના કરીને જ્ઞાન અને નીરવ્યક્તિતા પ્રાપ્ત કર્યા પછી ભક્તિ પર પાછા આવવું એતો પીછે હઠ કરવા સમાન કૃત્ય છે ,કારણ કે ભક્તિમાં વ્યક્તિત્વનો પાયો છે ,જ્યારે જ્ઞાન માંતો બધાજ ભૂતોમાં એક પરમાત્મા દેખાય છે ને મારો જ આત્મા તેમાં વિલસે છે,એવા ભાવમાં જ્ઞાની સ્થિર થયો હોય છે ,અને ભક્તીતો ચોક્કસ સ્વરૂપના પરમાત્મા પ્રત્યેનો માત્ર અનુરાગ છે તે અનુરાગ પણ પાછો અંતર નો હોતો જ નથી, મોટે ભાગે બાહ્ય દેખાવ જ  જ જોવા મળે છે, અંતરનો અનુરાગ હોતો નથી ,તે ભક્તિની મોટામાં મોટી મુશ્કેલીજ આ છે, તે માત્ર બાહ્ય દેખાવમાંજ ભક્તિ સીમિત થઇ ગઈ છે, અને બાહ્ય ક્રિયા કાંડો કે કર્મ કાંડો કે બીજી વિધિ વિધાનમાં જ ભક્તિનું ચલણ થઇ ગયું છે, તેથી આવી ભક્તિમાં  આંતરિકભાવ  તત્વ હાજર હોતું જ નથી,એટલે તે ભક્તિ નથી, પણ અભક્તી છે. જેનું પરિણામ શુન્ય જ હોય, ને ખરે ખર આજની ભક્તિમાં કોઈને અંતરની શાંતિ,પ્રસન્નતા પ્રાપ્ત થતી જ નથી તે નક્કર હકીકત છે.
જગતની કોઈ પણ પ્રકારની સાધનામાં અંતર જોડાયેલું ન હોય  તો તે સાધના નથી, પણ માણસની ધેલછા  જ છે, મુર્ખામી જ છે.ને મુર્ખામી જ સાબિત થઈને રહે છે, કારણ કે આવી સાધનાનું  કોઈ પરિણામ પ્રાપ્ત થતું જ નથી, પછીતે ભક્તિ હોય, જ્ઞાન હોય, કર્મ હોય કે યોગ હોય .અંતરના જોડાણ વિના બધું જ નકામું છે, ,દુખની બીના એ છે કે આજે જે આજ ધર્મના નામે ચાલી રહ્યું છે,તેમાં સત્ય ધર્મની હાજરી નથી હોતી, પણ અસત્ય ધર્મની જ હાજરી હોય છે,જ્યાં પણ અસત્યની હાજરી હોય ત્યાં  માણસ તનાવ,ચિંતા,દુખ વગેરેથી ધેરાયેલો જ હોય છે,, તેનું કારણતપાસીએ તો સમજાય છે કે  માણસ સત્ય ધર્મનું આચરણ અંતરને સાથે રાખીને કરતો નથી તે જ  છે, .
