Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

ગીતાનો આચાર અંગેનો અભિગમ, ૮

ગીતાનો આચાર અંગેનો અભિગમ, ૮

ગીતા સ્પષ્ટ કહે છે કે  આ જગતમાં જે કાંઈ છે, તે પરમતત્વ પરમાત્મા જ છે ,જેને પરબ્રહ્મ કહેવામાં આવે છે, આમ પરબ્રહ્મથી જુદું કાંઈ જ આ સૃષ્ટિમાં  નથી આમ, બ્રહ્મ કોઈ જગ્યાએ  નથી એમ પણ નથી, તે પથ્થરમાં પણ છે, ને મનુષ્યમાં પણ છે.અને બધાજ પ્રાણીમાં પણ છે. ટૂંકમાં આત્મ તત્વ સર્વત્ર એક જ છે, આમ આત્મ તત્વ એક જ હોવા છતાં, તેમાં ભેદ શાસ્ત્રોએ પાડ્યા છે,પણ  આત્મા સર્વત્ર એક જ છે,અને આત્મા એ બ્રહ્મનો અંશ છે,અને અંશને હંમેશા અંશી ને મળવાની સદાય ઈચ્છા હોય જ તે સ્વાભાવિક છે, આથી જ આપણને પરમાતત્વ  પરમાત્મા ને  મળવાની સતત ઈચ્છા થાય છે, ને રહેજ છે, તે સિવાય આપણે અધૂરા છીએ.અપૂર્ણ છીએ  તેમ સદાય લાગે છે,અને અપૂર્ણતા જ મહેસુસ કરીએ છીએ,તેનું કારણ આજ છે,,
બ્રહ્મ જ  સત્ય હોવા છતાં તે તો મૂળથી જ નિર્ગુણ અને ઉદાસીન છે, તેથી મન બુદ્ધિ વગેરે સાધનો  સિવાય તે એકલો કાંઈ કરી શકે તેમ નથી, અને તે સાધનો મનુષ્ય યોની સિવાય  અન્યત્ર પૂર્ણ પણે કોઈ પ્રાણીમાં જોવા મળતા નથી,. તેથી જ મનુષ્ય જન્મને સર્વથી શ્રેષ્ઠ માન્યો છે,
જગતમાં બધાજ જીવોમાં  જે  આત્મા છે, તે જ આત્મા આપણામાં છે. આમ આત્મા એક જ છે વધુ નથી, એ જાણવું અને તેમાં સ્થિર થવું ને તેમાં સર્વથા, સર્વ રીતે,સંપૂર્ણ પણે તેમાં લીન થવું ,એટલે કે આપણા ચિત્તને સંપૂર્ણ પણે પરમાત્મામાં લીન કરવું તેનું નામ જ જ્ઞાનની પ્રાપ્તિ છે, જે પ્રાપ્ત થતા જ તમામ પ્રકારના કર્મો બળીને ખાખ થઇ જાય છે, ને સંપૂર્ણ શુધ્ધતા પ્રાપ્ત થાય છે, આમ શુધ્ધતા એજ જીવનની સિદ્ધિ છે ,આનું  નામ જ મોક્ષ છે, જન્મ મરણની પ્રક્રિયામાંથી બહાર  નીકળવું છે, અદ્વેત્તતાં  પ્રાપ્ત કરવી છે, તમામ સંશયો થી મુક્તિ છે, પૂર્ણ રૂપે શુધ્ધતા છે, પૂર્ણ પણે શૂન્યતાં છે, તે સ્થીતીમા જ પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ શક્ય છે,અનુભૂતિ એટલે પુરેપુરી  ચિત્તની  લીનતા છે.આપણે મટી જવું છે,આપણું અસ્તિત્વ ખોઈ દેવું છે,એજ અદ્વેત્તતાં છે, એજ જીવનની સીધ્ધી છે,અને એજ શુદ્ધતા છે, શૂન્યતા છે, આ સ્થીતીમાં જ પરમાતત્વ પરમાત્માની અનુભૂતિ શક્ય બને છે,  
ગીતામાં સ્પષ્ટ કહેવાયું છે, કે પ્રકૃતિ સ્વતંત્ર નથી, પણ પરબ્રહ્મ પરમાત્માની  માયા છે ,એટલે જ સંસારરૂપ માયાનું  વૃક્ષ રૂપે વર્ણન કરતા કહેવાયું છે, કે આ સંસાર વૃક્ષનું રૂપ આદી અને  અંનત છે, .
