Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, October 3, 2017

ભાગવત રહસ્ય-૧૬ - પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા



ભાગવત રહસ્ય-૧૬

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય"  -૧



ભાગવત માહાત્મ્ય (ચાલુ)



નારદ જી કહે છે-કે- દુનિયા માં ક્યાંય મને શાંતિ જોવામાં આવી નહિ.



કલિયુગ ના દોષ જોતા –ફરતાં ફરતાં તે વૃંદાવન ધામ માં આવ્યા. ત્યાં તેમને એક કૌતુક જોયું.



એક યુવતિ સ્ત્રી અને તેની પાસે બે વૃદ્ધ પુરુષો ને મૂર્છા માં  પડેલા જોયા.તે સ્ત્રી ચારે તરફ જોતી હતી.



“મને થયું કે –આ કોણ હશે ? પણ વિના કારણે કોઈ સ્ત્રી સાથે બોલવું યોગ્ય નથી—એમ માની હું આગળ ચાલ્યો “



સનાતન ધર્મ ની મર્યાદા છે કે-પુરુષ કોઈ સ્ત્રી ને તાકીને જુએ નહિ.તેની સાથે વગર કારણે બોલે નહિ.



સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય.



તે સ્ત્રી એ મને કયું –હે સાધો -ઉભા રહો.



બીજા નું કામ સાધો  એટલે તમે સાધુ બનશો.પ્રાણ ના ભોગે પણ જે બીજાનું કામ સાધી આપે એ સાધુ છે.



“તે સ્ત્રી એ મને બોલાવ્યો –એટલે હું તેની પાસે ગયો—તેણે કહ્યું- હુ તમારો વધારે સમય માગતી નથી “



સંતો નો સમય બહુ કિંમતી હોય છે. સુવર્ણ કરતો પણ સમય ને કિંમતી ગણે તે સંત.



જેને સમય ની કિંમત નથી તે અંતકાળે બહુ પસ્તાય છે. કોઈની એક ક્ષણ પણ બગાડો નહિ.



“ એને મને એક ક્ષણ ઉભા રહેવાનું કહ્યું.-મને તેની દયા આવી-મે તેને પૂછ્યું—દેવી, તમે કોણ છો ?



તે સ્ત્રી એ કહ્યું-નારી કથા આપણે સંભળાવું છું.મારું નામ –ભક્તિ -- છે. અને આ –જ્ઞાન-અને –વૈરાગ્ય- નામે મારા બે



પુત્રો છે.તેઓ વૃદ્ધ થઇ ગયાં છે. --મારો જન્મ દ્રવિડ દેશ માં થયો.



(મહાન આચાર્યો દ્રવિડ દેશ –દક્ષિણ ભારત માં થયા છે. જેવાકે- રામાનુજાચાર્ય,મધ્વાચાર્ય,વલ્લભાચાર્ય .-



દક્ષિણ દેશ એ ભક્તિ નો દેશ છે.)



કર્ણાટક માં મને પોષણ મળ્યું. હું વૃદ્ધિ પામી.



આચાર વિચાર શુદ્ધ હોય તો જ ભક્તિ થઇ શકે છે.સદાચાર વિના સદ્ વિચાર આવશે નહિ.સદાચાર વગર સદવિચાર



બુદ્ધિ માં ટકશે નહિ. સદાચાર એટલે શાસ્ત્રસંમંત આચાર.



શું કરવું-કે-શું ના કરવું તે મન ને પુછશો નહિ પણ શાસ્ત્ર ને પૂછો.મન ખોટી સલાહ આપે છે. મન જીવ ને ખાડામાં નાખે છે.



મન દગાખોર છે. તમારું અંતઃકરણ પ્રેરણા ના આપે તો –શાસ્ત્ર ને પૂછો-કોઈ સંત ને પૂછો.



સદવિચાર અને સદાચાર નો સાથ હોય તો જ ભક્તિ પ્રબળ બને છે. કર્ણાટક માં આજ પણ આચાર શુદ્ધિ જોવા મળે છે.



