Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

ગીતાનો નિષ્કામ કર્મ યોગ .

ગીતાનો નિષ્કામ કર્મ યોગ .

આ સૃષ્ટિના આરંભથી જ બે માર્ગ ચાલ્યા આવે છે ,જેમાં એકમાં જ્ઞાનની પ્રધાનતા  છે, તો બીજામાં કર્મની, આપણે બહુજ સ્પષ્ટ પણે સમજી લેવું જોઈએ, કે  કર્મ કર્યા  વિના માણસ અકર્મી બની શકતો જ નથી, સિદ્ધિ પ્રાપ્ત કરનારે અકર્મી બનવું જ પડે છે, અને કર્મ કર્યા વિના જ્ઞાન  પ્રાપ્ત કરી શકાતું જ નથી ,એટલે કે ધર બાર છોડી  દેવા વાળો માણસ જ્ઞાની સિદ્ધપુરુષ કદીપણ  બની શકતો જ નથી,.અને ધર બાર  છોડું છું એમ કહેવાથી કર્મ છૂટતા પણ નથી.કારણકે જીવવું એ પણ કર્મ જ છે,એટલે કર્મ છોડ્યા છે, એમ કહેનારને સિદ્ધ પુરુષ કહી પણ શકાય  નહી.,પણ જે પોતાની વૃતીઓથી નિવૃત થાય ને સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં સ્થિર થાય અને અકર્મ અવસ્થા પ્રાપ્ત કરે  તે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે,તેજ સિદ્ધ પુરુષ છે ,આમ કર્મ કરવું કે નહી તે જીવન સંગ્રામ નો  કોયડો છે, જે ગીતાએ ઉકેલી દીધો છે.
જીવન સંગ્રામમાં પ્રત્યેક માણસ કાંઈક ને કાંઈક કર્મ  કરતો જ રહે છે,એનો મૂળભૂત  સ્વભાવ જ એને કર્મ કરાવે જ  છે ,જગતનો આ શાશ્વત  નિયમ હોવા છતાં,કોઈ માણસ હાથ પગ ઢીલા કરીને માત્ર  બેઠો જ રહે. અને કર્મ કરે જ નહી.ને મનમાં ને મનમાં જુદા જુદા મનસુબાઓ અને  વિચારો ઘડ્યા જ કરે. તેને માણસો  મુર્ખ કહે છે,અથવા તો તેની  મીથ્યા ચારીમાં તેની ગણતરી  થાય છે., એનાથી સારું તો એ છે, કે  પોતાની ઇન્દ્રીઓને વશમાં કરીને ,રાગ દ્વેશ છોડી,અહંકારથી નિવૃત થઈ અનાસક્ત ભાવમાં સ્થિર થઇ ને ફળની આશા છોડીને કર્મ કર્યા કરવું  આનું નામ જ કર્મ યોગનું આચરણ છે, જે શાંતિ ને સુખ પ્રદાન કરે છે, એટલે જે  કર્મ પોતાનાથી થઇ શકે તે કર્મ નિષ્કામ  ભાવથી, ફ્લાષા છોડીને કર્મ  કર્યા જ કરવું  જોઈએ એજ ઉત્તમ  માર્ગ છે,
માણસે એ વસ્તુ બરાબર ખ્યાલમાં લઇ લેવા જેવી છે, કે નિષ્કામ ભાવમાં અને અનાસક્ત ભાવમાં   સ્થિર થયા વિનાનું સ્વાર્થ યુક્ત, આસક્તિયુક્ત અને મોહ  યુક્ત તમામ કર્મ બંધન કારક છે,અને બંધન કારક કર્મ કદી પણ સુખ શાંતિ પ્રદાન કરે જ નહી આપણે તમામ કર્મ આપણી અપૂર્ણતામાંથી બહાર નીકળી પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે જ કરતા હોઈએ છીએ ,કર્મનો ઉદેશ જ પૂર્ણતા પ્રાપ્ત કરવાનો છે,શૂન્યમાં સ્થિર થવાનો છે, પણ આપણે કર્તૃત્વ રહિત થઈને કર્મ કરતા નથી.અલિપ્તતા ધારણ કરી શકતા નથી,  માટે કર્મ બંધન રૂપ થાય છે,,જેથી અજ્ઞાનમાં જ સબડીયે છીએ ને તનાવ ગ્રસ્ત જીવન જીવીએ છીએ,
પરમાત્માએ  જગતની ઉત્પત્તિ કરી તેની સાથે જ યજ્ઞ રૂપ કર્મ પણ ઉત્પન્ન કરેલ છે ,યજ્ઞ રૂપ કર્મનો અર્થ છે, કર્તૃત્વ રહિત થઈને કર્મ કરવું ,અલિપ્ત થઈને કર્મ કરતા જ રહેવું ,એનું નામ યજ્ઞ છે, હોમ હવન કરી ધીને લાકડા બાળવા એ યજ્ઞ નથી.એતો માણસની ધેલછા જ  છે.તેનું કાઈ પરિણામ આવે જ નહી ને આજ સુધી આવ્યું પણ નથી ,  
આપણને સોને કાનમાં પરમાત્માએ કહ્યું કે જાઓ અને એક બીજાની નિષ્કામ ભાવથી, ફળની આશા છોડીને સેવા કરો અને ફૂલો ફાલો અને જીવ માત્રને દેવતા રૂપ માનો ને તેમની સાથે સત્યને આધારે આસક્તિ રહિત થઈને તમામ પ્રકારના વ્યવહાર કરો, અને આ જીવતા જાગતા જીવને મેં દેવ રૂપ બનાવેલા છે, તે  દેવોની નિષ્કામ ભાવ સાથે  સેવા કરો ને પ્રસન્ન રહો,એમ સ્પષ્ટ કહીને જ આ  જગતમાં રમવા  મોકલેલ છે,જગત       માં બીજા કોઈને દેવો બનાવવાનો અધિકાર મેં  આપેલ જ  નથી, ને જો કોઈ  દેવો બનાવે તો તે જુઠા છે,એમ માનજો કારણકે તેમાં  આત્મા હોય નહી, તે કોઈ આત્મા  મૂકી શકે જ નહી, અને આત્મા વિનાના દેવ હોઈ શકે જ નહી, તેમ માની ને તમામ આચરણ કરજો, આવા કોઈ બનાવટી દેવોની સેવા કરતાજ નહી,ને  આત્માવાળા મેં બનાવેલા જીવતા જાગતા દેવોની નિષ્કામ ભાવે સેવા કરો. આ  વિચારથી અને આ  આદેશ સાથે  આપણને આ જગતમાં રમતા મુક્યા છે, ને.જીવનને રમત સમજી ને રમ્યા જ  કરજો ,
આ દુનિયામાં તમારું કશું જ નથી,તમો માત્ર  ઉપયોગ કરી શકો માટે તમારા માટે તમામ વસ્તુ  રજુ કરેલ છે , તમામ વસ્તુ ક્ષણ ભંગુર છે, નાશ થનાર છે, અને પરિવર્તિત છે, કોઈ વસ્તુ સ્થિર નથી, માટે  સ્થિર માનીને તેની સાથે  વ્યવહાર કરશો નહી, બધાથી અસંગ રહો, તમારું શરીર પણ નાશ વંત છે, માટે તેનાથી પણ સર્વથા સર્વરીતે સંપૂર્ણ  અલિપ્ત રહેશો, તો તમો શાંતિ પામી શકશો, શાંતિ અને આનંદ એ તમારો મૂળભૂત સ્વભાવ છે, એ ભૂલશો નહી, એમ કાનમાં શીખ આપી છે,ને સ્પષ્ટ  કહ્યું કે તમારા માટે તમામ વસ્તુ તમારી આગળ ઉપયોગ કરવા મેં મુકેલ છે. તેનો  જીવનમાં ઉપયોગ કરજો, પણ ઉપભોગ કરશો નહી, જીવન માં કોઈ વસ્તુ છોડવાની નથી, બધાનો ઉપયોગ કરવા માટે જ બનાવેલ છે,જરૂર  ઉપયોગ કરો  ને શાંતિથી જીવે જાવ અને આનંદમાં જ રહેજો, આ પરમાત્માની શીખ છે,,
 આ મંત્ર પણ ધોળીને આપણે પીય ગયા ને પરમાત્માથી  પણ હુશિયાર છીએ તેવા અહંકારમાં જીવીએ છીએ જેથી  વસ્તુનો ઉપયોગ કરવાને બદલે ઉપભોગ કરવા માંડ્યા જેથી આપણે આપણી શાંતિ અને આનંદ ખોઈ નાખ્યો છે. ને વસ્તુ પદાર્થ ખોળામાં રાખી લીધી ને મારું મારું કરીને જીવીએ છીએ, ખરેખર કોઈ  વસ્તુ આપણી નથી, તે બધું જ પરમતત્વ પરમાત્માની  માલિકીની  છે, ને આપણને વાપરવા આપેલ છે,અને આપણે ખાલી હાથે આવેલા છીએ ને ખાલી હાથેજ જવાનું છે, જો અન્યોન્ય ભાવથી અંતરથી ભક્તિ કરી હશે ને અહંકાર વગેરેથી મુક્ત થયા હઈશું તો મુક્તિને પામશું ,જો આ નહી કર્યું હોય તો પાછા આવવું જ પડશે, એમ સ્પષ્ટ સૂચના આપેલ છે ,કોઈ વસ્તુ તમારી નથી ને કોઈ વસ્તુ  ધરની કરવા માટે  નથી આપી, પણ આપણે પરમાત્માથી હોશિયારી કરવા ગયા ને ફસાઈ ગયા છીએ જેથી દુઃખમાં સબડીયે છીએ માણસમાં ,કામના,વાસના,અહંકાર રાગદ્વેષ,અદેખાઈ ઈર્ષા,નિંદા વગેરે મનની વિકૃતિઓ વાળા માટે ભગવત ગીતા એ સ્પષ્ટ કહ્યું છે.તેઓ બધાજ જીવનમાં અશાંત છે, અને અશાંતને શાંતિ કદી હોય શકે જ નહી ,
આ જગતમાં ભક્ત,સંત,સાધુ,ગુરુને ઓળખવા માટે ત્રણ વસ્તુ જેનામાં પ્રસ્થાપિત થયેલી  હોય તે જ સાચો ભક્ત, સાચો સંત,સાચો ગુરુ અને સાચો સાધુ છે,જેનામાં પૂરેપૂરું સમત્વ હોય ,કર્મમાં કુશળતાં  હોય અને  અનન્ય અંતરની  ભક્તિ હોય, આ ત્રણે વસ્તુ એક બીજામાં ઓત પ્રોત હોવા જોઈએ કારણકે અન્યોન્ય ભાવ વળી અંતરની ભક્તિ વિના  સમત્વ  પ્રાપ્ત ન થાય, અને અને સમત્વ વિના અન્યોન્ય ભક્તિ સંભવે જ નહી, ,અને કર્મ કોશલ્ય વિના ભક્તિ અને સમત્વ શક્ય જ નથી ,ટુકમાં અંતરની  સમતા,સમત્વ સ્થિત પ્રજ્ઞની પ્રાપ્તિ વિના બધું જ નકામું છે.આ સ્થિતિ જે પ્રાપ્ત કરે તે ધર્માત્મા ગણાય અને તેજ નિરંતર શાંતિ પામે છે ,
અભ્યાસ અને સ્વાધ્યાય એટલે ચિત્ત વૃતિ નિરોધની સાધના ,જ્ઞાન એટલે શ્રાવણ મનન અને આંતરિક ચિંતન અને ધ્યાન એટલે ઉપાસના આટલુ  કરવા છતાં  જો કર્મ ફળ ત્યાગ મનમાં જોવામાં ન આવે તો અભ્યાસ અને  સ્વાધ્યાય એ અભ્યાસ અને સ્વાધ્યાય નથી ,જ્ઞાન એ જ્ઞાન નથી ,અને ધ્યાન એ ધ્યાન નથી ,કારણ કે ચિત્ત જયારે અશાંત હોય ત્યારે ધ્યાન સંભવે જ નહી ,અને અશાંતિનું કારણ તો જાત જાતની ફળની કામના ,વાસના આસક્તિ વગેરે  જ છે  માટે જ ફળ ત્યાગ કરવો જ જોઈએ ફળ ત્યાગ એટલે  માત્ર ફળ ત્યાગ જ નહી પણ રાગદ્વેષ,અહંકાર તૃષ્ણા, કામના વાસના ઈચ્છા વગેરેનો ત્યાગ થાય  ત્યારે જ ફળ ત્યાગ સંભવે છે,,આ બધાનો ત્યાગ કરીએ ત્યારે જ ફળ ત્યાગ ફલિત થાય છે,
સાચા ભક્તમાં આ બધુ  તો હોવું જ જોઈએ તોજ તે ભક્ત છે, સાધુ , સંન્યાસી છે અને સંત છે, જે પ્રાણી માત્ર  પ્રત્યે પુરેપુરો દ્વેષ રહિત,સર્વનો મિત્ર,દયાવાન ,ક્ષમાવાન,અહંતા મમતા રહિત,રાગદ્વેષ થી મુક્ત,સુખ દુઃખ વિષે સરખો ભાવ,સદાય સંતોષી.યોગયુક્ત એટલેકે પરમ તત્વ સાથે  એકત્વ, ઇન્દ્રિય નીગ્રહી ,અને દ્રઢ નિશ્ચય વાળો અને જેમણે પોતાની બુદ્ધિ અને મન પરમાત્માને અર્પણ કરેલ હોય તેજ સાચો ભક્ત છે ,આ લક્ષણ જેનામાં ન હોય તે ભક્ત નથી સાધુ નથી કે સંત નથી તેમ જાણવું .
આમ ટુકમાં જેનાથી લોકો ઉદ્વેગ પામે નહી ,જે લોકોથી ઉદ્વેગ પામે નહી ,જે હર્ષ,શોક, ક્રોધ, અદેખાય, ભય, અને ઉદ્વેગથી પુર્રેપુરો મુક્ત હોય અને જે ઈચ્છા રહિત,હોય ,પવિત્ર શુદ્ધ હોય ,જીવનમાં જાગૃત હોય, એટલે વર્તમાનમાં સ્થિર હોય ,ફલપ્રાપ્તિ માટે તટસ્થ હોય ,ભય અને ચિંતા રહિત હોય, સંકલ્પને વિકલ્પનો સંપૂર્ણ ત્યાગ કર્યો હોય , જે જીવનમાં હર્ષ પામતો નથી ,જે દ્વેષ કરતો નથી ,જે ચિંતા કરતો જ નથી ,જે આશાઓ બાંધતો નથી ,જેમણે શુભા શુભનો ત્યાગ કર્યો છે અને ભક્તિમાં અંતરથી પરાયણ છે,  તેમજ શત્રુ,મિત્ર માન અપમાન ટાઢ તડકો સુખ દુઃખ આ બધા વિષે સંમતાવાન છે,  જેમણે પુરેપુરી રીતે આસક્તિ  છોડી દીધી છે,  જે નિંદા અને સ્તુતિ માં સરખી રીતે જ વર્તે છે ,જે મોંન ધારી છે ,જેમને જે કાઈ મળે તેમાં સંતોષી છે, કોઈ માગ કરતો નથી, , જેને પોતાનું કોઈ આશ્રય સ્થાન નથી, દુનીયાજ જેમનું આશ્રય સ્થાન છે, એટલેકે પૂરો વિશાળતામાં સ્થિર છે , જે સ્થિર ચિત્ત વાળો છે, જેમણે બુદ્ધિ મન અને વાસના શુદ્ધ ,સાત્વિક અને પવિત્ર કરેલ છે આ બધા જ લક્ષણો જેનામાં હોય તેજ ભક્ત છે. એમ સ્પષ્ટ રીતે ક્રષ્ણ ,મહાવીર ,બુધ્ધ  ,ઈશુ મહમદ , જરથુસ્ત  વગેરે મહા જ્ઞાની મહાપુરુષો  કહી ગયા છે, જે માણસ આમાં સ્થિર નથી આ બધું જ જીવનમાં અંગીકાર કરેલ નથી તે સાચો ભક્ત નથી એમ માનો ,
જીવનમાં સોવ કોઈનો  ઉપદેશ સાંભળો પણ કોઈની પણ આજ્ઞા નો સ્વીકાર કરો જ નહી, આજ્ઞા તો તમારા આત્માની જ માનો આત્માની આજ્ઞાને માનીને ચાલનારો જ સાચો ભક્ત છે, બાકીના બધાજ દંભી એમ જાણો અને દંભી માણસ કદી પણ મોક્ષનો  અધિકારી બની શકતો જ નથી, તે આ બધાજ મહા પુરુષો કહી  ગયા છે,અને તેજ અધ્યાત્મ જગતનો શાશ્વત નિયમ છે ,તેને જાણો ને તમારા આત્માના અવાજને અનુસરો ત્યાજ શાંતિ આનંદ છે,આત્મ જ્ઞાન પ્રાપ્ત થતા કાઈ પણ છોડવાનું નથી છોડવાનાં છે આપણા રાગ દ્વેષ અહંકાર વગેરે ને આત્મા એજ પરમાત્મા છે તેને જાણી આનંદ પૂર્વક જીવે જ જાવ  ક્યાય ભટકવાની જરૂર નથી આત્મામાં સ્થિર થાવ એમ બધાજ મહા પુરુષો કહી ગયા છે, તેને જાણો ને આત્માને અનુસરો  એજ આશા,ત્યાજ સત્ય છુપાયેલ છે જે પ્રાપ્ત થશે જ ,

ગીતા દ્વારા સામ્ય બુદ્ધિની પ્રાપ્તિ.