યજ્ઞ અને કર્મ બંને બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થએલા છે ,એટલે કે કર્મ અથવા કર્મ રૂપી યજ્ઞ અને સૃષ્ટિ અને પ્રજા  આ બધું જ એકી વખતે જ નિર્માણ થયેલા છે ,કર્મ એટલે  દ્રશ્ય સૃષ્ટિ  નિર્માણ થતી વખતે  મૂળ નિર્ગુણ બ્રહ્મમા જોવામાં આવતો વ્યાપાર છે ,આ વ્યાપારનું નામ જ માયા છે ,આમ સૃષ્ટિના ઉત્પતી કાળ વખતનું  કર્મ અથવા માયા એ બ્રહ્મની અતર્ક લીલા જ છે ,કોઈ સ્વતંત્ર વસ્તુ નથી એમ ગીતા કહે છે ,
માણસને કર્મ ફળ તો ભોગવવા જ પડે છે ,કર્મનો પહેલો નિયમ એવો છે, કે કર્મની શરૂઆત થઇ એટલે તેનો વ્યાપાર એક સરખો અખંડ ચાલ્યા જ કરે છે, પ્રત્યેક પ્રાણીએ સૃષ્ટિમાં જે કર્મો કર્યા હોય તે તેમની મેળા એ જ પુન: પુન: તેમની ઈચ્છા હોય અથવા ન હોય તો પણ તે અચૂક પ્રાપ્ત થાય જ છે ,એમ મહાભારતે સ્પષ્ટ કહ્યું છે,  
આમ કર્મની ગતી અતિ કઠણ છે, એટલું જ નહી પણ તેની ચીકાશ પણ એટલી જ છે, તે છૂટે નહી ,આમ કર્મ કોઈથી  છૂટતું જ નથી , આમ કર્મના ફેરામાં એકવાર આવ્યા પછી પણ દેહનો નાશ થયા પછી પણ કર્મના પરિણામે બીજો જન્મ  થયા વિના રહેતો જ નથી, કારણકે કર્મ શક્તિનો કદી પણ નાશ થતો જ નથી ,તે બીજ રૂપે રહે જ છે, ને  દેખાય જ છે ,આ  કર્મનો શાશ્વત નિયમ છે, તેમાં કોઈ ફેરફાર માણસ કરી  શકે જ નહી, આને જ જન્મ મરણનું ચક્ર કહેવામાં આવે છે.
આત્મા જન્મતો તો પણ નથી, અને મૃત્યુ પામતો પણ નથી તે તો નિત્ય અને કાયમનો છે ,પણ તે કર્મના ફેરામાં સપડાયા પછી  એક નામ રૂપનો નાશ થતા તેને બીજું નામરૂપ પ્રાપ્ત થયા વિના રહેતું જ નથી એટલે આપણે આજે  જે કાઈ કરીએ છીએ તે આવતી કાલે ભોગવવું ને કાલે કરવું તે પરમ દિવસે ભોગવવું જ પડે આ પ્રમાણે આપણું ભવ ચક્ર ચાલ્યાજ કરે છે,
મનું સ્મૃતિમાં અને મહાભારતમાં તો ત્યાં સુધી કહેલ છે, કે આપણા કર્મના ફળો આપણા વારસોને પણ ભોગવવા પડે છે,તે જો કે સત્ય .લાગતું નથી ,શાસ્ત્રોના ધણા  વિચારો હંબક હોય છે, તે હકીકત છે ,તેમાં સત્યનો અંશ ઓછો હોય છે ,ને શીશામાં પુરવાની વૃતિ વધુ હોય છે,જે આપણે સોવ અનુભવીએ જ છીએ. કંઠી કોઈની પણ બંધાવી તે શીશામાં પુરવાની ને આપણી પોતાની વિચાર શક્તિ ને ગીરો મૂકી દેવાની .અને સંકુચિતતા ગ્રહણ કરવાની પ્રવૃત્તિ જ  છે.