Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

ગીતાનો ધર્મ અને વ્યવહાર

ગીતાનો ધર્મ અને વ્યવહાર

ગીતા એ જગતના તમામ ધર્મોમાનું ઉત્તમોત્તમ શાસ્ત્ર છે, તેતો જગતના તત્વચીતકોએ માન્ય કરેલ છે, તેમાં દર્શાવેલા સિદ્ધાંતો અને તત્વજ્ઞાન કોઈને કોઈ સ્વરૂપે જગતના ધર્મોએ સ્વીકાર કરેલ છે, તે પણ હકીકત છે,ગીતાના સિદ્ધાંતો અને તત્વજ્ઞાનનું સ્વરૂપ  એવા પ્રકારનું છે, કે કોઈ પણ તત્વચિંતક જે દ્રષ્ટિથી તેને જોવા સમજવા ધારે તેવું તેને અનુકુળ સ્વરૂપ જણાય છે,પણ તેનો એક ચોક્કસ ધ્યેય છે,અને તે ધ્યેયને સાથે રાખીને તેની ગુથણી ધ્યેયની આસ પાસ ગુથાયેલ છે, તે છે.માનવ મોહગ્રસ્ત,રાગદ્વેષ ગ્રસ્ત,કામના ગ્રસ્ત, વાસના ગ્રસ્ત, અને અહંકારગ્રસ્ત છે, તેમાંથી તેને બહાર કાઢવાનો ધ્યેય છે, આ ધ્યેયને સાથે રાખીને ગીતા આગળ વધે છે, માણસ કર્મ કર્યા વિના એક સેકડ પણ  રહી શકતો નથી, અને કર્મ કરે એટલે તે બંધાય છે, આ બંધનમાંથી મુક્ત કર્યા સિવાય માણસને મુક્તિ નથી,શાંતિ નથી, તે આપણા મનમાં સ્પષ્ટ થઇ જવું જરૂરી ને આવશ્યક છે.આની આસપાસ જ ગીતા ચાલે છે,  
જે કોઈ તત્વચિંતક ભક્તિની આંખે જોવા ધારે તો તેમાં તેને ભક્તિ જ દેખાય છે, જો કોઈ જ્ઞાનની આંખે જોવા ધારે તો તેને તેમાં જ્ઞાન દેખાય છે, ને જો કોઈ કર્મની દ્રષ્ટિથી જોવા ધારેતો તેને નિષ્કામ કર્મ જ દેખાય છે, ને જો કોઈ યોગની દ્રષ્ટિથી જોવા ધારે તો તેને યોગ દેખાય છે, અને કોઈ સંમન્વય  દ્રષ્ટિથી જોવા ધારે તો તેને સમન્વય વાદી લાગે છે, આમ ગીતાના સ્વરૂપ નિર્ણયમાં અનેક દ્રષ્ટિકોણ સંભવે છે, છતાં પણ તાત્વિક દ્રષ્ટીએ,સિદ્ધાંતની દ્રષ્ટીએ અને  સત્ય ધર્મની દ્રષ્ટીએ સમજવામાટે સત્ય ધર્મનું સ્વરૂપ આપણા મનમાં સ્પષ્ટ થવું જોઈએ,તે છે નિષ્કામ ફલાષા રહિત કર્મ ,.
ગીતા એક સાર્વત્રિક ,બિન સાંપ્રદાયિક ,સમન્વય વાદી સત્ય ધર્મનાં સિદ્ધાંતોને ઉજાગર કરતો ધર્મ ગ્રંથ છે,  તેમાં જે વિચારો સિદ્ધાંતો,અને વ્યવહાર રજુ થયેલા છે, તેના પરથી તો કબૂલવું જ પડે.ગીતા સ્પષ્ટ માને છે કે માણસ પોતાના જીવનમાં કર્મથી અલગ શકે જ નહી, માટે ગીતાએ કર્મથી અલગ થવાની વાત સુધ્ધા કરી જ નથી,એટલેકે સંસારથી ભાગવાની વાત સુધ્ધા કરી નથી, પણ સંસારમાં જાગૃતિ પૂર્વક જીવવાની જ વાત કરી છે ,એટલેકે કર્મ જાગૃતિ પૂર્વક, નિષ્કામ ભાવથી, ફલાષા,રાગદ્વેષ અને અહંકાર છોડીને કરતા જ રહેવું જોઈએ, આ છે ગીતાનો પાયાનો સ્પષ્ટ સિધ્ધાંત ,આ રીતે કર્મ કરવાથી માણસ મોહથી,રાગ દ્વેષથી અને અહંકાર વગેરેથી  નિવૃત થઇ શકે છે,અને આ રીતે કર્મ  કરવામાં આવે તો  કર્મ બંધન રૂપ થતા નથી. તેમ ગીતા સ્પષ્ટ પણે માને છે,કારણ કે કર્મ માણસને બાંધતું જ નથી તે તો નિર્જીવ છે, નિર્જીવ વસ્તુમાં બાંધવાની ને મુક્ત કરવાની શક્તિ હોય શકે જ નહી, તે સ્વાભાવીક સમજી શકાય તેવી હકીકત છે , જે કાઈ બાધે છે  તે આપણી આસક્તિ ફળની આશા આ આશાથી મુક્ત થઈ ને કર્મ કરવાથી કર્મ બંધન રૂપ થતા જ નથી,  એટલે આ સિદ્ધાંતોની આસપાસ ગીતા ફરે છે,,