ગીતા દ્વારા સામ્ય બુદ્ધિની પ્રાપ્તિ.   

ગીતા એક પવિત્ર સામ્ય  બુદ્ધિ પ્ર્રાપ્ત કરવાનો  ગ્રંથ માનવામાં આવેલ છે, જો કે જુદી જુદી વિચાર ધારાઓએ પોત પોતાના સંપ્રદાયો અને ધાર્મિક વીચારોને ધ્યાનમાં રાખીને ગીતા ઉપર અનેક ટીકાઓ અને ભાષ્યો પોતાને અનુકુળ હોય તેવા  લખવામાં આવેલ છે ,જેમાં દરેકે પોત પોતાની રીતે પોતાના સંપ્રદાયને અનુરૂપ  ગીતાની વ્યાખ્યા કરવામાં આવેલ છે, જે કાંઈ ભાષ્યો  આજે ઉપલબ્ધ છે, તેમાં શંકરા ચાર્યનું  ભાષ્ય જૂનામાં જુનું છે ,જે અત્યારે ઉપલબ્ધ છે, તેમાં દર્શાવેલ છે,કે  પોતે તે  વખતના બીજા ચાલુ  ભાશ્યોનું પોતાના  ભાષ્યમાં ખંડન કરવામાં આવેલ છે,તેમાનું એક પણ ભાષ્ય આજે ઉપલબ્ધ નથી ,એટલે શંકરા ચાર્યનાં ભાષ્ય પહેલા પણ ગીતા અંગે અનેક વિચારો ચાલતા હતા , તે આનાં પરથી  સાબિત થાય છે,અને તે જ્ઞાન કર્મ  ભક્તિ અને યોગ ઉપર જુદા જુદા ભાષ્યો  હતા એમ જરૂર કહી શકાય, કારણકે શંકરા ચાર્ય એ આ ભાશ્યોનું  ખંડન કરેલ છે ને કહ્યું છે, કે કર્મ એ તો માત્ર ચિત્ત શુધ્ધીનું સાધન છે, તેનાથી મોક્ષ પ્રાપ્ત થાય નહિ,ચિત શુદ્ધિ થાય પછી તમામ કર્મો છોડી દેવા જોઈએ તો જ મોક્ષ પ્રાપ્ત થાય તેમ સ્પષ્ટ કહ્યું છે,આ તેમનો મૂળભૂત સીધ્ધાંત  છે ,
ગીતાની વ્યાખ્યા કરતી વખતે શંકારાં ચાર્યે એ મત ઉપર મુખ્ય જોર દીધું છે, કે યથાર્થ જ્ઞાન  વેદિક કર્તવ્યો  અથવા ધર્મ શાસ્ત્રોક્તની સાથે સંમિશ્રિત કરી શકાય તેમ નથી ,
જો અજ્ઞાન વશ અથવા આસક્તિ વશ કોઈ માણસ શ્રુતિમાં બતાવ્યા પ્રમાણેના કર્તવ્યો નું પાલન કરતો રહે , અને જો યજ્ઞ,દાન તપ વગેરે પ્રકારની ધાર્મિક તપશ્યા કરે તેને પરિણામે એનું મન પવિત્ર થઇ જાય છે, તે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે,
જયારે કોઈ વ્યક્તિ કોઈપણ જાતની ઈચ્છા રહિત થઈને કર્મ કરે છે, ત્યારે તે કર્મ કરે છે, એમ કહી શકાય નહી, જેના કર્મમાં કામના હાજર છે,તેજ કર્મનો કરતા છે,અને  જે માણસ કામના રહિત છે, તે બુધ્ધીમાન માણસ છે, વસ્તુત:કર્મ નહી કરતો પણ બાહ્ય દ્રષ્ટિથી તે કેવળ સાધારણ વ્યક્તિની જેમ કર્મ કરે છે.
કર્મની આવશ્યકતા માત્ર આત્મ સાક્ષાત્કાર સુધી જ સ્વીકારે છે, તેમના મતે  પૂર્ણતાને પહોચ્યા પછી માણસે કર્મ કરવા જોઈએ નહી એમ તેઓ સ્પષ્ટ કહે છે કે જ્ઞાન દ્વારાજ મોક્ષ પ્રાપ્ત થાય છે, જ્ઞાન તથા નિત્ય કર્મોનું એક સાથે હોવું સંભવ નથી ,શંકરા ચાર્ય સ્પષ્ટ માને છે, કે અજ્ઞાન અવસ્થામાં જ કર્મ કરવું આવશ્યક છે. પણ જ્ઞાનની અવસ્થામાં નહી ,જે સમયે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે અજ્ઞાન નાબુદ થાય છે,આ સ્થિતિમાં દ્વેતભાવ  જ નષ્ટ થઇ જાય ,અને અદ્વેત્તા પ્રાપ્ત થાય છે, કારણકે કર્તવ્ય પાલન માટે જ પોતાના ઉત્તર દાયીત્વનો અંગીકાર કરવો તેજ દ્વેતભાવ છે, આવા સિદ્ધાંતો નું વર્ણન શંકરા ચાર્ય એ પ્રતિપાદન  કરેલ જોઈ શકાય છે,.
શંકરા ચાર્યે  ગીતાના ત્રીજા અધ્યાયના પહેલા શ્લોકની વ્યાખ્યા કરતી વખતે કેટલાક પૂર્વ ભાશ્ય કારોના મતોની આલોચના કરતા કહ્યું છે,તેમનું ખંડન કરેલ છે,
જે સમયે બ્રહ્મનું તાદાત્મનું  યથાર્થ જ્ઞાન ઉદિત થાય છે, ત્યારે અજ્ઞાન નો નાશ  થાય છે ,આ સ્થિતિમાં દ્વેત ભાવ પણ નષ્ટ થઇ જાય છે, અને અદ્વેત્તતાં પ્રાપ્ત થાય છે જેને  મોક્ષ કહ્યો છે ટુકમાં માણસે  કોઈ પણ રીતે શુદ્ધતા પ્રાપ્ત કરવી જ પડે છે એમ શંકરા ચાર્ય સ્પષ્ટ કહે છે, આમ  સામ્યબુધ્ધીની  બુદ્ધિની પ્રાપ્તિ એજ મોક્ષની સ્થિતિ છે.

ગીતાનો ધર્મ અને વ્યવહાર

ગીતાનો ધર્મ અને વ્યવહાર

ગીતા એ જગતના તમામ ધર્મોમાનું ઉત્તમોત્તમ શાસ્ત્ર છે, તેતો જગતના તત્વચીતકોએ માન્ય કરેલ છે, તેમાં દર્શાવેલા સિદ્ધાંતો અને તત્વજ્ઞાન કોઈને કોઈ સ્વરૂપે જગતના ધર્મોએ સ્વીકાર કરેલ છે, તે પણ હકીકત છે,ગીતાના સિદ્ધાંતો અને તત્વજ્ઞાનનું સ્વરૂપ  એવા પ્રકારનું છે, કે કોઈ પણ તત્વચિંતક જે દ્રષ્ટિથી તેને જોવા સમજવા ધારે તેવું તેને અનુકુળ સ્વરૂપ જણાય છે,પણ તેનો એક ચોક્કસ ધ્યેય છે,અને તે ધ્યેયને સાથે રાખીને તેની ગુથણી ધ્યેયની આસ પાસ ગુથાયેલ છે, તે છે.માનવ મોહગ્રસ્ત,રાગદ્વેષ ગ્રસ્ત,કામના ગ્રસ્ત, વાસના ગ્રસ્ત, અને અહંકારગ્રસ્ત છે, તેમાંથી તેને બહાર કાઢવાનો ધ્યેય છે, આ ધ્યેયને સાથે રાખીને ગીતા આગળ વધે છે, માણસ કર્મ કર્યા વિના એક સેકડ પણ  રહી શકતો નથી, અને કર્મ કરે એટલે તે બંધાય છે, આ બંધનમાંથી મુક્ત કર્યા સિવાય માણસને મુક્તિ નથી,શાંતિ નથી, તે આપણા મનમાં સ્પષ્ટ થઇ જવું જરૂરી ને આવશ્યક છે.આની આસપાસ જ ગીતા ચાલે છે,  
જે કોઈ તત્વચિંતક ભક્તિની આંખે જોવા ધારે તો તેમાં તેને ભક્તિ જ દેખાય છે, જો કોઈ જ્ઞાનની આંખે જોવા ધારે તો તેને તેમાં જ્ઞાન દેખાય છે, ને જો કોઈ કર્મની દ્રષ્ટિથી જોવા ધારેતો તેને નિષ્કામ કર્મ જ દેખાય છે, ને જો કોઈ યોગની દ્રષ્ટિથી જોવા ધારે તો તેને યોગ દેખાય છે, અને કોઈ સંમન્વય  દ્રષ્ટિથી જોવા ધારે તો તેને સમન્વય વાદી લાગે છે, આમ ગીતાના સ્વરૂપ નિર્ણયમાં અનેક દ્રષ્ટિકોણ સંભવે છે, છતાં પણ તાત્વિક દ્રષ્ટીએ,સિદ્ધાંતની દ્રષ્ટીએ અને  સત્ય ધર્મની દ્રષ્ટીએ સમજવામાટે સત્ય ધર્મનું સ્વરૂપ આપણા મનમાં સ્પષ્ટ થવું જોઈએ,તે છે નિષ્કામ ફલાષા રહિત કર્મ ,.
ગીતા એક સાર્વત્રિક ,બિન સાંપ્રદાયિક ,સમન્વય વાદી સત્ય ધર્મનાં સિદ્ધાંતોને ઉજાગર કરતો ધર્મ ગ્રંથ છે,  તેમાં જે વિચારો સિદ્ધાંતો,અને વ્યવહાર રજુ થયેલા છે, તેના પરથી તો કબૂલવું જ પડે.ગીતા સ્પષ્ટ માને છે કે માણસ પોતાના જીવનમાં કર્મથી અલગ શકે જ નહી, માટે ગીતાએ કર્મથી અલગ થવાની વાત સુધ્ધા કરી જ નથી,એટલેકે સંસારથી ભાગવાની વાત સુધ્ધા કરી નથી, પણ સંસારમાં જાગૃતિ પૂર્વક જીવવાની જ વાત કરી છે ,એટલેકે કર્મ જાગૃતિ પૂર્વક, નિષ્કામ ભાવથી, ફલાષા,રાગદ્વેષ અને અહંકાર છોડીને કરતા જ રહેવું જોઈએ, આ છે ગીતાનો પાયાનો સ્પષ્ટ સિધ્ધાંત ,આ રીતે કર્મ કરવાથી માણસ મોહથી,રાગ દ્વેષથી અને અહંકાર વગેરેથી  નિવૃત થઇ શકે છે,અને આ રીતે કર્મ  કરવામાં આવે તો  કર્મ બંધન રૂપ થતા નથી. તેમ ગીતા સ્પષ્ટ પણે માને છે,કારણ કે કર્મ માણસને બાંધતું જ નથી તે તો નિર્જીવ છે, નિર્જીવ વસ્તુમાં બાંધવાની ને મુક્ત કરવાની શક્તિ હોય શકે જ નહી, તે સ્વાભાવીક સમજી શકાય તેવી હકીકત છે , જે કાઈ બાધે છે  તે આપણી આસક્તિ ફળની આશા આ આશાથી મુક્ત થઈ ને કર્મ કરવાથી કર્મ બંધન રૂપ થતા જ નથી,  એટલે આ સિદ્ધાંતોની આસપાસ ગીતા ફરે છે,,
જેમાં ગીતા સ્પષ્ટ કહે છે, કે માણસનો જીવન સંગ્રામમાં માત્રને માત્ર કર્મ કરવાનો જ અધિકાર છે, કર્મના ફળમાં કોઈ જ અધિકાર નથી ,એટલે માણસે કર્મ ફળની આશા સાથે કે તેવા ભાવથી  કર્મ કરવું જોઈએ જ નહી, અને વધારામાં કહે છે કે કર્મ જ ન કરવા વાળી બુદ્ધિવાળો થવાનું નથી,એટલેકે કર્મ છોડવાના નથી ,.  આમ મોક્ષ  રૂપી સર્વ શ્રેષ્ઠ ફળની પણ ચિંતા છોડીને નિષ્કામ કર્મ કર્યે જ જા અને જે ફળ મળે તે પરમાત્માના ચરણોમાં ધરતો જા એ જ માણસનો સત્ય રૂપી  ધર્મ છે, એમ ગીતા ઠોકી ઠોકીને કહે છે, કર્મ છોડવાથી સિદ્ધિ મળે છે, તેવી ગીતામાં ક્યાય વાત સુધ્ધા છે નહી. આ છે ગીતાનો નિષ્કામ કર્મ સત્ય રૂપી ધર્મ.આ ધર્મનું આચરણ  કરવાથી જીવનમાં પરમ શાંતિ પ્રાપ્ત થાય છે,અને પરમ શાંતિ એજ જીવન છે ,  
જગતમાં વસતા માણસોનો સ્વભાવ ત્રણ પ્રકારનો હોય છે, જેમાં અમુક ભાવના પ્રધાન તો અમુક ચિંતન પ્રધાન તો અમુક કર્મ પ્રધાન આમ ત્રણ પ્રકારના ,માણસો માટે ગીતામાં ત્રણ પ્રકારનાં સ્વભાવ વાળાં માટે ત્રણ માર્ગની હકીકત રજુ કરવામાં આવેલ છે, જેમાં ભાવના પ્રધાન છે, તેના માટે ભક્તિ માર્ગ ચિંતન પ્રધાન માટે જ્ઞાન નિષ્ઠા અને કર્મ પ્રધાન માટે કર્મ નિષ્ઠાની વાત રજુ થયેલ છે,આ લોકોએ સંસાર છોડવાની વાત  ક્યાય  કરેલ નથી, આ ત્રણે માર્ગની  સફળતા માટે આંતરિક શુદ્ધિ આવશ્યક અને જરૂરી ગીતાએ માની છે.અને આંતરિક અશુધ્ધીનું નામ છે, મનમાં રાગદ્વેષ,મોહ,મમતા,કામના,વાસના આસક્તિ અને અહંકાર વગેરેની હયાતી તેનું નામ છે અશુદ્ધિ, આની નાબુદી નિષ્કામ કર્મ દ્વારા શક્ય બને જ છે,એમ ગીતા સ્પષ્ટ માને છે એટલેકે આંતરિક શુદ્ધિ માત્રને માત્ર નિષ્કામ કર્મ યોગ દ્વારા જ થાય છે, એમ સ્પષ્ટ ગીતામાં કહેવામાં આવેલ છે, ગાંધીજીએ ગીતાને માતા તરીકેનો સ્વીકાર કરેલ છે, તેમણે સ્પષ્ટ કહ્યું કે જે માણસ કર્મના ફળને પકડે તે સો ટકા પડે છે, ને જે માણસ કર્મ ફળ છોડે તે ચડે એટલે કે પ્રગતી કરે છે તેનું ઉર્ધવીકરણ થાય છે ,આમ જોવા જઈએ તો  કર્મ ફળનો ત્યાગ એજ ગીતાનો સત્ય રૂપી  ધર્મ છે, તે સાબિત થાય છે.
સામાન્ય રીતે આપણે ધર્મ એટલે અમુક દેવ દેવીઓને શ્રધ્ધારૂપે માનવું તેને ધર્મ કહીએ છીએ,તેની પૂજા આરતી કરવી તે  ખરેખર સત્ય રૂપ ધર્મ નથી તેતો માત્ર ને માત્ર બાહ્ય આડંબર છે, તેનું કાઈ પરિણામ પ્રાપ્ત થાય જ નહી,સત્યરૂપી  ધર્મ  માનવ જીવનનું એક એવું તત્વ છે ,જે સત્યને આત્મા રૂપે ચોક્કસ સ્વરૂપે જુએ છે, તેને ચાહે છે, જાણે છે ને તેમાં સ્થિર થાય છે,એટલે કે સ્વ સ્વરૂપને જાણવું તેમાં સ્થિર થવું ,અને આત્માને અનુરૂપ ચોક્કસ ક્રિયાઓ નિષ્કામ ભાવે  કરવી તેનું નામ સત્ય રૂપી  ધર્મ છે,. આવા ધર્મનું આચરણ જ મોક્ષના દરવાજે લઇ જાય છે, ને પરમ શાંતિ અર્પે છે, ગીતા આને જ ધર્મનું આચરણ કહે છે, આ આચરણનાં પાયામાં સત્ય રૂપી શ્રધ્ધા પડેલી હોય છે , અને શ્રધ્ધા એજ માનવીની મોટી મૂડી છે, પણ  આપણા ધર્માત્માઓએ આવી  માનવીય શ્રધ્ધાનો અને આસ્થાનો ભયંકરમાં ભયંકર દુર ઉપયોગ કર્યો છે, જેનો જગતમાં જોટો જડવો મુશ્કેલ છે, શ્રધ્ધા અને આસ્થાને પુરાવાની જરૂર ન હોય તે શબ્દોએ માણસને સંકુચિતતામાં ધકેલી દીધો છે,, અને જ્યાં સંકુચિતતા હોય ત્યાં વિચાર હીનતા હોય છે, ને વિચાર હીનતા એજ મૃત્યુ છે, આજના કહેવાતા ધર્મની આ છે ફલશ્રુતિ,
ખરેખરતો સત્યને માનવું અને એ માન્યતાને બરાબર વળગી રહેવું તેનું નામ શ્રધ્ધા આવી શ્રદ્ધાએ જે કાઈ સ્વીકાર્યું હોય છે, તેનો બુદ્ધિ સદાય વીરોધ કરે છે, માણસની  બુદ્ધિ વિચારે છે , શંકાઓ કરે છે, ,અને બુધ્ધિ ની ધારદાર સરાણ પર જે  ખરું ઉતરે તે જ સત્ય તરીકે બુદ્ધિ સ્વીકાર કરે છે, પણ ધર્માત્માઓ  પોતાની વાત આ સરાણે ચડાવાજ દેતા નથી, ત્યાજ બધી મોકાણ છે, કોઈ પણ ની કંઠી બાંધવી એજ બુદ્ધિ ગીરો મુકવી બરાબર છે ,,
આપણા જીવન સંગ્રામમાં આચરણને સીધીરીતે સ્પર્શે તે સત્યધર્મ છે, આ વિચારને સર્વોપરી નિર્ભય અને વ્યાપક રૂપે ગણાવો જોઈએ  જેમાં વર્ણ ,જાતી,વગેરેના કોઈપણ જાતના ભેદના જગડામાં પડ્યા વિના ગીતાનો ધર્મ સોને સમાન સમજે છે , અને જગતના તમામ ધર્મો પ્રત્યે પુરેપુરી સહિષ્ણુતા  દર્શાવે છે તે તેની મહાન વિશેષતા છે, ગીતાનો ધર્મ કોઈ માર્યાદિત માન્યતાઓના વર્તુળમાં પુરાય રહેનારો જડ મતાગ્રહી કે માત્ર કોઈ ધર્મ સ્થાનો પુરતો સીમિત ધર્મ નથી ,જીવનની સમગ્રતા સાથે ગીતાનો સત્ય રૂપી ધર્મ પુરેપુરી તાદાત્મ ધરાવે જ છે,ને મન બુદ્ધિ ને વાસનાને શુધ્ધતા પ્રાપ્ત કરાવનારો છે , ,
સત્ય રૂપી શ્રધ્ધા એ સત્ય ધર્મનો પ્રાણ છે પરંતુ ગીતાનો સત્ય રૂપી ધર્મ માત્ર ને માત્ર જુઠી શ્રધ્ધાને પોષતો નથી તે બુદ્ધિના સત્ય રૂપી ધોરણોને જાળવવાનો પૂરો પ્રયત્ન કરે છે , આમ ગીતાના સત્ય રૂપી ધર્મનાં વિચારના પાયામાં શુધ્ધ બુદ્ધિ તત્વ પડેલું છે , તેથી જ ગીતાએ સ્થિત પ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત કરવા કહ્યું છે જેમાં શુદ્ધ બુદ્ધિની પરાકાષ્ટા છે.ગીતાનો બુદ્ધિવાદ કોઈપણ વિચારને બળજબરીથી માનવાની ફરજ પાડતો નથી , એટલેજ ક્રષ્ણ ભગવાને  સ્પષ્ટ અર્જુનને કહ્યું છે, કે તારી ઈચ્છા પડે તેમ કર આમાં બુદ્ધિની સ્વાભાવિક સ્વતંત્રતાની ભાવના વ્યક્ત થઇ છે, ,આમ માત્ર શ્રધ્ધાને પોષવાનું વલણ ગીતાના સત્ય ધર્મમાં  નથી,  તે સ્પષ્ટ જોઈ શકાય છે ચાલો આપણે સત્ય ધર્મને અનુસરીએ ને જેમાં અસત્ય ભારો ભાર ભરેલું છે તેમાંથી બહાર  નીકળીએ.એજ અભ્યર્થના       