તો પણ આપણે કંઠી બંધાવિયે  જ છીએ, ને જીવનમાં  ધન્યતા અનુભવીએ છીએ ને છાતી ઉચી કરીને ચાલીયે છીએ, પણ વિચાર હીન છીએ,સંકુચિતતા ગ્રહણ કરેલ છે, તે જોતાજ નથી ,આપણા પોતાના સત્ય પ્રમાણે,શુદ્ધ બુદ્ધિ કરીને  ચાલતા નથી ને બીજાના સત્ય પ્રમાણે ચાલવા મથીએ છીએ, જે કદી પણ જીવનમાં સિદ્ધિ અપાવતું જ  નથી ,આથી આપણે આપણા સ્વભાવ પ્રમાણે ચાલતા નથી, ને બીજા જેવા કદી પણ થઇ શકતા જ નથી માટે  શાંતિ ને આનદ પ્રદાન કરી શકતાં નથી,ને તનાવ ગ્રસ્ત જ રહીએ છીએ , આપણા પોતાના સ્વ  સ્વરૂપને જાણી તેમાં સ્થિર થવામાં જ આનંદ છે, તે આપણે સ્વીકારતા નથી, માટે જ તનાવના ભોગી બનીએ છીએ, આપણા અંતરનું સત્ય તેજ  સત્ય છે, ને તેમા જ સુખ શાંતિ છે.,બીજાના સત્યમાં તનાવ સિવાય કાઈ હાથમાં આવે જ નહી તે સત્ય હકીકત છે,બીજાનું સત્ય આપણું સત્ય કદી  બની શકે જ નહી, આપણું સત્ય આપણે જ અંતરમાંથી શોધવું જ પડે છે, તે જ આપણું ઉર્ધ્વી કરણ કરે છે, જયારે બીજાનું સત્ય તો કુવામાં ઉતારી દોરડું કાપી નાખે જેથી કાઈ હાથમાં આવે જ નહી સિવાય તનાંવ , હતાશા અને ,નિરાશા,    
આમ કર્મનો રેન્ટ એકવાર શરુ થયો તે પછી પરમાત્મા પણ તેમાં હાથ નાખતાં જ નથી, .પરમાત્મા કોઈનું પાપ પણ લેતાં નથી, કે કોઈનું પાપ માફ પણ કરતાં જ નથી, કોઈને કોઈ પદાર્થ આપતા પણ નથી, તે આવો કોઈ અધિકાર તે ભોગવતા જ નથી, એટલે  કર્મનો રેન્ટ ચાલતો હોવાથી પ્રાણી માત્રને પોત પોતાના કર્મ પ્રમાણે  સુખ દુ:ખ ભોગવવા જ પડે છે,તેમાંથી પોતાએ જ મનથી શૂન્ય થઈને શુદ્ધ થઈને મુક્ત થવું પડે છે,જગતમાં  કોઈ પણ આપણ ને મુક્ત કરાવી શકતું નથી.એમાં કોઈ જ મીન મેખ નથી, માટે પથરાને પૂજવાનો કોઈ જ અર્થ નથી,કે ગુરુ બનાવવાનો કોઈ જ અર્થ નથી, કે તેમની પાસે પદાર્થ માગવાનો કોઈ જ અર્થ નથી, ,આ  સ્પષ્ટ રીતે  પુરવાર થાય છે,અને આજ સત્ય હકીકત પણ છે,.ધણા જુઠાણામાંનું આ એક જુઠાણું જ શાસ્ત્રોનું છે, પથરામાં પ્રાણ પ્રતિષ્ઠા  કરવી .ને પ્રાણને તેમાં નાખવો એ જૂઠ સિવાય કાઈ જ નથી અને પથરામાં પરમાત્માનો પ્રાણ આવી ગયો છે માટે  પાસે માગો તમારો ઉદ્ધર કરી દેશે ઉદ્ધાર કોનો થશે તેતો આપણે  સોવ અનુભવીએ છીએ કોઈ મંદિર ગરીબ નથી, જ્યારે તેના અનુયીઓ ગરીબીમાં સબડતા જ હોય છે, ને સદાય દુખી હોય છે, તનાવ ગ્રસ્ત હોય છે ,તે હકીકત છે ,અનુયાઈઓ  શાંતિ સુખ પ્રાપ્ત કરી શક્તાજ નથી તનાવમાં જ  જીવન વિતાવે છે.હતાશાને નિરાશા વ્યાપી ગઈ હોય છે , ,   
