Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

ગીતાના આચાર અંગે અભિગમ “૪”

 ગીતાના આચાર અંગે અભિગમ “૪”

ગીતાનું ચિંતન મનન કરતા સમજાય છે, કે ગીતામાં કર્મ યોગ ,અને યોગ શબ્દો વારંવાર વપરાયા છે ,આ નિષ્કામ  કર્મયોગ ,ભક્તિમાર્ગ , જ્ઞાન યોગના અને યોગના મુળભુત તત્વોનાં સંકલનન દ્વારા ગીતાનો સત્યરૂપી “ જીવન યોગ” છે  આ જીવન યોગની  સાથે સંલગ્ન છે, સમત્વ,સમતા,સ્થિતપ્રજ્ઞતા, નીર્વીચારતા અસંગતતા,અલિપ્તતા,કર્તૃત્વ રહીતતા વગેરેમાં માણસે સ્વસ્થચીત્તે શુદ્ધ બુદ્ધિ પૂર્વક સ્થિર થવાનું છે, ને રાગદ્વેષ,અહંકાર, કામના,વાસના,ઈચ્છા ,અપેક્ષા,તૃષ્ણા,અને આશા વગેરેમાંથી મુક્ત થવાનું છે,આ બધા જ તત્વોનો અંતરથી અંગીકાર કરીને જીવન જીવવું આવા ગીતાએ  જીવન યોગનું  નિર્માણ કરેલ છે. ,આમ ગીતાના આ  જીવન યોગમાં આવા અનેક મૂળભૂત તત્વોનો સમન્વય ,અને સંકલન કરીને જીવન યોગમાં સમાવેશ કરેલ છે, આવા  બધાજ ઉત્તમ તત્વોનો  જીવન યોગમાં સમાવેશ કરીને આપણી સમક્ષ જીવન યોગ ગીતાએ મુક્યો છે.  ગીતા સ્પષ્ટ કહે છે કે જો માણસ આ યોગને  બરાબર  સમજી  જાગૃતતા પૂર્વક શુધ્ધ બુદ્ધિથી આ બધાનું માનસ પોતાના જીવન સંગ્રામમાં અંત: કરણ આચરણ કરશે તો તેને  જ્ઞાનની  પ્રાપ્તિ કરી થશે જ , આ રીતે ગીતાને સમન્વય જ અભિપ્રેત છે, અને  ગીતા સમન્વયની ભાવના જ વ્યક્ત કરે છે,
ગીતા જ્યારે કહેવાએલ છે, ત્યારે સકામ યજ્ઞો અને નિવૃત્તિ મય જ્ઞાન માર્ગ  જેવા અનેક  વિચાર પ્રવાહો વહેતા હતા, જેમાં યજ્ઞોમાં જીવ હિંસા મોટે પાયે થતી હતી, અનેક પ્રકારના  બાહ્યા ચારોની ચાલુ  હતી, આવી બધી માત્ર બાહ્ય આચરણની પરિસ્થિતિ થવાને કારણે, સામાન્ય માણસ માટે સત્ય ધર્મનું  સ્વરૂપ શું ? તે નક્કી કરવું  મુશ્કેલ હતું , તેજ વખતે જ સત્ય રૂપા જીવન યોગ ગીતાએ  રજુ કરેલો છે ,
માત્ર કર્મ માર્ગ,માત્ર જ્ઞાનમાર્ગ ,માત્ર ભક્તિમાર્ગ કે માત્ર યોગ માર્ગનો આશરો લેવાથી કે અનુસરણ  કરવાથી નિશ્ચિંત પણે  મોક્ષ પ્રાપ્તિ થાય કે કેમ તે બાબતે લોકોમાં ભયંકર રીતે દ્વિધા પ્રસરેલી હતી, અવિશ્વાસ હતો,અશ્રદ્ધા હતી એટલે  આવા આચરણથી મોક્ષ મળવાની ખાતરી હતી જ નહી કેઅંત:કરણની  શ્રધાનો અભાવ હતો,. આ પરિસ્થિતિમાં ગીતાએ કોઈપણ માર્ગની ઉપેક્ષા કર્યા વિના દરેક માર્ગમાં રહેલા ઉત્તમ તત્વોને સાથે  લઈને સ્થીતપ્રજ્ઞ, સમતા, સમત્વ અનાસક્તિ , ક્રતૃત્વ રહીતતા,.અસંગતતા,અલિપ્તતા અને સત્યતા વગેરે જે જીવન સંગ્રામમાં આવશ્યક બાબતો ગણી આવા  બધાજ ઉત્તમ તત્વો લઈને  આ બધાને સંયોજિત કરીને સુભગ સમન્વય રૂપ “ જીવન યોગ “ગીતા એ આપણી સમક્ષ  મુક્યો છે, આમ ગીતાકાર સમન્વય કરવામાં સફળ થયા છે, એમ જરૂર કહી  શકાય, આમ સમન્વય અને સંકલન એજ ગીતા નો મુખ્ય ઉદ્દેશ છે, તે પ્રતીત થાય છે ,
