Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

ગીતાનો આચાર અંગેનો અભિગમ - ૭

ગીતાનો આચાર અંગેનો અભિગમ - ૭

ગીતામાં જ્ઞાન યોગ,ભક્તિમાર્ગ,કર્મ યોગ અને પતંજલિ યોગના તત્વોની ચર્ચા કરવામાં આવેલ છે ,કોઈ એક માર્ગને વધુ મહત્વ આપવામાં આવેલ જોવા મળતું નથી પણ તમામ માર્ગના સારા ને ઉત્તમ તત્વોનો સમન્વય કરવામાં આવેલ છે, આમ ગીતાએ કર્મ અને જ્ઞાનનો સંમન્વય,જ્ઞાન અને ભક્તિનો  સમન્વય અને  કર્મ અને ભક્તિનો સમન્વય કરેલો જોઈ શકાય છે, આમ ગીતા સમન્વય વાદી  છે. 
ગીતા અપણને સ્પષ્ટ કહે છે કે આપણું મન જ આપણા કર્મના બંધનનું કારણ છે,જ્યારે મન આસક્ત હોય છે મોહમાં હોય છે,આસંગી હોય છે.આસક્ત હોય છે,અશુધ્ધ હોય છે  , ત્યારે તે બંધનું કારણ બને છે, અને જ્યારે મન પોતે જ નીર્વીશયી ,એટલે કે નિષ્કામ અને ની:સંગ ,અને અલિપ્ત હોય છે,શુદ્ધ હોય છે,  ત્યારે તે મોક્ષનું કારણ બને છે, આજ મોક્ષનો પાયાનો સિધ્ધાંત છે,આના ઉપરજ મોક્ષનો આધાર છે,.આ પ્રમાણે ગીતા એ માણસની શુદ્ધ બુદ્ધિને જ પ્રાધાન્ય આપેલ છે ,આમ ગીતાએ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લઈને આપણી બુદ્ધિને શુદ્ધ અને સામ્ય વસ્થા વાળી કેવી રીતે કરવી તે જ વાત ગીતાંની પાયાની છે,ટુકમાં બ્રહ્મ અવસ્થા પ્રાપ્ત એટલે પછી બ્રહ્મ જ્ઞાની માણસ કર્મ કરતો જ રહે તો પણ તેને કર્મ બંધન રૂપ થતું જ નથી.અને કર્મનો ક્ષય થાય ,  
મુક્તિ એટલે પ્રકૃતિના તમામ કાર્યોથી મુક્ત પોતાના યથાર્થ સ્વ સ્વરૂપને જાણવું સાંખ્ય માને છે, કે મુક્તિ માટે કોઈપણ પ્રકારનું કર્મ આવશ્યક નથી, જ્યારે યોગ સ્પષ્ટ માને છે, કે કર્મને ચિત્ત શુદ્ધિ માટે પ્રારંભિક અવસ્થાએ કર્મને જરૂરી ગણાવે છે, ,ટુકમાં સાખ્યનો પ્રારંભ જ્ઞાનથી અને યોગનો પ્રારંભ  કર્મથી થાય છે આમ સાખ્ય અને યોગ  બંનેનું લક્ષ મોક્ષ પ્રાપ્તિનું જ હોવાથી તેમની વચ્ચે ગીતાએ સમન્વય કરેલ છે,  
ગીતા સ્પષ્ટ કહે છે કે ધરબાર છોડી પોતાના બેરા છોકરાને રેઢા મુકીને કર્મો છોડીને અથવા સાવ જ અક્રિય રહીને કોઈ પણ જાતનું કર્મ જ ન કરવા માત્ર સ્વસ્થ બેસી રહેવાથી કર્મનો ક્ષય થતો જ નથી.તે ખરે ખર  તે સંન્યાસ નથી, પણ તે તો દંભ છે,બનાવટ છે, આમાં બંધન તો ચાલુ જ રહે છે.