જગતની કોઈપણ સાધના દ્વારા પરમાત્મા કોઈ સ્થૂળ  પદાર્થ આપતો જ નથી, એટલે સ્થૂળ  પદાર્થની લાલચે કોઈ પણ સાધના કરવી તે માણસની મોટામાં મોટી મુર્ખામી છે,  ધેલછા જ છે, સાધના દ્વારા માત્રને માત્ર આંતરિક શાંતિ જ પ્રાપ્ત થાય છે, આંતરિક આનંદ પ્રાપ્ત થાય છે ,આ સિવાય સાધનાનું જગતમાં કોઈ ફળ કદી પણ મળતું જ નથી, અને જીવનમાં શાંતિ ને આનંદ પૂર્વક જીવવું એજ જીદગી છે ,એમ ગીતા સ્પષ્ટ કહે છે ,
ક્રષ્ણ નું જીવન જોઈએ તો તે પ્રસન્ન ચિત્તે સંસાર ભોગવનાર મહા માનવ છે, જીવનમાં આવેલી તમામ કટો કટીમાં તેમને શુધ્ધ બુદ્ધી પૂર્વક નિર્ણયો લીધેલા જોઈ શકાય છે, અને તેને કારણે જ તેઓ સફળ થયેલા છે પછીતે બુદ્ધ હોય ,મહાવીર હોય,મહમદ હોય કે ઈશુ હોય કે ચાલુ જમાનાનાં અરવિદ હોય ,રમણ હોય કે ગાંધીજી હોય તેઓએ તમામે પોતાની સમગ્ર જિંદગીમાં શુધ્ધ બુદ્ધિથી જ નિર્ણયો લીધેલા જોઈ શકાયછેઅને તેથી જ તેઓ સફળ થયા છે.આ હકીકત આપણી સમક્ષ હાજરા હજૂર છે. ,
માંણસે એટલું સ્પષ્ટ સમજી લેવા જેવું છે કે શુધ્ધ બુદ્ધિના નિર્ણયથી જે કાઈ કર્મ કરવામાં આવે છે તેનું ફળ સારું જ મળે છે, અને અશુદ્ધ બુદ્ધિથી જે કઈ કર્મ કરવામાં આવે તેનું ફળ વિકૃત જ હોવાનું  જે દુખ દાયક જ હોય છેતેમાં કોઈ શંકાજ નથી ,આજની ભક્તિ એ અશુદ્ધ બુદ્ધિ પૂર્વક થતો વ્યવહાર છે ,એટલુજ તો  નક્કી છે.
ગીતા નિરાકાર નિર્ગુણ ની ઉપેક્ષા કર્યા વિના સાકાર સગુણ ઉપાસનાને ચડિયાતી માને છે , અને જ્ઞાનથી પ્રાપ્ત થતી એકાત્મ દ્રષ્ટિ એટલેકે સર્વમાં પરમાત્મા વ્યાપ્ત છે એ જ્ઞાની ભક્તનું દર્શન છે, જ્ઞાન દશા ભક્તિથી વધારે વિનમ્ર બને છે, સર્વ ભૂતોમાં એકજ આત્મા અનુભવવો અને એ અનુભવને કારણે સર્વ ભૂતો તરફ અંતરનો પ્રેમ ભાવ વહેવડાવવો એ બન્ને એક બીજાના પુરક છે ,આમ જ્ઞાન અને ભક્તિ એ એક બીજાના પુરક છે, પણ જો ભક્તિ  અંતરથી નિસ્વાર્થ ભાવે થાયતો અન્યથા નહી, તેની સ્પષ્ટતા કરું છું ,અને સ્પષ્ટ કહું છુ, કે બાહ્ય દેખાવ તે ભક્તિ નથી, ક્રિયા કાડ કે કર્મ કાંડ વગેરે  આવી કોઈ બાહ્ય પ્રવૃત્તિ એ ભક્તિ  નથી,પણ ઠગ બાજી છે ,
જ્ઞાનએ નવી શુધ્ધ  દ્રષ્ટિનો અંતરનો આવિર્ભાવ છે ,અને સત્ય રૂપા ભક્તિ એ અંતરનો આવિર્ભાવ તરફનો અંતરનો શુધ્ધ પ્રેમ છે ,આમ જીવનમાં અંતરનો  સ્થિર ભાવ બનાવવા માટે અંત:કરણમાં શુદ્ધ પ્રેમ ભાવનો ઉદય થવો અત્યંત જરૂરી છે,જો ભક્તિ દ્વારા અંતરમાં શુધ્ધ ભાવ ઉભો ન થાય તો તે ભક્તિ નથી, ,