જીવન યોગમાં  અંતરની સાધના  દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, “જ્ઞાન” એટલે જીવન સંગ્રામમાં વિભકતમાં અવિભક્ત પણું, નીરનીરાળા પદાર્થોની પાછળ  રહેલું એકત્વ,જ્યારે  યોગની સાધના દ્વારા સાધકને સમજાય છે,અને જાણકારી પ્રાપ્ત  થાય છે તે” જ્ઞાન” આવા જ્ઞાનની પ્રાપ્તિ માટે  જીવન  યોગની સાધના દ્વારા સમાધી સુધી સાધકે  પહોચવું જ  પડે છે,અને ઉપર જણાવેલા બધાજ તત્વો નો જીવનમાં અંતરથી, શુધ્ધ બુદ્ધિથી  અંગીકાર કરવા જ  પડે છે, તો જ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે,ગીતાનું સમગ્ર, જ્ઞાન માત્ર ને માત્ર જ્ઞાનની પ્રાપ્તિ માટે ના સ્વસ્થ રસ્તા જ બતાવવાનો હેતુ છે, તે રસ્તા પર ચાલવું તો માણસે જ  પડે છે,  તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય  એ જ મોક્ષ છે ,આમ ગીતા મોક્ષ પ્રાપ્ત કરવાનાં રસ્તા બતાવતું શાસ્ત્ર છે.એટલે કે અનુસરવાનું શાસ્ત્ર છે. પૂજવા માટે નથી,આરતી ઉતારવા માટે  નથી કે શ્લોકો મોઢે કરવા માટે નથી.એ પાયાની વાત છે. આમ ગીતા આચરણમાં મુકવાનો ગ્રંથ છે,  
ગીતા સ્પષ્ટ કહે છે, કે જ્ઞાન, વાણી,આશા,સંકલ્પ,મન,બુધ્ધિ અને પ્રાણ એનાથી પેલી પાર એવું જે પરમતત્વ પરમાત્મા રૂપી અમૃત તત્વ છે, તે જ્યારે સાધના દ્વારા નીર્વી,ચારતા, અહંકાર રહીતતાને ઈચ્છા રહીતતા   પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન થયું છે, એમ કહેવામાં આવે છે, આવું જે કાઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે આત્માને થાય છે, એટલે આત્મા જ જ્ઞાતા જાણનાર છે,આવું જ્ઞાન પ્રાપ્ત કરવું એ માણસની પવિત્ર ફરજ છે, ટુકમાં કથાઓ સાંભળવાથી,પુસ્તકો વાચવાથી, જપ ,પૂજા, આરતી,પથરાને  થાળો ધરવાથી, વગેરે બાહ્ય કર્મો  દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય જ  નહી,એ તો માણસનીસો ટકા  ધેલછા જ છે દંભ છે, આ બધાથી જ્ઞાન પ્રાપ્ત થાય નહી, ને  જ્ઞાનની પ્રાપ્તિ વિના પરમ શાંતિ પ્રાપ્ત થાય નહી, અને જ્ઞાનની પ્રાપ્તિ વિના મોક્ષ સંભવે જ નહી,આ વાત જ ગીતાની પાયાની છે, જે ગીતા એ  જુદી જુદી રીતે આ હકીકત સમજાવવા પ્રયત્ન કરેલો જોઈ શકાય છે,આથી જ  ઉત્તમ તત્વોને ને આચરણમાં મુકવા જ કહ્યું છે.
