Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

ગીતાના આચાર અંગેનો અભિગમ ભાગ-2

ગીતાના આચાર અંગેનો અભિગમ ભાગ-2
       “સત્ય જીવનયોગ’
ગીતાના નિષ્કામ કર્મ યોગ,જ્ઞાન યોગ અને ભક્તિ માર્ગ  બાબતે વિચારતા લાગે છે, કે ગીતામાં  કોઈ એક ચોક્કસ માર્ગ એકલો અટૂલો હોય તેવો કોઈ એક બીજાની સાથે કોઈ જાત  સબંધ વિનાનો આચાર ધર્મ ગીતામાં સુચવાયો નથી, એટલે આમ જોઈએ તો  ગીતાના  નિષ્કામ કર્મને જ્ઞાનની, જ્ઞાનને કર્મની, જ્ઞાનને  ભક્તિની અને ભક્તિને જ્ઞાનની આવશ્યકતા રહે જ છે,અને આ રીતે આચાર  ધર્મમાં  એકબીજા સાથે સંકલન અને સમન્વય  કરવું આવશ્યક કહેવાયું  છે, અને આ ત્રણે માર્ગમાં અંતે  પાછો  યોગ નો આશરો તો  લેવો જ પડે છે. તે સિવાય સિદ્ધિ હાથ વગી થતી જ નથી, 
ગીતા નો આખરી સંદેશ એવો લાગે છે કે જ્ઞાન,કર્મ ,ભક્તિ અને યોગ આ ચારે ઓત પ્રોત કરી ,સંકલન અને સમન્વય કરી  એક નવા જ પ્રકારનું સત્ય  જીવન દર્શન રજું  કરે  છે, આ ચાર ને જોડીને સમન્વય કરીને  એક નવા  જ નવા પ્રકારનો સત્ય  જીવનયોગ આપણી સમક્ષ રજુ કરે છે,  તેમ જણાય છે.
ગીતામાં પ્રતિપાદિત આચાર ધર્મ નિ:શંક પણે તે એક સાર્વત્રિક સત્ય એવા સત્ય ધર્મની ધોષણા કરે છે,આમ ગીતામાં જે કાંઈ  રજુ થયું છે, તેમાં તાત્કાલિક સમસ્યાઓના નીવેડાની વાત ઓછી છે, અને આખી ગીતામાં સર્વકાલીન સત્ય દ્રષ્ટિ વધારે હોય તેમ જણાય છે, અને આજ ગીતાનાં સત્ય  ધર્મનું હાર્દ  છે,
આમ  જોવા જઈ એ તો ગીતામાં રજુ થયેલા જુદાજુદા વિચાર પ્રવાહો કે આચાર ધર્મો  પૂર્ણ પણે એક સ્પષ્ટ સત્ય આચાર પ્રણાલી  રજુ કરતી હોય તેમ જણાય છે,  જેમાં જ્ઞાન, નિષ્કામ કર્મ, ભક્તિ અને યોગ આ ચાર એક બીજા સાથે  ઓતપ્રોત થઈ ને એક નવું જ પૂર્ણત: સાર્વત્રિક  સત્ય જીવન દર્શન રજુ કરે છે, જે દ્વારા  ગીતા સત્ય જીવન યોગ ઉભો કરે છે, અને આ સત્ય જીવન યોગ દ્વારા જ માણસ મોક્ષ  સુધી પહોચી શકે છે એમ પ્રતિપાદન કરે છે ,આનું નામ જ નિષ્ઠા કહેલ  છે ,