ગીતાનો આચાર અંગેનો અભિગમ, ૮

ગીતાનો આચાર અંગેનો અભિગમ, ૮

ગીતા સ્પષ્ટ કહે છે કે  આ જગતમાં જે કાંઈ છે, તે પરમતત્વ પરમાત્મા જ છે ,જેને પરબ્રહ્મ કહેવામાં આવે છે, આમ પરબ્રહ્મથી જુદું કાંઈ જ આ સૃષ્ટિમાં  નથી આમ, બ્રહ્મ કોઈ જગ્યાએ  નથી એમ પણ નથી, તે પથ્થરમાં પણ છે, ને મનુષ્યમાં પણ છે.અને બધાજ પ્રાણીમાં પણ છે. ટૂંકમાં આત્મ તત્વ સર્વત્ર એક જ છે, આમ આત્મ તત્વ એક જ હોવા છતાં, તેમાં ભેદ શાસ્ત્રોએ પાડ્યા છે,પણ  આત્મા સર્વત્ર એક જ છે,અને આત્મા એ બ્રહ્મનો અંશ છે,અને અંશને હંમેશા અંશી ને મળવાની સદાય ઈચ્છા હોય જ તે સ્વાભાવિક છે, આથી જ આપણને પરમાતત્વ  પરમાત્મા ને  મળવાની સતત ઈચ્છા થાય છે, ને રહેજ છે, તે સિવાય આપણે અધૂરા છીએ.અપૂર્ણ છીએ  તેમ સદાય લાગે છે,અને અપૂર્ણતા જ મહેસુસ કરીએ છીએ,તેનું કારણ આજ છે,,
બ્રહ્મ જ  સત્ય હોવા છતાં તે તો મૂળથી જ નિર્ગુણ અને ઉદાસીન છે, તેથી મન બુદ્ધિ વગેરે સાધનો  સિવાય તે એકલો કાંઈ કરી શકે તેમ નથી, અને તે સાધનો મનુષ્ય યોની સિવાય  અન્યત્ર પૂર્ણ પણે કોઈ પ્રાણીમાં જોવા મળતા નથી,. તેથી જ મનુષ્ય જન્મને સર્વથી શ્રેષ્ઠ માન્યો છે,
જગતમાં બધાજ જીવોમાં  જે  આત્મા છે, તે જ આત્મા આપણામાં છે. આમ આત્મા એક જ છે વધુ નથી, એ જાણવું અને તેમાં સ્થિર થવું ને તેમાં સર્વથા, સર્વ રીતે,સંપૂર્ણ પણે તેમાં લીન થવું ,એટલે કે આપણા ચિત્તને સંપૂર્ણ પણે પરમાત્મામાં લીન કરવું તેનું નામ જ જ્ઞાનની પ્રાપ્તિ છે, જે પ્રાપ્ત થતા જ તમામ પ્રકારના કર્મો બળીને ખાખ થઇ જાય છે, ને સંપૂર્ણ શુધ્ધતા પ્રાપ્ત થાય છે, આમ શુધ્ધતા એજ જીવનની સિદ્ધિ છે ,આનું  નામ જ મોક્ષ છે, જન્મ મરણની પ્રક્રિયામાંથી બહાર  નીકળવું છે, અદ્વેત્તતાં  પ્રાપ્ત કરવી છે, તમામ સંશયો થી મુક્તિ છે, પૂર્ણ રૂપે શુધ્ધતા છે, પૂર્ણ પણે શૂન્યતાં છે, તે સ્થીતીમા જ પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ શક્ય છે,અનુભૂતિ એટલે પુરેપુરી  ચિત્તની  લીનતા છે.આપણે મટી જવું છે,આપણું અસ્તિત્વ ખોઈ દેવું છે,એજ અદ્વેત્તતાં છે, એજ જીવનની સીધ્ધી છે,અને એજ શુદ્ધતા છે, શૂન્યતા છે, આ સ્થીતીમાં જ પરમાતત્વ પરમાત્માની અનુભૂતિ શક્ય બને છે,  
ગીતામાં સ્પષ્ટ કહેવાયું છે, કે પ્રકૃતિ સ્વતંત્ર નથી, પણ પરબ્રહ્મ પરમાત્માની  માયા છે ,એટલે જ સંસારરૂપ માયાનું  વૃક્ષ રૂપે વર્ણન કરતા કહેવાયું છે, કે આ સંસાર વૃક્ષનું રૂપ આદી અને  અંનત છે, .
યજ્ઞ અને કર્મ બંને બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થએલા છે ,એટલે કે કર્મ અથવા કર્મ રૂપી યજ્ઞ અને સૃષ્ટિ અને પ્રજા  આ બધું જ એકી વખતે જ નિર્માણ થયેલા છે ,કર્મ એટલે  દ્રશ્ય સૃષ્ટિ  નિર્માણ થતી વખતે  મૂળ નિર્ગુણ બ્રહ્મમા જોવામાં આવતો વ્યાપાર છે ,આ વ્યાપારનું નામ જ માયા છે ,આમ સૃષ્ટિના ઉત્પતી કાળ વખતનું  કર્મ અથવા માયા એ બ્રહ્મની અતર્ક લીલા જ છે ,કોઈ સ્વતંત્ર વસ્તુ નથી એમ ગીતા કહે છે ,
માણસને કર્મ ફળ તો ભોગવવા જ પડે છે ,કર્મનો પહેલો નિયમ એવો છે, કે કર્મની શરૂઆત થઇ એટલે તેનો વ્યાપાર એક સરખો અખંડ ચાલ્યા જ કરે છે, પ્રત્યેક પ્રાણીએ સૃષ્ટિમાં જે કર્મો કર્યા હોય તે તેમની મેળા એ જ પુન: પુન: તેમની ઈચ્છા હોય અથવા ન હોય તો પણ તે અચૂક પ્રાપ્ત થાય જ છે ,એમ મહાભારતે સ્પષ્ટ કહ્યું છે,  
આમ કર્મની ગતી અતિ કઠણ છે, એટલું જ નહી પણ તેની ચીકાશ પણ એટલી જ છે, તે છૂટે નહી ,આમ કર્મ કોઈથી  છૂટતું જ નથી , આમ કર્મના ફેરામાં એકવાર આવ્યા પછી પણ દેહનો નાશ થયા પછી પણ કર્મના પરિણામે બીજો જન્મ  થયા વિના રહેતો જ નથી, કારણકે કર્મ શક્તિનો કદી પણ નાશ થતો જ નથી ,તે બીજ રૂપે રહે જ છે, ને  દેખાય જ છે ,આ  કર્મનો શાશ્વત નિયમ છે, તેમાં કોઈ ફેરફાર માણસ કરી  શકે જ નહી, આને જ જન્મ મરણનું ચક્ર કહેવામાં આવે છે.
આત્મા જન્મતો તો પણ નથી, અને મૃત્યુ પામતો પણ નથી તે તો નિત્ય અને કાયમનો છે ,પણ તે કર્મના ફેરામાં સપડાયા પછી  એક નામ રૂપનો નાશ થતા તેને બીજું નામરૂપ પ્રાપ્ત થયા વિના રહેતું જ નથી એટલે આપણે આજે  જે કાઈ કરીએ છીએ તે આવતી કાલે ભોગવવું ને કાલે કરવું તે પરમ દિવસે ભોગવવું જ પડે આ પ્રમાણે આપણું ભવ ચક્ર ચાલ્યાજ કરે છે,
મનું સ્મૃતિમાં અને મહાભારતમાં તો ત્યાં સુધી કહેલ છે, કે આપણા કર્મના ફળો આપણા વારસોને પણ ભોગવવા પડે છે,તે જો કે સત્ય .લાગતું નથી ,શાસ્ત્રોના ધણા  વિચારો હંબક હોય છે, તે હકીકત છે ,તેમાં સત્યનો અંશ ઓછો હોય છે ,ને શીશામાં પુરવાની વૃતિ વધુ હોય છે,જે આપણે સોવ અનુભવીએ જ છીએ. કંઠી કોઈની પણ બંધાવી તે શીશામાં પુરવાની ને આપણી પોતાની વિચાર શક્તિ ને ગીરો મૂકી દેવાની .અને સંકુચિતતા ગ્રહણ કરવાની પ્રવૃત્તિ જ  છે.તો પણ આપણે કંઠી બંધાવિયે  જ છીએ, ને જીવનમાં  ધન્યતા અનુભવીએ છીએ ને છાતી ઉચી કરીને ચાલીયે છીએ, પણ વિચાર હીન છીએ,સંકુચિતતા ગ્રહણ કરેલ છે, તે જોતાજ નથી ,આપણા પોતાના સત્ય પ્રમાણે,શુદ્ધ બુદ્ધિ કરીને  ચાલતા નથી ને બીજાના સત્ય પ્રમાણે ચાલવા મથીએ છીએ, જે કદી પણ જીવનમાં સિદ્ધિ અપાવતું જ  નથી ,આથી આપણે આપણા સ્વભાવ પ્રમાણે ચાલતા નથી, ને બીજા જેવા કદી પણ થઇ શકતા જ નથી માટે  શાંતિ ને આનદ પ્રદાન કરી શકતાં નથી,ને તનાવ ગ્રસ્ત જ રહીએ છીએ , આપણા પોતાના સ્વ  સ્વરૂપને જાણી તેમાં સ્થિર થવામાં જ આનંદ છે, તે આપણે સ્વીકારતા નથી, માટે જ તનાવના ભોગી બનીએ છીએ, આપણા અંતરનું સત્ય તેજ  સત્ય છે, ને તેમા જ સુખ શાંતિ છે.,બીજાના સત્યમાં તનાવ સિવાય કાઈ હાથમાં આવે જ નહી તે સત્ય હકીકત છે,બીજાનું સત્ય આપણું સત્ય કદી  બની શકે જ નહી, આપણું સત્ય આપણે જ અંતરમાંથી શોધવું જ પડે છે, તે જ આપણું ઉર્ધ્વી કરણ કરે છે, જયારે બીજાનું સત્ય તો કુવામાં ઉતારી દોરડું કાપી નાખે જેથી કાઈ હાથમાં આવે જ નહી સિવાય તનાંવ , હતાશા અને ,નિરાશા,    
આમ કર્મનો રેન્ટ એકવાર શરુ થયો તે પછી પરમાત્મા પણ તેમાં હાથ નાખતાં જ નથી, .પરમાત્મા કોઈનું પાપ પણ લેતાં નથી, કે કોઈનું પાપ માફ પણ કરતાં જ નથી, કોઈને કોઈ પદાર્થ આપતા પણ નથી, તે આવો કોઈ અધિકાર તે ભોગવતા જ નથી, એટલે  કર્મનો રેન્ટ ચાલતો હોવાથી પ્રાણી માત્રને પોત પોતાના કર્મ પ્રમાણે  સુખ દુ:ખ ભોગવવા જ પડે છે,તેમાંથી પોતાએ જ મનથી શૂન્ય થઈને શુદ્ધ થઈને મુક્ત થવું પડે છે,જગતમાં  કોઈ પણ આપણ ને મુક્ત કરાવી શકતું નથી.એમાં કોઈ જ મીન મેખ નથી, માટે પથરાને પૂજવાનો કોઈ જ અર્થ નથી,કે ગુરુ બનાવવાનો કોઈ જ અર્થ નથી, કે તેમની પાસે પદાર્થ માગવાનો કોઈ જ અર્થ નથી, ,આ  સ્પષ્ટ રીતે  પુરવાર થાય છે,અને આજ સત્ય હકીકત પણ છે,.ધણા જુઠાણામાંનું આ એક જુઠાણું જ શાસ્ત્રોનું છે, પથરામાં પ્રાણ પ્રતિષ્ઠા  કરવી .ને પ્રાણને તેમાં નાખવો એ જૂઠ સિવાય કાઈ જ નથી અને પથરામાં પરમાત્માનો પ્રાણ આવી ગયો છે માટે  પાસે માગો તમારો ઉદ્ધર કરી દેશે ઉદ્ધાર કોનો થશે તેતો આપણે  સોવ અનુભવીએ છીએ કોઈ મંદિર ગરીબ નથી, જ્યારે તેના અનુયીઓ ગરીબીમાં સબડતા જ હોય છે, ને સદાય દુખી હોય છે, તનાવ ગ્રસ્ત હોય છે ,તે હકીકત છે ,અનુયાઈઓ  શાંતિ સુખ પ્રાપ્ત કરી શક્તાજ નથી તનાવમાં જ  જીવન વિતાવે છે.હતાશાને નિરાશા વ્યાપી ગઈ હોય છે , ,   
આપણા વેદ એ અપોરુશેય છે, ને આપણા ઋષિઓને જે ધ્યાનની સાધના દ્વારા અનુભૂતિ થઈ તે તેમાં જે તેમણે જોયું અનુભવ્યું તે વેદમાં  દર્શાવવામાં આવેલ છે, આ જગતમાં અનુભૂતિ જ સત્ય છે, એ શાશ્વત નિયમ છે,તે જ પરમાત્માની સત્ય રૂપ  વાણી છે,વિચાર છે, સત્યતાં  છે. આપણા શાસ્ત્રોમાં ક્યાય અનુભૂતિ હોતી જ નથી, માટે તેમાં જણાવેલી હકીકતો સત્ય જ છે,અથવા તેમાં સત્યનો જ રણકો છે, એમ કહી શકાય નહી, તેમાં સત્યતા ઓછી હોય છે, ને તર્ક વધુ હોય છે, અને જ્યાં પણ તર્ક હોય ત્યાં કદી  સત્ય હાજર હોય શકે જ નહી,તે પણ આ જગતનો શાશ્વત નિયમ છે,
આપણા વેદોમાં ક્યાય પણ પથરાની મૂર્તિને પુજજો તમોને બધું જ મૂર્તિ આપશે એવો  ઉલ્લેખ સુધ્ધા નથી, તે સ્પષ્ટ અને સત્ય હકીકત છે, છતાં આપણે પથરા પાસે માગતા બંધ થતા નથી,. તે આપણી માનસિક નબળાય છે,માગવાનું છે, અંતરમાંથી ને તે પુરેપુરી શુદ્ધતા પ્રાપ્ત કરીને આમ જો શૂન્યમાં સ્થિર  થઈને માગો બધું જ મળી જશે, તેની ભગવાને ખાતરીને બાહેધરી આપી છે, આ જ્ઞાન મળ્યા પછી કોઇ વસ્તુ મળવાની બાકી જીવનમાં  રહેવા પામશે જ નહી, તેવું તો સ્પષ્ટ કહ્યું છે,પણ તે વચન ભગવાનનું ધ્યાને ધરવું જ નથી.  
આ જગતમાં કર્મનો ક્યારે આરંભ થયો અને માણસ  પહેલ વહેલો  કર્મના પંજામાં  કેવી રીતે સપડાયો એનો ઉત્તર મળવો આપણી બુદ્ધિ શક્તિની  બહાર છે.કર્મ પ્રવાહ  અનાદી છે અને કર્મનો  એક વાર રેન્ટ શરું થયો  પછી તેમાં કોઈ રુકાવટ કરી શકતું જ નથી, અને પરમાત્મા પણ તેમાં કદી  પણ હાથ નાખતા જ નથી, તે સત્ય છે, તેમાં કોઈ શંકા જ નથી, 
માણસના દેહમાં  રહેલો આત્મા તે નિત્ય અને સ્વતંત્ર છે, અને તે પરમાત્માનો અંશ છે ,એવો અધ્યાત્મ શાસ્ત્રનો સિધ્ધાંત છે ,અને આ સિધ્ધાંત દ્વારા ઉપર જણાવેલી અનિવાર્ય દેખાતી અડચણોથી મુક્ત થવાનો માર્ગ છે, એમ અધ્યાત્મ શાસ્ત્રે  ઠરાવેલું છે ,અને અધ્યાત્મ જગતે કર્મના સાત્વિક ,રાજસ અને તામસ એવા ભેદો પડેલા છે, અને શાસ્ત્રોએ સંચિત,પ્રારબ્ધ અને ક્રિયામાણ એવા કર્મના વિભાગો પાડેલા છે,પણ જ્યારે માણસને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે  આ સધળા કર્મોનો નાશ થઇ જાય છે, કારણ કે જ્ઞાનની અગ્નિથી તમામ કર્મો બળીને ભસ્મ થઈ  જાય છે, એમ ગીતાએ સ્પષ્ટ કહ્યું છે.,અને વેદો તેમજ ઉપનીશદો પણ કહે છે,જ્ઞાનની પ્રાપ્તી થતા પૂર્ણ રૂપે શુદ્ધ થઇ જવાય છે, એનો અર્થ જ એ કે કર્મો બળી જાય છે.જ્યાં શુદ્ધતા હોય ત્યાં કોઈ જાતનો કચરો હોય શકે જ નહી તે વિજ્ઞાનનો સિધ્ધાંત છે,આમ શુદ્ધતા અને શૂન્યતા  એજ જીવનની સિદ્ધિ છે.   