ગીતા સ્પષ્ટ કહે છે કે માણસના જીવનમાં જયારે સુખની પળો  આવે ત્યારે છકી જવાય નહી ,આવી વૃતિ તે અહંકારમાં વૃદ્ધિ કરે છે, આમ સુખને પચાવવા માટે સાધના દ્વારા  સંયમ,આત્મ નિગ્રહ, નમ્રતા અને જાગૃતિ જેવા ગુણો કેળવવા જ જોઈએ ,જો સુખને કારણે  અહંકારમાં વૃદ્ધિ થાય તો બીજા માણસને તુચ્છ માનવા લાગે છે, ને બીજાની ઉપેક્ષા કરવા લાગે છે, ને બીજાને અપમાનિત કરવા લાગે છે, આવી વૃતિ કદી પણ શાંતિ આપી શકે જ નહી ,એટલે તેનાથી અલગ રહેવાનું ગીતા સ્પષ્ટ કહે છે ,અને સમત્વ સમતા અને સ્થિત પ્રજ્ઞા  ધારણ કરી જીવન જીવવાની સલાહ આપે છે,,...
આજ રીતે જ્યારે માણસના જીવનમાં દુ:ખની ક્ષણો આવી પડે છે, ત્યારે માણસની શાંતિ,આનંદ ,અને સહિષ્ણુતા છીનવાય જાય છે,અને પછી બીજા માણસને સુખી જોઇ ને પોતે જ પોતાને કમ નસીબ કમ ભાગ્ય વાન ગણે છે,અને પછી પથરાની મૂર્તિ સામે કાકલુદી કરતો ,અંધવિશ્વાસમાં સપડાય છે , અને પોતાના જીવન પર અંધશ્રદ્ધા સવાર થઇ જતી હોય છે, જેથી આવો માણસ મંત્ર તંત્ર ,મેલી વિદ્યાનો આશરો લેતો હોય છે, ,ને હંમેશા દુઃખનો દાજેલો માણસ પોતાની વિવેક દ્રષ્ટિ જ ખોઈ નાખે છે,પછી ધર્માત્માઓના  સકંજામાં આવી જતો હોય છે, તેની પકડ લોખંડના રેણ જેવી હોય છે તેમાંથી છટકી શકતો નથી, ને પછી તે તેમના આદેશ અનુસાર  ગમે તેવું કૃત્ય કરે છે , કારણકે તેનામાં સંકુચિતતા ભારો ભાર વ્યાપી ગઈ હોય છે જેથી ધર્માત્માઓના  કહેવા પ્રમાણે  કૃત્ય કરવા અચકાતો નથી,અને અશુદ્ધ બુદ્ધિ વાન તો હોય જ  આવા માણસ પાસે જ આજના ધર્માત્માઓ  ખરાબ કામો કરાવે છે, ને તેઓ જ સમાજમાં આતંક ફેલાવે છે, ને નિર્દોષ માણસોની કતલ કરાવે છે , આવો અજ્ઞાની માણસ શુભા શુભનાં, તત્વજ્ઞાનને  ધ્યાને લેતો જ નથી,.ને અશુધ્ધ બુદ્ધિનો ભોગી હોવાને કારણે  ને અજ્ઞાન તેની પર સવાર થઇ ગયેલું હોય છે,જેથી તે  ગમે તેવી પ્રવૃત્તિ કરે છે.આજ આવા  માણસની અજાગૃતતાની અને અશુદ્ધ બુદ્ધિની નિશાની છે,
ગીતા સ્પષ્ટ કહે છે કે માણસે સુખમાં સંતોશી,અને અનાસક્ત ભાવમાં સ્થિર થવું પડે .અને લોભ, લાલચ,, મોહ,સ્વાર્થ ,લાલસા,તૃષ્ણા  વગેરેનો ભાવોનો  આંતરિક ત્યાગ અથવા  તેનાપર  નિયંત્રણ મુકવા જ પડે, સુખ હંમેશા વિલાસ વૃતિને ઉત્તેજિત કરે છે, અને તેથી માણસ સંયમ હીન બને છે, અને સંયમ હિનનું  પરિણામ  સ્વેચ્છાચારમાં જ આવે છે, જેથી સ્વેચ્છાચાર જ દુઃખનું કારણ બને છે. સુખને દુઃખમાં ફેરવી નાખે છે,.