કારણ કે તે કોઈને કોઈ પદાર્થમાં તે નિરંતર  આસક્ત હોય જ છે, પછી પોતાના ધર્મમાં હોય  કે પોતાના વેશમાં કે પોતાના તિલકમાં કે પોતાની  કંઠી કે પોતાની લંગોટીમાં એમાં ક્યાય ફેર પડતો નથી ટુકમાં આસક્તિ આવી ત્યાં મોક્ષ નથી જ, પછી મારો ધર્મ સારો એવું માનનારને પણ  મોક્ષ મળે જ નહી, એમ ગીતા સ્પષ્ટ કહે છે.કોઇપણ વસ્તુ પદાર્થમાં મન આસક્ત હોય એટલે મોક્ષ નથી ,પછી મનમાં મને મોક્ષ મળે તો સારું એવો ભાવ પણ જો મરણ સમયે હાજર  હોય તો પણ મોક્ષ અસંભવ, આ છે મોક્ષની પ્રાપ્તિનો  મૂળભૂત પાયો અને આજ  વેજ્ઞાનિક સત્ય છે, .જ્યાં સુધી વિચાર છે, ત્યાં સુધી તનાવ છે, તનાવ એટલે જ ચિંતા છે. દુખ છે,આમ કોઈપણ જાતનો વિચાર મનમાં છે .ત્યાં સુધી મુક્તિ શક્ય જ નથી મુક્તિનો અર્થ જ વિચાર શૂન્યતા છે,એટલે પુરેપુરી મનની શુદ્ધતા અને શૂન્યતા છે, એ જ મોક્ષની સ્થિતિ છે , મોક્ષ બહારથી ક્યાયથી મેળવવાનો નથી અંદરથી જ પ્રાપ્ત કરવાનો છે, પરમતત્વ પણ અંદર જ છે, તેમાં લીન થવું એજ મોક્ષ છે., દ્વેતમાંથી અદ્વેતમાં સ્થિર થવું એજ મોક્ષ છે., ,  
જે માણસ પોતાની ઇન્દ્રીઓનો  સપૂર્ણ નિગ્રહ કરીને પોતાની બુદ્ધિન,મન અને વાસના  શુદ્ધ અને સ્થિર કરીને  સૃષ્ટિ ક્રમ પ્રમાણે પોતાને પ્રાપ્ત થયેલું કર્મ પોતાનું  કર્તવ્ય સમજી  નિષ્કામ બુદ્ધીથી, ફ્લાષા છોડીને, અનાસક્ત ભાવમાં,,અસંગ ભાવમાં, કર્તૃત્વ રહિત ભાવનામાં સ્થિર થઈને  જેમણે પોતાના અંગત કે બાહ્ય સ્વાર્થને પૂરે પૂરી તિલાંજલી આપી છે,અને જગતમાં  પોતાનું કાઈ જ નથી, બધું પરમતત્વ પરમાત્માનું છે, શુદ્ધ  બુદ્ધિથી શાંત પણામાં સ્થિર થઈને કર્મ કર્યા જ કરે છે, તે જ ખરો વિરક્ત સંન્યાસી છે, આવો માણસ જ સ્થિત પ્રજ્ઞ અને બ્રહ્મ પદને પ્રાપ્ત થાય  છે, આમ સંન્યાસ એ મનનો ભાવ છે,મનનો ધર્મ છે,  એમ ગીતા કહે છે, તેને જ મોક્ષ પ્રાપ્ત થાય છે, કારણ કે આવા માણસના મનમાં કાઈ પણ વસ્તુ વિચાર  સંગ્રહાયેલ નથી,પુરેપુરી  શુદ્ધતા પ્રાપ્ત કરેલ છે,તેજ મોક્ષનો અધિકારી છે,અને તેને જ મોક્ષ પ્રાપ્ત થાય છે ,.
કોઈ પણ  માણસ કદાચ કોઈ વ્યવહારિક કર્મ ન કરતા સંન્યાસ લઇ ભગવા ધારણ કરી કોઈ વનમાં,કોઈ ટ્રસ્ટમાં, કોઈ મંદિરમાં, કે અન્ય જગ્યાએ બેસે આવી  રીતે જીવનના વ્યવહારિક કર્મ છોડવાથી જ આવા માણસના કર્મનો ક્ષય થતો જ નથી, એટલે કે માત્ર જીવનનાં  વ્યવહારિક  કર્મ છોડવાથી તેના કર્મનો ક્ષય થાય છે ને મુક્તિ મળે છે, એમ માનવું એજ ભૂલ ભરેલું છે, ને અજ્ઞાન છે.,આવા માણસને કોઈ કાળે મોક્ષ મળેજ નહી તે વાત બરાબર સમજી લેવા જેવી છે ,,  .