ધર્મ બાબતે જયારે વિચારીએ છીએ ત્યારે સ્પષ્ટ લાગે છે. કે આજના તમામ સાર્વત્રિક ધર્મ મોટે ભાગે વ્યક્તિ વાદી જ હોય છે, આમ બધાજ કોઈ ને કોઈ  વ્યક્તિ સાથે જ સંક્ળાયેલા હોય છે, તેથી  બધા જ વ્યક્તિ વાદી જ છે,તેમાં કોઈ શંકાજ  નથી. આમ સર્વ જન સુખાય સર્વ જન હિતાય એવો  કોઈ ધર્મ આજે અસ્તિત્વ ધરાવતો જ નથી,આજના ધર્મો પોતાના સંકુચિત  કુંડાળામાંથી બહાર જ નીકળતા જ  નથી,આમ ધર્મો પોતાની વિશાળતા જ  ખોઈ બેઠા છે,તે આજની હકીકત છે, તેમ છતાં ગીતામાં રજુ થયેલો સત્ય આચાર ધર્મ જેને સત્ય જીવન યોગ કહે છે, તે જરા પણ રીતે સાંપ્રદાયિક, અલ્પકાલીન ,વ્યક્તિ વાદી ,સંકુચિત કે અસત્ય રૂપ આચાર ધર્મ તો નથી જ, ગીતા સ્પષ્ટ રીતે સંપૂર્ણ વિશાળતા અને  સત્યને સાથે લઈ ને જ ચાલે છે, તેના સત્ય રૂપી જીવન યોગમાં સહે જ પણ અસત્યની કે સંકુચીતતાની ગંધ સુધ્ધા જોવા મળતી નથી, તે જ તેની વિશેષતા છે.
આપણે નીશ્ચીત પણે એટલુ તો કહીજ  જ શકીએ છીએ કે ગીતામાં નિષ્કામ કર્મ યોગ,જ્ઞાનયોગ, ભક્તિ યોગ અને યોગનો બરાબર સમન્વય કરીને માણસના આંતરિક ભાવોને શુદ્ધ,સાત્વિક ,પવિત્ર અને સ્થિર કરવા માટે જ ગીતાએ  સત્ય જીવન યોગનો આચાર ધર્મ પ્રતિપાદન કરેલ છે, ને રજુ  કરેલ છે , જેનો પાયો સત્ય રૂપી આચરણ  અને આંતરિક શુધ્ધતામા જ રહેલો છે. ખરેખર જોવા જઈએ, તો, ધર્મનો પાયો જ સત્યનાં આચરણ દ્વારા બુદ્ધિની શુધ્ધતા પ્રાપ્ત કરી જીવનનાં સત્યમાં  સ્થિર થવામાં જ રહેલો છે,પણ આ સત્ય બીજાનું હરગીજ  નહી, પણ પોતે યોગની  સાધના દ્વારા અંતરમાંથી પ્રાપ્ત  કરેલ સત્ય,આમ , ગીતા સત્ય રૂપી જીવન યોગમાં શુદ્ધ બુદ્ધિ કરી આવી બુદ્ધિના  નિર્ણય અનુસાર આચરણ કરવાનું  સ્પષ્ટ કહે છે, આમ ગીતા નિ:શંક પણે આવો સત્યરૂપી આચાર ધર્મ સૂચવે છે,
વિચાર ,ભાવના અને કર્મ આ ત્રણ માનવ સ્વભાવના અને વ્યક્તિત્વના મહત્વના ધટકો છે, આ ધટકો અનુરૂપ જ ત્રણ પ્રકારની સાધના પદ્ધતિઓ આપણા શાસ્ત્રોએ નક્કી કરે છે,જેમાં વિચાર પ્રધાન માટે જ્ઞાન નિષ્ઠા ,ભાવના પ્રધાન માટે  ભક્તિ માર્ગ અને કર્મ પ્રધાન માટે નિષ્કામ કર્મ નિષ્ઠા  આ ત્રણ ઉપરાંત યોગને પણ પ્રાધાન્ય આપવામાં આવેલ છે, આ ચારના સમન્વય