માટે  સુખી માણસના જીવનમાં જાગૃતતા આવશ્યક છે.કારણકે જાગૃત માણસ શુધ્ધ બુધ્ધિના નિર્ણય અનુસાર ચાલતો હોય છે,જેથી સુખ દુઃખમાં પરિવર્તિત થતું જ નથી ,ને પ્રસન્નતા પૂર્વક જીવી શકાય છે,.જો સુખમાં જ  સદાય જીવવું હોયતો બધી વસ્તુ હોવા છતા,તેનાથી અલિપ્ત ભાવમાં જીવો ,અને બધી વસ્તુનો માત્ર ઉપયોગ કરો,. ઉપભોગ થી દુર રહો, આવી મનની સ્થિતિ બીજા અનેક સુખોનું કારણ બનશે, ગીતા સ્પષ્ટ કહે છે કે માણસ  કેવળ પાર્થિવ  ભોતિક સુખોને જ સર્વસ્વ માંને છે, તે તેનું અજ્ઞાન છે,અજાગૃતાતા જ છે, અને અશુદ્ધ બુદ્ધિવાન છે, પરંતુ સાચા સુખનું સત્ય રૂપા  કેન્દ્ર તો આત્મિક સુખ છે,  તે માત્રને માત્ર સાધના દ્વારા આત્મ જ્ઞાન પ્રાપ્ત થતા જ પ્રાપ્ત થાય છે, માટે માણસે ધ્યાન યોગની સાધના કરી આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, એજ સર્વોત્તમ સુખ શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવાનો  ઉપાય છે,
ગીતા બહુજ  સ્પષ્ટ કહે છે કે  સુખ ,શાંતિ ,અને આનંદ બહાર નથી, પણ આનંદનો મહાસાગર આત્મામાં જ રહેલો છે. .જે રીતે સુવાસ કસ્તુરી મૃગની નાભિમાંછે આમ અંદર  સુવાસ હોવા છતાં મૃગ  બહાર શોધવા ફાફા મારે છે, એમ અજ્ઞાન માણસ અને અશુદ્ધ બુદ્ધિ વાન પણ સુખ શાંતિ ને આનંદ બહાર  પદાર્થમાં શોધવાં મથે છે,પણ ત્યાં છે જ નહી,તેથી તેના ફાફાજ સાબિત થાય છે,કાઈ પ્રાપ્ત કરી શકતો જ , ને તનાવમાં જિંદગી પૂરી કરે છે, ગીતા સ્પષ્ટ કહે છે, કે માણસે પોતાના જ સ્વ સ્વરૂપને જાણી તેમાં સ્થિર થવાથી તેને પરમ સુખ શાંતિ ને પરમ આનંદ પ્રાપ્ત થાય છે, ટુકમાં આત્માને જાણોને તેમાજ સ્થિર થાવ  એજ સુખ પ્રાપ્ત કરવાનો ઉત્તમ રસ્તો છે.આ માટે ધ્યાન યોગની સાધના  ઉત્તમ  છે.
જીવનમાં દુઃખને સમતા પૂર્વક પચાવી જાણનાર જ્ઞાની માણસ છે,તેજ  સમતા,સમત્વ અને ,સ્થિત પ્રજ્ઞમાં સ્થિર છે,. જ્યારે માણસ ધેર્ય હીન અને સહન  શીલતા શૂન્ય બની બીજા પાસે દુઃખના રોદડા રોવાથી કાઈ દુખ ઓછું થવાનું નથી, ઉલટાનું વારંવાર ચિંતન કરવાથી તેમાં વૃદ્ધિ જ થવાની છે.માટે દુઃખનું ચિંતન જ ન કરવું તે ઉત્તમ માર્ગ છે,પણ પ્રસન્નચિત્તેદુખ સમત્વ ધારણ કરી  સહન કરવું તેજ ઉત્તમ માર્ગ છે  ને બીજા પાસે ગાણા ગાવાથી કાઈ તે દુખ ઓછું કરી શકનાર નથી,કે થવાની કોઈ શક્યતા જ નથી , આમ બીજા પાસે દુઃખના રોદડા રોનાર માનસ મહા મુર્ખ છે, અજ્ઞાની છે, અશુદ્ધ બુદ્ધિ વાળો છે,  એમ ગીતા સ્પષ્ટ કહે છે.