ઈશુ ભગવાને જયારે માણસને કહ્યું કે તુ તારા પાડોશીને તારી જાત માફક જ પ્રેમ કરતો જ રહેજે, ત્યારે માત્ર ધરનો પાડોશી એવો આમાં અર્થ નથી, પણ પાડોશી શબ્દ દ્વારા ઈશુ ભગવાને  આખી જીવ સૃષ્ટિ જે આપણી પાડોશી છે  તેને પાડોશી  ગણેલ છે,તેને આપણા શુદ્ધ  અંતરથી અને શુધ્ધ બુદ્ધિથી  પ્રેમ કરતા રહેવાની સ્પષ્ટ  વાત કરી છે, એટલે કે આખી સૃષ્ટિ આપણી પાડોશી ગણવાની છે, તેમ સ્પષ્ટ કહેવાનું છે, તેને અંતરના શુદ્ધ પ્રેમથી શુદ્ધ બુદ્ધિથી પ્રેમ કરતા રહેવાની ને તેમને સમ્યક દ્રષ્ટિથી જોતા રહેવાની વાત કરી છે, અને તમામ તરફ અહિંસાની નજરે જોતા શીખવાની શીખ એમાં રહેલી છે. અહિંસા એટલે માત્ર કોઈનું ખૂન કરવું કે હત્યા કરવી એમ નહી પણ કોઈના પ્રત્યે ક્રોધ દ્વેષ વગેરે  જેવા ભાવો પણ  રાખવા નહી તે વાત ઈશુ ભવાનની છે,ટૂંકમાં તમામ જીવ પ્રત્યે  સમ દ્રષ્ટિ રાખવાની વાત છે. આજ સાચી ભક્તિ છે,જ્યાં અંતરનો શુધ્ધપ્રેમ નથીજ્યાં શુધ્ધ બુદ્ધિ નથી  ત્યાં સત્ય રૂપા ભક્તિ નથી..
ગીતા એ શુધ્ધ જ્ઞાન અને શુદ્ધ ભક્તિને એક બીજા સાથે સાંકળી લીધેલ છે,એટલે જ કહેવાયું છે કે શુધ્ધ બુદ્ધિ સાથેની  શુદ્ધ જ્ઞાન વિનાની ભક્તિ એ કનિષ્ઠ ભક્તિ છે, આજે આવી કનિષ્ટ  ભક્તિનું ચલણ જોઈ શકીએ છીએ અને અંતરની શુદ્ધ ભક્તિ અને શુધ્ધ બુદ્ધિ  વિનાનું જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન છે અને  મિથ્યા ભીમાન છે,
ગીતાએ સગુણની શ્રેષ્ઠતા કહી છે છતાં તેમાં શુધ્ધ જ્ઞાન દ્રષ્ટિમાં કોઇ મર્યાદા ઉભી થતી જ નથી અને પાછી ભક્તિમાં અંતરની તીવ્રતામાં કોઈ ઉણપ આવતી જ નથી આ પાયાનું સત્ય આપણે સતત ધ્યાને  રાખવું જોઈએ આમ ગીતામાં ભક્તિ અંગેનો ખ્યાલ અંતરની શુધ્ધ ભક્તિ સાથે જ રહેલો છે .આજે જે ભક્તિમાં બાહ્ય ડોળ છે તે ગીતાની દ્રષ્ટીએ ભક્તિ નથી એટલી સ્પષ્ટ હકીકત છે ,જે ભક્તિમાં અંતર જોડાયેલું ન હોયતો  તે ભક્તિ નથી પણ દંભ છે ,જુઠ છે અને એ અસત્યનો  માર્ગ છે, તેમાંથી શાંતિ પ્રાપ્ત થાય નહી,
ગીતાની આંતર શુદ્ધ સત્ય સ્વરૂપા ભક્તિનો ખ્યાલ પરંપરા ગત ચાલુ  ભક્તિને જરા પણ અનુમોદન આપતો જ નથી.અને ગીતાનો સત્ય સ્વરૂપા ભક્તિનો ખ્યાલ જ્ઞાનો ત્તર ભક્તિનો અને જ્ઞાન યુક્ત શુધ્ધ ભક્તિનો  છે આવી એજ નિષ્ઠ શુદ્ધ બુદ્ધિ યુક્ત ભક્તિ કરનાર ભક્ત ને અનેક જન્મો ને અંતે સર્વ કાંઈ પરમ તત્વ પરમાત્મા જ છે, એની  સ્પષ્ટ પ્રતીતિ કરી જ શકે છે. જે જીવનને ધન્ય કરી દે છે, પણ  આજની ભક્તિ કરનારમાં આવો ભક્ત શોધવો જ મુશ્કેલ છે, કારણ કે આજની ભક્તિમાં એ શક્ય જ નથી કેમકે, તે ભક્તિ નથી, પણ ભક્તિના નામે દંભ છે, અને ગીતાએ સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાની ભક્ત જ પરમાત્માને પ્રિય છે..