અને સુમેળ સ્થાપી ને જ માણસ પોતાની જાતને અભિવ્યક્ત કરીને અપૂર્ણતામાંથી પૂર્ણ થવા સતત પ્રયત્ન કરે છે,આવી પૂર્ણતા પ્રાપ્ત કરાવા જ કર્મ કરે છે. પણ કર્મમાં સ્વાર્થને, રાગ દ્વેષને, અને અહંકારને ને ભેગો રાખે છે, જેથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકતો નથી ને હાથે કરીને દુ:ખ, ચિંતા, તનાવ ને ખોળામાં બેસાડે છે, ને પંપાળે છે, મોટો કરે છે, ,જેથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકતો જ નથી, અજ્ઞાનનો દોસ્તાર બને છે,
આમ જ્યાં જ્ઞાન અને ભક્તિ ,જ્ઞાન અને કર્મ  જ્ઞાન અને યોગનો સુમેળ અને સમન્વય નથી, હોતો ત્યાં માણસનું  ઉર્ધ્વીકરણ શક્ય બનતું જ નથી,અને માણસનો બધો પુરુષાર્થ નકામો જતો લાગે છે, આ પરિસ્થિતિ માણસ માટે હંમેશા અસહ્ય  બની જતી  હોય છે,ને પોતે ભાગ્ય હીન છે,તેવા વિચારમાં ગરકાવ થઈ  જાય છે,ખરેખર ભાગ્ય જેવું કાઈ  હોતું નથી, આવા વખતે માણસે  શુદ્ધ બુદ્ધિ કરી આવી  શુધ્ધ બુદ્ધિથી  નિર્ણય કરીને સત્યને  સાથે રાખીને  પુરુષાર્થ કરેલો હોતો નથી,.જેથી ફળની પ્રાપ્તિમાં વિસંવાદિતા હોય છે, ,   
સત્ય રૂપા ભક્તિનો આધાર અંતરની શ્રધ્ધા છે, ને  બોધીક જ્ઞાનનો પાયો જ શંકા છે, કર્મનો પાયો નીશ્કામતા છે, અને યોગનો પાયો સત્ય છે.. જ્યારે માણસની બુદ્ધિની અને મનની અપેક્ષાઓ ,આશાઓ તૃષ્ણાઓ વધે છે,અંતરની શ્રધ્ધાની સ્વીકૃતિઓ અને સત્ય રૂપ પુરુષાર્થ વચ્ચે જ્યારે  મેંળ જ પડતો નથી,  ત્યારે માણસ  હતાશા,,નિરાશા,,તનાવ ગ્રસ્તતા વગેરેમાં જકડાય જાય છે,પકડાય જાય છે , આથી જ આવે વખતે અશ્રધ્ધાવાન અને શંકા વાદી નાસ્તિક માણસ  બની જતો હોય છે. આમ ડામાડોળ પરિસ્થિતિમાં મુકાય  જતો હોય છે ,અને અજ્ઞાન  સવાર થઈ  જતું હોય છે. મોહમાં આવી જતો હોય છે જ્યારે મોહમાં જકડાય જાય છે ત્યારે શુંધ્ધ બુદ્ધિનો નાશ થાય છે, જેથી નિર્ણયો સ્વસ્થ ચિત્તે  કરી શકતો નથી, જેથી જીવનમાં વિસંવાદિતા ઉભી થાય છે,.અને ડામાડોળ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આ છે અજ્ઞાની માણસનું વાસ્તવિક ચિત્ર, જે ગીતાએ આપણી સમક્ષ રજુ કરેલ છે ,