જ્ઞાન એટલે આપણી ચિત્ત વૃતિને ધ્યાન યોગની સાધના દ્વારા પરમ તત્વ પરમાત્મામાં પુરેપુરી,સર્વથા, સર્વ રીતે, સંપૂર્ણ પણે  લીન કરી દેવી એનું નામ જ્ઞાનની  પ્રાપ્તિ છે , એટલે કે  આપણું પોતાનું અસ્તિત્વ જ મિટાવી દેવું તેનું નામ જ્ઞાન છે,આપણી ઈચ્છા તૃષ્ણા,રાગદ્વેષ,અહંકાર વગેરે મિટાવી દેવા ને શુદ્ધ થવું ને મનને શૂન્ય કરવું ,આ સ્થિતિની પ્રાપ્તિ એજ જ્ઞાનની પ્રાપ્તિ છે ,આવા જ્ઞાનની પ્રાપ્તિ થતા જ સર્વ કર્મો  બળીને ભસ્મ થઇ જાય છે, આજ કરવું તે જ આપણી જિંદગીનો  ધ્યેય છે, આ માટે જ આપણે આ સંસારમાં  આવ્યા છીએ, જો પ્રાપ્ત ન કરી શકીએ તો આપણે જ ગુનેગાર છીએ, બીજું કોઈ ગુનેગારઆ જગતમાં નથી, આપણા ઉપનીષદોમાં આ જ માર્ગ કહેવામાં આવ્યો છે, ને ગીતા એ પણ આજ વાત કહી છે,
આપણા શાસ્ત્રો એમ કહે છે કે કર્મ છોડવાથી કર્મ પાશમાંથી  મુક્ત થઈ શકાય છે. આ વાત જ સાવજ ખોટી પાયા વીનાની અને ભ્રાંતિ મુલક શાસ્ત્રોનું કહેવું છે, કારણ કે કર્મ છોડું છું ને જંગલમાં રહેવા જાવ છું એમ  કહેવાથી કર્મ છુટતાં જ નથી જીવવું એ પણ કર્મ છે, તો કર્મ છોડી ને જશો ક્યા?કોઈપણ ઉપનીષદમાં કર્મ બંધનમાંથી છૂટવાનો આવો માર્ગ બતાવવામાં આવ્યો જ નથી,. એટલે કે કર્મથી જ  કર્મમાંથી  છૂટવાની આશા રાખવી તે તો આંધળો માણસ આંધળાને રસ્તો બતાવી ને તેને મૂળ ઠેકાણે લઇ જશે એવો તાસીરો શાસ્ત્રોનો છે,,
કર્મ સારા હોય કે ખરાબ હોય પણ તેના ફળ ભોગવવા માટે માણસે કોઈ ને કોઈ  જન્મ લેવો જ પડે છે, અને આ માટે તયાર  રહેવું જ પડે છે, ,કર્મ અનાદી  હોય તેમાં પરમાત્મા  હાથ નાખતાં જ નથી તે આગળ કહેવાયું છે,એટલે સર્વ કર્મ છોડી દેવાનું જીવન સંગ્રામમાં શક્ય જ નથી ,શાસ્ત્રો કહે છે, તે પ્રમાણે કાઈ કર્મ કર્યાથી કે કાઈ કર્મ છોડી દીધાથી કર્મ બંધનથી છુટકારો થતો જ નથી ,તે હકીકત છે,અને સત્ય પણ આજ છે,દેહ છે ત્યાં સુધી શ્વાચ્છોશ્વાસ, સુવું બેસવું  વગેરે કર્મો ચાલુ જ રહેવાના, તે પણ કર્મ જ છે, તેથી સર્વ કર્મ છોડવાનો માણસનો આગ્રહ પણ વ્યર્થ જ છે,ખોટો છે ભ્રમ યુક્ત છે, એટલું સ્પષ્ટ સમજી જ લ્યો કે આ સૃષ્ટિમાં  કર્મ કોઈને પણ ક્ષણ માત્ર પણ છોડતું જ  નથી, અને છોડું છું તેમ કહેવું એ જ એક પ્રકારનું જુઠ છે, દંભ છે, બનાવટ છે,અને જ્યાં બનાવટ આવી ત્યાં શાંતિ હોય શકે જ નહી,જ્યાં બનાવટ,દંભ જૂઠ આવ્યું ત્યાં સત્ય હાજર હોય શકેજ નહી, તે સ્પષ્ટ હકીકત છે,અને સૃષ્ટિનો શાશ્વત નિયમ છે,  એટલે એવા ભ્રમમાંથી માણસે બહાર નીકળવું જરૂરી છે ,આવા માણસનો ખોટો ને બેહુદો તંત છે, એ  સિવાય બીજું કાઈ જ નહી,આ શુદ્ધ બુદ્ધિનો વિચાર નથી,મન બુદ્ધિને વાસના શુદ્ધ કરવાનો રસ્તો પણ નથી.
આ જન્મ મરણના વિશ ચક્રમાંથી  છૂટીને જે  અંતરમાં અમૃત તત્વ  રહેલ છે, તે અને અવિનાશી તત્વ જે છે. તેને  મળવાની,પ્રાપ્ત કરવાની  માણસને સ્વાભાવિક ઈચ્છા રહે જ છે,તે હકીકત છે, તેને પ્રાપ્ત કરવાનો માર્ગ ગીતાએ પ્રતિપાદન કરેલ છે, જે માર્ગ જ સત્ય છે , તેને અનુસરો આચરણ સત્યતા પૂર્વક કરો જરૂર સિદ્ધિ પ્રાપ્ત કરશો જ એ જ મોક્ષ હશે , પરમ શાંતિ હશે, શાંતિ અંદર છે, બહાર કોઈ પણ  પદાર્થમાં નથી એટલું સમજો તોય ધણું છે,  .
આપણા  અનેક શાસ્ત્રોએ યજ્ઞાદી પારલોકિક સાધનો વાળા બાહ્ય રીતે કરવાના પુષ્કળ કર્મ કાડો,કર્મ ક્રિયાઓ અને યજ્ઞોનું પુષ્કળ વર્ણન ઉભું કરી દીધું છે,આ બધાજ બાહ્ય  રીતે થતા તમામ કર્મો, મોક્ષની દ્રષ્ટિએ નીચલી  પાયરીનાં  કર્મો છે, તેનાથી પરમ શાંતિ કે આનંદ પણ પ્રાપ્ત થતો નથી, તેનાથી કદી મોક્ષ પ્રાપ્ત થાય જ નહી,  આજે માણસ  બાહ્ય કર્મો  જ કરે છે, તેથી તેઓ કદી  પણ કોઈ પણ સંજોગોમાં પરમ  સુખ,શાંતિ  પ્રાપ્ત, કરી શકતા નથી,અને મોક્ષ તો ક્યાંથી પ્રાપ્ત થાય, તે સત્ય  હકીકત છે, આવા બધાજ કર્મો કરાવનારાઓએ આ કર્મ ભૂમિમાં પાછા આવ્યા વિના ચાલે તેમ નથી, કારણ કે તેઓને મોક્ષ  કોઈ કાળે  પ્રાપ્ત થાય જ નહી, એ આ સૃષ્ટિનો અને અધ્યાત્મ  જગતનો શાશ્વત  નિયમ છે. ટુકમાં આ કર્મની બેડી માંથી  તદ્દન છૂટીને  અમૃત તત્વમાં ભળી  જવાનો અને જન્મ મરણમાંથી છુટવાનો આ  માર્ગ નથી, એમ ગીતા સ્પષ્ટ કહે છે.તેમાં ખુવારી સિવાય કાઈ જ હાથમાં આવે જ નહી ,
આ બધી જ ખટપટ કાયમની દુર કરવી એટલે જ મોક્ષ પ્રાપ્ત કરવો  તે માટે  અધ્યાત્મ શાસ્ત્ર  પ્રમાણે જ્ઞાનની પ્રાપ્તિ કરવી એ એકજ આ  જગતમાં સત્ય માર્ગ છે , જ્ઞાન એટલે વ્યવહારુ સાંસારિક જ્ઞાન નહી, કથાઓ સાંભળવી તે જ્ઞાન નથી, .કોઈના વ્યાખ્યાનો સાભળવા તે જ્ઞાન નથી., આરતીઓ ઉતારવી, થાળો પથરાને  ધરવા, જપ કરવા માળા ફેરવવી,જપ કરવા,આ બધું જ્ઞાન નથી, કારણકે આવા બધાજ કર્મો અંત:કારણ પૂર્વક થતા નથી,કારણ કે અંત:કારણ તો બીજાને વેચી દીધું હોય છે, ને બીજાના  કહેવા પ્રમાણે જ ચાલતા હોઈએ છીએ જેથી  માત્રને માત્ર બાહ્ય દેખાવ જ કરતા હોઈએ છીએ,શુદ્ધ બુધ્ધિ, શુદ્ધ મન અને શૂન્ય મન હાજર જ હોતું નથી અને શુદ્ધ બુદ્ધિથી કોઈ નિર્ણય પણ થતા જ નથી તેથી ,આ સૃષ્ટિનું બાહ્ય કોઈ પ્રકારનું કર્મ  એ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે જ નહી, જ્ઞાન પ્રાપ્ત થાય પણ નહી ,પણ તેતો માહિતી પ્રાપ્ત કરી એમ કહેવાય, માહિતી આપણો ઉધ્ધાર કરેજ નહી ,માહિતી તો વિચારવાન, તર્કવાન  બનાવે તે કદી શાંતિ પ્રદાન કરે જ નહી આમ તે જ્ઞાન નથી.. ,
જ્ઞાન એટલે બ્રહ્મ અને આત્માનાં એક્યનું જ્ઞાન એટલે કે આપણા ચિત્તને બ્રહ્મમાં લીન કરી દેવું  એકત્વ સાધવું તેનું નામ જ્ઞાન છે,જો આ જીવનમાં કરી શકીએ ને મન શૂન્ય કરી શકીએ શુદ્ધ કરી શકીએ તો જ જ્ઞાનની પ્રાપ્તિ છે, તે બાહ્ય કર્મથી કદી પણ જ્ઞાન પ્રાપ્ત  થતું જ નથી, માટે તેનાથી જ્ઞાનની પ્રાપ્તિ થતી જ નથી,એ સો ટકા સત્ય હકીકત છે. ગીતાનું આજ કહે વું છે , ,
જ્ઞાન ને  વિદ્યા પણ કહેવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે મનુષ્ય કર્મથી બંધાય છે, ને વિદ્યા પ્રાપ્ત થતા જ  મુક્ત થાય છે, આમ વિદ્યા પ્રાપ્ત કરવી એજ જ્ઞાન છે,  ગીતાએ સ્પષ્ટ કહ્યું છે, કે જ્ઞાન રૂપ અગ્નિથી સર્વ કર્મ ભસ્મ થાય છે, આમ વિદ્યા એટલે કોઈ ડીગ્રી મેળવવી તે નહી,પણ પરમાત્મામાં ચિત્તને લીન કરવું ,શૂન્ય થવું, શુદ્ધ થવું તે જ્ઞાન છે ,આવું જ્ઞાન જ મોક્ષ પ્રાપ્ત કરાવે છે તેજ મોક્ષની સ્થિતિ છે.
જે રીતે શેકેલા  બી ઉગતા નથી તેમ જ જ્ઞાનની પ્રાપ્તિથી,જ્ઞાનની અગ્નિથી બળી ગયેલા કર્મો અને કલેશો બળી જાય છે,ને શુદ્ધતા પ્રાપ્ત થાય છે  તેથી આત્મા ફરીને જન્મ લેતો જ નથી, તે હકીકત  મહાભારતના વન પર્વમાં અને ઉપનિશદમાં કહેવાયેલી છે,અને તેજ સત્ય છે, કારણકે  પૂર્ણ રૂપે શુદ્ધતા અને શૂન્યતા પ્રાપ્ત થતા કોઈ કામના વાસના ઇચ્છા જ બાકી રહેવા પામતી નથી ,આથી જ્યાં કોઈ ઇચ્છા જ સિલકમાં ન હોય તેની પુરતી માટે જન્મ લેવો પડતો નથી ,કારણકે કર્મ ફળ બાકી રહેવા પામતું જ નથી. અને કોઈપણ કર્મ ફળ વિનાનું હોય શકે જ નહી, આમ જો ફળ મળવાનું બાકી હોય તો જન્મ લેવો જ પડે છે,  આમાં કર્મ જ  બાકી રહેવા પામતું નથી માટે ફળ પણ બાકી નથી, માટે જ જન્મ  મરણના ચક્રમાંથી મુક્તિ છે, એનું નામ જ મોક્ષ પરમ શાંતિ આનંદની અવસ્થા,છે.
જે  હું જ બ્રહ્મ છું એમ જે જાણે છે તે જ અમૃત બ્રહ્મ થાય છે,  .
જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને  કર્મો દુષિત કરી શકતા જ નથી.
જે  બ્રહ્મને જાણે છે તેને મોક્ષ મળેજ છે,
જે  આ સૃષ્ટિમાં સર્વ આત્મમય છે  એ જાણ્યું  તેને  કોઈપણ જાતનો પાપનો બાધ લાગતો જ નથી.
જેને  પરમ તત્વનું જ્ઞાન  થાય છે તે સર્વ પ્રકારના કર્મના પાશમાંથી મુક્ત થાય છે  ,
જેમને પરમતત્વની અનુભૂતિ થાય છે, તેના સર્વ કર્મોનો ક્ષય થાય છે
જે પરમતત્વ પરમાત્માને જાણે છે  મૃત્યુથી પાર થઇ જાય છે ,
આ અને આવા અનેક સુત્રો ઉપનીષદોમાં  ભરેલા પડ્યા છે એનો અર્થ એટલો જ કે આ સિવાય મોક્ષ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ જ માર્ગ નથી ,આ પ્રમાણે  ઉપનીષદોમાં  જ્ઞાનની  મહત્તાનું  પ્રતિપાદન કરનારા અનેક વચનો નો ભંડાર ભરેલો પડ્યો છે, આ અને બીજા બધાજ વચનો અનુભૂતિથી પ્રાપ્ત થયેલા છે, કોઈ તર્ક દ્વારા ઉપનીષદોમાં સુત્રો રજુ કરેલા નથી પણ ઋષિઓએ  ધ્યાનની સાધના દ્વારા જે અનુભવ્યું તેજ રજુ કરેલ છે ,આમ શુદ્ધ બુદ્ધિથી વિચાર કરતા મોક્ષનો આ સિધ્ધાંત દ્રઢ  થાય છે , આ કોઈ તર્ક દ્વારા રજુ કરેલા સુત્રો નથી ,એટલે તેમાં સત્ય ભરો ભાર ભરેલું છે એમ શુદ્ધ બુધ્ધથી  નિર્ણય કરતા સમજાય  છે,. ટુકમાં જે માણસને મોક્ષ જ પ્રાપ્ત કરવો , તેમણે  પોતાના ચિત્તને શુદ્ધ,,શૂન્ય કરીને  પરમ તત્વ પમાત્મામાં લીન કરવું જ  પડે છે, તોજ સીધ્ધિ  હાથવગી થાય છે, , આ માટે ધ્યાન યોગની સાધનામાં ઉતરવું જ પડે તે સિવાય બીજો કોઈ માર્ગ નથી તે સાબિત થાય છે, ચાલો આપણે ધ્યાન યોગની સાધના કરીએ ને શુધ્ધતા ને શૂન્યતા પ્રાપ્ત કરીએ ,