વ્યાસજી ને કર્ણાટક પ્રત્યે પક્ષપાત નહોતો.પણ જે સાચું હતું તેનું વર્ણન કર્યું છે.



કર્ણાટક માં મધ્વાચાર્ય પંથના આચાર્યો છે. તેઓ નિર્જળા એકાદશી કરે છે. એકાદશી એટલે દિવાળી નહિ.



મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે-તેવી ભાવના એકાદશી ના દિવસે કરો.



મહારાષ્ટ્ર માં કોઈ કોઈ જગ્યાએ મારું સન્માન થયું.



મહ્રાસ્ત્ર માં ભક્તિને કોઈ કોઈ જગ્યાએ માન મળ્યું છે. પંઢરપુર જેવા સ્થળો માં ભક્તિ જોવા મળે છે.



ગુજરાત માં મારા બે પુત્રો સાથે હું વૃદ્ધ થઇ.



પૈસા ના દાસ પ્રભુના દાસ થઇ શકતા નથી. ગુજરાત માં પ્રધાનપણે કાંચનનો (પૈસાનો)મોહ લાગ્યો છે.



ભક્તિ તેથી છિન્ન ભિન્ન થઇ ગઈ છે. મનુષ્ય પોતાના મોજ શોખ માં કેટલું વાપરે છે તેનો હિસાબ રાખતો નથી પણ



ઠાકોરજી માટે કેટલું વાપરે છે,તેનો હિસાબ રાખે છે.



કલિયુગ માં ભક્તિ છે- પણ છિન્ન ભિન્ન થઇ ગઈ છે. ભક્તિનું એક એક અંગ છિન્ન ભિન્ન   થયું છે.



ભક્તિ ના પ્રધાન નવ અંગ છે.



પહેલું શ્રવણ છે. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરવું.



મનન પછી નિદિધ્યાસન . મનન કરી જેટલું જીવન માં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય.



ભાગવત સાંભળવાથી પાપ બળે છે,પરંતુ મનન કરવાથી અને જીવન માં ઉતારવાથી મુક્તિ મળે છે.



શ્રવણ-ભક્તિ છિન્ન ભિન્ન થઇ છે કારણ કે મનન રહ્યું નથી. મનન વગર શ્રવણ સફળ થતું નથી.



કીર્તન –ભક્તિ રહી નથી.જીવન માં કીર્તિનો મોહ અને કંચન નો લોભ આવ્યો, ત્યારથી કીર્તન-ભક્તિ બગડી.



ભગવાન અતિ ઉદાર છે,તે નાસ્તિક નું પણ પોષણ કરે છે. જે ઈશ્વર માં માનતા નથી તેવા નાસ્તિક નું પણ પોષણ



જો કરતાં હોય તો જે ભાગવત સેવા કરે છે,કીર્તન કરે કરે છે,તેનું પોષણ શું પરમાત્મા નહિ કરે ?



જ્ઞાની પુરુષો ને અપમાન કરતાં માન વધારે ખરાબ લાગે છે.ધન નો લોભ છુટવા કરતાં પણ કીર્તિ નો મોહ છૂટવો



કઠિન છે.કીર્તિનો મોહ જ્ઞાનીની ને પણ પજવે છે.જ્યાં સુધી તમે તમારા મનને સમજાવશો નહિ,તે માનશે નહિ.



કથા કીર્તન માં અનાયાસે જગત ભુલાય છે,મનુષ્ય જયારે સર્વ છોડી માળા લઈને બેસે ત્યારે જગત યાદ આવે છે.



કથા માં બેસો ત્યારે સંસાર-વ્યવહાર ના વિચારો કાઢી નાખો. હું મારા શ્રીકૃષ્ણ ના ચરણ માં બેઠો છું-એવી ભાવના કરો.



કીર્તનભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તુલસીદાસજી એ કહ્યું છે કે-મારા સુખ માટે હું કથા કરું છું. બીજાને શું સુખ મળે છે –



તેની મને ખબર નથી. પણ મારા મન ને આનંદ મળે છે તેથી કથા કરું છું.

No comments:

Post a Comment