આપણા વેદ એ અપોરુશેય છે, ને આપણા ઋષિઓને જે ધ્યાનની સાધના દ્વારા અનુભૂતિ થઈ તે તેમાં જે તેમણે જોયું અનુભવ્યું તે વેદમાં  દર્શાવવામાં આવેલ છે, આ જગતમાં અનુભૂતિ જ સત્ય છે, એ શાશ્વત નિયમ છે,તે જ પરમાત્માની સત્ય રૂપ  વાણી છે,વિચાર છે, સત્યતાં  છે. આપણા શાસ્ત્રોમાં ક્યાય અનુભૂતિ હોતી જ નથી, માટે તેમાં જણાવેલી હકીકતો સત્ય જ છે,અથવા તેમાં સત્યનો જ રણકો છે, એમ કહી શકાય નહી, તેમાં સત્યતા ઓછી હોય છે, ને તર્ક વધુ હોય છે, અને જ્યાં પણ તર્ક હોય ત્યાં કદી  સત્ય હાજર હોય શકે જ નહી,તે પણ આ જગતનો શાશ્વત નિયમ છે,
આપણા વેદોમાં ક્યાય પણ પથરાની મૂર્તિને પુજજો તમોને બધું જ મૂર્તિ આપશે એવો  ઉલ્લેખ સુધ્ધા નથી, તે સ્પષ્ટ અને સત્ય હકીકત છે, છતાં આપણે પથરા પાસે માગતા બંધ થતા નથી,. તે આપણી માનસિક નબળાય છે,માગવાનું છે, અંતરમાંથી ને તે પુરેપુરી શુદ્ધતા પ્રાપ્ત કરીને આમ જો શૂન્યમાં સ્થિર  થઈને માગો બધું જ મળી જશે, તેની ભગવાને ખાતરીને બાહેધરી આપી છે, આ જ્ઞાન મળ્યા પછી કોઇ વસ્તુ મળવાની બાકી જીવનમાં  રહેવા પામશે જ નહી, તેવું તો સ્પષ્ટ કહ્યું છે,પણ તે વચન ભગવાનનું ધ્યાને ધરવું જ નથી.  
આ જગતમાં કર્મનો ક્યારે આરંભ થયો અને માણસ  પહેલ વહેલો  કર્મના પંજામાં  કેવી રીતે સપડાયો એનો ઉત્તર મળવો આપણી બુદ્ધિ શક્તિની  બહાર છે.કર્મ પ્રવાહ  અનાદી છે અને કર્મનો  એક વાર રેન્ટ શરું થયો  પછી તેમાં કોઈ રુકાવટ કરી શકતું જ નથી, અને પરમાત્મા પણ તેમાં કદી  પણ હાથ નાખતા જ નથી, તે સત્ય છે, તેમાં કોઈ શંકા જ નથી, 
માણસના દેહમાં  રહેલો આત્મા તે નિત્ય અને સ્વતંત્ર છે, અને તે પરમાત્માનો અંશ છે ,એવો અધ્યાત્મ શાસ્ત્રનો સિધ્ધાંત છે ,અને આ સિધ્ધાંત દ્વારા ઉપર જણાવેલી અનિવાર્ય દેખાતી અડચણોથી મુક્ત થવાનો માર્ગ છે, એમ અધ્યાત્મ શાસ્ત્રે  ઠરાવેલું છે ,અને અધ્યાત્મ જગતે કર્મના સાત્વિક ,રાજસ અને તામસ એવા ભેદો પડેલા છે, અને શાસ્ત્રોએ સંચિત,પ્રારબ્ધ અને ક્રિયામાણ એવા કર્મના વિભાગો પાડેલા છે,પણ જ્યારે માણસને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે  આ સધળા કર્મોનો નાશ થઇ જાય છે, કારણ કે જ્ઞાનની અગ્નિથી તમામ કર્મો બળીને ભસ્મ થઈ  જાય છે, એમ ગીતાએ સ્પષ્ટ કહ્યું છે.,અને વેદો તેમજ ઉપનીશદો પણ કહે છે,જ્ઞાનની પ્રાપ્તી થતા પૂર્ણ રૂપે શુદ્ધ થઇ જવાય છે, એનો અર્થ જ એ કે કર્મો બળી જાય છે.જ્યાં શુદ્ધતા હોય ત્યાં કોઈ જાતનો કચરો હોય શકે જ નહી તે વિજ્ઞાનનો સિધ્ધાંત છે,આમ શુદ્ધતા અને શૂન્યતા  એજ જીવનની સિદ્ધિ છે.   