કર્મ કરો અથવા ન કરો પણ કર્મનો ક્ષય તો માણસની બુદ્ધિની સમતા ,સમત્વ , સ્થિત પ્રજ્ઞા પ્રાપ્ત થાય ત્યારે જ થાય છે, કર્મ છોડવાથી અથવા કર્મ ન  કરવાથી કર્મનો ક્ષય થતો નથી ,આ વાત જ ગીતાની પાયાની  છે, વેજ્ઞાનિક છે ,કારણ કે મોક્ષનો આખો સબંધ મન સાથે જ છે  ,એટલે જ ગીતા કહે છે કે જ્ઞાની માણસને બ્રહ્માર્પણ  બુધ્ધીથી અથવા આસક્તિ છોડીને શુધ્ધ બુદ્ધિ ,શુધ્ધ, શુદ્ધ મન ,અને શુદ્ધ વાસના કરીને  કર્મ કરનારા માણસને કર્મનો લેપ લાગતો જ નથી એટલેકે કર્મ બંધન થતું નથી,તે જ મોક્ષને પામે છે ગીતાએ સ્પષ્ટ કહ્યું છે કે એક માણસ આખી જીદગી દુરા ચારી કરી હોય ને છેલ્લે જો તે અનન્ય ભાવથી એટલે કે પોતાનું ,મન,બુદ્ધિ અને વાસના પરમ તત્વ પરમાત્મામાં પૂરે પુરી રીતે  લીન કરી દેતો તે માણસ મોક્ષનો અધિકારી બને છે,આવો માણસ  અનન્યભાવ પામેલો છે ,એટલે કે પરમાત્મામાં જેની ચિત્ત વૃતિનો પૂર્ણ પણે. પુરેપુરી રીતે લય કરેલ છે,આથી જ  માણસ મોક્ષ પામે છે..આનો સ્પષ્ટ અર્થ એમ થયો કે પોતાની ચિત્તવૃતિને બીજામાં રાખીને મોઢેથી રામ રામ પોકારવાથી કે અલ્લા અલ્લા કે ઈશુ ઈશુ કે ભગવાન ભગવાન પોકારવાથી કે નોટો માં ભગવાના નામો લખવાથી કે બાહ્ય રીતે પૂજા આરતી કે  થાળો ધરવાથી કાઈ પરિણામ આવે જ નહી તે તો માણસની ધેલછા જ છે, એક નંબરની મુર્ખામી જ છે,તે શાંતિ કે સુખ પણ આપી શકે નહી તે હકીકત છે.સત્ય બીના છે.આવા બધાજ બાહ્ય આચારોથી કાઈ ફાયદો નથી ,પરમ તત્વ પરમાત્માના આંતરિક જ્ઞાનનો મહીમા જ એવો છે, કે તે થતાની સાથે જ સમસ્ત સંચિત કર્મોનો ક્ષય થાય છે, ,તેજ તેની વિશેશતા છે, આ અવસ્થા જ આપણા જીવન સંગ્રામમાં માંટે ઉત્તમોત્તમ છે, પણ આવી ને આવી અવસ્થા મરણ સમયે કાયમ રહેવી જ જોઈએ, અથવા જો પહેલા આ અવસ્થા પ્રાપ્ત ન હોય  તો પણ મરણ સમયે આ અવસ્થા પ્રાપ્ત કરેલી હોય તો  મોક્ષ પ્રાપ્ત થાય છે,એટલે આવી માનસિક અવસ્થાની  જ મોક્ષ્ માટે આવશ્યકતા છે, જો મરણ સમયે કાઈક વાસના ,કામના,ઇચ્છા ,અપેક્ષા ,તૃષ્ણા સહેજ પણ મનમાં બાકી રહી ગઈ તો પુનર્જન્મ છે, છે, ને છે જ. આમ અશુધ્ધ મન  પુનર્જન્મ ટળી શકતું  જ નથી, ને મોક્ષ અસંભવ, આ છે ગીતાનો સ્પષ્ટ વિચાર. ,ટુકમાં માણસે શુદ્ધ  બુદ્ધિ ,શુધ્ધ મન અને શુદ્ધ વાસના કરીને