માણસના જીવન સંગ્રામમાં સત્ય ધર્મનો વાસ્તવિક અનુભવ, જે સત્ય ધર્મના હાર્દ રૂપ છે,તેની અભિવ્યક્તિ  હંમેંશા ભાવાત્મક ,ક્રિયાત્મક ,જ્ઞાનાત્મક અને યોગાત્મક એમ ચાર સ્વરૂપે થાય છે, થતી હોય છે ,આ ચારેય બાબતો એકબીજાથી જુદી કદી હોતી નથી, પણ એક બીજા સાથે જોડાયેલી અને સંકલિત થયેલી અને પરસ્પર એક બીજાપર અસર કરતી  હોય છે ,આ રીતે સમન્વય એ જ સાર્વતીક સત્ય ધર્મની આવશ્યક્યતા હોય તેમ સ્પષ્ટ જણાય છે, આમ ગીતાનો સત્યરૂપ આચાર ધર્મ જોતા અને તેની પર તટસ્થતા પૂર્વક વિચારતા લાગે  છે, કે ગીતા નિષ્કામ કર્મ,જ્ઞાન, ભક્તિ અને યોગને અલગ અલગ  જુદાજુદા માર્ગ તરકે દર્શાવતી નથી,પણ આ ચારેનો સમન્વય કરી સકલન કરી એકબીજાનું જોડાણ કરીને એક નવાજ પ્રકારનું જીવન દર્શન રજુ કરીને “સત્ય રૂપ જીવન યોગ “રજુ કરે છે ,જેના  ઉદ્દેશમાં સત્યરૂપ આચાર ધર્મ નિર્દેશે છે, જેનો પાયો સત્ય છે,ને તેનો મૂળભૂત ઉદ્દેશ સત્યના આચરણ દ્વારા સત્યને પ્રાપ્ત કરવાનો છે ,આમ ગીતા સ્પષ્ટ રીતે કહેવા માગે છે, કે જીવનમાં સત્યનું આચરણ જ સત્ય સુધી પહોચાડે છે.અને સત્યનું  આચરણ એજ સત્ય ધર્મ છે, જે કોઈ ધર્મમાં આંતરિક સત્યનું આચરણ નથી તે ધર્મ નથી પણ બખડ જંતર જ છે,. અને આવા બખડ જંતર ધર્મનાં અનુયાઈ થવું કે તેની કંઠી બાંધવી તે મહા પાપ કૃત્ય જ છે,
ગીતા પર તટસ્થતા પૂર્વક વિચાર કરતા એમ સ્પષ્ટ સમજાય  છે, કે ગીતામાં જુદા જુદા આજના ચાલુ  ધર્મોને સમન્વિત કરવા માટે અને એ રીતે તેમને બધાને એક સૂત્રમાં બાંધવા માટે ગીતામાં જ્ઞાનયોગ નિષ્કામ કર્મયોગ, ભક્તિમાર્ગ અને યોગનો સમન્વય કરવામાં આવેલો નથી, પણ પ્રગતી લક્ષી સત્ય ધાર્મિકતાનાં આદર્શને ચરિતાર્થ કરવા માટે અને સત્ય ધર્મને  મજબુત કરવા માટે  આવા સમન્વયની  એક અત્યંત અનિવાર્યતા સમજાતા “સત્ય જીવન યોગની” વાત  કરવામાં આવેલ છે,અને જેમાં સત્ય ને જ પ્રાધાન્ય આપવામાં આવેલ છે , તેમ સ્પષ્ટ પણે લાગે છે,ખરેખર વિચારીએ તો “સત્ય એજ પરમાત્મા છે”, તે વાતને જ ગીતાએ ઉજાગર કરેલ છે, એમ લાગે છે.