સામાન્ય માણસમાં સામાન્ય રીતે પ્રેમ ભાવનામાં સ્વાર્થ,અને આસક્તિ વગેરે પડેલી જ હોય છે એટલે આવા માણસને સલામતી,કે સંપતી,,શક્તિ કે સોદર્ય  કીર્તિ કે કાંચન,આમાનું કૈક પણ જોઈતું જ હોય છે તે મેળવવા ખાતર આવા માણસો પરમાત્મા પ્રત્યે માત્ર બાહ્ય ભાવો દર્શાવતા હોય છે,અને બાહ્ય પ્રેમ કરતા હોય છે, તેને ખબર નથી કે પરમાત્મા આમાંની કોઈ વસ્તુ કદી પણ કોઈને આપતો જ નથી, પણ આવી સકામ ભક્તિ મોટા પાયે વિસ્તરેલી જોવા મળે છે ,
માણસના જીવનમાં જે કાંઈ પદાર્થ મેળવવા પુરુષાર્થ કરે છે,  તેમાં અમુકમાં સફળતા મળે છે, તો અમુકમાં નિષ્ફળતા મળે છે, એટલે આવો માણસ જયારે પરમાત્મા પાસે માંગીને પુરુષાર્થ કરે છે, ત્યારે જો પુરુષાર્થ દ્વારા માગેલી વસ્તુ મળી જાય તો પરમાત્માએ આપેલ છે, એમ માનીને ચાલે છે, ને જો પુરુષાર્થમાં નિષ્ફળ જાય અને પદાર્થ પ્રાપ્ત ન થાયતો તે પોતાના ભાગ્યનો  દોઢ કાઢે છે, આ આખી પ્રક્રિયાનું માંનસ જ અસત્ય રૂપ , અસત્ય વિચાર છે,આમાં .બંને બાજુ અસત્ય જ છે, તેમાં શુધ બુદ્ધિથી વિચારેલું સત્ય નથી ,પણ અશુદ્ધ બુદ્ધિથી કરેલું વર્તન છે , શુધ્ધ બુદ્ધિથી વિચારીને માણસે એ નક્કી કરી લેવાની જરૂર છે, કે પરમાત્મા કોઈને કોઈ પદાર્થ આપતો જ નથી ,એટલે સ્વાર્થ યુક્ત ભક્તિ કરવાનો કોઈ જ અર્થ નથી, ભક્તિ કરવી હોય તો વિસ્વાર્થ ભાવે કરો અને શુધ્ધબુદ્ધિ અને  શુદ્ધ મન સાથે કરો  તેમાં પરમ  શાંતિ પ્રાપ્ત થાય જ.છે, અને  સ્વાર્થ યુક્ત ભક્તિ કરનારને કદી કોઈને પરમ શાંતિ પ્રાપ્ત થતી જ નથી .સત્ય હકીકત છે.