જીવન જીવવું જોઈએ,  આવું કરવા માટે જીવનમાં કમાવું નહી તેવું કહેવાનો ગીતાનો ઈરાદો  નથી જરૂર કમાવ પણ સત્યના રસ્તે કમાવ અને મેળવેલી વસ્તુ પદાર્થ  માત્રને માત્ર ઉપયોગ કર્યા જ કરો માત્રને માત્ર ઉપભોગથી દુર રહો , જીવનમાં ઉપયોગ સુખ શાંતિ પ્રદાન કરે છે, ને ઉપભોગ દુખ ચિંતા તણાવ પેદા કરે છે, માટે તેનાથી અલિપ્ત રહો, આમાં માત્રને માત્ર અંતરનો ભાવ જ બદલવાનો છે ,બીજું કાઈ જ નહી , 
ટુકમાં ગીતા સ્પષ્ટ કરે છે કે જ્ઞાને કરીને અને વેરાગ્યથી કર્મનો ક્ષય થયા વિના મોક્ષ છે,જ નહી એમ ઉપનીશદના જ્ઞાન કાંડમાં સ્પષ્ટ કહેલ ,છે એટલે આ બે સિધ્ધાંત  એકત્ર કરીને  ગીતાએ સ્પષ્ટ કહ્યું કે સર્વ કર્મ જ્ઞાનથી એટલે ફળની આશા  છોડીને  નિષ્કામ બુદ્ધિથી  એટલે વેરાગ્યથી કરવા જોઈએ ,ફળ ત્યાગ એટલે આશા અપેક્ષા ,તૃષ્ણા ,રાગ દ્વેષ અને અહંકાર વગેરેથી મુક્ત થવું તેનું નામ ફ્લાષા છોડવી છે,, આમ સો ટકા શુદ્ધતા પ્રાપ્ત કરવી એજ  ફલાષા છોડવાનો અર્થ છે, ટુકમાં જયારે માણસ યોગની સાધના દ્વારા પોતાનું ચિત્ત સો ટકા પરમ તત્વ પરમાત્મામાં લીન કરી દે છે, ને પોતે સાવ જ નીર વિચારમાં સ્થિર થાય છે ત્યારે જ મોક્ષ સંભવે છે ,ટુકમાં જ્યાં એક ટકાના સોમા ભાગ જેટલી પણ મનમાં આસક્તિ હોવી કે વિચાર હોવો તે મોક્ષનો અધિકારી નથી ,નથી ને નથી જ..
સામાન્ય રીતે મુક્તિ અથવા મોક્ષની હકીકત આપણે ત્યાં બે રીતે શાસ્ત્રો તરફથી સ્વીકારવામાં આવેલ છે. પહેલી પદ્ધતિ છે .સંદેહ અવસ્થામાં સિદ્ધ થનાર જેને જીવન મુક્તિ કહેવામાં આવેલ છે ,અને બીજી હંમેશને માટે દેહ ધારણ થી મુક્ત થવાની એટલેકે  વિદેહ અવસ્થામાં હોય તે વિદેહ મુક્તિ અને જીવન મુક્તિ એ દેહ ધારી આત્મામાં સિદ્ધ થયેલ રાગ દ્વેષ,અહંકાર,મોહ મમતા ઈચ્છા,વગેરેથી સર્વથા  સર્વ રીતે સંપૂર્ણ પણે નિવૃત્તિ છે. ,એવો જીવન  મુક્ત  દેહ સબંધ હોવાને કારણે શક્ય અને આવશ્યક હોય તેવી અને તેટલી પ્રવૃત્તિ કરે છે, છતાં રાગ દ્વેષ વગેરે  જન્ય વૃત્તિઓ અને અજ્ઞાનનો લેશ પણ સ્પર્શ નહોવાથી  તે બંધાતો નથી, એમ માનવામાં આવે છે ,એની સમગ્ર પ્રવૃત્તિ  સાહજિક રીતે જ  કલ્યાણ કારી બની રહે છે ,અને શેષ  આયુષ્યનો પરિપાક થતાજ તે વિદેહ મુક્ત  બને છે ,આવા જીવ મુક્ત ને જેન પરંપરામાં  