Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

ગીતાનો નિષ્કામ કર્મ યોગ .

ગીતાનો નિષ્કામ કર્મ યોગ .

આ સૃષ્ટિના આરંભથી જ બે માર્ગ ચાલ્યા આવે છે ,જેમાં એકમાં જ્ઞાનની પ્રધાનતા  છે, તો બીજામાં કર્મની, આપણે બહુજ સ્પષ્ટ પણે સમજી લેવું જોઈએ, કે  કર્મ કર્યા  વિના માણસ અકર્મી બની શકતો જ નથી, સિદ્ધિ પ્રાપ્ત કરનારે અકર્મી બનવું જ પડે છે, અને કર્મ કર્યા વિના જ્ઞાન  પ્રાપ્ત કરી શકાતું જ નથી ,એટલે કે ધર બાર છોડી  દેવા વાળો માણસ જ્ઞાની સિદ્ધપુરુષ કદીપણ  બની શકતો જ નથી,.અને ધર બાર  છોડું છું એમ કહેવાથી કર્મ છૂટતા પણ નથી.કારણકે જીવવું એ પણ કર્મ જ છે,એટલે કર્મ છોડ્યા છે, એમ કહેનારને સિદ્ધ પુરુષ કહી પણ શકાય  નહી.,પણ જે પોતાની વૃતીઓથી નિવૃત થાય ને સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં સ્થિર થાય અને અકર્મ અવસ્થા પ્રાપ્ત કરે  તે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે,તેજ સિદ્ધ પુરુષ છે ,આમ કર્મ કરવું કે નહી તે જીવન સંગ્રામ નો  કોયડો છે, જે ગીતાએ ઉકેલી દીધો છે.
જીવન સંગ્રામમાં પ્રત્યેક માણસ કાંઈક ને કાંઈક કર્મ  કરતો જ રહે છે,એનો મૂળભૂત  સ્વભાવ જ એને કર્મ કરાવે જ  છે ,જગતનો આ શાશ્વત  નિયમ હોવા છતાં,કોઈ માણસ હાથ પગ ઢીલા કરીને માત્ર  બેઠો જ રહે. અને કર્મ કરે જ નહી.ને મનમાં ને મનમાં જુદા જુદા મનસુબાઓ અને  વિચારો ઘડ્યા જ કરે. તેને માણસો  મુર્ખ કહે છે,અથવા તો તેની  મીથ્યા ચારીમાં તેની ગણતરી  થાય છે., એનાથી સારું તો એ છે, કે  પોતાની ઇન્દ્રીઓને વશમાં કરીને ,રાગ દ્વેશ છોડી,અહંકારથી નિવૃત થઈ અનાસક્ત ભાવમાં સ્થિર થઇ ને ફળની આશા છોડીને કર્મ કર્યા કરવું  આનું નામ જ કર્મ યોગનું આચરણ છે, જે શાંતિ ને સુખ પ્રદાન કરે છે, એટલે જે  કર્મ પોતાનાથી થઇ શકે તે કર્મ નિષ્કામ  ભાવથી, ફ્લાષા છોડીને કર્મ  કર્યા જ કરવું  જોઈએ એજ ઉત્તમ  માર્ગ છે,
માણસે એ વસ્તુ બરાબર ખ્યાલમાં લઇ લેવા જેવી છે, કે નિષ્કામ ભાવમાં અને અનાસક્ત ભાવમાં   સ્થિર થયા વિનાનું સ્વાર્થ યુક્ત, આસક્તિયુક્ત અને મોહ  યુક્ત તમામ કર્મ બંધન કારક છે,અને બંધન કારક કર્મ કદી પણ સુખ શાંતિ પ્રદાન કરે જ નહી આપણે તમામ કર્મ આપણી અપૂર્ણતામાંથી બહાર નીકળી પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે જ કરતા હોઈએ છીએ ,કર્મનો ઉદેશ જ પૂર્ણતા પ્રાપ્ત કરવાનો છે,શૂન્યમાં સ્થિર થવાનો છે, પણ આપણે કર્તૃત્વ રહિત થઈને કર્મ કરતા નથી.અલિપ્તતા ધારણ કરી શકતા નથી,  માટે કર્મ બંધન રૂપ થાય છે,,જેથી અજ્ઞાનમાં જ સબડીયે છીએ ને તનાવ ગ્રસ્ત જીવન જીવીએ છીએ,