ગીતાનો આચાર અંગેનો અભિગમ - ૭

ગીતાનો આચાર અંગેનો અભિગમ - ૭

ગીતામાં જ્ઞાન યોગ,ભક્તિમાર્ગ,કર્મ યોગ અને પતંજલિ યોગના તત્વોની ચર્ચા કરવામાં આવેલ છે ,કોઈ એક માર્ગને વધુ મહત્વ આપવામાં આવેલ જોવા મળતું નથી પણ તમામ માર્ગના સારા ને ઉત્તમ તત્વોનો સમન્વય કરવામાં આવેલ છે, આમ ગીતાએ કર્મ અને જ્ઞાનનો સંમન્વય,જ્ઞાન અને ભક્તિનો  સમન્વય અને  કર્મ અને ભક્તિનો સમન્વય કરેલો જોઈ શકાય છે, આમ ગીતા સમન્વય વાદી  છે. 
ગીતા અપણને સ્પષ્ટ કહે છે કે આપણું મન જ આપણા કર્મના બંધનનું કારણ છે,જ્યારે મન આસક્ત હોય છે મોહમાં હોય છે,આસંગી હોય છે.આસક્ત હોય છે,અશુધ્ધ હોય છે  , ત્યારે તે બંધનું કારણ બને છે, અને જ્યારે મન પોતે જ નીર્વીશયી ,એટલે કે નિષ્કામ અને ની:સંગ ,અને અલિપ્ત હોય છે,શુદ્ધ હોય છે,  ત્યારે તે મોક્ષનું કારણ બને છે, આજ મોક્ષનો પાયાનો સિધ્ધાંત છે,આના ઉપરજ મોક્ષનો આધાર છે,.આ પ્રમાણે ગીતા એ માણસની શુદ્ધ બુદ્ધિને જ પ્રાધાન્ય આપેલ છે ,આમ ગીતાએ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લઈને આપણી બુદ્ધિને શુદ્ધ અને સામ્ય વસ્થા વાળી કેવી રીતે કરવી તે જ વાત ગીતાંની પાયાની છે,ટુકમાં બ્રહ્મ અવસ્થા પ્રાપ્ત એટલે પછી બ્રહ્મ જ્ઞાની માણસ કર્મ કરતો જ રહે તો પણ તેને કર્મ બંધન રૂપ થતું જ નથી.અને કર્મનો ક્ષય થાય ,  
મુક્તિ એટલે પ્રકૃતિના તમામ કાર્યોથી મુક્ત પોતાના યથાર્થ સ્વ સ્વરૂપને જાણવું સાંખ્ય માને છે, કે મુક્તિ માટે કોઈપણ પ્રકારનું કર્મ આવશ્યક નથી, જ્યારે યોગ સ્પષ્ટ માને છે, કે કર્મને ચિત્ત શુદ્ધિ માટે પ્રારંભિક અવસ્થાએ કર્મને જરૂરી ગણાવે છે, ,ટુકમાં સાખ્યનો પ્રારંભ જ્ઞાનથી અને યોગનો પ્રારંભ  કર્મથી થાય છે આમ સાખ્ય અને યોગ  બંનેનું લક્ષ મોક્ષ પ્રાપ્તિનું જ હોવાથી તેમની વચ્ચે ગીતાએ સમન્વય કરેલ છે,  
ગીતા સ્પષ્ટ કહે છે કે ધરબાર છોડી પોતાના બેરા છોકરાને રેઢા મુકીને કર્મો છોડીને અથવા સાવ જ અક્રિય રહીને કોઈ પણ જાતનું કર્મ જ ન કરવા માત્ર સ્વસ્થ બેસી રહેવાથી કર્મનો ક્ષય થતો જ નથી.તે ખરે ખર  તે સંન્યાસ નથી, પણ તે તો દંભ છે,બનાવટ છે, આમાં બંધન તો ચાલુ જ રહે છે.કારણ કે તે કોઈને કોઈ પદાર્થમાં તે નિરંતર  આસક્ત હોય જ છે, પછી પોતાના ધર્મમાં હોય  કે પોતાના વેશમાં કે પોતાના તિલકમાં કે પોતાની  કંઠી કે પોતાની લંગોટીમાં એમાં ક્યાય ફેર પડતો નથી ટુકમાં આસક્તિ આવી ત્યાં મોક્ષ નથી જ, પછી મારો ધર્મ સારો એવું માનનારને પણ  મોક્ષ મળે જ નહી, એમ ગીતા સ્પષ્ટ કહે છે.કોઇપણ વસ્તુ પદાર્થમાં મન આસક્ત હોય એટલે મોક્ષ નથી ,પછી મનમાં મને મોક્ષ મળે તો સારું એવો ભાવ પણ જો મરણ સમયે હાજર  હોય તો પણ મોક્ષ અસંભવ, આ છે મોક્ષની પ્રાપ્તિનો  મૂળભૂત પાયો અને આજ  વેજ્ઞાનિક સત્ય છે, .જ્યાં સુધી વિચાર છે, ત્યાં સુધી તનાવ છે, તનાવ એટલે જ ચિંતા છે. દુખ છે,આમ કોઈપણ જાતનો વિચાર મનમાં છે .ત્યાં સુધી મુક્તિ શક્ય જ નથી મુક્તિનો અર્થ જ વિચાર શૂન્યતા છે,એટલે પુરેપુરી મનની શુદ્ધતા અને શૂન્યતા છે, એ જ મોક્ષની સ્થિતિ છે , મોક્ષ બહારથી ક્યાયથી મેળવવાનો નથી અંદરથી જ પ્રાપ્ત કરવાનો છે, પરમતત્વ પણ અંદર જ છે, તેમાં લીન થવું એજ મોક્ષ છે., દ્વેતમાંથી અદ્વેતમાં સ્થિર થવું એજ મોક્ષ છે., ,  
જે માણસ પોતાની ઇન્દ્રીઓનો  સપૂર્ણ નિગ્રહ કરીને પોતાની બુદ્ધિન,મન અને વાસના  શુદ્ધ અને સ્થિર કરીને  સૃષ્ટિ ક્રમ પ્રમાણે પોતાને પ્રાપ્ત થયેલું કર્મ પોતાનું  કર્તવ્ય સમજી  નિષ્કામ બુદ્ધીથી, ફ્લાષા છોડીને, અનાસક્ત ભાવમાં,,અસંગ ભાવમાં, કર્તૃત્વ રહિત ભાવનામાં સ્થિર થઈને  જેમણે પોતાના અંગત કે બાહ્ય સ્વાર્થને પૂરે પૂરી તિલાંજલી આપી છે,અને જગતમાં  પોતાનું કાઈ જ નથી, બધું પરમતત્વ પરમાત્માનું છે, શુદ્ધ  બુદ્ધિથી શાંત પણામાં સ્થિર થઈને કર્મ કર્યા જ કરે છે, તે જ ખરો વિરક્ત સંન્યાસી છે, આવો માણસ જ સ્થિત પ્રજ્ઞ અને બ્રહ્મ પદને પ્રાપ્ત થાય  છે, આમ સંન્યાસ એ મનનો ભાવ છે,મનનો ધર્મ છે,  એમ ગીતા કહે છે, તેને જ મોક્ષ પ્રાપ્ત થાય છે, કારણ કે આવા માણસના મનમાં કાઈ પણ વસ્તુ વિચાર  સંગ્રહાયેલ નથી,પુરેપુરી  શુદ્ધતા પ્રાપ્ત કરેલ છે,તેજ મોક્ષનો અધિકારી છે,અને તેને જ મોક્ષ પ્રાપ્ત થાય છે ,.
કોઈ પણ  માણસ કદાચ કોઈ વ્યવહારિક કર્મ ન કરતા સંન્યાસ લઇ ભગવા ધારણ કરી કોઈ વનમાં,કોઈ ટ્રસ્ટમાં, કોઈ મંદિરમાં, કે અન્ય જગ્યાએ બેસે આવી  રીતે જીવનના વ્યવહારિક કર્મ છોડવાથી જ આવા માણસના કર્મનો ક્ષય થતો જ નથી, એટલે કે માત્ર જીવનનાં  વ્યવહારિક  કર્મ છોડવાથી તેના કર્મનો ક્ષય થાય છે ને મુક્તિ મળે છે, એમ માનવું એજ ભૂલ ભરેલું છે, ને અજ્ઞાન છે.,આવા માણસને કોઈ કાળે મોક્ષ મળેજ નહી તે વાત બરાબર સમજી લેવા જેવી છે ,,  .
કર્મ કરો અથવા ન કરો પણ કર્મનો ક્ષય તો માણસની બુદ્ધિની સમતા ,સમત્વ , સ્થિત પ્રજ્ઞા પ્રાપ્ત થાય ત્યારે જ થાય છે, કર્મ છોડવાથી અથવા કર્મ ન  કરવાથી કર્મનો ક્ષય થતો નથી ,આ વાત જ ગીતાની પાયાની  છે, વેજ્ઞાનિક છે ,કારણ કે મોક્ષનો આખો સબંધ મન સાથે જ છે  ,એટલે જ ગીતા કહે છે કે જ્ઞાની માણસને બ્રહ્માર્પણ  બુધ્ધીથી અથવા આસક્તિ છોડીને શુધ્ધ બુદ્ધિ ,શુધ્ધ, શુદ્ધ મન ,અને શુદ્ધ વાસના કરીને  કર્મ કરનારા માણસને કર્મનો લેપ લાગતો જ નથી એટલેકે કર્મ બંધન થતું નથી,તે જ મોક્ષને પામે છે ગીતાએ સ્પષ્ટ કહ્યું છે કે એક માણસ આખી જીદગી દુરા ચારી કરી હોય ને છેલ્લે જો તે અનન્ય ભાવથી એટલે કે પોતાનું ,મન,બુદ્ધિ અને વાસના પરમ તત્વ પરમાત્મામાં પૂરે પુરી રીતે  લીન કરી દેતો તે માણસ મોક્ષનો અધિકારી બને છે,આવો માણસ  અનન્યભાવ પામેલો છે ,એટલે કે પરમાત્મામાં જેની ચિત્ત વૃતિનો પૂર્ણ પણે. પુરેપુરી રીતે લય કરેલ છે,આથી જ  માણસ મોક્ષ પામે છે..આનો સ્પષ્ટ અર્થ એમ થયો કે પોતાની ચિત્તવૃતિને બીજામાં રાખીને મોઢેથી રામ રામ પોકારવાથી કે અલ્લા અલ્લા કે ઈશુ ઈશુ કે ભગવાન ભગવાન પોકારવાથી કે નોટો માં ભગવાના નામો લખવાથી કે બાહ્ય રીતે પૂજા આરતી કે  થાળો ધરવાથી કાઈ પરિણામ આવે જ નહી તે તો માણસની ધેલછા જ છે, એક નંબરની મુર્ખામી જ છે,તે શાંતિ કે સુખ પણ આપી શકે નહી તે હકીકત છે.સત્ય બીના છે.આવા બધાજ બાહ્ય આચારોથી કાઈ ફાયદો નથી ,પરમ તત્વ પરમાત્માના આંતરિક જ્ઞાનનો મહીમા જ એવો છે, કે તે થતાની સાથે જ સમસ્ત સંચિત કર્મોનો ક્ષય થાય છે, ,તેજ તેની વિશેશતા છે, આ અવસ્થા જ આપણા જીવન સંગ્રામમાં માંટે ઉત્તમોત્તમ છે, પણ આવી ને આવી અવસ્થા મરણ સમયે કાયમ રહેવી જ જોઈએ, અથવા જો પહેલા આ અવસ્થા પ્રાપ્ત ન હોય  તો પણ મરણ સમયે આ અવસ્થા પ્રાપ્ત કરેલી હોય તો  મોક્ષ પ્રાપ્ત થાય છે,એટલે આવી માનસિક અવસ્થાની  જ મોક્ષ્ માટે આવશ્યકતા છે, જો મરણ સમયે કાઈક વાસના ,કામના,ઇચ્છા ,અપેક્ષા ,તૃષ્ણા સહેજ પણ મનમાં બાકી રહી ગઈ તો પુનર્જન્મ છે, છે, ને છે જ. આમ અશુધ્ધ મન  પુનર્જન્મ ટળી શકતું  જ નથી, ને મોક્ષ અસંભવ, આ છે ગીતાનો સ્પષ્ટ વિચાર. ,ટુકમાં માણસે શુદ્ધ  બુદ્ધિ ,શુધ્ધ મન અને શુદ્ધ વાસના કરીને જીવન જીવવું જોઈએ,  આવું કરવા માટે જીવનમાં કમાવું નહી તેવું કહેવાનો ગીતાનો ઈરાદો  નથી જરૂર કમાવ પણ સત્યના રસ્તે કમાવ અને મેળવેલી વસ્તુ પદાર્થ  માત્રને માત્ર ઉપયોગ કર્યા જ કરો માત્રને માત્ર ઉપભોગથી દુર રહો , જીવનમાં ઉપયોગ સુખ શાંતિ પ્રદાન કરે છે, ને ઉપભોગ દુખ ચિંતા તણાવ પેદા કરે છે, માટે તેનાથી અલિપ્ત રહો, આમાં માત્રને માત્ર અંતરનો ભાવ જ બદલવાનો છે ,બીજું કાઈ જ નહી , 
ટુકમાં ગીતા સ્પષ્ટ કરે છે કે જ્ઞાને કરીને અને વેરાગ્યથી કર્મનો ક્ષય થયા વિના મોક્ષ છે,જ નહી એમ ઉપનીશદના જ્ઞાન કાંડમાં સ્પષ્ટ કહેલ ,છે એટલે આ બે સિધ્ધાંત  એકત્ર કરીને  ગીતાએ સ્પષ્ટ કહ્યું કે સર્વ કર્મ જ્ઞાનથી એટલે ફળની આશા  છોડીને  નિષ્કામ બુદ્ધિથી  એટલે વેરાગ્યથી કરવા જોઈએ ,ફળ ત્યાગ એટલે આશા અપેક્ષા ,તૃષ્ણા ,રાગ દ્વેષ અને અહંકાર વગેરેથી મુક્ત થવું તેનું નામ ફ્લાષા છોડવી છે,, આમ સો ટકા શુદ્ધતા પ્રાપ્ત કરવી એજ  ફલાષા છોડવાનો અર્થ છે, ટુકમાં જયારે માણસ યોગની સાધના દ્વારા પોતાનું ચિત્ત સો ટકા પરમ તત્વ પરમાત્મામાં લીન કરી દે છે, ને પોતે સાવ જ નીર વિચારમાં સ્થિર થાય છે ત્યારે જ મોક્ષ સંભવે છે ,ટુકમાં જ્યાં એક ટકાના સોમા ભાગ જેટલી પણ મનમાં આસક્તિ હોવી કે વિચાર હોવો તે મોક્ષનો અધિકારી નથી ,નથી ને નથી જ..
સામાન્ય રીતે મુક્તિ અથવા મોક્ષની હકીકત આપણે ત્યાં બે રીતે શાસ્ત્રો તરફથી સ્વીકારવામાં આવેલ છે. પહેલી પદ્ધતિ છે .સંદેહ અવસ્થામાં સિદ્ધ થનાર જેને જીવન મુક્તિ કહેવામાં આવેલ છે ,અને બીજી હંમેશને માટે દેહ ધારણ થી મુક્ત થવાની એટલેકે  વિદેહ અવસ્થામાં હોય તે વિદેહ મુક્તિ અને જીવન મુક્તિ એ દેહ ધારી આત્મામાં સિદ્ધ થયેલ રાગ દ્વેષ,અહંકાર,મોહ મમતા ઈચ્છા,વગેરેથી સર્વથા  સર્વ રીતે સંપૂર્ણ પણે નિવૃત્તિ છે. ,એવો જીવન  મુક્ત  દેહ સબંધ હોવાને કારણે શક્ય અને આવશ્યક હોય તેવી અને તેટલી પ્રવૃત્તિ કરે છે, છતાં રાગ દ્વેષ વગેરે  જન્ય વૃત્તિઓ અને અજ્ઞાનનો લેશ પણ સ્પર્શ નહોવાથી  તે બંધાતો નથી, એમ માનવામાં આવે છે ,એની સમગ્ર પ્રવૃત્તિ  સાહજિક રીતે જ  કલ્યાણ કારી બની રહે છે ,અને શેષ  આયુષ્યનો પરિપાક થતાજ તે વિદેહ મુક્ત  બને છે ,આવા જીવ મુક્ત ને જેન પરંપરામાં  કેવળી રૂપે વર્ણવે છે ,અને બુદ્ધ પરંપરામાં લોકોત્તર સત્વ રૂપે ઓળખાવે છે ,જ્યારે ન્યાય અને યોગ પરંપરામાં આવા જીવ મુક્તનું  અસ્તિત્વ સ્વીકારવામાં આવેલ છે ,અને તેને ચરમદેહ ,કેવલી કુશળ  વગેરે વિશેષણોથી  ઓળખવામાં આવે છે ,સામાન્ય રીતે રામાનુજ વગેરે વૈષ્ણવ પરંપરા સિવાય બધી જ આધ્યાત્મિક પરંપરાઓમાં જીવન મુક્તનું અસ્તિત્વ માન્ય રાખવામાં આવેલ છે ,વિદેહ મુક્ત થાય  ત્યારે જીવાત્મા નું  સ્વરૂપ અને તેની સ્થિતિ કેવા હોય છે, એ વિષે કરવામાં આવેલી કલ્પનાઓમાં ધણો બધો વિરોધા ભાસ જોવા મળે છે, , આ બધા સાથે ગીતા સંમત નથી ,એમ સ્પષ્ટ પણે લાગે છે,  એટલું સત્ય છે, કે શાસ્ત્રો લખનારાએ કોઈ અનુભૂતિ કરી હોતી નથી, માટે તેમાં સત્ય  સો ટકા હાજર  હોય શકે જ નહી ,માટે તેમાં સત્યનો રણકાર જોવા મળતો જ નથી ,માટે જ ભારો ભાર વિસંવાદિતા જોવા મળે છે, ક્યાંય સત્ય હોતું જ નથી,જેમાં અનુભૂતિનો રણકાર હોય તેજ સત્ય હોઈ શકે ,માત્ર શાસ્ત્રો ભરોસા પાત્ર ગણીશ કાય જ નહી, કારણકે તેમાં અનુભૂતિ હોતી જ નથી.અને અનુભૂતિ વિના કદી  સત્ય પ્રાપ્ત થઇ શકે જ નહી, તે જગતનો શાશ્વત નિયમ છે.
માણસના મનમાં  આસક્તિ મોહ,મમતા,રાગદ્વેષ અહંકાર સહેજ પણ હોવો  એજ બંધન છે, ,અને આનું નામ અજ્ઞાન છે ,અવિદ્યા છે આ અજ્ઞાનનો અને અવિદ્યાનો અંત લાવવો  મોક્ષ માંટે જરૂરી છે મોક્ષએ કોઈ નવી  પ્રાપ્ત કરવાની અવસ્થા નથી પણ આપણા આત્માનું સહજ સ્વરૂપ છે, આત્માને જાણો  તેમાં સ્થિર થાવ એનું નામ આત્મ જ્ઞાન છે, મોક્ષ એટલે પરમતત્વ પરમાત્મા સાથે અભેદતાની અવસ્થા આ સ્થિતિ માટે જુદા જુદા શબ્દો શાસ્ત્રો દ્વારા કહેવાયા છે ,જેમાં બ્રાહ્મી સ્થિતિ ,નેશ્કરમ્ય ,નીસ્ત્રેગુન્ય .કેવલ્ય બ્રહ્મ ભાવ, બ્રમેક્ય, વગેરે નામોથી મોક્ષને નવાજ વામાં આવેલ છે. .
ટુકમાં મોક્ષ એટલે મનની નીર્વીચારતાંની અવસ્થા જેમાં ઈચ્છા રહિતતા અમનની સ્થિતિ પુરેપુરી મનની શુદ્ધતા અને શૂન્યતા એનું નામ મોક્ષ છે. આ અવસ્થા માત્રને માત્ર ધ્યાન યોગની સાધના દ્વારાજ  પ્રાપ્ત થાય છે ,તે સિવાય કોઈ રસ્તો જ નથી, ચાલો આપણે ધ્યાન યોગની સાધનામાં ઉતરી  અમનની સ્થિતિ પ્રાપ્ત કરીએ.,ને શુદ્ધતા અને શૂન્યતા પ્રાપ્ત કરીએ,  

