Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

ગીતાના આચાર અંગે અભિગમ-3

ગીતાના આચાર અંગે અભિગમ-3


ગીતા કોઈ ચાલુ  ધર્મને સાથે રાખીને ચાલતી જ નથી, એટલે કે આજના કોઇ પણ અસત્ય ધર્મને ટેકો આપતી નથી કે તેનું મહોરું બનવા તેયાર નથી ,ગીતાનો જન્મ જ એક ચોક્કસ પ્રકારનાં હિંમતવાન માણસની માનસિક પરિસ્થિતિને કારણે જ થયેલો છે,આ માનસિક પ્રશ્નનું નિવારણ જ ગીતામાં છે,. તેને માટે જુદા જુદા ચાર  માર્ગ બતાવેલા છે.જેમાં જ્ઞાન નિષ્ઠા,નિષ્કામ કર્મ નિષ્ઠા, ભક્તિ માર્ગ, અને યોગ આ બધાના સંકલન દ્વારા છેલ્લે કહ્યું  કે શુધ્ધ બુદ્ધિ કરી ને જીવનના તમામ વ્યવહારોનું  આચરણ  શુધ્ધ બુધ્ધથી કરો,આનું નામ દીધું છે. “જીવનયોગ”એટલે માણસે પોતાના સત્યને, શુદ્ધ બુદ્ધિથી અનુસરવું આ એમનો આખરી સદેશ છે,એટલે કે પૂરી જાગૃતતા પૂર્વક જીવો ને પોતાના શુદ્ધ બુદ્ધિને  બરાબર વળગીને જ ચાલો.
અર્જુન મહાન લડવેયો અને જ્ઞાની છે જે  પોતાના જ સગા સબંધીઓને યુદ્ધના મેદાનમાં ઉભેલા જોઇ ને હતોત્સાહ કે વ્યામોહની વૃતીમાં આવી પડ્યો છે, તેને કારણે જ તે પોતાના પવિત્ર કર્તવ્ય પાલનનો ઇનકાર કરવા માંડ્યો છે,જો આપણે અર્જુનનું  માનસિક કારણ તપાસીએ તો સ્પષ્ટ સમજાય છે, કે માર્યાદિત, સ્વાર્થમય,સંકુચિત  વિચારની અતીશયતામાંથી જ  ઉત્પન્ન થયેલી અંતરની અશુદ્ધ  લાગણીના અતિરેક વિચારમાંથી જ અર્જુનની આ માંનસીક સ્થિતિ ઉભી થયેલ છે, જેને માનસ શાસ્ત્રમાં “પ્રજ્ઞા વાદ” કહેવામાં આવેલ છે,ગીતામાં જે દલીલો અર્જુન કરે છે, તે તેના પ્રજ્ઞા વાદવાળી બુદ્ધિની જ દલીલો છે, તે તેની શુધ્ધ સાત્વિક પવિત્ર બુદ્ધિની દલીલો નથી,કે પોતાના સત્યરૂપ સ્વરૂપમાંથી નીકળેલા શબ્દો નથી, એટલું સ્પષ્ટ સમજી ને ચાલવું જોઈએ,અને તેમની બધીજ દલીલો  ઉછીની લીધેલી બુદ્ધિની વાતો છે,એટલેકે ઉછીના લીધેલા સત્યની વાતો કરી રહ્યો છે,
આજે અર્જુનની  દલીલો છે, તેને ને ચાલુ ચીલા ધર્મને કાંઈ જ લાગતું વળગતું જ નથી,એટલું બરાબર સમજી લેવા જેવું છે,કારણકે આજના ધર્મોએ સત્યને અભરાયે ચડાવી દીધો છે, તેને ત્યાંથી ઉતારવા જ ધર્મ વાળા તયાર નથી, અને તેમને પોતાના સત્ય પ્રમાણે આચરણ કરવું નથી,અને અનુયાઇઓને પણ  પોત પોતાના  સત્ય પ્રમાણે આચરણ કરતા કરવા નથી, ત્યાં સત્ય  ધર્મ હાજર હોય શકે જ નહી ,