પરમાત્માએ  જગતની ઉત્પત્તિ કરી તેની સાથે જ યજ્ઞ રૂપ કર્મ પણ ઉત્પન્ન કરેલ છે ,યજ્ઞ રૂપ કર્મનો અર્થ છે, કર્તૃત્વ રહિત થઈને કર્મ કરવું ,અલિપ્ત થઈને કર્મ કરતા જ રહેવું ,એનું નામ યજ્ઞ છે, હોમ હવન કરી ધીને લાકડા બાળવા એ યજ્ઞ નથી.એતો માણસની ધેલછા જ  છે.તેનું કાઈ પરિણામ આવે જ નહી ને આજ સુધી આવ્યું પણ નથી ,  
આપણને સોને કાનમાં પરમાત્માએ કહ્યું કે જાઓ અને એક બીજાની નિષ્કામ ભાવથી, ફળની આશા છોડીને સેવા કરો અને ફૂલો ફાલો અને જીવ માત્રને દેવતા રૂપ માનો ને તેમની સાથે સત્યને આધારે આસક્તિ રહિત થઈને તમામ પ્રકારના વ્યવહાર કરો, અને આ જીવતા જાગતા જીવને મેં દેવ રૂપ બનાવેલા છે, તે  દેવોની નિષ્કામ ભાવ સાથે  સેવા કરો ને પ્રસન્ન રહો,એમ સ્પષ્ટ કહીને જ આ  જગતમાં રમવા  મોકલેલ છે,જગત       માં બીજા કોઈને દેવો બનાવવાનો અધિકાર મેં  આપેલ જ  નથી, ને જો કોઈ  દેવો બનાવે તો તે જુઠા છે,એમ માનજો કારણકે તેમાં  આત્મા હોય નહી, તે કોઈ આત્મા  મૂકી શકે જ નહી, અને આત્મા વિનાના દેવ હોઈ શકે જ નહી, તેમ માની ને તમામ આચરણ કરજો, આવા કોઈ બનાવટી દેવોની સેવા કરતાજ નહી,ને  આત્માવાળા મેં બનાવેલા જીવતા જાગતા દેવોની નિષ્કામ ભાવે સેવા કરો. આ  વિચારથી અને આ  આદેશ સાથે  આપણને આ જગતમાં રમતા મુક્યા છે, ને.જીવનને રમત સમજી ને રમ્યા જ  કરજો ,
આ દુનિયામાં તમારું કશું જ નથી,તમો માત્ર  ઉપયોગ કરી શકો માટે તમારા માટે તમામ વસ્તુ  રજુ કરેલ છે , તમામ વસ્તુ ક્ષણ ભંગુર છે, નાશ થનાર છે, અને પરિવર્તિત છે, કોઈ વસ્તુ સ્થિર નથી, માટે  સ્થિર માનીને તેની સાથે  વ્યવહાર કરશો નહી, બધાથી અસંગ રહો, તમારું શરીર પણ નાશ વંત છે, માટે તેનાથી પણ સર્વથા સર્વરીતે સંપૂર્ણ  અલિપ્ત રહેશો, તો તમો શાંતિ પામી શકશો, શાંતિ અને આનંદ એ તમારો મૂળભૂત સ્વભાવ છે, એ ભૂલશો નહી, એમ કાનમાં શીખ આપી છે,ને સ્પષ્ટ  કહ્યું કે તમારા માટે તમામ વસ્તુ તમારી આગળ ઉપયોગ કરવા મેં મુકેલ છે. તેનો  જીવનમાં ઉપયોગ કરજો, પણ ઉપભોગ કરશો નહી, જીવન માં કોઈ વસ્તુ છોડવાની નથી, બધાનો ઉપયોગ કરવા માટે જ બનાવેલ છે,જરૂર  ઉપયોગ કરો  ને શાંતિથી જીવે જાવ અને આનંદમાં જ રહેજો, આ પરમાત્માની શીખ છે,,
 આ મંત્ર પણ ધોળીને આપણે પીય ગયા ને પરમાત્માથી  પણ હુશિયાર છીએ તેવા અહંકારમાં જીવીએ છીએ જેથી  વસ્તુનો ઉપયોગ કરવાને બદલે ઉપભોગ કરવા માંડ્યા જેથી આપણે આપણી શાંતિ અને આનંદ ખોઈ નાખ્યો છે. ને વસ્તુ પદાર્થ ખોળામાં રાખી લીધી ને મારું મારું કરીને જીવીએ છીએ, ખરેખર કોઈ  વસ્તુ આપણી નથી, તે બધું જ પરમતત્વ પરમાત્માની  માલિકીની  છે, ને આપણને વાપરવા આપેલ છે,અને આપણે