જ્ઞાન એટલે આપણી ચિત્ત વૃતિને ધ્યાન યોગની સાધના દ્વારા પરમ તત્વ પરમાત્મામાં પુરેપુરી,સર્વથા, સર્વ રીતે, સંપૂર્ણ પણે  લીન કરી દેવી એનું નામ જ્ઞાનની  પ્રાપ્તિ છે , એટલે કે  આપણું પોતાનું અસ્તિત્વ જ મિટાવી દેવું તેનું નામ જ્ઞાન છે,આપણી ઈચ્છા તૃષ્ણા,રાગદ્વેષ,અહંકાર વગેરે મિટાવી દેવા ને શુદ્ધ થવું ને મનને શૂન્ય કરવું ,આ સ્થિતિની પ્રાપ્તિ એજ જ્ઞાનની પ્રાપ્તિ છે ,આવા જ્ઞાનની પ્રાપ્તિ થતા જ સર્વ કર્મો  બળીને ભસ્મ થઇ જાય છે, આજ કરવું તે જ આપણી જિંદગીનો  ધ્યેય છે, આ માટે જ આપણે આ સંસારમાં  આવ્યા છીએ, જો પ્રાપ્ત ન કરી શકીએ તો આપણે જ ગુનેગાર છીએ, બીજું કોઈ ગુનેગારઆ જગતમાં નથી, આપણા ઉપનીષદોમાં આ જ માર્ગ કહેવામાં આવ્યો છે, ને ગીતા એ પણ આજ વાત કહી છે,
આપણા શાસ્ત્રો એમ કહે છે કે કર્મ છોડવાથી કર્મ પાશમાંથી  મુક્ત થઈ શકાય છે. આ વાત જ સાવજ ખોટી પાયા વીનાની અને ભ્રાંતિ મુલક શાસ્ત્રોનું કહેવું છે, કારણ કે કર્મ છોડું છું ને જંગલમાં રહેવા જાવ છું એમ  કહેવાથી કર્મ છુટતાં જ નથી જીવવું એ પણ કર્મ છે, તો કર્મ છોડી ને જશો ક્યા?કોઈપણ ઉપનીષદમાં કર્મ બંધનમાંથી છૂટવાનો આવો માર્ગ બતાવવામાં આવ્યો જ નથી,. એટલે કે કર્મથી જ  કર્મમાંથી  છૂટવાની આશા રાખવી તે તો આંધળો માણસ આંધળાને રસ્તો બતાવી ને તેને મૂળ ઠેકાણે લઇ જશે એવો તાસીરો શાસ્ત્રોનો છે,,
કર્મ સારા હોય કે ખરાબ હોય પણ તેના ફળ ભોગવવા માટે માણસે કોઈ ને કોઈ  જન્મ લેવો જ પડે છે, અને આ માટે તયાર  રહેવું જ પડે છે, ,કર્મ અનાદી  હોય તેમાં પરમાત્મા  હાથ નાખતાં જ નથી તે આગળ કહેવાયું છે,એટલે સર્વ કર્મ છોડી દેવાનું જીવન સંગ્રામમાં શક્ય જ નથી ,શાસ્ત્રો કહે છે, તે પ્રમાણે કાઈ કર્મ કર્યાથી કે કાઈ કર્મ છોડી દીધાથી કર્મ બંધનથી છુટકારો થતો જ નથી ,તે હકીકત છે,અને સત્ય પણ આજ છે,દેહ છે ત્યાં સુધી શ્વાચ્છોશ્વાસ, સુવું બેસવું  વગેરે કર્મો ચાલુ જ રહેવાના, તે પણ કર્મ જ છે, તેથી સર્વ કર્મ છોડવાનો માણસનો આગ્રહ પણ વ્યર્થ જ છે,ખોટો છે ભ્રમ યુક્ત છે, એટલું સ્પષ્ટ સમજી