ગીતામાં તત્વ જ્ઞાનનાં ,અને સત્ય ધર્મનાં પર હિંમ્મત ભર્યા નિર્ણયો લેવામાં ગીતા મહાવીર છે. જેમકે” સ્થિત પ્રજ્ઞ” અવસ્થા એ ગીતાની પોતાની આગવી સુજ અને સમજ છે, એજ રીતે” સ્વધર્મમાજ  જીવવું” જોઈએ,એજ રીતે સ્વ સ્વરૂપને જાણી તેમાજ સ્થિર થાવ, જીવનમાં સત્યને જ પકડો,અને ફ્લાષા છોડીને કર્મ કરતાજ રહો,આવા અનેક  નિર્ણયો ગીતાએ આપણી સમક્ષ રજુ કરેલા છે, જે નવીન છે, ને નાવીન્ય પૂર્ણ છે, આવા અનેક નવીન દીર્ધ દ્રષ્ટિવાળા સત્ય રૂપ મંતવ્યો ગીતામાં  રજુ થયેલા જોઈ શકાય છે, આવો જ એક સમન્વય સત્ય ધર્મ અને સત્ય જીવન યોગ આવું જ એક અતિ મહત્વનું તત્વ રજુ કરેલ છે,
ગીતાએ સ્પષ્ટ એલાન કર્યું છે કે હે માનવ તું તારા બધાજ ધર્મોને છોડીને પરમતત્વ પરમાત્માને શરણે થા,પરમ તત્વ પરમાત્મા તને તારા બધાજ પાપો માંથી મુક્ત કરશે જ. અને તું તારા જીવન સંગ્રામમાં શોક મોહ,રાગદ્વેષ,અહંકાર ન કર અને સ્વસ્થતા પૂર્વક પ્રસન્નચિત્તે જીવે જ જા,અને સુખ દુખ વગેરેને સમત્વ દ્રષ્ટિથી જોતા શીખ અને સ્થિત પ્રજ્ઞમાં સ્થિર થા, તું પરમ તત્વ પરમાત્માને પામીશ જ આવી ખાતરીને બાહેધરી ગીતાએ  આપી જ  રાખી છે, આનાથી વિશેષ આપણે શું જોઈએ,
આમ ગીતાએ પરમ તત્વ પરમાત્માની  શરણાગત અને સમર્પિત થઈને જીવન જીવવાનો ઉપદેશ આપેલ છે,એનો અર્થ સ્પષ્ટ એવો છે, કે માણસનો આત્મા એજ પરમાત્મા છે, એટલે આત્માને જાણી  તેમાં સ્થિર થઈને રહેવું આમ આ ર્રીતે અનન્ય ભાવે બધું જ પરમતત્વ પરમાત્મા જ બધું  કરે છે, આપણે તો માત્ર ને માત્ર નીમીત્ત માત્ર છીએ, આપણે તો તેમના વાણોતર છીએ, એમ સમજીને કોઈ પણ જાતની પરિણામની ચિંતા પરમ તત્વ પરમાત્માને સોપીને આપણે આપણા જીવન સંગ્રામમાં ઝંપલાવવું, અને ફ્લાષા છોડીને નિષ્કામ ભાવથી સ્વાર્થ અને આસક્તિથી મુક્ત થઈને તમામ કર્મો કર્યેજ જવા, આ રીતે  જીવન જીવવાથી જીવનમાં પાપ પણ છૂટી જ જશે, પાપને ઉભું રહેવાની જગ્યાજ રહેવા પામશે જ નહી,ટુકમાં અંતરની જાગૃતિ, પૂર્વક જીવેજ જવાનું છે,.જયારે માણસ અંતરની જાગૃતિ પૂર્વક કોઈ કર્મ કરે છે, ત્યારે તેનાથી પાપ કૃત્ય થતું જ નથી,અને તે કર્મ  બંધન કારક પણ થતું નથી , તેમ ગીતા સ્પષ્ટ કહે છે, સમાજમાં જે કાંઈ બંધન કારક કર્મ  અને  ખરાબ કર્મો થાય છે, તે માણસની અજાગૃત અવસ્થામાં જ માણસ  કરતો હોય છે, એમ ગીતા કહે છે. 