ખાલી હાથે આવેલા છીએ ને ખાલી હાથેજ જવાનું છે, જો અન્યોન્ય ભાવથી અંતરથી ભક્તિ કરી હશે ને અહંકાર વગેરેથી મુક્ત થયા હઈશું તો મુક્તિને પામશું ,જો આ નહી કર્યું હોય તો પાછા આવવું જ પડશે, એમ સ્પષ્ટ સૂચના આપેલ છે ,કોઈ વસ્તુ તમારી નથી ને કોઈ વસ્તુ  ધરની કરવા માટે  નથી આપી, પણ આપણે પરમાત્માથી હોશિયારી કરવા ગયા ને ફસાઈ ગયા છીએ જેથી દુઃખમાં સબડીયે છીએ માણસમાં ,કામના,વાસના,અહંકાર રાગદ્વેષ,અદેખાઈ ઈર્ષા,નિંદા વગેરે મનની વિકૃતિઓ વાળા માટે ભગવત ગીતા એ સ્પષ્ટ કહ્યું છે.તેઓ બધાજ જીવનમાં અશાંત છે, અને અશાંતને શાંતિ કદી હોય શકે જ નહી ,
આ જગતમાં ભક્ત,સંત,સાધુ,ગુરુને ઓળખવા માટે ત્રણ વસ્તુ જેનામાં પ્રસ્થાપિત થયેલી  હોય તે જ સાચો ભક્ત, સાચો સંત,સાચો ગુરુ અને સાચો સાધુ છે,જેનામાં પૂરેપૂરું સમત્વ હોય ,કર્મમાં કુશળતાં  હોય અને  અનન્ય અંતરની  ભક્તિ હોય, આ ત્રણે વસ્તુ એક બીજામાં ઓત પ્રોત હોવા જોઈએ કારણકે અન્યોન્ય ભાવ વળી અંતરની ભક્તિ વિના  સમત્વ  પ્રાપ્ત ન થાય, અને અને સમત્વ વિના અન્યોન્ય ભક્તિ સંભવે જ નહી, ,અને કર્મ કોશલ્ય વિના ભક્તિ અને સમત્વ શક્ય જ નથી ,ટુકમાં અંતરની  સમતા,સમત્વ સ્થિત પ્રજ્ઞની પ્રાપ્તિ વિના બધું જ નકામું છે.આ સ્થિતિ જે પ્રાપ્ત કરે તે ધર્માત્મા ગણાય અને તેજ નિરંતર શાંતિ પામે છે ,
અભ્યાસ અને સ્વાધ્યાય એટલે ચિત્ત વૃતિ નિરોધની સાધના ,જ્ઞાન એટલે શ્રાવણ મનન અને આંતરિક ચિંતન અને ધ્યાન એટલે ઉપાસના આટલુ  કરવા છતાં  જો કર્મ ફળ ત્યાગ મનમાં જોવામાં ન આવે તો અભ્યાસ અને  સ્વાધ્યાય એ અભ્યાસ અને સ્વાધ્યાય નથી ,જ્ઞાન એ જ્ઞાન નથી ,અને ધ્યાન એ ધ્યાન નથી ,કારણ કે ચિત્ત જયારે અશાંત હોય ત્યારે ધ્યાન સંભવે જ નહી ,અને અશાંતિનું કારણ તો જાત જાતની ફળની કામના ,વાસના આસક્તિ વગેરે  જ છે  માટે જ ફળ ત્યાગ કરવો જ જોઈએ ફળ ત્યાગ એટલે  માત્ર ફળ ત્યાગ જ નહી પણ રાગદ્વેષ,અહંકાર તૃષ્ણા, કામના વાસના ઈચ્છા વગેરેનો ત્યાગ થાય  ત્યારે જ ફળ ત્યાગ સંભવે છે,,આ બધાનો ત્યાગ કરીએ ત્યારે જ ફળ ત્યાગ ફલિત થાય છે,
સાચા ભક્તમાં આ બધુ  તો હોવું જ જોઈએ તોજ તે ભક્ત છે, સાધુ , સંન્યાસી છે અને સંત છે, જે પ્રાણી માત્ર  પ્રત્યે પુરેપુરો દ્વેષ રહિત,સર્વનો મિત્ર,દયાવાન ,ક્ષમાવાન,અહંતા મમતા રહિત,રાગદ્વેષ થી મુક્ત,સુખ દુઃખ વિષે સરખો ભાવ,સદાય સંતોષી.યોગયુક્ત એટલેકે પરમ તત્વ સાથે  એકત્વ, ઇન્દ્રિય નીગ્રહી ,અને દ્રઢ નિશ્ચય વાળો અને જેમણે પોતાની બુદ્ધિ અને મન પરમાત્માને અર્પણ કરેલ હોય તેજ સાચો ભક્ત છે ,આ લક્ષણ જેનામાં ન હોય તે ભક્ત નથી સાધુ નથી કે સંત નથી તેમ જાણવું .