જ લ્યો કે આ સૃષ્ટિમાં  કર્મ કોઈને પણ ક્ષણ માત્ર પણ છોડતું જ  નથી, અને છોડું છું તેમ કહેવું એ જ એક પ્રકારનું જુઠ છે, દંભ છે, બનાવટ છે,અને જ્યાં બનાવટ આવી ત્યાં શાંતિ હોય શકે જ નહી,જ્યાં બનાવટ,દંભ જૂઠ આવ્યું ત્યાં સત્ય હાજર હોય શકેજ નહી, તે સ્પષ્ટ હકીકત છે,અને સૃષ્ટિનો શાશ્વત નિયમ છે,  એટલે એવા ભ્રમમાંથી માણસે બહાર નીકળવું જરૂરી છે ,આવા માણસનો ખોટો ને બેહુદો તંત છે, એ  સિવાય બીજું કાઈ જ નહી,આ શુદ્ધ બુદ્ધિનો વિચાર નથી,મન બુદ્ધિને વાસના શુદ્ધ કરવાનો રસ્તો પણ નથી.
આ જન્મ મરણના વિશ ચક્રમાંથી  છૂટીને જે  અંતરમાં અમૃત તત્વ  રહેલ છે, તે અને અવિનાશી તત્વ જે છે. તેને  મળવાની,પ્રાપ્ત કરવાની  માણસને સ્વાભાવિક ઈચ્છા રહે જ છે,તે હકીકત છે, તેને પ્રાપ્ત કરવાનો માર્ગ ગીતાએ પ્રતિપાદન કરેલ છે, જે માર્ગ જ સત્ય છે , તેને અનુસરો આચરણ સત્યતા પૂર્વક કરો જરૂર સિદ્ધિ પ્રાપ્ત કરશો જ એ જ મોક્ષ હશે , પરમ શાંતિ હશે, શાંતિ અંદર છે, બહાર કોઈ પણ  પદાર્થમાં નથી એટલું સમજો તોય ધણું છે,  .
આપણા  અનેક શાસ્ત્રોએ યજ્ઞાદી પારલોકિક સાધનો વાળા બાહ્ય રીતે કરવાના પુષ્કળ કર્મ કાડો,કર્મ ક્રિયાઓ અને યજ્ઞોનું પુષ્કળ વર્ણન ઉભું કરી દીધું છે,આ બધાજ બાહ્ય  રીતે થતા તમામ કર્મો, મોક્ષની દ્રષ્ટિએ નીચલી  પાયરીનાં  કર્મો છે, તેનાથી પરમ શાંતિ કે આનંદ પણ પ્રાપ્ત થતો નથી, તેનાથી કદી મોક્ષ પ્રાપ્ત થાય જ નહી,  આજે માણસ  બાહ્ય કર્મો  જ કરે છે, તેથી તેઓ કદી  પણ કોઈ પણ સંજોગોમાં પરમ  સુખ,શાંતિ  પ્રાપ્ત, કરી શકતા નથી,અને મોક્ષ તો ક્યાંથી પ્રાપ્ત થાય, તે સત્ય  હકીકત છે, આવા બધાજ કર્મો કરાવનારાઓએ આ કર્મ ભૂમિમાં પાછા આવ્યા વિના ચાલે તેમ નથી, કારણ કે તેઓને મોક્ષ  કોઈ કાળે  પ્રાપ્ત થાય જ નહી, એ આ સૃષ્ટિનો અને અધ્યાત્મ  જગતનો શાશ્વત  નિયમ છે. ટુકમાં આ કર્મની બેડી માંથી  તદ્દન છૂટીને  અમૃત તત્વમાં ભળી  જવાનો અને જન્મ મરણમાંથી છુટવાનો આ  માર્ગ નથી, એમ ગીતા સ્પષ્ટ કહે છે.તેમાં ખુવારી સિવાય કાઈ જ હાથમાં આવે જ નહી ,