ગીતામાં ચાર પ્રકારની ભક્તિ દર્શાવેલ છે જેમાં  જ્ઞાની ભક્ત સિવાયની ત્રણે પ્રકારની ભક્તિઓ ખરેખર ભક્તિ નથી પણ જ્ઞાની ભક્તિ પ્રાપ્ત કરવા માટેની તે પૂર્વ તેયારીઆ ભક્તિઓ  રૂપે રજુ કરવામાં આવેલ છે. એ સ્પષ્ટ માણસે સમજી લેવાની જરૂર છે, કારણ કે જ્ઞાની ભક્તિ સિવાયની તમામ ભક્તિને ગીતાએ  કનિષ્ઠ કહેલ છે. તેથી આ ત્રણ ભક્તિ  ગીતાની ભક્તિની વ્યાખ્યામાં ફીટ થતી જ નથી, આવી કનિષ્ઠ ભક્તિને ભક્તિ માની લેવી તે  એક પ્રકારની ધેલછા જ છે. અજ્ઞાનતા છે,બુદ્ધ હીનતા જ છે, આવી કનિષ્ઠ  ભક્તિને ગીતા કદી પણ ભક્તિનું બિરુદ આપેજ નહી તે સમજી શકાય તેવી બીના છે, હકીકત છે તેનો સ્વીકાર કરવો જ રહ્યો
માણસ નો સ્વભાવ એક સરખો જોવા મળતો નથી ,એટલે પરમાત્મા પણ કોઈ એક જ માર્ગ દ્વારા મળે તે વાત જ બરાબર નથી એટલે જ માણસના ત્રણ પ્રકારના  સ્વભાવ અનુસાર  ત્રણ પ્રકારની સાધના પદ્ધતિઓ આપણે ત્યા અમલમાં  મુકાયેલી છે આમ કોઈ પણ માર્ગે ચાલો તો અંતે તો  આપણે નીર્વિચારમાં ,અહંકાર રહિત ,ઈચ્છા રહિત, અને મન,બુધ્ધિઅને ઇન્દ્રીઓથી પર થવું જ પડે છે તોજ પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ થાય છે, આમ માર્ગનું કોઈ મહત્વ નથી પણ આ સ્થિતિ  પ્રાપ્ત કરવાનું જ મહત્વ છે,
 આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ધ્યાન યોગ સવોત્તમ પુરવાર થયેલોં છે કારણ કે તેના દ્વારા ચાલુ જમાનાના માણસો પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ કરી શક્યા છે જેમાં મહર્ષિ અરવિંદ ,અને મહર્ષિ રમણ છે તેઓએ યોગનો આશરો લઈને પુરેપુરી શુધ્ધતા પ્રાપ્ત કરી હતી તે હકીકત છે
માણસે સ્વસ્થ ચિત્તે અન્યોન્ય ભાવે શુધ અંત:કરણ પૂર્વક પરમ તત્વ પરમાત્માનું સો ટકા શરણું સ્વીકારે છે અને અંતરના સર્વ ભાવોથી શુધ્ધ મનથી અને શુદ્ધ બુદ્ધિથી પરમ તત્વ પરમાત્મામાં શુધ્ધ ચિત્તને સ્થાપે છે તેને જ  સત્ય રૂપા ભક્તિ કહેવામાં આવી છે, આવી સત્ય રૂપા ભક્તિમાં માણસની શરણા ગતી, સમર્પણ .વિનમ્રતા ભક્તની  ગરિમા વધારે ઉજ્વળ બનાવે છે. આવી ભક્તિનું ફળ અમૃત સમું હોય છે આજ ભક્તિ સત્ય રૂપા ભક્તિ છે,અને આ રીતે અંતરનું  સમર્પણ અને અંતરની શરણાગતી સત્ય રૂપા ભક્તિ ભાવનું મહત્વનું અંગ છે ,અને પરમાત્મા સમું કોઈ ભવ્ય અને દિવ્ય નથી અને પોતાના સમી કોઈ અલ્પ નથી એ સમજ એટલેજ અહંકાર રહીતતા જ્યાં અહંકાર રહીતતા હોય ત્યાં પરમ શાંતિ અને સુખ જ હોય તેમાં નવય પામવા જેવું કાઈ જ નથી ,