કેવળી રૂપે વર્ણવે છે ,અને બુદ્ધ પરંપરામાં લોકોત્તર સત્વ રૂપે ઓળખાવે છે ,જ્યારે ન્યાય અને યોગ પરંપરામાં આવા જીવ મુક્તનું  અસ્તિત્વ સ્વીકારવામાં આવેલ છે ,અને તેને ચરમદેહ ,કેવલી કુશળ  વગેરે વિશેષણોથી  ઓળખવામાં આવે છે ,સામાન્ય રીતે રામાનુજ વગેરે વૈષ્ણવ પરંપરા સિવાય બધી જ આધ્યાત્મિક પરંપરાઓમાં જીવન મુક્તનું અસ્તિત્વ માન્ય રાખવામાં આવેલ છે ,વિદેહ મુક્ત થાય  ત્યારે જીવાત્મા નું  સ્વરૂપ અને તેની સ્થિતિ કેવા હોય છે, એ વિષે કરવામાં આવેલી કલ્પનાઓમાં ધણો બધો વિરોધા ભાસ જોવા મળે છે, , આ બધા સાથે ગીતા સંમત નથી ,એમ સ્પષ્ટ પણે લાગે છે,  એટલું સત્ય છે, કે શાસ્ત્રો લખનારાએ કોઈ અનુભૂતિ કરી હોતી નથી, માટે તેમાં સત્ય  સો ટકા હાજર  હોય શકે જ નહી ,માટે તેમાં સત્યનો રણકાર જોવા મળતો જ નથી ,માટે જ ભારો ભાર વિસંવાદિતા જોવા મળે છે, ક્યાંય સત્ય હોતું જ નથી,જેમાં અનુભૂતિનો રણકાર હોય તેજ સત્ય હોઈ શકે ,માત્ર શાસ્ત્રો ભરોસા પાત્ર ગણીશ કાય જ નહી, કારણકે તેમાં અનુભૂતિ હોતી જ નથી.અને અનુભૂતિ વિના કદી  સત્ય પ્રાપ્ત થઇ શકે જ નહી, તે જગતનો શાશ્વત નિયમ છે.
માણસના મનમાં  આસક્તિ મોહ,મમતા,રાગદ્વેષ અહંકાર સહેજ પણ હોવો  એજ બંધન છે, ,અને આનું નામ અજ્ઞાન છે ,અવિદ્યા છે આ અજ્ઞાનનો અને અવિદ્યાનો અંત લાવવો  મોક્ષ માંટે જરૂરી છે મોક્ષએ કોઈ નવી  પ્રાપ્ત કરવાની અવસ્થા નથી પણ આપણા આત્માનું સહજ સ્વરૂપ છે, આત્માને જાણો  તેમાં સ્થિર થાવ એનું નામ આત્મ જ્ઞાન છે, મોક્ષ એટલે પરમતત્વ પરમાત્મા સાથે અભેદતાની અવસ્થા આ સ્થિતિ માટે જુદા જુદા શબ્દો શાસ્ત્રો દ્વારા કહેવાયા છે ,જેમાં બ્રાહ્મી સ્થિતિ ,નેશ્કરમ્ય ,નીસ્ત્રેગુન્ય .કેવલ્ય બ્રહ્મ ભાવ, બ્રમેક્ય, વગેરે નામોથી મોક્ષને નવાજ વામાં આવેલ છે. .
ટુકમાં મોક્ષ એટલે મનની નીર્વીચારતાંની અવસ્થા જેમાં ઈચ્છા રહિતતા અમનની સ્થિતિ પુરેપુરી મનની શુદ્ધતા અને શૂન્યતા એનું નામ મોક્ષ છે. આ અવસ્થા માત્રને માત્ર ધ્યાન યોગની સાધના દ્વારાજ  પ્રાપ્ત થાય છે ,તે સિવાય કોઈ રસ્તો જ નથી, ચાલો આપણે ધ્યાન યોગની સાધનામાં ઉતરી  અમનની સ્થિતિ પ્રાપ્ત કરીએ.,ને શુદ્ધતા અને શૂન્યતા પ્રાપ્ત કરીએ,  

No comments:

Post a Comment