હંમેશા દુઃખને પ્રસન્નચિત્તે  જીરવવું જોઈએ અને સહન કરવું જોઈએ, દુઃખોનું કારણ માત્રને માત્ર આપણામાં રહેલ રાગાત્મક ભાવ જ છે,આથી રાગાત્મક ભાવો ને સાધના દ્વારા  ઓગાળવા જોઈએ,.આથી જેટલા અંશે ત્યાગ પ્રિયતા, અનાસક્તતા, અલિપ્તતા અને અસંગતતા  વગેરે ભાવોમાં  સ્થિર થવાશે  તેમ તેમ  જીવનમાં હળવાશ અનુભવી શકાશે ,અને પ્રસનનાં ચિત્તમાં  સ્થિર થઇ શકીશું, સુખ દુઃખને સમાન ગણી સમતા ધારણ કરીને સહન કરવા તે ઉત્તમ માર્ગ છે, બીજુ સુખ દુ:ખ એ એક સિક્કાની બે બાજુ ઓ છે, આમ સુખ પછી દુ:ખ  અને દુ:ખ પછી સુખ એ કુદરતનો ક્રમ  છે, આ બંને કદી  પણ ધર કરીને રહેવા આવતા જ નથી, આવે છે ને ચાલ્યાજ જવાના ને  જતા હોય છે, માટે ધીરજ રાખવી એજ સર્વોત્તમ માર્ગ છે,સ્વસ્થ ચિત્તે  સહન કરવા એ ઉત્તમ રસ્તો છે,.આમ દુઃખને પચાવવા માટે સકારાત્મક અને શ્રધ્ધા યુક્ત  દ્રષ્ટિ કોણ રાખવો જરૂરી છે, એક વસ્તુ સમજી જ લ્યો કે દુઃખના અંધકાર પછી સુખનું કિરણ પ્રગટ થવા માટે આતુર જ હોય છે, માટે ધીરજ એ સોથી મોટી દવા છે, અને કદી પણ સ્વસ્થતા ગુમાવવી જોઈએ નહી. ,
જગતમાં બધાજ માણસો લાભ નુકસાનના દ્વદમાં સપડાયેલા જ હોય છે, એટલે આ સૃષ્ટિ પરનો કોઈ માણસ એકલો સુખી કે એકલો દુ:ખી જોવા મળતો જ નથી, એટલે ગીતાનું સ્પષ્ટ કહેવું છે કે સુખી માણસને પણ વિવિધ  પ્રકારના દુખોનો સામનો કરવો જ પડતો હોય છે, અને એ જ રીતે દુ:ખી માણસના જીવનમાં પણ ક્યાંક ક્યાંક સુખની છોળો ઉડતી જ રહે છે.
સુખી માણસ પોતાના ધન વેભવ વગેરેના  ના પ્રદર્શનથી મુક્ત થઇ શક્તો  નથી અને દુખી માણસ ધેર્ય અને સહિષ્ણુતાના અભાવે દુખ પરત્વે નિરાશા જનક દ્રષ્ટી કોણ રાખી દુઃખનું પ્રદર્શન કરવા લલચાય છે.ને બધાને કહેતો ફરે છે, પણ કોઈને કહેવાથી દુખ વહ્યું જનાર નથી, કે તે દુઃખને કાઢી આપશે નહીઅને ઓછું થનાર નથી , એટલે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તો પણ દુખ આપણો પીછો  છોડવાનું નથી તો પછી હસતા મુખે દુખોનો સામનો શામાટે કરવો નહી, એટલે જ ગીતા કહે છે કે  સુખ  દુઃખને ધીરજ પૂર્વક સહન કરો,આ માટે જ સમતામાં સ્થિર થાવ,સ્થિત પ્રજ્ઞા ધારણ કરો  એમ કહે છે,અને સ્થિત પ્રજ્ઞતા સાધના દ્વારા  પ્રાપ્ત થઇ શકે છે,એટલે  દુઃખોની શરણાગતી કદી સ્વીકારવી જ નહી,, આમ સુખ અને દુખ બંનેમાં પૂર્ણ  જાગૃતિ પૂર્વક સ્વસ્થ ચિત્તે  જીવવામાં અને શુધ્ધ બુદ્ધિ કરીને શુધ બુદ્ધિના  નિર્ણય સનુસાર જીવનમાં સત્યનું આચરણ કરવામાં જ મજા છે. શાંતિ છે,અને સુખ તેમાજ છુપાયેલું છે. ને આરીતે ગીતાના જીવન યોગના તમામ સિદ્ધાંતો સ્વસ્થ્ ચિતે શુધ્ધ બુદ્ધિથી જો આપણે આચરણમાં મૂકશું તો શાંતિ .સુખ ને આનંદ પ્રાપ્ત કરી જ શકીશું  એજ ગીતાનું જીવન યોગ દ્વારા કહેવાનું છે, ,ચાલો આપણે સ્વસ્થ ચિત્તે   જીવન યોગનાં  તમામ સિદ્ધાંતોને સમજી તેનું  જીવનમાં આચરણ કરીએ,આમ આચરણ એજ સત્ય રૂપા ધર્મ છે ,

No comments:

Post a Comment