આમ ટુકમાં જેનાથી લોકો ઉદ્વેગ પામે નહી ,જે લોકોથી ઉદ્વેગ પામે નહી ,જે હર્ષ,શોક, ક્રોધ, અદેખાય, ભય, અને ઉદ્વેગથી પુર્રેપુરો મુક્ત હોય અને જે ઈચ્છા રહિત,હોય ,પવિત્ર શુદ્ધ હોય ,જીવનમાં જાગૃત હોય, એટલે વર્તમાનમાં સ્થિર હોય ,ફલપ્રાપ્તિ માટે તટસ્થ હોય ,ભય અને ચિંતા રહિત હોય, સંકલ્પને વિકલ્પનો સંપૂર્ણ ત્યાગ કર્યો હોય , જે જીવનમાં હર્ષ પામતો નથી ,જે દ્વેષ કરતો નથી ,જે ચિંતા કરતો જ નથી ,જે આશાઓ બાંધતો નથી ,જેમણે શુભા શુભનો ત્યાગ કર્યો છે અને ભક્તિમાં અંતરથી પરાયણ છે,  તેમજ શત્રુ,મિત્ર માન અપમાન ટાઢ તડકો સુખ દુઃખ આ બધા વિષે સંમતાવાન છે,  જેમણે પુરેપુરી રીતે આસક્તિ  છોડી દીધી છે,  જે નિંદા અને સ્તુતિ માં સરખી રીતે જ વર્તે છે ,જે મોંન ધારી છે ,જેમને જે કાઈ મળે તેમાં સંતોષી છે, કોઈ માગ કરતો નથી, , જેને પોતાનું કોઈ આશ્રય સ્થાન નથી, દુનીયાજ જેમનું આશ્રય સ્થાન છે, એટલેકે પૂરો વિશાળતામાં સ્થિર છે , જે સ્થિર ચિત્ત વાળો છે, જેમણે બુદ્ધિ મન અને વાસના શુદ્ધ ,સાત્વિક અને પવિત્ર કરેલ છે આ બધા જ લક્ષણો જેનામાં હોય તેજ ભક્ત છે. એમ સ્પષ્ટ રીતે ક્રષ્ણ ,મહાવીર ,બુધ્ધ  ,ઈશુ મહમદ , જરથુસ્ત  વગેરે મહા જ્ઞાની મહાપુરુષો  કહી ગયા છે, જે માણસ આમાં સ્થિર નથી આ બધું જ જીવનમાં અંગીકાર કરેલ નથી તે સાચો ભક્ત નથી એમ માનો ,
જીવનમાં સોવ કોઈનો  ઉપદેશ સાંભળો પણ કોઈની પણ આજ્ઞા નો સ્વીકાર કરો જ નહી, આજ્ઞા તો તમારા આત્માની જ માનો આત્માની આજ્ઞાને માનીને ચાલનારો જ સાચો ભક્ત છે, બાકીના બધાજ દંભી એમ જાણો અને દંભી માણસ કદી પણ મોક્ષનો  અધિકારી બની શકતો જ નથી, તે આ બધાજ મહા પુરુષો કહી  ગયા છે,અને તેજ અધ્યાત્મ જગતનો શાશ્વત નિયમ છે ,તેને જાણો ને તમારા આત્માના અવાજને અનુસરો ત્યાજ શાંતિ આનંદ છે,આત્મ જ્ઞાન પ્રાપ્ત થતા કાઈ પણ છોડવાનું નથી છોડવાનાં છે આપણા રાગ દ્વેષ અહંકાર વગેરે ને આત્મા એજ પરમાત્મા છે તેને જાણી આનંદ પૂર્વક જીવે જ જાવ  ક્યાય ભટકવાની જરૂર નથી આત્મામાં સ્થિર થાવ એમ બધાજ મહા પુરુષો કહી ગયા છે, તેને જાણો ને આત્માને અનુસરો  એજ આશા,ત્યાજ સત્ય છુપાયેલ છે જે પ્રાપ્ત થશે જ ,

No comments:

Post a Comment