જેમાં ગીતા સ્પષ્ટ કહે છે, કે માણસનો જીવન સંગ્રામમાં માત્રને માત્ર કર્મ કરવાનો જ અધિકાર છે, કર્મના ફળમાં કોઈ જ અધિકાર નથી ,એટલે માણસે કર્મ ફળની આશા સાથે કે તેવા ભાવથી  કર્મ કરવું જોઈએ જ નહી, અને વધારામાં કહે છે કે કર્મ જ ન કરવા વાળી બુદ્ધિવાળો થવાનું નથી,એટલેકે કર્મ છોડવાના નથી ,.  આમ મોક્ષ  રૂપી સર્વ શ્રેષ્ઠ ફળની પણ ચિંતા છોડીને નિષ્કામ કર્મ કર્યે જ જા અને જે ફળ મળે તે પરમાત્માના ચરણોમાં ધરતો જા એ જ માણસનો સત્ય રૂપી  ધર્મ છે, એમ ગીતા ઠોકી ઠોકીને કહે છે, કર્મ છોડવાથી સિદ્ધિ મળે છે, તેવી ગીતામાં ક્યાય વાત સુધ્ધા છે નહી. આ છે ગીતાનો નિષ્કામ કર્મ સત્ય રૂપી ધર્મ.આ ધર્મનું આચરણ  કરવાથી જીવનમાં પરમ શાંતિ પ્રાપ્ત થાય છે,અને પરમ શાંતિ એજ જીવન છે ,  
જગતમાં વસતા માણસોનો સ્વભાવ ત્રણ પ્રકારનો હોય છે, જેમાં અમુક ભાવના પ્રધાન તો અમુક ચિંતન પ્રધાન તો અમુક કર્મ પ્રધાન આમ ત્રણ પ્રકારના ,માણસો માટે ગીતામાં ત્રણ પ્રકારનાં સ્વભાવ વાળાં માટે ત્રણ માર્ગની હકીકત રજુ કરવામાં આવેલ છે, જેમાં ભાવના પ્રધાન છે, તેના માટે ભક્તિ માર્ગ ચિંતન પ્રધાન માટે જ્ઞાન નિષ્ઠા અને કર્મ પ્રધાન માટે કર્મ નિષ્ઠાની વાત રજુ થયેલ છે,આ લોકોએ સંસાર છોડવાની વાત  ક્યાય  કરેલ નથી, આ ત્રણે માર્ગની  સફળતા માટે આંતરિક શુદ્ધિ આવશ્યક અને જરૂરી ગીતાએ માની છે.અને આંતરિક અશુધ્ધીનું નામ છે, મનમાં રાગદ્વેષ,મોહ,મમતા,કામના,વાસના આસક્તિ અને અહંકાર વગેરેની હયાતી તેનું નામ છે અશુદ્ધિ, આની નાબુદી નિષ્કામ કર્મ દ્વારા શક્ય બને જ છે,એમ ગીતા સ્પષ્ટ માને છે એટલેકે આંતરિક શુદ્ધિ માત્રને માત્ર નિષ્કામ કર્મ યોગ દ્વારા જ થાય છે, એમ સ્પષ્ટ ગીતામાં કહેવામાં આવેલ છે, ગાંધીજીએ ગીતાને માતા તરીકેનો સ્વીકાર કરેલ છે, તેમણે સ્પષ્ટ કહ્યું કે જે માણસ કર્મના ફળને પકડે તે સો ટકા પડે છે, ને જે માણસ કર્મ ફળ છોડે તે ચડે એટલે કે પ્રગતી કરે છે તેનું ઉર્ધવીકરણ થાય છે ,આમ જોવા જઈએ તો  કર્મ ફળનો ત્યાગ એજ ગીતાનો સત્ય રૂપી  ધર્મ છે, તે સાબિત થાય છે.
સામાન્ય રીતે આપણે ધર્મ એટલે અમુક દેવ દેવીઓને શ્રધ્ધારૂપે માનવું તેને ધર્મ કહીએ છીએ,તેની પૂજા આરતી કરવી તે  ખરેખર સત્ય રૂપ ધર્મ નથી તેતો માત્ર ને માત્ર બાહ્ય આડંબર છે, તેનું કાઈ પરિણામ પ્રાપ્ત થાય જ નહી,સત્યરૂપી  ધર્મ  માનવ જીવનનું એક એવું તત્વ છે ,જે સત્યને આત્મા રૂપે ચોક્કસ સ્વરૂપે જુએ છે, તેને ચાહે છે, જાણે છે ને તેમાં સ્થિર થાય છે,એટલે કે સ્વ સ્વરૂપને જાણવું તેમાં સ્થિર થવું ,અને આત્માને અનુરૂપ ચોક્કસ ક્રિયાઓ નિષ્કામ ભાવે  