આમ જ્ઞાન એજ ભક્તિનો પાયો છે અને પરમાત્માને અને આ સૃષ્ટિ સાથેના તેના સબંધને યથાર્થ રીતે જાણવા અને સમજવા તેનું નામ જ્ઞાન છે, આવું  જ્ઞાન પરમાત્મા અંગેનું ઉડી અંતરની ભાવનાઓ સર્જી શકે છે આમ જ્ઞાન વિનાની અંતરની ભાવના ઉડાણ વિનાની હોય છે, અને તેથી તેમાં દ્રઢતા,એક્નીષ્ઠતાનો  અભાવ જોવા મળે છે,જ્ઞાન  ભાવનાનું વિરોધી નથી જેમ જ્ઞાન વધારે તેમ ભાવના ઉડી આમ ગીતાની ભક્તિ જુદાજ પ્રકારની છે, ચાલુ ચીલા ચાલુ ભક્તિ નથી, તેમાં કર્મ જ્ઞાન મિશ્રિત ભક્તિ છે, એમ કહી શકાય ,આમ ગીતા ની ભક્તિ જ્ઞાનો ત્તર છે એમ કહી શકાય, તેમાં વેવલાવેડા નથી .અંતરની શુદ્ધતા છે ,
આમ જોવા જઈએ તો જ્ઞાન આ રીતે સત્ય રૂપા  ભક્તિનો પાયો છે, અને ગીતાએ જ્ઞાન યુક્ત ભક્તિનો જ નિર્દેશ કરેલ છે, જ્ઞાન વિનાની ભક્તિ તે ભક્તિ નથી એટલું સ્પષ્ટ સમજી લેવા જેવી હકીકત છે
 ગીતાનું  ભક્તિ તત્વ કોઈ એક ચોક્કસ ચોગઠામાં સમાંય  જવા તયાર  નથી,  એજ ભક્તિની વિશાળતા સૂચવે છે, ગીતાની ભક્તિમાં ભાવનાઓના સાગરમાં  ડૂબી જવુંને નાચગાન રોડ ઉપર કરવા અને બાહ્ય દેખાવ રૂપ પ્રેમની મસ્તીમાં પોતાની  જાતને ડુબાડી દેવી ને નાચગાન કરી રોડ ગજવવા રાડા  રાડી કરવી  આવી કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ તે ભક્તિ નથી, પણ તેતો માણસની એક નંબરની ધેલછા જ છે, દંભ યુક્ત  વ્યવહાર છે એનેને ભક્તિને કાંઈજ લેવા દેવા નથી .,
ગીતા   સ્પષ્ટ કહે છે કે જ્ઞાન યુક્ત શુદ્ધ બુદ્ધિ કરીને  શુદ્ધ મન થી આંતરિક શુદ્ધ ભાવ સાથે ,અહંકારથી અલિપ્ત થઈને રાગદ્વેષને તિલાંજલી આપીને જીવનમાં સત્ય ,સરળતા,અને સહજતા પૂર્વક જીવે જવું ને પરમ તત્વ પરમાત્માને સમર્પિત થઈને શરણાગત  સ્વીકારી  વ્યવહાર કર્યે જવો તેજસત્ય રૂપા ભક્તિ છે   , 
 ટુકમાં જીવનના  તમામ  પ્રકારના વ્યવહારો અને આચરણ  શુધ્ધ બુદ્ધિ ,શુદ્ધ મન અને શુધ્ધ વાસના  જીવન યોગની સાધના દ્વારા  કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આત્માના અવાજ પ્રમાણે કર્મ  કર્યે જવું ક્યાય પણ આપણા પોતાના સત્ય થી વિચલિત ન થવું ,અને અનાસક્ત ભાવમાં સ્થિર થઈને હું પણાનો સંપૂર્ણ ત્યાગ કરીને જીવે જવું તેજ સાચી અંતરની ભક્તિ છે આવી ભક્તિ જ જીવનમાં પરમ શાંતિ સુખ ને આનંદ પ્રદાન કરશેજ  ચાલો  આપણે આપ્રમાણે શુધ્ધ મનથી નક્કી કરી, શુધ્ધ બુદ્ધના નિર્ણય અનુસાર જીવીએ.   તત્વ ચિંતક
  .