ગીતાનો આચરણ અભિગમ - ૫

ગીતાનો આચરણ અભિગમ -૫
આપણને સોને લાગે છે કે ક્રષ્ણ ભગવાનના ઉપદેશને કારણે જ અર્જુન યુધ્ધ રૂપી  પોતાના પવિત્ર કર્તવ્ય પાલનનો સ્પષ્ટ ઇનકાર કર્યા પછી પવિત્ર કર્તવ્ય કરવા તયાર થયો છે ,પણ  તે બાબતે ચિંતન અને મનન કરતા લાગે છે, કે જ્ઞાન અને પોતાના પવિત્ર કર્તવ્ય વચ્ચેનો સબંધ જો અર્જુને જાણ્યો જ ન હોત,  અને ક્રષ્ણ ભગવાનના વિશ્વરૂપ દર્શન દ્વારા પરમતત્વ પરમાત્માની મહત્તા જાણી ન હોત, અને એને પોતાને  પોતાની અલ્પતાનો અહેસાસ  થયો ન હોત,  અને પરમતત્વ પરમાત્મા પ્રત્યે અંતરમાં પૂજ્ય ભાવ અને નમ્રતા જો ઉત્પન્ન થયા જ ન હોત, તેમ જ  પોતે  અનાસક્ત ભાવ ,કર્તૃત્વ રહિતતા., અસંગતા,સ્થિત પ્રજ્ઞતામાં જો તે સ્થિર થયો ન હોત કે અહંકાર,રાગદ્વેષ અને મોહ રહિતતા  અંતરથી  પ્રાપ્ત કરી ન હોત,  અને પોતે જ આત્મા સ્વરુપ  છે, ને આત્માનું મૃત્યુ છે જ નહી તે જાણ્યું જ ન હોત, અને જયારે માણસ  શુધ્ધ બુદ્ધિ ,શુધ્ધ મન અને શુધ્ધ વાસના કરીને જગતમાં  કોઈ પણ કૃત્ય કરેછે ત્યારે તેને  પાપ લાગતું જ નથી,તે વાતની તેને સ્પષ્ટ પ્રતીતિ થઇ ન હોત અને માણસને પોતાના  જીવનમાં પોતાની  પવિત્ર ફરજ અદા કરવાની પવિત્ર ફરજ બને છે, તે જાણ્યું જ ન હોત અને પાછુ પોતાના પક્ષે સત્ય છે,તેનો અંતરથી વિચાર જ કર્યો  ન હોત તો અને આ બધા શરીરતો મરણ ધર્મા જ  છે,તેને શુધ્ધ બુદ્ધિથી મારવાથી પાપ લાગતું નથી  આવા જો અનેક  આંતરિક ભાવો પોતાના અંતરમાં  ઉત્પન્ન થયા જ  ન હોત તો અર્જુન યુધ્ધમાં લડવા માટે તયાર  થયો જ ન હોત તે સો ટકા સત્ય હકી કારણકે તે એટલો બધો મોહાંધ થઇ ગયો હતો, તત્વજ્ઞાનની વાતો કરવા માંડ્યો  હતો એટલે માત્ર ,માત્ર સમજણથી તયાર  થયો નથી, પણ અંતરના જ્ઞાનને કારણે જ  તયાર   થયો છે. . ,
આવા બધા  ભાવો અંતરમાં ઉત્પન્ન થવાથી જ હું  કોઈને મારતો નથી. તેવી અંતરની સ્પષ્ટ પ્રતીતિ થતા જ અર્જુન લડવા માટે તયાર  થયો છે, અર્જુનને પોતાના અંતરમાંથી જ્ઞાન પ્રાપ્ત  થયું છે .આમ જીવન યોગની સમજણ થી અને આ બધી જ હકીકત  જાણવાથી  અજ્ઞાન નાબુદ થયું છે, ને જ્ઞાનમાં સ્થિર થયો છે, જેનું પરિણામ નિષ્કામ ભાવથી અર્જુન યુધ્ધ કરે છે,આજ સત્ય હકીકત છે ,
આ બધું જ  જ્ઞાન તેને  કર્મ યોગ,જ્ઞાન યોગ , ભક્તિયોગ અને યોગના સમન્વય દ્વારા જ અર્જુન ને પ્રાપ્ત થયું છે,એટલે કે ગીતાના” જીવન યોગની” પુરેપુરી અર્જુનને  સમજ થતા જ જ્ઞાન પ્રાપ્ત થતા જ તે લડવા માટે તયાર  થયો છે, અને તે પોતે  અનાસક્ત ભાવમાં, સ્થિત પ્રજ્ઞમાં, અકતૃત્વ,અસંગતતા  અને અલિપ્તતા વગેરે  ભાવોમાં  સ્થિર થઈને લડે છે.અને લડતી વખતે પોતે સ્થિત પ્રજ્ઞામાં સ્થિર થયેલો છે, તે તેની પુરેપુરી એકાગ્રતા બતાવે છે ,અને વીજય  હાસલ કરે જ છે.એજ તેની વિશેષતા છે, તેમાં પાછું  તેની સાથે સત્ય છે, અને પરમતત્વ પરમાત્માનો સાથ અને સહકાર  છે.પરમાત્મા જ  તેના સારથી છે, એ વાત ભૂલવા જેવી નથી, હંમેશા સારથીનું કામ દોરવણી અને માર્ગદર્શન આપવાનું હોય છે,અને તે જ હંમેશા જીવન સંગ્રામમાં દોરે છે ને બચાવે પણ છે,,
આપણા જીવન સંગ્રામમાં આપણી સાથે પરમ તત્વ પરમાત્મા નથી, તેવું માનશો નહી,  આપણો પરમાત્મા સારથી નથી તેવું વિચારશો નહી, આપણી સાથે પણ પરમતત્વ  પરમાત્મા આત્મા રૂપે આપણી સાથે જ હંમેશા નિરંતર છે,તેજ આપણો સત્ય રૂપી સારથી પણ છે, તેજ આપણને સત્યના રસ્તે નિરંતર  દોરે છે, ને આપણને ઉડા ખાડાંમાં પડતા બચાવે છે,  આ આપણા જીવનમાં  ભૂલવા જેવી બાબત નથી, આ માટે જરૂરી  છે, આપણે આપણી  બુધ્ધી સાધના દ્વારા શુદ્ધ કરીને આત્માને અંતરથી જાણીને આત્માના  અવાજ પ્રમાણે ચાલવાની., આ માટે આપણે આપણા અહંકારને ઓગાળવો પડે છે,તો જ  આત્માનો અવાજ સંભળાય છે અને આ આત્માના અવાજ પ્રમાણે  જ ચાલવાથી પરમાત્મા આપણને આપણા જીવન સંગ્રામમાં પણ વિજય અપાવે જ તેમાં કોઈ શંકા કરવાનું કારણ જ નથી, કારણ કે આત્મા એજ પરમાત્મા છે, ને તે જ સત્ય છે, અને તેનો અવાજ હંમેશા સત્ય જ હોય ,અને સત્યના અવાજ પ્રમાણે ચાલવાથી વિજય થાય જ તેમાં શંકા કરવાનું કોઈ કારણ નથી.તે તો આ જગતનો શાશ્વત નિયમ છે.,
ગીતાની આખી  વિશેષતા એ છે, કે તેમણે બધા જ માર્ગમાંથી  સારા સારા તત્વો  લઈને તેનું સંકલન અને સમન્વય કરીને “ જીવન યોગની “વાત રજુ  કરી છે,તે સંપૂર્ણ પણે જીવન જીવવામાટે અને જ્ઞાનની પ્રાપ્તિ  માટે” જીવન યોગ “ છે આ યોગ ગીતાએ પોતા દ્વારા પ્રતિપાદિત કર્યો છે,ગીતા એ આની કોઈ  ધર્મ તત્વ  સાથે જરા પણ તુલના કરી જ નથી કે સરખામણી કરી નથી ,આં તેની એ વિશેષતા છે, કારણ કે તે પૂર્ણ છે અને જગતમાં  પૂર્ણતા દ્વારા જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે. ને પૂર્ણતા માથી પૂર્ણતા કાઢી લેવામાં આવે તો પૂર્ણ જ બચે છે તે શાશ્વત નિયમ છે .
આમ ગીતાનો જીવન યોગ  સત્ય ધર્મની  વિશેષતા વાળો છે, સર્વ ગુણ સંપન્ન, પૂર્ણ છે અને  ઉત્તમોત્તમ ગુણોથી સભર છે,.તે તેની અદભુતતા છે,, ગીતાનો ધર્મ ચીલા ચાલુ રીતે ચાલતો નથી, તેજ તેની વિશેષતા છે, ને તે સર્વોત્તમતા  છે,ને હંમેશા આચરવા યોગ્ય છે, તેમાં કોઈ શક  નથી.જો માણસ આનું આચરણ શુદ્ધ બુધ્ધિ થી કરે અને  સત્યને અને અંતરને સાથે રાખે તો  અજ્ઞાન આબુદ થાય ને જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને જ તે છે” જીવન યોગ ની સિદ્ધિ,” ,પણ આપણે આચરણ કરવું નથી ને બધું જોઈએ છે, તે આ જગતમાં શક્ય જ નથી.. આ જગતમાં પુરુષાર્થ વિના કાઈ મળતું જ નથી તે જગતનો શાશ્વન નિયમ છે, માટે પથરાની મૂર્તિ પાસે આજીજી ન કરાય પણ સત્યતા પૂર્વક શુધ્ધ બુદ્ધિથી પુરુષાર્થ કરવા લાગી જવાય તો જ સિદ્ધિ હાથમાં આવે છે. ધરે બેઠા રહેવાથી કે જપ કર્યા કરવાથી  કાઈ પ્રાપ્ત થાય નહી સિવાય ચિંતા અને તનાવ ,,
ગીતાની વિશેષતા એમાં છે, તેમણે જે જે પરંપરા ગત તત્વો નો જ્યાં જ્યાંથી ઉપાડેલ  છે ,તેમાં કાતો  નવીન અર્થ સાથે તે તત્વ જીવન યોગમાં મુક્યા છે, અથવા તો તે તત્વને ગીતાએ  નવીન અર્થ કરીને જીવન યોગમાં સામેલ કરેલા  છે, ને  આ રીતે ગીતાએ  પોતાના વિચાર સાથે તત્વોને  સંકલિત કરેલ છે,અને સમન્વિત કરેલ છે, એમ નામ કોઈ વસ્તુ કોઈ ધર્મની લીધી નથી,ગીતાએ  નવા શબ્દોથી તત્વો રજુ કરેલ છે, આમ ગીતા નવા વિચારો  નવા શબ્દો વાપરવામાં મહારથી છે, તે તેની વિશેષતા જ છે , જે માનો એક શબ્દ છે, સ્થિત પ્રજ્ઞ આ શબ્દ જગતના કોઈ શાસ્ત્રમાં જોવા મળતો નથી, આ સ્થિત પ્રજ્ઞાને સમજાવવા   ગીતાએ બીજા અઢાંર. શ્લોકો રજુ કર્યા છે. આવા અનેક નવા વિચારો ગીતામાં રજુ કરવામાં અને વાપરવામાં ગીતા પારંગત છે.તે જોઈ શકાય છે.આ રીતે ગીતાએ નવા તત્વો આત્મ સાત કરેલા છે,
આપણે જોઈએ તો વેદિક કર્મ કાંડ ,ક્રિયાકાંડ અને યજ્ઞ ભાવના ગીતાના જીવન યોગમાં ભેળવીને  તેનું એક આવશ્યક અને ઉજ્વળ પાસું બને છે.તેમાં કોઈ પણ જાતના  બહ્યાચારને કોઈ જ  સ્થાન નથી, પણ તેમાં ગીતાએ અંતરને જોડેલ છે,એજ તેની વિશેષતા છે , આજ રીતે ઉપનીશદની નિવૃતિની ભાવના ગીતામાં કર્મની નિવૃત્તિ નહી પણ કર્મમાં  કામના, વાસના, તૃષ્ણા, આશા ,અપેક્ષા રાગદ્વેષ,અને અહંકાર વગેરેથી નિવૃત્તિ એટલે કે ફ્લાષા છોડીને કર્મ કરતા જ રહેવાનો વિચાર ગીતાનો પોતાનો છે, કોઈનો ઉછીનો લીધેલો નથી  એટલે આખી ગીતામાં ક્યાય પણ સ્વમત અને પર મતના  ભેદો ઉભા થયેલા જોવા મળતા  નથી.
ગીતાએ જે જે તત્વોનો ઉલ્લેખ કર્યો તેણે આત્મ સાત કરેલ છે, જેમાં વેદાંત, સાંખ્ય અને પાતંજલ યોગ અને મીમાંસા આદિના ઉમદા તત્વો જીવન યોગમાં સમાવેશ કરેલા છે, આમ ગીતાનો ધર્મ સમન્વય ધર્મ છે. એમ પ્રતીત થાય છે. એટલું સ્પષ્ટ સમજી જ લ્યો કે ગીતા આજના કોઈ પણ ચાલુ ચીલે ચાલતા ધર્મનું  વાહન બનવા તયાર  નથી, એ પણ સ્પષ્ટ હકીકત છે.પોતે પોતાની રીતે ધ્યાન યોગનો વિકાસ કરેલો છે, જેને જ જીવન યોગ કહ્યો છે. યોગ  એટલે જોડાવું અને જોડાવું એટલે પરમ તત્વ  પરમાત્મા સાથે જોડાવું આં ગીતાનો જીવન યોગ પરમાત્મા સાથે  જોડે છે, તે તેની વિશેષતા છે, કારણકે માણસ ધ્યાન યોગ દ્વારા સમાધિ સુધી પહોચી શકે છે. ને સમાધી અવસ્થા એજ પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ અને પૂર્ણતા છે. પછી જીવનમાં કઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેવા પામતું જ નથી, આ અવસ્થા જીવન યોગ  દ્વારા પ્રાપ્ત થાય છે તે જ તેની વિશેષતા છે. .
ગીતાએ માણસની કામનાઓના સમૂળગા નાશની વાત  જીવન યોગમાં કરી નથી પણ એજ કામનાઓને વિસ્તૃતી કરણ  દ્વારા નિષ્કામ બનાવેલ છે,. અહી જ ગીતાની  સ્વ મતની  પુષ્ટિ પ્રદર્શિત થાય છે અને  ગીતાએ જે રજૂઆત કરેલ છે, તે પદ્ધતિ સર્વ સ્પર્શી મૃદુ અને ઓછી ખંડનાત્મક છે, અને આ બધું જ ગીતાનો  પોતાનો  સ્વ મત છે.કોઈનો  ઉછીનો લીધેલો કોઈ મત નથી ,કે વિચાર નથી  આવી વિશાળ દ્રષ્ટિ અને સમજ ગીતાના શબ્દે શબ્દે  નીતરી રહી છે. તેમાં કોઈ શંકા કરી શકે તેમ નથી,  આથી જ લાગે છે કે ગીતા કાર ક્રષ્ણ ભગવાનને  જ્ઞાન ,કર્મ,ભક્તિ અને યોગનો સમન્વય પૂરે પૂરો અભિપ્રેત છે, અને તેથી જ તેમનો જીવનયોગ વધુ પુષ્ટ બને છે. આથી જ કોઈ પણ જાતના ધાર્મિક વિવાદોને ટાળવા માટે જ  સમન્વય મત ગીતાએ રજુ કરેલ છે ,અને આ સમન્વય એ ગીતાનો પોતાનો મત છે.આમ ગીતા સ્વયંભુ વિચાર દર્શાવતું જગતન મહામુલું રત્ન  છે.  
આમ ગીતા કોઈ યુગની ,કોઈ ધર્મની ,કોઈ જાતિની ,કોઈ સાંપ્રદાયિક વિચારને પુષ્ટિ આપતી નથી,કે કોઈનું પણ વાહન બનવા માગતી જ નથી, તેતો પોતાના સત્ય  વિચાર સાથે ચાલે છે, ને  આપણને  આપણા પોતાના  સત્યને સાધના દ્વારા  શોધીને તે સત્ય પર ચાલવાનું એલાન કરે છે,બીજાનું સત્ય તે આપણું સત્ય કદી હોય શકે જ નહી તેમ ગીતા સ્પષ્ટ કહે છે,
ગીતાએ  સમગ્ર વિશ્વનું સર્વ કાલીન સર્વ હિતાય માનવ  શાસ્ત્ર છે, આથી જ માણસમાં પડેલી આધ્યાત્મિક વિકાસની શક્યતાઓ અને શક્તિઓને યોગ્ય અને સમતોલ રીતે  ,સત્યના માર્ગે દોરવા અને તેનું ઉર્ધ્વીકરણ કરવા  માટે જ ગીતાએ જ્ઞાન ,યોગ, ભક્તિ  અને નિષ્કામ કર્મનાં સમન્વય રૂપ” જીવનયોગ” કે :પૂર્ણ યોગ’  ગીતાએ ઉપદેશેલ છે,. તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી ,આજ ગીતાનો વિશાલ ધર્મ છે, જેમાં સકુચીત્તતા  કે સ્વાર્થની જરા પણ ગંધ નથી ટોટલી સત્ય આધારિત આધ્યાત્મિક તત્વને ઉજાગર કરનાર જીવન યોગની સાધના છે, જે સાધના કરવાથી માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, ને જ્ઞાનની  પ્રાપ્તિ એજ પરમ શાંતિ પરમ સુખ ને પરમ આનંદની  સ્થિતિ છે, જે ને ગીતાએ મોક્ષની પ્રાપ્તિ કહી છે, ને જન્મ મરણના ક્રમ માંથી મુક્તિ  છે, જે જગતના દરેક માણસની અંતિમ  ઈચ્છા જ મોક્ષ  પ્રાપ્ત કરવાની હોય જ છે, જેની સ્વસ્થતા પૂર્વક પુરતી ગીતા કરે છે, આમ ગીતાનું જ્ઞાન પૂર્ણ છે ને પુર્ણતાની પ્રાપ્તિ કરાવનાર છે .ચાલો આપણે તેને સત્યતા પૂર્વક અંતરથી અનુસરીએ અને પૂર્ણતા પ્રાપ્ત કરીએ .

ગીતાના આચાર અંગે અભિગમ “૪”

 ગીતાના આચાર અંગે અભિગમ “૪”