કરવી તેનું નામ સત્ય રૂપી  ધર્મ છે,. આવા ધર્મનું આચરણ જ મોક્ષના દરવાજે લઇ જાય છે, ને પરમ શાંતિ અર્પે છે, ગીતા આને જ ધર્મનું આચરણ કહે છે, આ આચરણનાં પાયામાં સત્ય રૂપી શ્રધ્ધા પડેલી હોય છે , અને શ્રધ્ધા એજ માનવીની મોટી મૂડી છે, પણ  આપણા ધર્માત્માઓએ આવી  માનવીય શ્રધ્ધાનો અને આસ્થાનો ભયંકરમાં ભયંકર દુર ઉપયોગ કર્યો છે, જેનો જગતમાં જોટો જડવો મુશ્કેલ છે, શ્રધ્ધા અને આસ્થાને પુરાવાની જરૂર ન હોય તે શબ્દોએ માણસને સંકુચિતતામાં ધકેલી દીધો છે,, અને જ્યાં સંકુચિતતા હોય ત્યાં વિચાર હીનતા હોય છે, ને વિચાર હીનતા એજ મૃત્યુ છે, આજના કહેવાતા ધર્મની આ છે ફલશ્રુતિ,
ખરેખરતો સત્યને માનવું અને એ માન્યતાને બરાબર વળગી રહેવું તેનું નામ શ્રધ્ધા આવી શ્રદ્ધાએ જે કાઈ સ્વીકાર્યું હોય છે, તેનો બુદ્ધિ સદાય વીરોધ કરે છે, માણસની  બુદ્ધિ વિચારે છે , શંકાઓ કરે છે, ,અને બુધ્ધિ ની ધારદાર સરાણ પર જે  ખરું ઉતરે તે જ સત્ય તરીકે બુદ્ધિ સ્વીકાર કરે છે, પણ ધર્માત્માઓ  પોતાની વાત આ સરાણે ચડાવાજ દેતા નથી, ત્યાજ બધી મોકાણ છે, કોઈ પણ ની કંઠી બાંધવી એજ બુદ્ધિ ગીરો મુકવી બરાબર છે ,,
આપણા જીવન સંગ્રામમાં આચરણને સીધીરીતે સ્પર્શે તે સત્યધર્મ છે, આ વિચારને સર્વોપરી નિર્ભય અને વ્યાપક રૂપે ગણાવો જોઈએ  જેમાં વર્ણ ,જાતી,વગેરેના કોઈપણ જાતના ભેદના જગડામાં પડ્યા વિના ગીતાનો ધર્મ સોને સમાન સમજે છે , અને જગતના તમામ ધર્મો પ્રત્યે પુરેપુરી સહિષ્ણુતા  દર્શાવે છે તે તેની મહાન વિશેષતા છે, ગીતાનો ધર્મ કોઈ માર્યાદિત માન્યતાઓના વર્તુળમાં પુરાય રહેનારો જડ મતાગ્રહી કે માત્ર કોઈ ધર્મ સ્થાનો પુરતો સીમિત ધર્મ નથી ,જીવનની સમગ્રતા સાથે ગીતાનો સત્ય રૂપી ધર્મ પુરેપુરી તાદાત્મ ધરાવે જ છે,ને મન બુદ્ધિ ને વાસનાને શુધ્ધતા પ્રાપ્ત કરાવનારો છે , ,
સત્ય રૂપી શ્રધ્ધા એ સત્ય ધર્મનો પ્રાણ છે પરંતુ ગીતાનો સત્ય રૂપી ધર્મ માત્ર ને માત્ર જુઠી શ્રધ્ધાને પોષતો નથી તે બુદ્ધિના સત્ય રૂપી ધોરણોને જાળવવાનો પૂરો પ્રયત્ન કરે છે , આમ ગીતાના સત્ય રૂપી ધર્મનાં વિચારના પાયામાં શુધ્ધ બુદ્ધિ તત્વ પડેલું છે , તેથી જ ગીતાએ સ્થિત પ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત કરવા કહ્યું છે જેમાં શુદ્ધ બુદ્ધિની પરાકાષ્ટા છે.ગીતાનો બુદ્ધિવાદ કોઈપણ વિચારને બળજબરીથી માનવાની ફરજ પાડતો નથી , એટલેજ ક્રષ્ણ ભગવાને  સ્પષ્ટ અર્જુનને કહ્યું છે, કે તારી ઈચ્છા પડે તેમ કર આમાં બુદ્ધિની સ્વાભાવિક સ્વતંત્રતાની ભાવના વ્યક્ત થઇ છે, ,આમ માત્ર શ્રધ્ધાને પોષવાનું વલણ ગીતાના સત્ય ધર્મમાં  નથી,  તે સ્પષ્ટ જોઈ શકાય છે ચાલો આપણે સત્ય ધર્મને અનુસરીએ ને જેમાં અસત્ય ભારો ભાર ભરેલું છે તેમાંથી બહાર  નીકળીએ.એજ અભ્યર્થના       

No comments:

Post a Comment