આ બધી જ ખટપટ કાયમની દુર કરવી એટલે જ મોક્ષ પ્રાપ્ત કરવો  તે માટે  અધ્યાત્મ શાસ્ત્ર  પ્રમાણે જ્ઞાનની પ્રાપ્તિ કરવી એ એકજ આ  જગતમાં સત્ય માર્ગ છે , જ્ઞાન એટલે વ્યવહારુ સાંસારિક જ્ઞાન નહી, કથાઓ સાંભળવી તે જ્ઞાન નથી, .કોઈના વ્યાખ્યાનો સાભળવા તે જ્ઞાન નથી., આરતીઓ ઉતારવી, થાળો પથરાને  ધરવા, જપ કરવા માળા ફેરવવી,જપ કરવા,આ બધું જ્ઞાન નથી, કારણકે આવા બધાજ કર્મો અંત:કારણ પૂર્વક થતા નથી,કારણ કે અંત:કારણ તો બીજાને વેચી દીધું હોય છે, ને બીજાના  કહેવા પ્રમાણે જ ચાલતા હોઈએ છીએ જેથી  માત્રને માત્ર બાહ્ય દેખાવ જ કરતા હોઈએ છીએ,શુદ્ધ બુધ્ધિ, શુદ્ધ મન અને શૂન્ય મન હાજર જ હોતું નથી અને શુદ્ધ બુદ્ધિથી કોઈ નિર્ણય પણ થતા જ નથી તેથી ,આ સૃષ્ટિનું બાહ્ય કોઈ પ્રકારનું કર્મ  એ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે જ નહી, જ્ઞાન પ્રાપ્ત થાય પણ નહી ,પણ તેતો માહિતી પ્રાપ્ત કરી એમ કહેવાય, માહિતી આપણો ઉધ્ધાર કરેજ નહી ,માહિતી તો વિચારવાન, તર્કવાન  બનાવે તે કદી શાંતિ પ્રદાન કરે જ નહી આમ તે જ્ઞાન નથી.. ,
જ્ઞાન એટલે બ્રહ્મ અને આત્માનાં એક્યનું જ્ઞાન એટલે કે આપણા ચિત્તને બ્રહ્મમાં લીન કરી દેવું  એકત્વ સાધવું તેનું નામ જ્ઞાન છે,જો આ જીવનમાં કરી શકીએ ને મન શૂન્ય કરી શકીએ શુદ્ધ કરી શકીએ તો જ જ્ઞાનની પ્રાપ્તિ છે, તે બાહ્ય કર્મથી કદી પણ જ્ઞાન પ્રાપ્ત  થતું જ નથી, માટે તેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થતી જ નથી,એ સો ટકા સત્ય હકીકત છે. ગીતાનું આજ કહે વું છે , ,
જ્ઞાન ને  વિદ્યા પણ કહેવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે મનુષ્ય કર્મથી બંધાય છે, ને વિદ્યા પ્રાપ્ત થતા જ  મુક્ત થાય છે, આમ વિદ્યા પ્રાપ્ત કરવી એજ જ્ઞાન છે,  ગીતાએ સ્પષ્ટ કહ્યું છે, કે જ્ઞાન રૂપ અગ્નિથી સર્વ કર્મ ભસ્મ થાય છે, આમ વિદ્યા એટલે કોઈ ડીગ્રી મેળવવી તે નહી,પણ પરમાત્મામાં ચિત્તને લીન કરવું ,શૂન્ય થવું, શુદ્ધ થવું તે જ્ઞાન છે ,આવું જ્ઞાન જ મોક્ષ પ્રાપ્ત કરાવે છે તેજ મોક્ષની સ્થિતિ છે.