ગીતામાં  અર્જુનની બધી જ  દલીલો અંતરની લાગણીથી પ્રભાવિત અશુદ્ધ બુદ્ધિનો, બુદ્ધિ પૂર્વકનો પોતાનો બચાવ છે. અને તેમાં તેમનું પોતાનું સત્ય પણ નથી, બધું જ ઉછીનો  લીધેલોં  બચાવ જ છે, તેમાં શુધ્ધ બુદ્ધિનો અંશ પણ  નથી ,એ વાત પહેલા સમજી લેવા જેવી છે, જો આ હકીકત ને જ ન સમજીએ  તો ગીતાને સમજી શકીએ જ નહી ,ગીતાનો આખો મર્મ શુધ્ધ બુદ્ધિના નિર્ણય પર જ માણસે  જીવન સંગ્રામમાં ચાલવું જોઈએ એમ સ્પષ્ટ  ઉદ્દેશ છે, ને આવી શુધ્ધ બુદ્ધિ ગ્રહણ કરીને જ  જીવન જીવવાનું  છે,એમ ગીતા સ્પષ્ટ કહે છે, આના પાયા ઉપર જ ગીતાનું સમગ્ર ચિંતન  ઉભું છે,
સામાન્ય  માણસમાં અને બુધ્ધી શાળી  માણસના મનમાં અનેક સમયે કર્તવ્ય વિમુખતા જીવનમાં  આવી  જતી હોય છે.ત્યારે બધાનું કારણ માત્રને માત્ર અસંતુલન માનસિકતા અને અશુદ્ધ બુદ્ધિ જ કારણ ભૂત હોય છે. અને દરેક વખતે જાગૃતિનો અભાવ જ  જોવા મળે છે,આ ત્રણને કારણે જ માણસના સ્વભાવમાં  અસ્વસ્થતા વ્યાપી જતી હોય છે.માનસિક સંતુલન ગુમાવી દેવાતું હોય છે ,
માણસના જીવનમાં નર્યું  જ્ઞાન દરેક બાબતમાં શંકાઓ જ ઉભી કરે છે ,અને માત્ર અતિ  લાગણી માણસને સાવ જ અવ્યવહારુ બનાવી દે છે, આ બધાનું માપસર સંયોજન અને સંકલન જ માણસના જીવનમાં લાભ દાયક  પુરવાર થાય છે, એટલે જ બુદ્ધ ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે બન્ને બાજુના અતિથી દુર રહેવું  ને માધ્યમ માર્ગ પસંદ કરીને સ્વસ્થતા પૂર્વક તેના પર ચાલવાથી જ શાંતિ  પ્રાપ્ત થાય છે,
અર્જુનમાં બુદ્ધિનો અભાવ નહોતો પણ લાગણીના અતિરેકમાં બુદ્ધિ લાગણીને વશ થઈ  ગઈ હતી ,આમ અર્જુનનું  લાગણીના નશા યુક્ત વર્તન છે, જેમ દારુડીઓ દારૂના નશામાં જેવું વર્તન કરે છે, તેવું વર્તન અર્જુનનું છે, એમ કહી  શકાય આમ અર્જુનની ભૂમિકા એ માત્ર યુધ્ધ કર્મને નકારતી  બાહ્ય કે ભોતિક બાબત જ નહોતી પણ તેના કારણમાં ઉડા ઉતરીએ તો સ્પષ્ટ સમજાય  છે, કે તેના કારણમાં અર્જુનની માનસિક અસંતુલનતા જોવા મળે છે,અને બુદ્ધિ પર લાગણીનું આચ્છાદન છે, ને તેને પરિણામે ઉભી થયેલી કર્તવ્ય વિમુખતા છે, આવી અર્જુનની માનસિક  ભૂમિકાં છે. અને આ છે ગીતાના આરંભનું  રહશ્ય.અહી જ આપણે  જ્ઞાન. ભાવના અને કર્મમાં ઉભું થયેલું અસંતુલન જોઈ શકીએ છીએ. .આખી ગીતા આ જ્ઞાન કર્મ અને ભક્તિનું અસંતુલન મીટાવવા માટે જ કહેવાએલ  છે, અને આ અસંતુલન મિટાવીને ગીતાએ નવો જ ‘જીવન યોગનો મંત્ર “’  દીધો છે જેમાં શુદ્ધ બુદ્ધિ કરી આ શુધ્ધ બુદ્ધિના નિર્ણય અનુસાર  દરેક માણસે પોતાના સત્ય પ્રમાણે વ્યવહાર ને આચરણ કરવા કહેવાયુ છે.આ છે ગીતાના ચિંતનની ફલશ્રુતિ .આવું આચરણ જ પ્રજ્ઞા સુધી પહોચાડશે જ તેવી હેયા ધારણ આપી જ રાખી છે..