ગીતાનું ચિંતન મનન કરતા સમજાય છે, કે ગીતામાં કર્મ યોગ ,અને યોગ શબ્દો વારંવાર વપરાયા છે ,આ નિષ્કામ  કર્મયોગ ,ભક્તિમાર્ગ , જ્ઞાન યોગના અને યોગના મુળભુત તત્વોનાં સંકલનન દ્વારા ગીતાનો સત્યરૂપી “ જીવન યોગ” છે  આ જીવન યોગની  સાથે સંલગ્ન છે, સમત્વ,સમતા,સ્થિતપ્રજ્ઞતા, નીર્વીચારતા અસંગતતા,અલિપ્તતા,કર્તૃત્વ રહીતતા વગેરેમાં માણસે સ્વસ્થચીત્તે શુદ્ધ બુદ્ધિ પૂર્વક સ્થિર થવાનું છે, ને રાગદ્વેષ,અહંકાર, કામના,વાસના,ઈચ્છા ,અપેક્ષા,તૃષ્ણા,અને આશા વગેરેમાંથી મુક્ત થવાનું છે,આ બધા જ તત્વોનો અંતરથી અંગીકાર કરીને જીવન જીવવું આવા ગીતાએ  જીવન યોગનું  નિર્માણ કરેલ છે. ,આમ ગીતાના આ  જીવન યોગમાં આવા અનેક મૂળભૂત તત્વોનો સમન્વય ,અને સંકલન કરીને જીવન યોગમાં સમાવેશ કરેલ છે, આવા  બધાજ ઉત્તમ તત્વોનો  જીવન યોગમાં સમાવેશ કરીને આપણી સમક્ષ જીવન યોગ ગીતાએ મુક્યો છે.  ગીતા સ્પષ્ટ કહે છે કે જો માણસ આ યોગને  બરાબર  સમજી  જાગૃતતા પૂર્વક શુધ્ધ બુદ્ધિથી આ બધાનું માનસ પોતાના જીવન સંગ્રામમાં અંત: કરણ આચરણ કરશે તો તેને  જ્ઞાનની  પ્રાપ્તિ કરી થશે જ , આ રીતે ગીતાને સમન્વય જ અભિપ્રેત છે, અને  ગીતા સમન્વયની ભાવના જ વ્યક્ત કરે છે,
ગીતા જ્યારે કહેવાએલ છે, ત્યારે સકામ યજ્ઞો અને નિવૃત્તિ મય જ્ઞાન માર્ગ  જેવા અનેક  વિચાર પ્રવાહો વહેતા હતા, જેમાં યજ્ઞોમાં જીવ હિંસા મોટે પાયે થતી હતી, અનેક પ્રકારના  બાહ્યા ચારોની ચાલુ  હતી, આવી બધી માત્ર બાહ્ય આચરણની પરિસ્થિતિ થવાને કારણે, સામાન્ય માણસ માટે સત્ય ધર્મનું  સ્વરૂપ શું ? તે નક્કી કરવું  મુશ્કેલ હતું , તેજ વખતે જ સત્ય રૂપા જીવન યોગ ગીતાએ  રજુ કરેલો છે ,
માત્ર કર્મ માર્ગ,માત્ર જ્ઞાનમાર્ગ ,માત્ર ભક્તિમાર્ગ કે માત્ર યોગ માર્ગનો આશરો લેવાથી કે અનુસરણ  કરવાથી નિશ્ચિંત પણે  મોક્ષ પ્રાપ્તિ થાય કે કેમ તે બાબતે લોકોમાં ભયંકર રીતે દ્વિધા પ્રસરેલી હતી, અવિશ્વાસ હતો,અશ્રદ્ધા હતી એટલે  આવા આચરણથી મોક્ષ મળવાની ખાતરી હતી જ નહી કેઅંત:કરણની  શ્રધાનો અભાવ હતો,. આ પરિસ્થિતિમાં ગીતાએ કોઈપણ માર્ગની ઉપેક્ષા કર્યા વિના દરેક માર્ગમાં રહેલા ઉત્તમ તત્વોને સાથે  લઈને સ્થીતપ્રજ્ઞ, સમતા, સમત્વ અનાસક્તિ , ક્રતૃત્વ રહીતતા,.અસંગતતા,અલિપ્તતા અને સત્યતા વગેરે જે જીવન સંગ્રામમાં આવશ્યક બાબતો ગણી આવા  બધાજ ઉત્તમ તત્વો લઈને  આ બધાને સંયોજિત કરીને સુભગ સમન્વય રૂપ “ જીવન યોગ “ગીતા એ આપણી સમક્ષ  મુક્યો છે, આમ ગીતાકાર સમન્વય કરવામાં સફળ થયા છે, એમ જરૂર કહી  શકાય, આમ સમન્વય અને સંકલન એજ ગીતા નો મુખ્ય ઉદ્દેશ છે, તે પ્રતીત થાય છે ,
જીવન યોગમાં  અંતરની સાધના  દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, “જ્ઞાન” એટલે જીવન સંગ્રામમાં વિભકતમાં અવિભક્ત પણું, નીરનીરાળા પદાર્થોની પાછળ  રહેલું એકત્વ,જ્યારે  યોગની સાધના દ્વારા સાધકને સમજાય છે,અને જાણકારી પ્રાપ્ત  થાય છે તે” જ્ઞાન” આવા જ્ઞાનની પ્રાપ્તિ માટે  જીવન  યોગની સાધના દ્વારા સમાધી સુધી સાધકે  પહોચવું જ  પડે છે,અને ઉપર જણાવેલા બધાજ તત્વો નો જીવનમાં અંતરથી, શુધ્ધ બુદ્ધિથી  અંગીકાર કરવા જ  પડે છે, તો જ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે,ગીતાનું સમગ્ર, જ્ઞાન માત્ર ને માત્ર જ્ઞાનની પ્રાપ્તિ માટે ના સ્વસ્થ રસ્તા જ બતાવવાનો હેતુ છે, તે રસ્તા પર ચાલવું તો માણસે જ  પડે છે,  તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય  એ જ મોક્ષ છે ,આમ ગીતા મોક્ષ પ્રાપ્ત કરવાનાં રસ્તા બતાવતું શાસ્ત્ર છે.એટલે કે અનુસરવાનું શાસ્ત્ર છે. પૂજવા માટે નથી,આરતી ઉતારવા માટે  નથી કે શ્લોકો મોઢે કરવા માટે નથી.એ પાયાની વાત છે. આમ ગીતા આચરણમાં મુકવાનો ગ્રંથ છે,  
ગીતા સ્પષ્ટ કહે છે, કે જ્ઞાન, વાણી,આશા,સંકલ્પ,મન,બુધ્ધિ અને પ્રાણ એનાથી પેલી પાર એવું જે પરમતત્વ પરમાત્મા રૂપી અમૃત તત્વ છે, તે જ્યારે સાધના દ્વારા નીર્વી,ચારતા, અહંકાર રહીતતાને ઈચ્છા રહીતતા   પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન થયું છે, એમ કહેવામાં આવે છે, આવું જે કાઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે આત્માને થાય છે, એટલે આત્મા જ જ્ઞાતા જાણનાર છે,આવું જ્ઞાન પ્રાપ્ત કરવું એ માણસની પવિત્ર ફરજ છે, ટુકમાં કથાઓ સાંભળવાથી,પુસ્તકો વાચવાથી, જપ ,પૂજા, આરતી,પથરાને  થાળો ધરવાથી, વગેરે બાહ્ય કર્મો  દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય જ  નહી,એ તો માણસનીસો ટકા  ધેલછા જ છે દંભ છે, આ બધાથી જ્ઞાન પ્રાપ્ત થાય નહી, ને  જ્ઞાનની પ્રાપ્તિ વિના પરમ શાંતિ પ્રાપ્ત થાય નહી, અને જ્ઞાનની પ્રાપ્તિ વિના મોક્ષ સંભવે જ નહી,આ વાત જ ગીતાની પાયાની છે, જે ગીતા એ  જુદી જુદી રીતે આ હકીકત સમજાવવા પ્રયત્ન કરેલો જોઈ શકાય છે,આથી જ  ઉત્તમ તત્વોને ને આચરણમાં મુકવા જ કહ્યું છે.
ગીતા સ્પષ્ટ કહે છે કે માણસના જીવનમાં જયારે સુખની પળો  આવે ત્યારે છકી જવાય નહી ,આવી વૃતિ તે અહંકારમાં વૃદ્ધિ કરે છે, આમ સુખને પચાવવા માટે સાધના દ્વારા  સંયમ,આત્મ નિગ્રહ, નમ્રતા અને જાગૃતિ જેવા ગુણો કેળવવા જ જોઈએ ,જો સુખને કારણે  અહંકારમાં વૃદ્ધિ થાય તો બીજા માણસને તુચ્છ માનવા લાગે છે, ને બીજાની ઉપેક્ષા કરવા લાગે છે, ને બીજાને અપમાનિત કરવા લાગે છે, આવી વૃતિ કદી પણ શાંતિ આપી શકે જ નહી ,એટલે તેનાથી અલગ રહેવાનું ગીતા સ્પષ્ટ કહે છે ,અને સમત્વ સમતા અને સ્થિત પ્રજ્ઞા  ધારણ કરી જીવન જીવવાની સલાહ આપે છે,,...
આજ રીતે જ્યારે માણસના જીવનમાં દુ:ખની ક્ષણો આવી પડે છે, ત્યારે માણસની શાંતિ,આનંદ ,અને સહિષ્ણુતા છીનવાય જાય છે,અને પછી બીજા માણસને સુખી જોઇ ને પોતે જ પોતાને કમ નસીબ કમ ભાગ્ય વાન ગણે છે,અને પછી પથરાની મૂર્તિ સામે કાકલુદી કરતો ,અંધવિશ્વાસમાં સપડાય છે , અને પોતાના જીવન પર અંધશ્રદ્ધા સવાર થઇ જતી હોય છે, જેથી આવો માણસ મંત્ર તંત્ર ,મેલી વિદ્યાનો આશરો લેતો હોય છે, ,ને હંમેશા દુઃખનો દાજેલો માણસ પોતાની વિવેક દ્રષ્ટિ જ ખોઈ નાખે છે,પછી ધર્માત્માઓના  સકંજામાં આવી જતો હોય છે, તેની પકડ લોખંડના રેણ જેવી હોય છે તેમાંથી છટકી શકતો નથી, ને પછી તે તેમના આદેશ અનુસાર  ગમે તેવું કૃત્ય કરે છે , કારણકે તેનામાં સંકુચિતતા ભારો ભાર વ્યાપી ગઈ હોય છે જેથી ધર્માત્માઓના  કહેવા પ્રમાણે  કૃત્ય કરવા અચકાતો નથી,અને અશુદ્ધ બુદ્ધિ વાન તો હોય જ  આવા માણસ પાસે જ આજના ધર્માત્માઓ  ખરાબ કામો કરાવે છે, ને તેઓ જ સમાજમાં આતંક ફેલાવે છે, ને નિર્દોષ માણસોની કતલ કરાવે છે , આવો અજ્ઞાની માણસ શુભા શુભનાં, તત્વજ્ઞાનને  ધ્યાને લેતો જ નથી,.ને અશુધ્ધ બુદ્ધિનો ભોગી હોવાને કારણે  ને અજ્ઞાન તેની પર સવાર થઇ ગયેલું હોય છે,જેથી તે  ગમે તેવી પ્રવૃત્તિ કરે છે.આજ આવા  માણસની અજાગૃતતાની અને અશુદ્ધ બુદ્ધિની નિશાની છે,