જે રીતે શેકેલા  બી ઉગતા નથી તેમ જ જ્ઞાનની પ્રાપ્તિથી,જ્ઞાનની અગ્નિથી બળી ગયેલા કર્મો અને કલેશો બળી જાય છે,ને શુદ્ધતા પ્રાપ્ત થાય છે  તેથી આત્મા ફરીને જન્મ લેતો જ નથી, તે હકીકત  મહાભારતના વન પર્વમાં અને ઉપનિશદમાં કહેવાયેલી છે,અને તેજ સત્ય છે, કારણકે  પૂર્ણ રૂપે શુદ્ધતા અને શૂન્યતા પ્રાપ્ત થતા કોઈ કામના વાસના ઇચ્છા જ બાકી રહેવા પામતી નથી ,આથી જ્યાં કોઈ ઇચ્છા જ સિલકમાં ન હોય તેની પુરતી માટે જન્મ લેવો પડતો નથી ,કારણકે કર્મ ફળ બાકી રહેવા પામતું જ નથી. અને કોઈપણ કર્મ ફળ વિનાનું હોય શકે જ નહી, આમ જો ફળ મળવાનું બાકી હોય તો જન્મ લેવો જ પડે છે,  આમાં કર્મ જ  બાકી રહેવા પામતું નથી માટે ફળ પણ બાકી નથી, માટે જ જન્મ  મરણના ચક્રમાંથી મુક્તિ છે, એનું નામ જ મોક્ષ પરમ શાંતિ આનંદની અવસ્થા,છે.
જે  હું જ બ્રહ્મ છું એમ જે જાણે છે તે જ અમૃત બ્રહ્મ થાય છે,  .
જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને  કર્મો દુષિત કરી શકતા જ નથી.
જે  બ્રહ્મને જાણે છે તેને મોક્ષ મળેજ છે,
જે  આ સૃષ્ટિમાં સર્વ આત્મમય છે  એ જાણ્યું  તેને  કોઈપણ જાતનો પાપનો બાધ લાગતો જ નથી.
જેને  પરમ તત્વનું જ્ઞાન  થાય છે તે સર્વ પ્રકારના કર્મના પાશમાંથી મુક્ત થાય છે  ,
જેમને પરમતત્વની અનુભૂતિ થાય છે, તેના સર્વ કર્મોનો ક્ષય થાય છે
જે પરમતત્વ પરમાત્માને જાણે છે  મૃત્યુથી પાર થઇ જાય છે ,
આ અને આવા અનેક સુત્રો ઉપનીષદોમાં  ભરેલા પડ્યા છે એનો અર્થ એટલો જ કે આ સિવાય મોક્ષ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ જ માર્ગ નથી ,આ પ્રમાણે  ઉપનીષદોમાં  જ્ઞાનની  મહત્તાનું  પ્રતિપાદન કરનારા અનેક વચનો નો ભંડાર ભરેલો પડ્યો છે, આ અને બીજા બધાજ વચનો અનુભૂતિથી પ્રાપ્ત થયેલા છે, કોઈ તર્ક દ્વારા ઉપનીષદોમાં સુત્રો રજુ કરેલા નથી પણ ઋષિઓએ  ધ્યાનની સાધના દ્વારા જે અનુભવ્યું તેજ રજુ કરેલ છે ,આમ શુદ્ધ બુદ્ધિથી વિચાર કરતા મોક્ષનો આ સિધ્ધાંત દ્રઢ  થાય છે , આ કોઈ તર્ક દ્વારા રજુ કરેલા સુત્રો નથી ,એટલે તેમાં સત્ય ભરો ભાર ભરેલું છે એમ શુદ્ધ બુધ્ધથી  નિર્ણય કરતા સમજાય  છે,. ટુકમાં જે માણસને મોક્ષ જ પ્રાપ્ત કરવો , તેમણે  પોતાના ચિત્તને શુદ્ધ,,શૂન્ય કરીને  પરમ તત્વ પમાત્મામાં લીન કરવું જ  પડે છે, તોજ સીધ્ધિ  હાથવગી થાય છે, , આ માટે ધ્યાન યોગની સાધનામાં ઉતરવું જ પડે તે સિવાય બીજો કોઈ માર્ગ નથી તે સાબિત થાય છે, ચાલો આપણે ધ્યાન યોગની સાધના કરીએ ને શુધ્ધતા ને શૂન્યતા પ્રાપ્ત કરીએ ,

No comments:

Post a Comment