આમ ગીતા તમામ ધર્મો અને કર્તવ્યો સાથે જોડાયેલા અહંકાર ,આસક્તિ,મોહ,મમતા કામના .વાસના, ઈચ્છા અપેક્ષા તૃષ્ણા આ બધું જ અંતરનાં ભાવથી  છોડી દેવાનાં છે,અને પાછુ જીવનમાં નિષ્કર્મ બની રહેવાનું નથી એમ ગીતા સ્પષ્ટ કહે છે, એટલેકે જીવનમાં કર્મો તો ચાલુ જ રહે, છતા આ બધી જ બાબતો અંતરનાં ભાવથી વળગી  રહે નહી તે રીતે જાગૃત અવસ્થામાં કર્મ કરવાનું રહે છે, એટલે કે અનાસક્ત ભાવમાં સ્થિર આસક્તિથી મુક્ત થઈને, ફળની આશા છોડીને કર્મ કરતાજ રહેવાનું છે., આવા કર્મો  નિ:શંકપણે શોકથી મોહથી છોડાવવાનારા  જ બને છે . આનું નામ જ દિવ્ય કર્મ છે. અને દિવ્ય કર્મ કદી પણ બંધન કારક હોય શકે જ  નહી, એટલે શાંતિમાં ભંગ થશે જ નહી ,આમ પરમ શાંતિમાં જીવવું એજ જીવન છે, એમ ગીતા કહે છે,
આમ ગીતાએ સ્વધર્મ , શરણાગતી સમર્પણ,સર્વ વ્યાપકતા અને સત્ય આ પાંચ તત્વોના સત્યતા પૂર્વક આચરણમાં  આખી ગીતાનો સાર  આવી જાય છે, ,આ પાંચ તત્વોનો  નો જો માણસ શુધ્ધ બુદ્ધિ અને શુધ્ધ મન કરીને જીવનમાં અમલ કરે,આચરણ કરે  તો જીવનમાં બીજું કાઈ કરવાની કે કાઈ પણને   શોધવા જવાની જરૂર નથી ,કારણકે આનાથી બધું જ પ્રાપ્ત થાય છે, આ પાંચ  તત્વમાં જ્ઞાન,નિષ્કામ કર્મ ,અન્યોન્ય ભક્તિ અને સત્ય રૂપ યોગ આ ચારને ગુંથી લીધેલા છે. જીવનમાં ભૂત પ્રવૃતિનો વિસ્તાર અને પરમ તત્વ પરમાત્મા ની સર્વ વ્યાપકતાની સમજ અને જાણકારી એજ જ્ઞાન છે, અને તેની અંતરની પુઝા તરીકે નિષ્કામ ફ્લાષા છોડીને કર્મ કરવું  આમાં ભક્તિનો સમાવેશ થઈ  જાય છે,  અને સત્યના આચરણમાં યોગ આવી જાય છે ,આમ પાંચને સ્વીકારીને ચાલવાનું કહ્યું છે.એનું નામ જ ગીતા” જીવન યોગ” કહે છે.ટુકમાં  જે માણસ આસક્તિ રહિત,અને સર્વ ભૂતોમાં વેર રહિત  હોય છે, તેજ પરમતત્વ પરમાત્માને પામે જ છે, તેની ખાતરી આપેલ છે,
આ રીતે ગીતા નિષ્કામ કર્મયોગ,જ્ઞાન નિષ્ઠા,ભક્તિ માર્ગ અને” સત્ય રૂપી જીવન યોગમાં  “ ગીતાના આચાર ધર્મમાં  અળગાં ન રહેતા એક બીજાના ઓત પ્રેત થઇ જાય છે.આવા સમન્વય માંથી જ ગીતાનો સત્ય ધર્મ જીવન યોગ વિકસે છે,એટલે કે વાસ્તવમાં જ્ઞાન,કર્મ,ભક્તિ અને યોગ એ ચાર ગીતા સત્ય ધર્મના અને જીવન યોગના પાયા છે, આ  પાયા પરજ મોક્ષનું મંદિર બાધી શકાય છે, આમાંના કોઈ એક પાયાને ને વધુ મહત્વ આપવાનું ગીતાની  સત્ય દ્રષ્ટીએ  અભિપ્રેત નથી, પણ  ક્યારેક માનવ સ્વભાવમાં આં ચારે અંગોમાંથી કોઈ એકનું માનવ સ્વભાવ પ્રમાણે  અધિક હોય શકે ખરું તેથી કાઈ જ્ઞાની માણસ કાંઈ કર્મ ભક્તિ કે  યોગથી રહિત હોય એવું કદી પણ  બનતું જ નથી, આ ચારેનો સમન્વય એજ ગીતાનો” જીવન યોગ છે” આનું અસત્યતા પૂર્વક શુદ્ધ બુધ્ધથી અમલ કરતા જ મોક્ષ પ્રાપ્ત થાય છે જે જીવનની સીધ્દ્ઘી છે , 

No comments:

Post a Comment