અર્જુન ગીતાના ઉપદેશ પછી સ્પષ્ટ કહે છે, કે ક્રષ્ણ ભગવાન આપની કૃપાથી મારો મોહ અને માનસિક અસતુલન ખત્મ થયું છે, ને શુધ્ધ બુદ્ધિ દ્વારા સત્ય સ્મૃતિ પ્રાપ્ત થઇ છે,અને તમામ સંશયો નાબુદ થયા છે, ને મારી શુધ્ધ  બુદ્ધિના નિર્ણય ઉપર ઉભો થયો છું, ને મને લાધેલા સત્ય પ્રમાણે હું વર્તન કરીશ તેવી ખાતરી આપે છે, ને પોતાના સત્ય પ્રમાણે તે લડે છે, ને વિજય પ્રાપ્ત કરે છે, આમ હંમેશા સત્યનો વિજય થાય છે તે શાશ્વત નિયમ અનુસાર તેનો વિજય થાય છે. આ લડાયની  વિશેષતા એ છે, કે શાશ્વત પણ તેમની સાથે છે, પછી  વિજય સિવાય બીજું હાથમાં શું આવે.
અર્જુનની લાગણીઓએ અર્જુનની બુદ્ધિ પર પકડ જમાવી હતી જેથી અસંતુલાનતામાં ગરકાવ થઇ ગયો હતો. અને મોહગ્રસ્તતામાં સ્થિર થઇ  ગયો હતો, સત્ય રૂપી શાશ્વતના જ્ઞાનથી તે  મોહમાંથી મુક્ત થયો અને પોતાના જ આત્માના મૂળ સ્વભાવમાં સ્થિર થતા જ પોતે જ્ઞાનવાન બન્યો,  અને શંકા રહિત થયો જે જ્ઞાન પ્રાપ્તિનું મહત્વનું લક્ષણ છે, તેમાં તેને શાશ્વત પરમતત્વ પરમાત્માની  કૃપા તેને  પ્રાપ્ત થઇ છે ,એવી પ્રતીતિમાં તેનામાં કૃત કૃત્યતાની લાગણીનાં  તત્વમાં સ્થિર થયો છે ,અને પછી પરમતત્વ  પરમાત્માનાં આદેશ  અનુસાર પોતે કર્મ કરે છે, ,આ સમજમાં જ  તેનું તે  કર્તવ્ય પાલન કરે છે ,આમ અર્જુન  શુધ્ધ બુદ્ધિ પ્રાપ્ત કરીને અંતરની સમજ પૂર્વક કૃત કૃત્યતાની  લાગણી સાથે કર્તવ્ય નું શુદ્ધ બુદ્ધિથી પાલન કરે છે ,અહી  વિચાર, લાગણી .અને ક્રિયાનો સમન્વય જોવા મળે છે, અને અહી જ  જીવન યોગનું સત્યતા પૂર્વક આચરણ જોઈ શકાય છે.
આમ આપણા જીવનમાં જ્ઞાન,કર્મ ,ભક્તિ અને યોગનો સમન્વય કરવો આવશ્યક અને જરૂરી છે, તોજ આપણામાં સાચી આધ્યાત્મિકતાનો  સત્યના આધારે વિકાસ થાય છે,અને  યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે ,આમ ગીતાનો  આચાર  ધર્મ “ સત્ય સ્વરૂપ જીવન યોગ”  છે ટુકમાં માણસે  સાધના કરી ને શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત કરવી જ જોઈએ ને તેના નિર્ણય અનુસાર ચાલવું જોઈએ એમ ગીતાનું સ્પષ્ટ કહે વું છે.
શુધ્ધ બુદ્ધિ એટલે રાગદ્વેષ,કામના વાસના, ઈચ્છા તૃષ્ણા અને અહંકાર વગેરે રહિતની સ્થિતિ એનું નામ છે શુધ્ધ બુદ્ધિ આ ધ્યાન યોગની સાધના દ્વારા સમાધિ સુધી પહોચતા જ  પ્રાપ્ત થાય છે, આવી શુધ્ધ બુદ્ધિના નિર્ણય ઉપર ચાલવાનું ગીતા કહે છે જેને ગીતાએ” જીવન યોગ “નામ દીધું છે આ  જીવન યોગના આચરણ દ્વારા મોક્ષ  પ્રાપ્ત થાય છે. મોક્ષ એટલે પરમ શાંતિ ,પરમ સુખ અને પરમ આનંદની સ્થિતિ અને અદ્વેત્તતા.  આ અદ્વેતતા એટલે જીવનમાં વિશાળતા,અને અભયની સ્થિતિ ને સંશય રહિતતા છે ,જે જન્મ મરણના ચક્રમાંથી બહાર નીકળી જવું.  ચાલો આપણે આપણા જીવનમાં જીવન યોગનું જ આચરણ કરીએ ને શુદ્ધ થઈ સિદ્ધિને વરીએ.

No comments:

Post a Comment