ગીતા સ્પષ્ટ કહે છે કે માણસે સુખમાં સંતોશી,અને અનાસક્ત ભાવમાં સ્થિર થવું પડે .અને લોભ, લાલચ,, મોહ,સ્વાર્થ ,લાલસા,તૃષ્ણા  વગેરેનો ભાવોનો  આંતરિક ત્યાગ અથવા  તેનાપર  નિયંત્રણ મુકવા જ પડે, સુખ હંમેશા વિલાસ વૃતિને ઉત્તેજિત કરે છે, અને તેથી માણસ સંયમ હીન બને છે, અને સંયમ હિનનું  પરિણામ  સ્વેચ્છાચારમાં જ આવે છે, જેથી સ્વેચ્છાચાર જ દુઃખનું કારણ બને છે. સુખને દુઃખમાં ફેરવી નાખે છે,.માટે  સુખી માણસના જીવનમાં જાગૃતતા આવશ્યક છે.કારણકે જાગૃત માણસ શુધ્ધ બુધ્ધિના નિર્ણય અનુસાર ચાલતો હોય છે,જેથી સુખ દુઃખમાં પરિવર્તિત થતું જ નથી ,ને પ્રસન્નતા પૂર્વક જીવી શકાય છે,.જો સુખમાં જ  સદાય જીવવું હોયતો બધી વસ્તુ હોવા છતા,તેનાથી અલિપ્ત ભાવમાં જીવો ,અને બધી વસ્તુનો માત્ર ઉપયોગ કરો,. ઉપભોગ થી દુર રહો, આવી મનની સ્થિતિ બીજા અનેક સુખોનું કારણ બનશે, ગીતા સ્પષ્ટ કહે છે કે માણસ  કેવળ પાર્થિવ  ભોતિક સુખોને જ સર્વસ્વ માંને છે, તે તેનું અજ્ઞાન છે,અજાગૃતાતા જ છે, અને અશુદ્ધ બુદ્ધિવાન છે, પરંતુ સાચા સુખનું સત્ય રૂપા  કેન્દ્ર તો આત્મિક સુખ છે,  તે માત્રને માત્ર સાધના દ્વારા આત્મ જ્ઞાન પ્રાપ્ત થતા જ પ્રાપ્ત થાય છે, માટે માણસે ધ્યાન યોગની સાધના કરી આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, એજ સર્વોત્તમ સુખ શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવાનો  ઉપાય છે,
ગીતા બહુજ  સ્પષ્ટ કહે છે કે  સુખ ,શાંતિ ,અને આનંદ બહાર નથી, પણ આનંદનો મહાસાગર આત્મામાં જ રહેલો છે. .જે રીતે સુવાસ કસ્તુરી મૃગની નાભિમાંછે આમ અંદર  સુવાસ હોવા છતાં મૃગ  બહાર શોધવા ફાફા મારે છે, એમ અજ્ઞાન માણસ અને અશુદ્ધ બુદ્ધિ વાન પણ સુખ શાંતિ ને આનંદ બહાર  પદાર્થમાં શોધવાં મથે છે,પણ ત્યાં છે જ નહી,તેથી તેના ફાફાજ સાબિત થાય છે,કાઈ પ્રાપ્ત કરી શકતો જ , ને તનાવમાં જિંદગી પૂરી કરે છે, ગીતા સ્પષ્ટ કહે છે, કે માણસે પોતાના જ સ્વ સ્વરૂપને જાણી તેમાં સ્થિર થવાથી તેને પરમ સુખ શાંતિ ને પરમ આનંદ પ્રાપ્ત થાય છે, ટુકમાં આત્માને જાણોને તેમાજ સ્થિર થાવ  એજ સુખ પ્રાપ્ત કરવાનો ઉત્તમ રસ્તો છે.આ માટે ધ્યાન યોગની સાધના  ઉત્તમ  છે.
જીવનમાં દુઃખને સમતા પૂર્વક પચાવી જાણનાર જ્ઞાની માણસ છે,તેજ  સમતા,સમત્વ અને ,સ્થિત પ્રજ્ઞમાં સ્થિર છે,. જ્યારે માણસ ધેર્ય હીન અને સહન  શીલતા શૂન્ય બની બીજા પાસે દુઃખના રોદડા રોવાથી કાઈ દુખ ઓછું થવાનું નથી, ઉલટાનું વારંવાર ચિંતન કરવાથી તેમાં વૃદ્ધિ જ થવાની છે.માટે દુઃખનું ચિંતન જ ન કરવું તે ઉત્તમ માર્ગ છે,પણ પ્રસન્નચિત્તેદુખ સમત્વ ધારણ કરી  સહન કરવું તેજ ઉત્તમ માર્ગ છે  ને બીજા પાસે ગાણા ગાવાથી કાઈ તે દુખ ઓછું કરી શકનાર નથી,કે થવાની કોઈ શક્યતા જ નથી , આમ બીજા પાસે દુઃખના રોદડા રોનાર માનસ મહા મુર્ખ છે, અજ્ઞાની છે, અશુદ્ધ બુદ્ધિ વાળો છે,  એમ ગીતા સ્પષ્ટ કહે છે.
હંમેશા દુઃખને પ્રસન્નચિત્તે  જીરવવું જોઈએ અને સહન કરવું જોઈએ, દુઃખોનું કારણ માત્રને માત્ર આપણામાં રહેલ રાગાત્મક ભાવ જ છે,આથી રાગાત્મક ભાવો ને સાધના દ્વારા  ઓગાળવા જોઈએ,.આથી જેટલા અંશે ત્યાગ પ્રિયતા, અનાસક્તતા, અલિપ્તતા અને અસંગતતા  વગેરે ભાવોમાં  સ્થિર થવાશે  તેમ તેમ  જીવનમાં હળવાશ અનુભવી શકાશે ,અને પ્રસનનાં ચિત્તમાં  સ્થિર થઇ શકીશું, સુખ દુઃખને સમાન ગણી સમતા ધારણ કરીને સહન કરવા તે ઉત્તમ માર્ગ છે, બીજુ સુખ દુ:ખ એ એક સિક્કાની બે બાજુ ઓ છે, આમ સુખ પછી દુ:ખ  અને દુ:ખ પછી સુખ એ કુદરતનો ક્રમ  છે, આ બંને કદી  પણ ધર કરીને રહેવા આવતા જ નથી, આવે છે ને ચાલ્યાજ જવાના ને  જતા હોય છે, માટે ધીરજ રાખવી એજ સર્વોત્તમ માર્ગ છે,સ્વસ્થ ચિત્તે  સહન કરવા એ ઉત્તમ રસ્તો છે,.આમ દુઃખને પચાવવા માટે સકારાત્મક અને શ્રધ્ધા યુક્ત  દ્રષ્ટિ કોણ રાખવો જરૂરી છે, એક વસ્તુ સમજી જ લ્યો કે દુઃખના અંધકાર પછી સુખનું કિરણ પ્રગટ થવા માટે આતુર જ હોય છે, માટે ધીરજ એ સોથી મોટી દવા છે, અને કદી પણ સ્વસ્થતા ગુમાવવી જોઈએ નહી. ,
જગતમાં બધાજ માણસો લાભ નુકસાનના દ્વદમાં સપડાયેલા જ હોય છે, એટલે આ સૃષ્ટિ પરનો કોઈ માણસ એકલો સુખી કે એકલો દુ:ખી જોવા મળતો જ નથી, એટલે ગીતાનું સ્પષ્ટ કહેવું છે કે સુખી માણસને પણ વિવિધ  પ્રકારના દુખોનો સામનો કરવો જ પડતો હોય છે, અને એ જ રીતે દુ:ખી માણસના જીવનમાં પણ ક્યાંક ક્યાંક સુખની છોળો ઉડતી જ રહે છે.
સુખી માણસ પોતાના ધન વેભવ વગેરેના  ના પ્રદર્શનથી મુક્ત થઇ શક્તો  નથી અને દુખી માણસ ધેર્ય અને સહિષ્ણુતાના અભાવે દુખ પરત્વે નિરાશા જનક દ્રષ્ટી કોણ રાખી દુઃખનું પ્રદર્શન કરવા લલચાય છે.ને બધાને કહેતો ફરે છે, પણ કોઈને કહેવાથી દુખ વહ્યું જનાર નથી, કે તે દુઃખને કાઢી આપશે નહીઅને ઓછું થનાર નથી , એટલે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તો પણ દુખ આપણો પીછો  છોડવાનું નથી તો પછી હસતા મુખે દુખોનો સામનો શામાટે કરવો નહી, એટલે જ ગીતા કહે છે કે  સુખ  દુઃખને ધીરજ પૂર્વક સહન કરો,આ માટે જ સમતામાં સ્થિર થાવ,સ્થિત પ્રજ્ઞા ધારણ કરો  એમ કહે છે,અને સ્થિત પ્રજ્ઞતા સાધના દ્વારા  પ્રાપ્ત થઇ શકે છે,એટલે  દુઃખોની શરણાગતી કદી સ્વીકારવી જ નહી,, આમ સુખ અને દુખ બંનેમાં પૂર્ણ  જાગૃતિ પૂર્વક સ્વસ્થ ચિત્તે  જીવવામાં અને શુધ્ધ બુદ્ધિ કરીને શુધ બુદ્ધિના  નિર્ણય સનુસાર જીવનમાં સત્યનું આચરણ કરવામાં જ મજા છે. શાંતિ છે,અને સુખ તેમાજ છુપાયેલું છે. ને આરીતે ગીતાના જીવન યોગના તમામ સિદ્ધાંતો સ્વસ્થ્ ચિતે શુધ્ધ બુદ્ધિથી જો આપણે આચરણમાં મૂકશું તો શાંતિ .સુખ ને આનંદ પ્રાપ્ત કરી જ શકીશું  એજ ગીતાનું જીવન યોગ દ્વારા કહેવાનું છે, ,ચાલો આપણે સ્વસ્થ ચિત્તે   જીવન યોગનાં  તમામ સિદ્ધાંતોને સમજી તેનું  જીવનમાં આચરણ કરીએ,આમ આચરણ એજ સત્ય રૂપા ધર્મ છે ,